1 GIRV હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું. BSB BSB: Paul, an apostle—sent not from men nor by man, but by Jesus Christ and God the Father, who raised Him from the dead—
2 GIRV હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતિયાની તમામ મંડળીઓને વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ. BSB BSB: and all the brothers with me, To the churches of Galatia:
3 GIRV ઈશ્વરપિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો, BSB BSB: Grace and peace to you from God our Father and the Lord Jesus Christ,
4 GIRV જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. BSB BSB: who gave Himself for our sins to rescue us from the present evil age, according to the will of our God and Father,
5 GIRV ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન. BSB BSB: to whom be glory forever and ever. Amen.
7 GIRV એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે. BSB BSB: which is not even a gospel. Evidently some people are troubling you and trying to distort the gospel of Christ.
9 GIRV જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. BSB BSB: As we have said before, so now I say again: If anyone is preaching to you a gospel contrary to the one you received, let him be under a curse!
10 GIRV તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી. BSB BSB: Am I now seeking the approval of men, or of God? Or am I striving to please men? If I were still trying to please men, I would not be a servant of Christ.
11 GIRV પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી. BSB BSB: For I want you to know, brothers, that the gospel I preached was not devised by man.
12 GIRV કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું. BSB BSB: I did not receive it from any man, nor was I taught it; rather, I received it by revelation from Jesus Christ.
14 GIRV અને મારા પિતૃઓના ધર્મ વિષે હું બહુ ઝનૂની બનીને, મારા જાતિ ભાઈઓમાંના ઘણાં સાથીઓ કરતાં યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો. BSB BSB: I was advancing in Judaism beyond many of my contemporaries and was extremely zealous for the traditions of my fathers.
15 GIRV પણ ઈશ્વર જેમણે મને મારા જન્મનાં દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો, તેમને જયારે એ પસંદ પડ્યું BSB BSB: But when God, who set me apart from my mother’s womb and called me by His grace, was pleased
16 GIRV કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ, BSB BSB: to reveal His Son in me so that I might preach Him among the Gentiles, I did not rush to consult with flesh and blood,
17 GIRV કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશાલેમ ગયો નહિ પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો. BSB BSB: nor did I go up to Jerusalem to the apostles who came before me, but I went into Arabia and later returned to Damascus.
20 GIRV જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી. BSB BSB: I assure you before God that what I am writing to you is no lie.
21 GIRV પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો. BSB BSB: Later I went to the regions of Syria and Cilicia.
22 GIRV અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી. BSB BSB: I was personally unknown, however, to the churches of Judea that are in Christ.
23 GIRV તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે. BSB BSB: They only heard the account: “The man who formerly persecuted us is now preaching the faith he once tried to destroy.”
24 GIRV મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. BSB BSB: And they glorified God because of me.