1 UDB એક દિવસ, જે વિશ્રામનો દિવસ હતો, ત્યારે ઈસુ ફરોશીઓમાંના એક આગેવાનના ઘરે જમવા માટે ગયા, અને તેઓ તેમને ધ્યાનથી જોતા હતા. BSB BSB: One Sabbath, Jesus went to eat in the home of a leading Pharisee, and those in attendance were watching Him closely.
2 UDB ઈસુની સામે ત્યાં એક માણસ હતો તેને એવો રોગ હતો કે જેનાથી તેના હાથે અને પગે ખૂબ જ સોજો રહેતો હતો. BSB BSB: Right there before Him was a man with dropsy.
3 UDB ઈસુએ યહૂદી નિયમશાસ્ત્રના આગેવાનોને અને જે ફરોશીઓ ત્યાં હાજર હતા તેઓને પૂછ્યું," શું વિશ્રામના દિવસે લોકોને સાજા કરવા નિયમની મંજૂરી છે, કે નહિ?" BSB BSB: So Jesus asked the experts in the law and the Pharisees, “Is it lawful to heal on the Sabbath or not?”
4 UDB તેઓએ જવાબ આપ્યો નહિ. તેથી ઈસુએ તેમનો હાથ તે માણસ પર મૂકીને તેને સાજો કર્યો. પછી તેમણે તેને કહ્યું કે તે જઈ શકે છે. BSB BSB: But they remained silent. Then Jesus took hold of the man, healed him, and sent him on his way.
5 UDB અને તેમણે ત્યાં બીજાઓને કહ્યું, "જો તારો દીકરો કે બળદ વિશ્રામના દિવસે કૂવામાં પડ્યો હોય તો શું તું તેને તરત જ બહાર ખેંચી નહિ કાઢે?" BSB BSB: And He asked them, “Which of you whose son or ox falls into a pit on the Sabbath day will not immediately pull him out?”
6 UDB ફરીથી, તેઓ તેમને જવાબ આપવા માટે સક્ષમ ન હતા. BSB BSB: And they were unable to answer these questions.
7 UDB ઈસુએ જોયું કે જે લોકોને ભોજન માટે આમંત્રણ અપાયું હતું તેઓ એવા સ્થળોએ બેસવાનું પસંદ કરે છે જ્યાં સામાન્ય રીતે મહત્વના લોકો બેસતા હોય. પછી તેમણે તેમને આ સલાહ આપી: BSB BSB: When Jesus noticed how the guests chose the places of honor, He told them a parable:
8 UDB "જ્યારે તમારામાંના એકને લગ્ન જમણમાં આમંત્રણ અપાયું હોય, ત્યારે તેણે તે જગ્યાએ બેસવું નહિ કે જ્યાં મહત્વના લોકો બેસતા હોય. એવું પણ બને કે તમારા કરતાં વધારે મહત્વના માણસને પણ તે જમણમાં આમંત્રણ અપાયું હોય. BSB BSB: “When you are invited to a wedding banquet, do not sit in the place of honor, in case someone more distinguished than you has been invited.
9 UDB જ્યારે તે માણસ આવશે, કે જેણે તમને બંનેને આમંત્રિત કર્યા છે તે તમારી પાસે આવશે અને તમને કહેશે, 'આ માણસને તમારી બેઠક લેવા દો!' પછી તમારે ઓછી મહત્વની બેઠક લેવી પડશે, અને તમને શરમ લાગશે. BSB BSB: Then the host who invited both of you will come and tell you, ‘Give this man your seat.’ And in humiliation, you will have to take the last place.
10 UDB તેના બદલે, જ્યારે તમને જમણમાં આમંત્રણ અપાયું હોય ત્યારે જાઓ અને ઓછા મહત્વની બેઠક પર બેસો. પછી જ્યારે દરેક વ્યક્તિને આમંત્રણ આપનાર માણસ આવે, ત્યારે તે તમને કહેશે, 'મિત્ર, આવો, આના કરતાં યોગ્ય બેઠક પર બેસો!' પછી જે લોકો તમારી સાથે ખાશે તેઓ જોશે કે તે તમને માન આપે છે. BSB BSB: But when you are invited, go and sit in the last place, so that your host will come and tell you, ‘Friend, move up to a better place.’ Then you will be honored in front of everyone at the table with you.
11 UDB કારણ કે જેઓ પોતાની જાતને ઊંચા કરે છે તેઓને ઈશ્વર નમ્ર બનાવશે, અને જેઓ પોતાની જાતને નમ્ર કરે છે, તેઓને ઈશ્વર ઉંચા કરશે. BSB BSB: For everyone who exalts himself will be humbled, and the one who humbles himself will be exalted.”
12 UDB ઈસુને જે ફરોશીએ જમણમાં બોલાવ્યા હતા તેને પણ તેમણે કહ્યું, "જ્યારે તમે બપોરના કે સાંજના ભોજનમાં લોકોને આમંત્રણ આપો, ત્યારે ફક્ત તમારા મિત્રો, સગાંઓ અથવા પૈસાદાર પાડોશીઓને જ આમંત્રિત ન કરો, કારણ કે તેઓ પણ તેના બદલારૂપ ભોજન માટે તમને આમંત્રણ આપશે. BSB BSB: Then Jesus said to the man who had invited Him, “When you host a dinner or a banquet, do not invite your friends or brothers or relatives or rich neighbors. Otherwise, they may invite you in return, and you will be repaid.
