1 UDB તે દરમ્યાન, હજારોની સંખ્યામાં લોકો ઈસુની પાસે એકત્રિત થયા. તેઓ એટલા બધા હતા કે તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા. પરંતુ પ્રથમ તેમણે તેમના શિષ્યોને કહ્યું, "ફરોશીઓ કે જેઓ લોકોના દેખતા ધાર્મિક કાર્યો કરે છે, પરંતુ ગુપ્તમાં ખરાબ કાર્યો કરે છે, તેમના જેવા તમે ન થાઓ માટે સાવધાન રહો. જેમ ગુંદેલા લોટને આથો ફુલાવે છે, તેમ તેમનાં ખરાબ કાર્યો બીજાઓને તેમના જેવા દંભી બનાવે છે. BSB BSB: In the meantime, a crowd of many thousands had gathered, so that they were trampling one another. Jesus began to speak first to His disciples: “Beware of the leaven of the Pharisees, which is hypocrisy.
2 UDB લોકો પોતાના પાપોને ઢાંકી શકશે નહિ. જે બધું લોકો હમણાં છુપાવવાનો પ્રયત્ન કરે છે તે કોઇક દિવસ ઈશ્વર સર્વના ધ્યાનમાં લાવશે. BSB BSB: There is nothing concealed that will not be disclosed, and nothing hidden that will not be made known.
3 UDB જે સર્વ બાબતો તમે અંધકારમાં બોલશો, તેને કોઈક દિવસ લોકો પ્રકાશમાં સાંભળશે. જે કંઈ તમે ઓરડામાં ધીમેથી કહેશો તે કોઈક દિવસ એવું જાહેર થશે કે જાણે તમે તેને છાપરા પર બૂમો પાડીને કહ્યું હોય." BSB BSB: What you have spoken in the dark will be heard in the daylight, and what you have whispered in the inner rooms will be proclaimed from the housetops.
4 UDB "મારા મિત્રો, ધ્યાનથી સાંભળો! લોકોથી ડરશો નહિ; તેઓ તમારી હત્યા કરી શકે છે, પરંતુ ત્યારબાદ તેઓ તમને કંઈ વધારે કરી શકશે નહિ! BSB BSB: I tell you, My friends, do not be afraid of those who kill the body and after that can do no more.
5 UDB પરંતુ હું તમને તે એક જણ વિષે ચેતવું છું કે જેનાથી તમારે ખરેખર ડરવું જોઈએ. તમારે ઈશ્વરથી ડરવું જોઈએ, કારણ કે લોકોને મારી નાખવાનો તેમને અધિકાર છે એટલું જ નહિ, પરંતુ ત્યારબાદ તેમને નરકમાં નાખવાનો પણ તેમને અધિકાર છે! હા, ખરેખર તેઓ જ છે કે જેમનાથી તમારે ડરવું જોઈએ! BSB BSB: But I will show you whom you should fear: Fear the One who, after you have been killed, has authority to throw you into hell. Yes, I tell you, fear Him!
6 UDB ચકલીઓનો વિચાર કરો. તેઓનું મૂલ્ય એટલું ઓછું છે કે તમે તેમાંની પાંચને બે નાના સિક્કામાં ખરીદી શકો છો અને છતાં ઈશ્વર તેઓમાંની એકને પણ ભૂલતા નથી! BSB BSB: Are not five sparrows sold for two pennies? Yet not one of them is forgotten by God.
7 UDB ઈશ્વર તે પણ જાણે છે કે તમારા માથા પર કેટલા વાળ છે. બીશો નહિ, કારણ કે ઘણી ચકલીઓ કરતાં તમે ઈશ્વરને માટે અતિ મૂલ્યવાન છો. BSB BSB: And even the very hairs of your head are all numbered. So do not be afraid; you are worth more than many sparrows.
8 UDB વળી, હું તમને એ પણ કહું છું, કે જો લોકો બીજાઓને કહે કે તેઓ મારા શિષ્યો છે, તો હું, માણસનો દીકરો, ઈશ્વરના દૂતો આગળ કહીશ કે તેઓ મારા શિષ્યો છે. BSB BSB: I tell you, everyone who confesses Me before men, the Son of Man will also confess him before the angels of God.
