1 UDB હું યહૂદા છું. હું ઈસુ ખ્રિસ્તનો સેવક અને યાકૂબનો ભાઈ છું. તમને જેઓને ઈશ્વરે તેડ્યા છે, જેઓને ઈશ્વર પિતા પ્રેમ કરે છે, અને જેઓને ઈસુ ખ્રિસ્ત સંભાળે છે તેઓને આ પત્ર હું લખી રહ્યો છું. BSB BSB: Jude, a servant of Jesus Christ and a brother of James, To those who are called, loved by God the Father, and kept in Jesus Christ:
2 UDB ઈશ્વર તમારા પર પુષ્કળ દયા કરો, તેઓ તમને પુષ્કળ શાંતિ આપો અને તમને પુષ્કળ પ્રેમ કરો. BSB BSB: Mercy, peace, and love be multiplied to you.
4 UDB એવા કેટલાક માણસો છે કે જેઓ તમારી મંડળીઓમાં ચુપકીદીથી પ્રવેશ કરે છે; તેઓ તો દુષ્ટ માણસો જેવા છે કે જેઓ વિષે પ્રબોધકોએ ઘણા સમય અગાઉ લખ્યું હતું, તેઓ જૂઠ્ઠી બાબતો શીખવે છે અને ઈશ્વરની કૃપાનો જાતીય પાપ કરવાની છૂટછાટ તરીકે દુરુપયોગ કરે છે. આ રીતે તેઓ ઈસુ ખ્રિસ્ત આપણા એકલા સ્વામી અને પ્રભુના સંબંધી જે સાચું છે તેનો વિરોધ કરે છે. BSB BSB: For certain men have crept in among you unnoticed—ungodly ones who were designated long ago for condemnation. They turn the grace of our God into a license for immorality, and they deny our only Master and Lord, Jesus Christ.
5 UDB જો કે તમે અગાઉ આ સર્વ બાબતો જાણતા હતા તો પણ કેટલીક નિશ્ચિત બાબતો વિષે તમને યાદ અપાવવાની મારી ઇચ્છા છે. એ ભૂલી ન જાઓ કે જો કે ઈશ્વરે પોતાના લોકોને ઈજિપ્તમાંથી બચાવ્યા તો પણ પછીથી તેમણે તેઓમાંના મોટાભાગના લોકોનો એટલે કે જે લોકોએ તેમનામાં વિશ્વાસ કર્યો નહિ તેઓનો નાશ કર્યો. BSB BSB: Although you are fully aware of this, I want to remind you that after Jesus had delivered His people out of the land of Egypt, He destroyed those who did not believe.
6 UDB સ્વર્ગમાં પણ ઘણા દૂતો હતા જેઓને ઈશ્વરે અધિકારની પદવીઓ સોંપી હતી. પણ તેઓ તે પદવીઓ પર રહીને અધિકાર સાથે રાજ કરવામાં લાગુ રહ્યા નહિ. તેને બદલે, તેઓએ તે જગ્યાઓ તરછોડી દીધી. માટે ઈશ્વરે તે દૂતોને સાંકળોથી બાંધીને નર્કના સદાકાળના અંધકારમાં મૂક્યા છે. ઈશ્વર તેઓનો ન્યાય કરશે અને તેઓને શિક્ષા કરશે તે ન્યાયના દિવસ સુધી તેઓ ત્યાં જ રહેશે. BSB BSB: And the angels who did not stay within their own domain but abandoned their proper dwelling—these He has kept in eternal chains under darkness, bound for judgment on that great day.
7 UDB એમ જ, જે લોકો સદોમ અને ગમોરાહ શહેરો તથા નજીકના શહેરોમાં રહેતા હતા તેઓએ જાતીય અનૈતિકતા આચરી. તેઓએ ઈશ્વર જેની પરવાનગી આપે છે તેનાથી વિરુદ્ધના જાતજાતના જાતીય સંબંધો શોધી કાઢ્યા. માટે ઈશ્વરે તેઓનાં શહેરોનો નાશ કર્યો. તે લોકોને તથા સ્વર્ગમાંના જે દૂતોને થયું તે બતાવે છે કે ઈશ્વર આવા લોકો, જેઓ ખોટા સિધ્ધાંત શીખવે છે, તેઓને નર્કના અનંત અગ્નિમાં શિક્ષા કરશે. BSB BSB: In like manner, Sodom and Gomorrah and the cities around them, who indulged in sexual immorality and pursued strange flesh, are on display as an example of those who sustain the punishment of eternal fire.
8 UDB એવી જ રીતે, તમારી મધ્યેના આવા લોકો પણ ભ્રષ્ટતાથી જીવીને પોતાનાં શરીરોને અપવિત્ર કરે છે. તેઓ કહે છે કે ઈશ્વરે તેઓને દર્શનો આપ્યાં છે જે તેઓને આ પ્રમાણે કરવા કહે છે. પણ તેઓ ઈશ્વરની આજ્ઞાઓને આધીન થતા નથી, અને તેઓ તેમના ગૌરવી દૂતોનું અપમાન કરે છે. BSB BSB: Yet in the same way these dreamers defile their bodies, reject authority, and slander glorious beings.
