1 UDB હું પાઉલ, કલોસે શહેરમાંના સાથી વિશ્વાસીઓને આ પત્ર લખું છું. જેને ઈશ્વરે ખ્રિસ્ત ઈસુના પ્રેરિત તરીકે તમારી પાસે આવવા માટે પસંદ કર્યો છે તે હું પાઉલના, તથા ખ્રિસ્તની સાથે જોડાયેલા આપણા સાથી વિશ્વાસી તિમોથીના તરફથી પણ આ પત્ર છે. અમે આ પત્ર તમને બધાને મોકલીએ છીએ. BSB BSB: Paul, an apostle of Christ Jesus by the will of God, and Timothy our brother,
2 UDB ઈશ્વરે જેઓને પોતાને માટે અલગ કર્યા છે એટલે કે જેઓ ખ્રિસ્તના છે અને વિશ્વાસી છે તેઓને અમે આ પત્ર લખીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર આપણા પિતા તમને કૃપા અને શાંતિ આપે. BSB BSB: To the saints and faithful brothers in Christ at Colossae: Grace and peace to you from God our Father.
3 UDB અમે જ્યારે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે, અમે ઘણી વાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનીએ છીએ. BSB BSB: We always thank God, the Father of our Lord Jesus Christ, when we pray for you,
4 UDB અમે સાંભળ્યું છે કે તમે ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ રાખો છો અને જેઓને ઈશ્વરે પોતાને માટે અલગ કર્યા છે તેઓ બધાને તમે પ્રેમ કરો છો તેથી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ. BSB BSB: because we have heard about your faith in Christ Jesus and your love for all the saints—
5 UDB ઈશ્વરે તમારે માટે સ્વર્ગમાં જે બાબતો રાખી મૂકી છે તેની તમે ખાતરીપૂર્વક રાહ જુઓ છો તે કારણસર તમે આપણા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરો છો. જ્યારે તમે ખ્રિસ્ત વિશેનો શુભ સમાચાર, સાચો સંદેશ સાંભળ્યો હતો ત્યારે તમે પ્રથમવાર આ બાબતો વિષે સાંભળ્યું હતું. BSB BSB: the faith and love proceeding from the hope stored up for you in heaven, of which you have already heard in the word of truth, the gospel
6 UDB કલોસેમાં જે શુભ સમાચાર તમે સાંભળ્યો તેને વિશ્વાસીઓ આખા જગતમાં પ્રગટ કરી રહ્યા છે. તમે તે પહેલીવાર સાંભળ્યો અને સમજ્યા કે ઈશ્વર ખરેખર કેટલા દયાળુ છે ત્યારથી લઈને અત્યાર સુધી જેમ તેમણે કામ કર્યું છે તે જ પ્રમાણે થાય છે. શુભ સમાચાર તો બીજ વાવેલા ખેતર જેવો છે જે વૃધ્ધિ પામી રહ્યો છે અને પુષ્કળ પ્રમાણમાં ફસલ આપશે. BSB BSB: that has come to you. All over the world this gospel is bearing fruit and growing, just as it has been doing among you since the day you heard it and truly understood the grace of God.
7 UDB એપાફ્રાસે તમને શુભ સંદેશ શીખવ્યો. અમે તેને પ્રેમ કરીએ છીએ કારણ કે તે અમારી સાથે ખ્રિસ્તની સેવા કરે છે અને અમારે સ્થાને ખ્રિસ્તને માટે વિશ્વાસુપણે કાર્ય કરે છે. BSB BSB: You learned it from Epaphras, our beloved fellow servant, who is a faithful minister of Christ on our behalf,
8 UDB તેણે અમને જણાવ્યું છે કે તમે ઈશ્વરના બધા લોકોને પ્રેમ કરો છો કારણ કે ઈશ્વરના આત્માએ તમને ઈશ્વરને અને બીજાઓને પ્રેમ કરવા માટે સામર્થ્યવાન કર્યા છે. BSB BSB: and who also informed us of your love in the Spirit.