9 UDB પરંતુ જો તેઓ બીજાઓ આગળ કહેશે કે તેઓ મારા શિષ્યો નથી, તો હું ઈશ્વરના દૂતો આગળ કહીશ કે તેઓ મારા શિષ્યો નથી. BSB BSB: But whoever denies Me before men will be denied before the angels of God.
10 UDB હું તમને એ પણ કહું છું કે જો લોકો મારા, એટલે માણસના દીકરા, સંબંધી ખરાબ બાબતો કહે, તો ઈશ્વર તે તેઓને માફ કરશે. પરંતુ જો લોકો પવિત્ર આત્મા સંબંધી ખરાબ બાબતો કહે, તો ઈશ્વર તેઓને તેના માટે માફ કરશે નહિ. BSB BSB: And everyone who speaks a word against the Son of Man will be forgiven, but whoever blasphemes against the Holy Spirit will not be forgiven.
11 UDB તેથી જ્યારે લોકો તમને સભાસ્થાનોમાં ધાર્મિક આગેવાનો અને બીજા કે જેઓ તે પ્રદેશના સત્તાધીશો છે તેઓની આગળ લઈ જાય, ત્યારે તેમને કેવી રીતે જવાબ આપશો અથવા તમે તેઓને શું કહેશો તે સંબંધમાં ચિંતા કરશો નહિ, BSB BSB: When you are brought before synagogues, rulers, and authorities, do not worry about how to defend yourselves or what to say.
12 UDB કારણ કે તમારે શું કહેવું તે તે જ સમયે પવિત્ર આત્મા તમને કહેશે." BSB BSB: For at that time the Holy Spirit will teach you what you should say.”
13 UDB પછી ટોળામાંના એકે ઈસુને પૂછ્યું, "ગુરુજી, મારા ભાઈને કહો કે તે મારા પિતાની સંપત્તિ મારી સાથે વહેંચે!" BSB BSB: Someone in the crowd said to Him, “Teacher, tell my brother to divide the inheritance with me.”
14 UDB પરંતુ ઈસુએ તેને જવાબ આપ્યો, "અરે માણસ, સંપત્તિને લગતી દલીલોમાં નિર્ણય લેવા કોઈએ મને ન્યાયાધીશ ઠરાવ્યો નથી!" BSB BSB: But Jesus replied, “Man, who appointed Me judge or executor between you?”
15 UDB પછી તેમણે સમગ્ર ટોળાને કહ્યું, "સાવધ રહો કે કોઈ બાબતમાં તમે લોભી ન થાઓ! માણસના જીવનની કિંમત તેની પાસે પોતાની કેટલી વસ્તુઓ છે તેના પરથી નક્કી થતી નથી." BSB BSB: And He said to them, “Watch out! Guard yourselves against every form of greed, for one’s life does not consist in the abundance of his possessions.”
16 UDB પછી તેમણે તેઓને આ ઉદાહરણ કહ્યું: "એક ધનવાન માણસની જમીનમાં પુષ્કળ પાક ઊપજ્યો. BSB BSB: Then He told them a parable: “The ground of a certain rich man produced an abundance.
17 UDB તેથી તેણે પોતે વિચાર્યું, 'હું નથી જાણતો મારે શું કરવું, કારણ કે મારી પાસે મારી સર્વ ઉપજને સંઘરવા પૂરતી મોટી જગ્યા નથી! BSB BSB: So he thought to himself, ‘What shall I do, since I have nowhere to store my crops?’
18 UDB તેથી તેણે પોતે વિચાર્યું, 'હું જાણું છું કે હું શું કરીશ! હું મારા અનાજનાં કોઠાર તોડી નાખીશ અને મોટા બનાવીશ! પછી મારું સર્વ અનાજ અને બીજી સર્વ વસ્તુઓ આ નવા કોઠારમાં ભરીશ. BSB BSB: Then he said, ‘This is what I will do: I will tear down my barns and will build bigger ones, and there I will store up all my grain and my goods.