9 UDB મૂસાનું શરીર કોણ લેશે તે વિષે પણ જ્યારે પ્રમુખદૂત મિખાયેલે શેતાન સાથે દલીલ કરી ત્યારે તેણે તેનું અપમાન કર્યું નહીં અને તેને વખોડ્યો નહીં; તેણે માત્ર કહ્યું કે, "ઈશ્વર તને શિક્ષા કરો!" BSB BSB: But even the archangel Michael, when he disputed with the devil over the body of Moses, did not presume to bring a slanderous charge against him, but said, “The Lord rebuke you!”
10 UDB પણ જે લોકો વિષે હું લખી રહ્યો છું તેઓ, દરેક સારી બાબતો કે જે વિષે તેઓ સમજતા નથી, તેઓ વિષે ખોટા શબ્દો બોલે છે. તેઓ જંગલી પશુઓ જેવા છે કે જેઓ વિચારી શકતા નથી, કારણ કે જે સર્વ બાબતો તેઓ સ્વાભાવિક રીતે સમજી શકે છે તે બાબતો જ તેમનો નાશ કરે છે. BSB BSB: These men, however, slander what they do not understand, and like irrational animals, they will be destroyed by the things they do instinctively.
11 UDB જેઓ આ બાબતો કરે છે તેઓને ઈશ્વર સખત શિક્ષા કરશે. તેઓ જેમ કાઈન વર્ત્યો તેમ વર્તે છે. જે પાપ બલામે પૈસા માટે કર્યું તે જ પાપ તેઓ કરે છે, અને કોરાહ, કે જેણે મૂસાની વિરુદ્ધ બળવો કર્યો હતો તેની જેમ તેઓ મરશે. BSB BSB: Woe to them! They have traveled the path of Cain; they have rushed for profit into the error of Balaam; they have perished in Korah’s rebellion.
12 UDB આ લોકો પાણી નીચેના ખડક જેવા છે કે જેનાથી વહાણોનો કચ્ચરઘાણ થાય છે. જ્યારે તેઓ તમારા પ્રેમ ભોજનોમાં ભાગ લે છે ત્યારે તેઓને શરમ લાગતી નથી, કારણ કે તેઓ માત્ર પોતાને પ્રસન્ન કરવા ખાય છે. તેઓ એ વાદળો જેવા છે કે જે વરસાદ આપતા નથી, એવાં વાદળાં કે જેને પવન ખેંચી જાય છે. તેઓ સારાં કૃત્યો કરતા નથી કેમ કે તેઓ પાનખર ઋતુની અંતનાં વૃક્ષો જેવા છે કે જે ફળ આપતાં નથી. તેઓ ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો જેવા છે. BSB BSB: These men are hidden reefs in your love feasts, shamelessly feasting with you but shepherding only themselves. They are clouds without water, carried along by the wind; fruitless trees in autumn, twice dead after being uprooted.
13 UDB તેઓ પોતાને નિયંત્રિત કરતા નથી. તેઓ સમુદ્રના તોફાનમાંના ભારે મોજાં જેવા છે અને જેમ મોજાંઓ કિનારા પર ફીણ અને કચરો લાવે તેમ તેઓ પોતાની શરમથી બીજાઓને દૂષિત કરે છે. તેઓ એવા તારા જેવા છે કે જેઓ આકાશમાં રહેવું જોઈએ તે રીતે રહેતા નથી. ઈશ્વર તેઓને ગાઢ અંધકારમાં સદાકાળ મૂકી દેશે. BSB BSB: They are wild waves of the sea, foaming up their own shame; wandering stars, for whom blackest darkness has been reserved forever.
15 UDB તેઓ દરેકનો ન્યાય કરશે અને સર્વ દુરાચારી લોકોને તથા સર્વ જેઓ ઈશ્વરનું અપમાન કરે છે તેઓને શિક્ષા કરશે. આ લોકો ઈશ્વર વિરુદ્ધ જે સર્વ ઉદ્ધત બાબતો બોલ્યા છે તેને કારણે દૂતો આવું કરશે." BSB BSB: to execute judgment on everyone, and to convict all the ungodly of every ungodly act of wickedness and every harsh word spoken against Him by ungodly sinners.”