9 UDB તમે કેવો પ્રેમ કરો છો તેના સંબંધી જ્યારથી અમે સાંભળ્યું છે ત્યારથી, અમે હંમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ. અમે ઈશ્વરની પાસે માગીએ છીએ કે ઈશ્વર તમારા દ્વારા જે કરાવવા માગે છે તે બધું તમને દર્શાવે અને તમને જ્ઞાની બનાવે કે જેથી ઈશ્વરનો આત્મા તમને શું શીખવી રહ્યો છે તે તમે સમજી શકો. BSB BSB: For this reason, since the day we heard about you, we have not stopped praying for you and asking God to fill you with the knowledge of His will in all spiritual wisdom and understanding,
10 UDB અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે એવી રીતે જીવો કે જેથી તે બીજાઓને મદદરૂપ થાય અને પ્રભુને પણ મહિમા આપે, જેથી ઈશ્વર તમને માન્ય કરે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે ઈશ્વરને સમજવામાં વૃદ્ધિ પામો અને તેઓ તમને જે સારાં કાર્યો કરવા જણાવે તે કરો. BSB BSB: so that you may walk in a manner worthy of the Lord and may please Him in every way: bearing fruit in every good work, growing in the knowledge of God,
11 UDB અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર તમને પોતાના સઘળા પરાક્રમી સામર્થ્ય વડે સમર્થ કરે, જેથી તમે ધીરજ સહિત સઘળી મુશ્કેલીઓ સહન કરો. BSB BSB: being strengthened with all power according to His glorious might so that you may have full endurance and patience, and joyfully
12 UDB અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે આનંદ કરો તથા ઈશ્વર આપણા પિતાનો આભાર માનો, કારણ કે જેઓને તેમણે પોતાના થવા માટે અલગ કર્યા છે તેઓની સાથે ગણાવા તમને યોગ્ય જાહેર કર્યા છે; આ એટલા માટે છે કે જ્યારે તમે તેમની પ્રકાશિત હાજરીમાં હશો ત્યારે તેઓએ જે બધી બાબતો તમને આપવા માટે રાખી મૂકી છે તે તેઓ તમને આપી શકે. BSB BSB: giving thanks to the Father, who has qualified you to share in the inheritance of the saints in the light.
13 UDB જે ખરાબ બાબતો આપણું નિયંત્રણ કરતી હતી તેમાંથી ઈશ્વર આપણા પિતાએ આપણને છોડાવ્યા છે; તેમણે પોતાના દીકરાને, જેને તેઓ પ્રેમ કરે છે તેને, હમણાં આપણા પર રાજ કરવા માટે પસંદ કર્યા છે. BSB BSB: He has rescued us from the dominion of darkness and brought us into the kingdom of His beloved Son,
14 UDB તેમના દીકરાના દ્વારા તેમણે આપણને છોડાવ્યા છે; એટલે કે, તેમણે આપણાં પાપોને માફ કર્યાં છે. BSB BSB: in whom we have redemption, the forgiveness of sins.
18 UDB જેમ કોઈ વ્યક્તિનું શિર તેના શરીરનું સંચાલન કરે તેમ તેઓ બધા વિશ્વાસીઓ એટલે કે મંડળી પર રાજ કરે છે. BSB BSB: And He is the head of the body, the church; He is the beginning and firstborn from among the dead, so that in all things He may have preeminence.
19 UDB ઈશ્વર પોતે જે છે તે સમગ્ર ખ્રિસ્તમાં રહે તેવું કરવા ઈશ્વર પિતા પ્રસન્ન થયા હતા. BSB BSB: For God was pleased to have all His fullness dwell in Him,
21 UDB તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો તે અગાઉ, તમે ઈશ્વરના શત્રુઓ હતા, અને તમે ઈશ્વરની સાથે સંગતમાં ન હતા કારણ કે તમે ખરાબ વિચારો કરવાને લીધે ખોટા કાર્યો કરતા હતા. BSB BSB: Once you were alienated from God and were hostile in your minds, engaging in evil deeds.