19 UDB પછી હું મારી જાતને કહીશ, "હવે મારી પાસે પૂરતી વસ્તુઓ સંઘરેલી છે કે જે ઘણાં વર્ષો સુધી ચાલે. તેથી હવે હું મારું જીવન આરામથી ગાળીશ. હું ખાઇ-પીને આનંદ કરીશ!" BSB BSB: Then I will say to myself, “You have plenty of good things laid up for many years. Take it easy. Eat, drink, and be merry!”’
20 UDB પરંતુ ઈશ્વરે તેને કહ્યું, 'હે મૂર્ખ માણસ! આજે રાત્રે તું મરણ પામશે! પછી બધી બાબતો જે તેં તારા માટે બચાવીને રાખી છે તે તારી નહિ પણ બીજાની થશે. BSB BSB: But God said to him, ‘You fool! This very night your life will be required of you. Then who will own what you have accumulated?’
21 UDB પછી આ ઉદાહરણનું સમાપન કરતાં ઈસુએ કહ્યું, "જે બાબતોને ઈશ્વર મૂલ્યવાન ગણે છે તેને જે લોકો મૂલ્યવાન ગણતા નથી, પરંતુ પોતાના માટે બધું ભેગું કરે છે તેઓની સાથે આમ જ થશે." BSB BSB: This is how it will be for anyone who stores up treasure for himself but is not rich toward God.”
22 UDB પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "તેથી હું તમને આ કહેવાની ઇચ્છા રાખું છું: જીવવા માટે જે બાબતોની જરૂર છે તે બાબતો માટે ચિંતા કરશો નહીં. જમવા માટે પૂરતો ખોરાક અથવા પહેરવા માટે પૂરતાં કપડાંં તમારી પાસે હશે કે નહિ તેની ચિંતા કરશો નહીં. BSB BSB: Then Jesus said to His disciples, “Therefore I tell you, do not worry about your life, what you will eat, or about your body, what you will wear.
23 UDB તમારું જીવન એ તમારા ખોરાક કરતાંં ઘણું મૂલ્યવાન છે અને તમારું શરીર એ તમારાં કપડાં કરતાં ઘણું મૂલ્યવાન છે. BSB BSB: For life is more than food, and the body more than clothes.
24 UDB પક્ષીઓનો વિચાર કરો: તેઓ બી વાવતાં નથી, તેઓ પાક લણતાં નથી. તેઓની પાસે અનાજ સંગ્રહ કરવાની જગ્યા કે ભંડારો નથી. પરંતુ ઈશ્વર તેમને ખોરાક પૂરો પાડે છે. તમે ખરેખર પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો. BSB BSB: Consider the ravens: They do not sow or reap, they have no storehouse or barn; yet God feeds them. How much more valuable you are than the birds!
25 UDB તમારામાંના કોઈપણ ચિંતા કરીને તેના જીવનમાં એક ક્ષણ પણ ઉમેરી શકતા નથી! BSB BSB: Who of you by worrying can add a single hour to his life?
26 UDB તેથી જો તમે તે નાની બાબત પણ કરી શકતા ન હો, તો ચોક્કસપણે તમારે બીજી બાબતોની ચિંતા કરવી ન જોઈએ. BSB BSB: So if you cannot do such a small thing, why do you worry about the rest?
27 UDB ફૂલો કેવી રીતે ઊગે છે તેના વિષે વિચાર કરો. તેઓ નાણાંં કમાવા માટે કંઈપણ કામ કરતાં નથી અને તેઓ પોતાના કપડાં બનાવતાં નથી. પણ હું તમને કહું છું કે જો કે સુલેમાન રાજા કે જે ઘણા સમય અગાઉ થઈ ગયો તે ઘણા જ સુંદર કપડાં પહેરતો હતો તો પણ તે ક્યારેય તેમાંના એકપણ ફૂલની માફક સારી રીતે વસ્ત્રો પહેરેલો ન હતો. BSB BSB: Consider how the lilies grow: They do not labor or spin. Yet I tell you, not even Solomon in all his glory was adorned like one of these.
