1 UDB વિશ્વાસીઓ જેઓ ગુલામો છે, તેઓએ દરેક રીતે તેમના માલિકોને માન આપવું જોઈએ, કે જેથી કોઈ વ્યક્તિ ઈશ્વરનું અથવા આપણે જે શીખવીએ છીએ તેનું અપમાન ન કરે. BSB BSB: All who are under the yoke of slavery should regard their masters as fully worthy of honor, so that God’s name and our teaching will not be discredited.
2 UDB જે ગુલામોના માલિકો વિશ્વાસી છે તેઓએ, કારણ કે માલિકો તેમના ભાઈઓ છે માટે તેમને થોડું જ માન ન આપવું. તેના બદલે, તેઓએ તેમના માલિકોની વધુ સારી રીતે સેવા કરવી, કારણ કે તેઓ જે માલિકોની સેવા કરે છે તે તેમના ભાઇઓ છે કે જેમને તેઓએ પ્રેમ કરવો જોઈએ. વિશ્વાસીઓને આ બાબતો શીખવ અને જાહેર કર. BSB BSB: Those who have believing masters should not show disrespect because they are brothers, but should serve them all the more, since those receiving their good service are beloved believers. Teach and encourage these principles.
3 UDB કેટલાક લોકો; અમે જે સાચી બાબતો લખી છે, તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવી છે અને ઈશ્વરને માન આપનારી છે તેના કરતાં અલગ બાબતો શીખવે છે. BSB BSB: If anyone teaches another doctrine and disagrees with the sound words of our Lord Jesus Christ and with godly teaching,
4 UDB એવા લોકો ખૂબ જ અભિમાની છે અને કઈંપણ સમજતા નથી. તેઓ બિનમહત્વપૂર્ણ બાબતો વિશે અને અમુક શબ્દો વિશે દલીલ કરવા માંગે છે, પરિણામસ્વરૂપે, જે લોકો તેમનું સાંભળે છે તેઓ બીજાઓની ઇર્ષ્યા કરવા લાગે છે. તેઓ બીજાઓ સાથે અને અંદરોઅંદર ઝઘડે છે. તેઓ બીજા વિશે ખરાબ બાબતો કહે છે. તેઓ શંકા કરે છે કે બીજા લોકોના ઇરાદા ખરાબ છે. BSB BSB: he is conceited and understands nothing. Instead, he has an unhealthy interest in controversies and disputes about words, out of which come envy, strife, abusive talk, evil suspicions,
5 UDB તેઓની વિચારસરણી સંપૂર્ણપણે ખોટી થઈ ગઈ છે કારણ કે તેઓએ સત્ય બાબતોનો નકાર કર્યો છે. પરિણામે, તેઓ વિચારે છે કે ધાર્મિક બાબતો કરીને તેઓ વધારે નાણા મેળવી શકશે. BSB BSB: and constant friction between men of depraved mind who are devoid of the truth. These men regard godliness as a means of gain.
6 UDB વળી, જ્યારે આપણે ઈશ્વરને માન મળે તેવું વર્તન કરીએ છીએ અને જે આપણી પાસે છે તેમાં સંતોષી રહીએ છીએ ત્યારે આપણે ખરેખર મોટો લાભ મેળવીએ છીએ. BSB BSB: Of course, godliness with contentment is great gain.
7 UDB ખરેખર, જ્યારે આપણે જન્મ્યા હતા ત્યારે આપણે દુનિયામાં કશું જ લાવ્યા ન હતા, અને જ્યારે આપણે મરણ પામીએ છીએ ત્યારે તેમાંથી કશું લઈ જઈ શકતા નથી. BSB BSB: For we brought nothing into the world, so we cannot carry anything out of it.
8 UDB તેથી જો આપણી પાસે ખોરાક અને વસ્ત્રો હોય, તો આપણે તેનાથી સંતુષ્ટ થવું જોઈએ. BSB BSB: But if we have food and clothing, we will be content with these.