23 UDB પરંતુ તમારે સંપૂર્ણપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યે રાખવો જોઈએ; તે પછી તમે ખડક પર બાંધવામાં આવેલા ઘરના જેવા થશો. જે શુભ સંદેશ દુનિયાના બધા લોકોએ સાંભળ્યો છે તેમાં ઈશ્વરે તમારે સારુ જે કંઈ કરવાનું વચન આપેલું છે તેના પર વિશ્વાસ કરવાનું કોઈપણ કારણથી બંધ કરશો નહીં. આ એ જ શુભ સંદેશ છે કે જેને લોકોની આગળ પ્રગટ કરવા દ્વારા હું, પાઉલ ઈશ્વરની સેવા કરું છું. BSB BSB: if indeed you continue in your faith, established and firm, not moved from the hope of the gospel you heard, which has been proclaimed to every creature under heaven, and of which I, Paul, have become a servant.
24 UDB હું તમારા લાભને માટે જે સહન કરું છું તેને લીધે હવે હું આનંદ કરું છું. હા, મંડળી, કે જે ખ્રિસ્તનું શરીર છે તેને મદદ કરવાને માટે, જે બાબતો હજુ થવાની છે તેને મારે સહન કરવી પડશે. BSB BSB: Now I rejoice in my sufferings for you, and I fill up in my flesh what is lacking in regard to Christ’s afflictions for the sake of His body, which is the church.
25 UDB ઈશ્વરે મને તેમનો સેવક બનાવ્યો છે અને મને આ ખાસ કામ કરવા માટે સોંપ્યું છે, જે એ છે કે ઈશ્વરનો સંપૂર્ણ સંદેશ તમારા જેવા બિનયહૂદીઓને પ્રગટ કરવો. BSB BSB: I became its servant by the commission God gave me to fully proclaim to you the word of God,
26 UDB પ્રાચીન સમયથી, પેઢીઓથી, ઈશ્વરે આ શુભ સંદેશ જણાવ્યો ન હતો, પરંતુ હવે તેમણે જેઓને પોતાને માટે અલગ કર્યા છે તેઓને આ મર્મ પ્રગટ કર્યો છે. BSB BSB: the mystery that was hidden for ages and generations but is now revealed to His saints.
27 UDB જેઓને આ અદ્દભુત રહસ્ય જણાવવાની યોજના ઈશ્વરે કરી હતી તે આ લોકોને માટે છે એટલે કે યહૂદીઓ માટે અને તેટલા જ પ્રમાણમાં તમારા જેવા બિનયહૂદીઓને માટે છે. તે રહસ્ય તો આ છે: ખ્રિસ્ત તમારામાં વસે અને તમે ઈશ્વરના મહિમામાં ભાગ લેવા માટે ખાતરીપૂર્વકની આશા રાખો! BSB BSB: To them God has chosen to make known among the Gentiles the glorious riches of this mystery, which is Christ in you, the hope of glory.
28 UDB અમે ડહાપણથી દરેકને ચેતવણી આપીએ છીએ અને ખ્રિસ્ત વિષે શીખવીએ છીએ કે જેથી ઈશ્વરને સંપૂર્ણપણે જાણનાર, ખ્રિસ્ત સાથે જોડાયેલા તરીકે અમે દરેકને ઈશ્વરની હજૂરમાં લાવી શકીએ. BSB BSB: We proclaim Him, admonishing and teaching everyone with all wisdom, so that we may present everyone perfect in Christ.
29 UDB ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે તેને લીધે, તે પ્રમાણે કરવાને માટે હું ઘણી મહેનત કરું છું. BSB BSB: To this end I also labor, striving with all His energy working powerfully within me.
Select verses for actions: Enter goes to them and Escape comes back.