28 UDB છોડ ટૂંક સમય માટે ઊગે છે તેમ છતાં ઈશ્વર તેઓને સુંદર બનાવે છે. પછી તેઓ કપાય અને આગમાં નંખાય છે. પરંતુ તમે તો ઈશ્વર માટે ઘણા જ મૂલ્યવાન છો, અને તેઓ છોડની કાળજી રાખે છે તે કરતાં વિશેષ તમારી કાળજી રાખશે. શા માટે તમે તેમના પર બહુ ઓછો વિશ્વાસ રાખો છો? BSB BSB: If that is how God clothes the grass of the field, which is here today and tomorrow is thrown into the furnace, how much more will He clothe you, O you of little faith!
29 UDB તમે શું ખાશો કે શું પીશો તે વિષે વિચાર ન કરો, અને તે બધી બાબતો વિષે ચિંતા ન કરો. BSB BSB: And do not be concerned about what you will eat or drink. Do not worry about it.
30 UDB જે લોકો ઈશ્વરને ઓળખતા નથી તેઓ આવી બધી બાબતો વિષે હંમેશાં ચિંતા કરે છે. પણ આકાશમાંના તમારા પિતા તમારી જરૂરિયાતો જાણે છે. BSB BSB: For the Gentiles of the world strive after all these things, and your Father knows that you need them.
31 UDB તેને બદલે, ઈશ્વર તમારા પર રાજ કરે તે બાબતને તમારા જીવનની સૌથી મહત્વની બાબત બનાવો. પછી તેઓ તમને જે સર્વ બાબતોની જરૂર છે તે આપશે. BSB BSB: But seek His kingdom, and these things will be added unto you.
32 UDB માટે નાની ટોળી, તમે બીશો નહિ. સ્વર્ગમાંના તમારા પિતા જ્યારે તેઓ સંપૂર્ણપણે રાજ કરશે ત્યારે તમને તે બધા જ લાભ જે તેમના આયોજનમાં છે તે આપવા માગે છે. BSB BSB: Do not be afraid, little flock, for your Father is pleased to give you the kingdom.
33 UDB તેથી હવે તમારી સર્વ વસ્તુઓ વેચી દો. જેઓની પાસે ખોરાક અને જરૂરિયાતનાં કપડાં કે રહેવા માટેની જગ્યા નથી તેઓને તે નાણાંં આપી દો. તમારા માટે નાશ ન પામે તેવું પાકીટ મેળવી લો અને સ્વર્ગમાં તમારે સારું દ્રવ્ય એકઠું કરો જ્યાં તે હંમેશાં સલામત રહે. જ્યાં, કોઈ ચોર તેની ચોરી કરવા નજીક ન આવી શકે, અને કોઈ જીવાત તમારાં કપડાંનો નાશ ન કરી શકે. BSB BSB: Sell your possessions and give to the poor. Provide yourselves with purses that will not wear out, an inexhaustible treasure in heaven, where no thief approaches and no moth destroys.
34 UDB જે કંઈ ધન તરીકે તમે સંઘર્યું હશે, તે વિશે જ તમે વિચારશો અને તમારો સમય ખર્ચશો. BSB BSB: For where your treasure is, there your heart will be also.
35 UDB જે લોકોએ કામ કરવા માટેના પોશાક પહેરી લીધા છે અને પોતાના દીવા આખી રાત સળગતા રાખે છે, તેઓની જેમ ઈશ્વરનું કામ કરવા હંમેશાંં તૈયાર રહો. BSB BSB: Be dressed for service and keep your lamps burning.
36 UDB લગ્ન જમણમાંથી પાછા ફરતા માલિકની રાહ જોતા નોકરની જેમ, મારે માટે તૈયાર રહો. તેઓ માલિક આવીને દરવાજો ખટખટાવે કે તરત જ દરવાજો ખોલવાને રાહ જુએ છે. BSB BSB: Then you will be like servants waiting for their master to return from the wedding banquet, so that when he comes and knocks, they can open the door for him at once.
37 UDB જ્યારે માલિક આવે ત્યારે જો તે નોકરો જાગતા હશે તો, તે તેમને ઇનામ આપશે. હું તમને આ કહીશ: તે સેવા કરવા તૈયાર થશે, તેઓને બેસવા માટે કહેશે અને તે તેઓને ભોજન પીરસશે. BSB BSB: Blessed are those servants whom the master finds on watch when he returns. Truly I tell you, he will dress himself to serve and will have them recline at the table, and he himself will come and wait on them.