16 UDB ઈશ્વર જે બાબતો કરે છે તે વિષે સિદ્ધાંતોના આ ખોટા શિક્ષકો બડબડાટ કરે છે. તેઓ પોતાની સાથે જે થાય છે તે વિષે ફરિયાદ કરે છે. તેઓ ખરાબ બાબતો કરે છે કારણ કે તેઓ તે કરવાની ઇચ્છા રાખે છે. તેઓ અભિમાનપૂર્વક વાત કરે છે. તેઓ લોકો પાસેથી વસ્તુઓ મેળવવા માટે તેઓના વખાણ કરે છે. BSB BSB: These men are discontented grumblers, following after their own lusts; their mouths spew arrogance; they flatter others for their own advantage.
17 UDB પણ જે લોકોને હું પ્રેમ કરું છું એવા તમે, ઘણા સમય અગાઉ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ જે કહ્યું હતું તે યાદ કરો. BSB BSB: But you, beloved, remember what was foretold by the apostles of our Lord Jesus Christ
18 UDB તેઓએ કહ્યું હતું કે, "છેલ્લા દિવસ અગાઉ, કેટલાક લોકો ઈશ્વરે આપણને જે સાચી બાબતો કહી છે તેની મજાક કરશે. તેઓ જે પાપો કરવાની ઈચ્છા રાખે છે તે પોતાના શરીરોથી કરશે કારણ કે તેઓ ઈશ્વરનું અપમાન કરે છે." BSB BSB: when they said to you, “In the last times there will be scoffers who will follow after their own ungodly desires.”
19 UDB આ એ જ લોકો છે કે જેઓ વિશ્વાસીઓને એકબીજા પ્રત્યે ગુસ્સો કરાવે છે. તેઓ એ સર્વ ખરાબ બાબતો કરે છે કે જે તેઓ કરવા માગે છે. ઈશ્વરનો આત્મા તેઓની અંદર રહેતો નથી. BSB BSB: These are the ones who cause divisions, who are worldly and devoid of the Spirit.
20 UDB પરંતુ જે લોકોને હું પ્રેમ કરું છું એવા તમે ઈશ્વરના જે સત્ય પર વિશ્વાસ કરો છો તેનો ઉપયોગ કરીને એકબીજાને બળવાન કરો. પ્રાર્થના કરવામાં પવિત્ર આત્મા તમને સહાય કરો. BSB BSB: But you, beloved, by building yourselves up in your most holy faith and praying in the Holy Spirit,
21 UDB જેઓને ઈશ્વર પ્રેમ કરે છે તેઓને યોગ્ય છે તે રીતે વ્યવહાર કરવાનું ચાલુ રાખો. સતત એ અપેક્ષા રાખો કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે દયાળુપણે વર્તશે. આપણે તેમની સાથે સદાકાળ જીવવાનું શરુ કરીશું ત્યાં સુધી તે અપેક્ષા કરતા રહો. BSB BSB: keep yourselves in the love of God as you await the mercy of our Lord Jesus Christ to bring you eternal life.
22 UDB જેઓને ખાતરી નથી કે કયા શિક્ષણ પર વિશ્વાસ કરવો તેઓ પ્રત્યે ભલા થાઓ અને તેઓને સહાય કરો. BSB BSB: And indeed, have mercy on those who doubt;
23 UDB બીજાઓને સદાકાળની શિક્ષાના અગ્નિમાં પડતાં બચાવો. જેઓ પાપ કરે છે તેઓ પ્રત્યે માયાળુ થાઓ પણ તેઓનાં તે પાપોમાં જોડાવાથી ડરો. તેને બદલે, તેઓનાં વસ્ત્રોનો પણ ધિક્કાર કરો કારણ કે તેઓનાં પાપથી તેને ગંદા કરવામાં આવ્યાં છે. BSB BSB: save others by snatching them from the fire; and to still others show mercy tempered with fear, hating even the clothing stained by the flesh.
24 UDB ઈશ્વર તમને તેમના પર વિશ્વાસ રાખવામાં સહાય કરવા સમર્થ છે. તેઓ તમને તેમની હાજરીમાં પણ લઇ જશે કે જ્યાં તેજસ્વી પ્રકાશ છે. તમે ખૂબ જ આનંદ કરશો અને પાપથી મુક્ત થશો. BSB BSB: Now to Him who is able to keep you from stumbling and to present you unblemished in His glorious presence, with great joy—
25 UDB તેઓ એકલા જ સાચા ઈશ્વર છે. તેમણે આપણને, ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુએ આપણા માટે જે કર્યું છે તેને પરિણામે બચાવ્યા છે. ઈશ્વર ગૌરવી, મહાન અને શક્તિશાળી હતા, અને સમય શરુ થયો તે અગાઉ તેઓએ મહાન અધિકાર સાથે રાજ કર્યું. તેઓ આજે પણ એવા જ છે, અને તેઓ એ જ પ્રમાણે સદાસર્વદા માટે રહેશે! આમેન! BSB BSB: to the only God our Savior be glory, majesty, dominion, and authority through Jesus Christ our Lord before all time, and now, and for all eternity. Amen.
Select verses for actions: Enter goes to them and Escape comes back.