9 UDB પરંતુ કેટલાક લોકો ખરેખર ધનવાન થવા ઇચ્છે છે. પરિણામે, તેઓ નાણાં મેળવવા માટે ખોટી બાબતો કરે છે, અને જેમ પ્રાણીઓ ફાંદામાં ફસાય છે તેમ તેઓ સપડાઈ જશે. તેઓ મૂર્ખાઈપૂર્વક ઘણી બાબતોની ઇચ્છા રાખે છે, અને તેથી તેઓ નુકસાન વહોરે છે. ઈશ્વર તેમનો સંપૂર્ણપણે નાશ કરશે! BSB BSB: Those who want to be rich, however, fall into temptation and become ensnared by many foolish and harmful desires that plunge them into ruin and destruction.
10 UDB જ્યારે લોકો પુષ્કળ પૈસા મેળવવા માગે છે ત્યારે તેઓ બધા જ પ્રકારની દુષ્ટ બાબતો કરે છે. કેટલાક લોકોએ જે સત્ય આપણે બધા જ માનીએ છીએ તેને માનવાનું બંધ કર્યું છે અને તેઓએ પોતાને ખૂબ જ દુ:ખી કર્યા છે કારણ કે તેઓને પૈસા માટે ખૂબ જ ઝંખના હતી. BSB BSB: For the love of money is the root of all kinds of evil. By craving it, some have wandered away from the faith and pierced themselves with many sorrows.
11 UDB પરંતુ ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ તરીકે તું, પૈસાના આવા પ્રેમથી સંપૂર્ણપણે દૂર રહે. નક્કી કર કે જે યોગ્ય છે તે જ તું કરીશ અને તું ઈશ્વરને માન આપીશ. ઈશ્વર પર વિશ્વાસ કર, અને બીજાઓને પ્રેમ કર. મુશ્કેલ સંજોગોને સહન કર. હંમેશા લોકો સાથે નમ્રતાથી રહે. BSB BSB: But you, O man of God, flee from these things and pursue righteousness, godliness, faith, love, perseverance, and gentleness.
12 UDB વિશ્વાસ પ્રમાણે જીવવા માટે તારી પૂર્ણ શક્તિથી અને ઉત્સાહથી પ્રયાસ કર. તારાં કાર્યોને સારી રીતે કરવાનું ચાલુ રાખ કે જેથી તું ખાતરીપૂર્વક જાણશે કે તું અનંતકાળ સુધી જીવવાનો છે. યાદ રાખ કે ઈશ્વરે તને તેમની સાથે રહેવા માટે પસંદ કર્યો છે, અને જ્યારે ઘણા આગેવાનો તને સાંભળતા હતા, ત્યારે તું જે વિશ્વાસ કરે છે તે વિષે તેં ખૂબ ભારપૂર્વક કહ્યું હતું તે પણ યાદ રાખ. BSB BSB: Fight the good fight of the faith. Take hold of the eternal life to which you were called when you made the good confession before many witnesses.
13 UDB ઈશ્વર, કે જેઓને બધાને જીવન આપે છે, તેઓ તું જે કરે છે તે બધું જ જાણે છે. ખ્રિસ્ત ઈસુ પણ તું જે કંઈ કરે છે તે બધું જ જાણે છે. જ્યારે પોંતિયસ પિલાત સમક્ષ તેમની તપાસ ચાલતી હતી ત્યારે સાચું શું હતું તે તેમણે દ્રઢતાથી જાહેર કર્યું. BSB BSB: I charge you in the presence of God, who gives life to all things, and of Christ Jesus, who made the good confession in His testimony before Pontius Pilate:
14 UDB તેથી જ્યારે તું એ બાબતો યાદ રાખે ત્યારે ખ્રિસ્તે આપણને દરેક બાબતે જે કઈ આજ્ઞા આપી છે તેને દ્રઢતાથી વળગી રહેવા હું તને આજ્ઞા આપું છું. તેમાં તું પૂર્ણ થા. તે શિક્ષણને તું એવી રીતે વળગી રહે કે જ્યાં સુધી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી પાછા ન આવે, ત્યાં સુધી તેમને તારા વિશે ખોટી ટીકા કરવાની જરૂર ન પડે. BSB BSB: Keep this commandment without stain or reproach until the appearance of our Lord Jesus Christ,
15 UDB યાદ રાખ કે ઈશ્વર યોગ્ય સમયે ઈસુને ફરીથી પાછા આવે એવું કરશે. ઈશ્વર અદ્દભુત છે! તેઓ જ એક માત્ર શાસક છે! તેઓ સર્વ લોકો જેઓ શાસક છે તેઓ પર શાસન કરે છે! BSB BSB: which the blessed and only Sovereign One—the King of kings and Lord of lords—will bring about in His own time.