38 UDB જો કે તે મધરાત અને વહેલી સવારની વચ્ચે આવે તોપણ, જો તે તેમના નોકરોને જાગતા અને તૈયાર થયેલા જોશે, તો તે તેમનાથી ઘણો જ ખુશ થશે. BSB BSB: Even if he comes in the second or third watch of the night and finds them alert, those servants will be blessed.
39 UDB તમારે આ પણ યાદ રાખવું કે: જો ઘરનો માલિક જાણતો હોય કે ચોર ક્યારે આવશે તો તે જાગતો રહે અને ચોરને તેના ઘરમાં પ્રવેશવા દેશે નહિ. BSB BSB: But understand this: If the homeowner had known at what hour the thief was coming, he would not have let his house be broken into.
40 UDB માટે તૈયાર રહો, કેમકે હું માણસનો દીકરો, જ્યારે તમે મારી અપેક્ષા રાખી નહિ હોય એવા સમયે આવીશ." BSB BSB: You also must be ready, because the Son of Man will come at an hour you do not expect.”
41 UDB પિતરે પૂછ્યું, "પ્રભુ, શું તમે આ ઉદાહરણ માત્ર અમારે માટે જ આપો છો કે બીજાઓ માટે પણ?" BSB BSB: “Lord,” said Peter, “are You addressing this parable to us, or to everyone else as well?”
42 UDB પ્રભુએ જવાબ આપ્યો, "હું આ દરેકને માટે કહું છું કે જે તેના માલિકના ઘરનો વ્યવસ્થાપક છે અને વિશ્વાસુ તથા સમજદાર નોકર જેવો છે. તેના માલિકે તેને બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક મળે તેની ખાતરી કરવાની જવાબદારી સોંપી છે. BSB BSB: And the Lord answered, “Who then is the faithful and wise manager, whom the master puts in charge of his servants to give them their portion at the proper time?
43 UDB જો નોકર તેનો માલિક આવે ત્યારે તે કામ કરતો હોય તો, તે તેને ઇનામ આપશે. BSB BSB: Blessed is that servant whose master finds him doing so when he returns.
44 UDB હું તમને આ કહું છું: માલિક તે નોકરને તેના સઘળા પર જવાબદારી સોપશે. BSB BSB: Truly I tell you, he will put him in charge of all his possessions.
45 UDB પણ જો તે નોકર જે અધિકારી છે તે પોતાને કહે, 'મારો માલિક ઘણાં સમયથી ગયો છે,' પછી કદાચ તે બીજા સ્ત્રી અને પુરુષ નોકરોને મારવાનું શરુ કરી દે. તે કદાચ ઘણો ખોરાક ખાવાનું અને પીવાનું શરુ કરી દે. BSB BSB: But suppose that servant says in his heart, ‘My master will be a long time in coming,’ and he begins to beat the menservants and maidservants, and to eat and drink and get drunk.
46 UDB જો તે તેવું કરે, તો કદાચ જ્યારે નોકર તેની અપેક્ષા રાખતો નથી તે સમયે તેનો માલિક પાછો આવી શકે. પછી તેનો માલિક તેને સખત શિક્ષા કરશે અને જેઓ તેની સેવા વિશ્વાસુપણે કરતા નથી તેવા લોકો મધ્યે તેને સ્થાન આપશે. BSB BSB: The master of that servant will come on a day he does not expect and at an hour he does not anticipate. Then he will cut him to pieces and assign him a place with the unbelievers.
48 UDB પણ તે દરેક નોકર કે જે જાણતો નથી કે તેનો માલિક તેની પાસે શું કરાવવા ઈચ્છે છે, તેને માત્ર હળવી સજા થશે. જેઓને વધારે આપવામાં આવ્યું છે તેઓ પાસેથી વધારેની અપેક્ષા રાખવામાં આવે છે. જેઓને વધારે સોંપવામાં આવ્યું છે તેઓની પાસેથી પણ વધારેની અપેક્ષા રાખવામાં આવે છે." BSB BSB: But the one who unknowingly does things worthy of punishment will be beaten with few blows. From everyone who has been given much, much will be required; and from him who has been entrusted with much, even more will be demanded.
50 UDB ઘણો જલદી જ હું ભયંકર કષ્ટનું બાપ્તિસ્મા પામવા જઈ રહ્યો છું. જ્યાં સુધી મારું કષ્ટ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી હું દુઃખિત રહીશ. BSB BSB: But I have a baptism to undergo, and how distressed I am until it is accomplished!
52 UDB કેમકે એક જ ઘરના કેટલાક લોકો મારા પર વિશ્વાસ કરશે અને કેટલાક નહિ કરે, તેઓમાં ભાગલા પડશે. એક જ ઘરની ત્રણ વ્યક્તિ જેઓ મારા પર વિશ્વાસ કરતી નથી તેઓ બે વ્યક્તિ કે જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેમની સામા થશે. BSB BSB: From now on, five in one household will be divided, three against two and two against three.
53 UDB માણસ તેના દીકરાનો કે દીકરો તેના પિતાનો વિરોધ કરશે. માતા તેની દીકરીનો કે દીકરી તેની માતાનો વિરોધ કરશે. સાસુ તેની પુત્રવધૂનો કે પુત્રવધૂ તેની સાસુનો વિરોધ કરશે." BSB BSB: They will be divided, father against son and son against father, mother against daughter and daughter against mother, mother-in-law against daughter-in-law and daughter-in-law against mother-in-law.”
54 UDB તેણે ટોળાને એમ પણ કહ્યું, "જ્યારે તમે પશ્ચિમમાં ઘેરાં વાદળ બનતાં જુઓ, ત્યારે તમે તરત જ કહો છો કે, 'વરસાદ પડવાનો છે!' અને એવું જ થાય છે. BSB BSB: Then Jesus said to the crowds, “As soon as you see a cloud rising in the west, you say, ‘A shower is coming,’ and that is what happens.
55 UDB જ્યારે દક્ષિણથી પવન ફૂંકાય છે, ત્યારે તમે કહો છો કે, 'આજનો દિવસ ખૂબ જ ગરમ રહેશે!' અને તમે સાચા છો. BSB BSB: And when the south wind blows, you say, ‘It will be hot,’ and it is.
56 UDB તમે ઢોંગીઓ છો! વાદળો અને પવનના અવલોકન દ્વારા, તમે હવામાનમાં શું થઇ રહ્યું છે તે પારખી શકો છો. શા માટે તમે આજના સમયે ઈશ્વર શું કરી રહ્યા છે તે પારખી શકતા નથી? BSB BSB: You hypocrites! You know how to interpret the appearance of the earth and sky. Why don’t you know how to interpret the present time?
57 UDB જ્યારે તમારી પાસે હજુ પણ તે કરવા માટે સમય છે ત્યારે, તમારામાંના દરેકે નક્કી કરવું જ રહ્યું કે તમારે શું કરવું યોગ્ય છે! BSB BSB: And why don’t you judge for yourselves what is right?
58 UDB જ્યારે તમે હજી ન્યાયાલયના રસ્તા પર છો ત્યારે, જેણે તમારા ઉપર આરોપ મૂક્યો છે તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરો. જો તે તમને ન્યાયાધીશ પાસે જવા માટે દબાણ કરે, અને ન્યાયાધીશ નક્કી કરે કે તમે દોષિત છો અને તમને ન્યાયાલયના અધિકારીને સોંપી દે. તો પછી તે અધિકારી તમને જેલમાં પૂરશે. BSB BSB: Make every effort to reconcile with your adversary while you are on your way to the magistrate. Otherwise, he may drag you off to the judge, and the judge may hand you over to the officer, and the officer may throw you into prison.
59 UDB હું તમને કહું છું કે જો તમે જેલમાં જશો, તો તમે, જ્યાં સુધી ન્યાયાધીશ તમને જે કહે તે તમારા દેવાની દરેક રકમ ચૂકવવા માટે તમે સક્ષમ ન થાઓ ત્યાં સુધી બહાર આવી શકશો નહીં." BSB BSB: I tell you, you will not get out until you have paid the very last penny.”