16 UDB તેઓ એક માત્ર છે કે જેઓ ક્યારેય મરણ પામશે નહિ, અને તેઓ સ્વર્ગમાં પ્રકાશમાં રહે છે અને તેઓ એટલા તેજસ્વી છે કે કોઈપણ વ્યક્તિ તેમની પાસે આવી શકતો નથી! તેઓને કોઈ પણ વ્યક્તિએ ક્યારેય જોયા નથી અને કોઈ પણ વ્યક્તિ તેઓને જોઈ શકવા સક્ષમ નથી! મારી ઇચ્છા છે કે બધા લોકો તેમને માન આપે અને તેઓ સદાકાળ દ્રઢતાથી શાસન કરે! મારી ઝંખના છે કે તેમ જ થાઓ! BSB BSB: He alone is immortal and dwells in unapproachable light. No one has ever seen Him, nor can anyone see Him. To Him be honor and eternal dominion! Amen.
17 UDB વિશ્વાસીઓ જેઓ આ દુનિયામાં ધનવાન છે તેઓ અભિમાન ન કરે, અને તેઓએ તેમની સંપત્તિ પર ભરોસો રાખી તેને વળગી રહેવું નહિ, કારણ કે તેઓ ચોક્કસપણે જાણતા નથી કે તે તેમની પાસે કેટલો સમય રહેશે. તેના બદલે, તેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. તે ઈશ્વર જ છે કે જેઓ આપણને બધું ભરપૂરપણે આપે છે કે જેથી આપણે તેનો આનંદ માણી શકીએ. BSB BSB: Instruct those who are rich in the present age not to be conceited and not to put their hope in the uncertainty of wealth, but in God, who richly provides all things for us to enjoy.
18 UDB ઉપરાંત, તેમને સારી બાબતો કરવા જણાવ. સાચી સંપત્તિ ખરેખર આ છે. જેઓની પાસે જે હોય તે બીજાઓ સાથે અવશ્ય વહેંચવું. BSB BSB: Instruct them to do good, to be rich in good works, and to be generous and ready to share,
19 UDB તેઓ જો એમ કરે તો, એવું થશે કે તેઓ પોતાના માટે ઘણો બધો સંગ્રહ કરે છે જે ઈશ્વર તેમને આપશે. જ્યારે તેઓ આ કરે છે, ત્યારે તેઓ જે સાચું જીવન છે તે પ્રાપ્ત કરશે. BSB BSB: treasuring up for themselves a firm foundation for the future, so that they may take hold of that which is truly life.
20 UDB તિમોથી, વિશ્વાસુપણે સાચો સંદેશ જાહેર કર કે જે તને ઈસુએ આપ્યો છે. જે બાબતો ઈશ્વર માટે અગત્યની નથી તેવી બાબતો વિશે બકબક કરવા માગતા લોકોને તું ટાળ. જે લોકો કહે છે કે તેઓ સાચું જ્ઞાન ધરાવે છે પરંતુ જે સત્ય બાબતો અમે શીખવીએ છીએ તેની વિરુદ્ધ બોલે છે તેવા લોકોને ટાળ. BSB BSB: O Timothy, guard what has been entrusted to you. Avoid irreverent, empty chatter and the opposing arguments of so-called “knowledge,”
21 UDB કેટલીક વ્યક્તિઓ આ બાબતો શીખવે છે અને તેથી તેઓએ સત્ય પર વિશ્વાસ કરવાનું છોડી દીધું છે. ઈશ્વર તમ સર્વ પર માયાળુ બનો. BSB BSB: which some have professed and thus swerved away from the faith. Grace be with you all.
Select verses for actions: Enter goes to them and Escape comes back.