13 UDB તેના બદલે, જ્યારે તમે જમણ રાખો ત્યારે, તમે ગરીબ લોકોને, અપંગ લોકોને, પાંગળા લોકોને કે અંધ લોકોને આમંત્રણ આપો. BSB BSB: But when you host a banquet, invite the poor, the crippled, the lame, and the blind,
14 UDB તેઓ તમને પાછું ચૂકવી શકશે નહિ. પરંતુ ઈશ્વર તમને આશીર્વાદ આપશે! તેઓ તમને ન્યાયીઓના પુનરુત્થાને તેનો બદલો આપશે. BSB BSB: and you will be blessed. Since they cannot repay you, you will be repaid at the resurrection of the righteous.”
15 UDB જેઓ તેમની સાથે જમી રહ્યા હતા તેઓમાંના એકે તેમને તેવું બોલતા સાંભળ્યા. તેણે ઈસુને કહ્યું, "ઈશ્વરે સર્વત્ર રાજ કરવાનું શરૂ કર્યું છે તેના કારણે જેઓ જમણમાં જમવા દ્વારા ઉજવણી કરશે, તે દરેકને ઈશ્વરે આશીર્વાદિત કર્યા છે!" BSB BSB: When one of those reclining with Him heard this, he said to Jesus, “Blessed is everyone who will eat at the feast in the kingdom of God.”
16 UDB ઈસુએ તેને જવાબ આપ્યો કે, "એક દિવસે એક માણસે મોટું જમણ રાખવાનું નક્કી કર્યું. તેણે ઘણાં માણસોને આમંત્રણ આપ્યું. BSB BSB: But Jesus replied, “A certain man prepared a great banquet and invited many guests.
17 UDB જ્યારે તે જમણનો દિવસ આવ્યો ત્યારે, તેણે પોતાના નોકરને બોલાવ્યો કે જેથી જે લોકોને આમંત્રણ અપાયું હતું તેઓને તે કહે, 'આવો, કારણ કે હવે બધું જ તૈયાર છે!' BSB BSB: When it was time for the banquet, he sent his servant to tell those who had been invited, ‘Come, for everything is now ready.’
18 UDB પરંતુ જ્યારે નોકરે તે કર્યું, ત્યારે જે સર્વ લોકોને તેણે આમંત્રણ આપ્યું હતું તે બધાએ કહેવાનું શરૂ કહ્યું કે શા માટે તેઓ આવી શકશે નહિ. પ્રથમ વ્યક્તિ કે જેની પાસે નોકર ગયો તેણે કહ્યું, "મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, અને મારે ત્યાં જઈને તે જોવું જ પડશે. કૃપા કરીને તમારા માલિકને કહો કે ન આવવા માટે મને માફ કરે!' BSB BSB: But one after another they all began to make excuses. The first one said, ‘I have bought a field, and I need to go see it. Please excuse me.’
19 UDB બીજા એક માણસે કહ્યું, 'મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે અને મારે તેમને તપાસવા જવું જ પડશે. કૃપા કરીને તમારા માલિકને કહો કે ન આવવા માટે મને માફ કરે!' BSB BSB: Another said, ‘I have bought five yoke of oxen, and I am going to try them out. Please excuse me.’
20 UDB બીજા એક માણસે કહ્યું, 'મેં હમણાં જ લગ્ન કર્યાં છે તેથી હું નહિ આવી શકું' BSB BSB: Still another said, ‘I have married a wife, so I cannot come.’
21 UDB માટે તે નોકર પોતાના માલિક પાસે ગયો અને બધાએ જે કહ્યું તે જણાવ્યું. ઘરનો માલિક ગુસ્સે થયો અને પોતાના ચાકરને કહ્યું, 'શહેરની શેરીઓ અને ગલીઓમાં ઝડપથી જાઓ અને ગરીબ, ખામીયુક્ત અંગવાળા, અંધ તથા પગે અપંગ માણસોને શોધો, અને તેઓને અહીં મારા ઘરમાં લાવો!' BSB BSB: The servant returned and reported all this to his master. Then the owner of the house became angry and said to his servant, ‘Go out quickly into the streets and alleys of the city, and bring in the poor, the crippled, the blind, and the lame.’
22 UDB પછી નોકર બહાર ગયો અને તે પ્રમાણે કર્યું, તેણે પાછા આવીને કહ્યું, 'માલિક, તમે મને જે કરવાનું કહ્યું હતું તે મેં કર્યું છે, પરંતુ વધારે લોકો માટે હજુ જગ્યા છે.' BSB BSB: ‘Sir,’ the servant replied, ‘what you ordered has been done, and there is still room.’
23 UDB તેથી તેના માલિકે તેને કહ્યું, 'શહેરની બહાર જાઓ. રાજમાર્ગ પર જાઓ અને લોકોને શોધો. સાંકડા રસ્તાની કોરે જાઓ. આગ્રહથી વિનંતી કરીને તે લોકોને મારા ઘરે તેડી લાવો. મારે ઘરને લોકોથી ભરી દેવું છે. BSB BSB: So the master told his servant, ‘Go out to the highways and hedges and compel them to come in, so that my house will be full.
24 UDB વધુમાં હું તમને આ કહું છું, જે લોકોને અગાઉ આમંત્રણ અપાયું હતું તેઓ આ જમણની મજા માણી શકશે નહિ કારણ કે તેઓએ આવવાનો નકાર કર્યો હતો.'" BSB BSB: For I tell you, not one of those men who were invited will taste my banquet.’”
27 UDB જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકતો નથી અને જે કોઈ મારી આજ્ઞા માનતો નથી તે મારો શિષ્ય થઇ શકતો નથી. BSB BSB: And whoever does not carry his cross and follow Me cannot be My disciple.
28 UDB જો તમારામાંનો કોઈ મોટી ઇમારત બાંધવા ઇચ્છે, તો સૌ પ્રથમ બેસી અને કેટલો ખર્ચ થશે તે નક્કી નહિ કરે? પછી તમે નક્કી કરી શકશો કે તે પૂર્ણ કરવા માટે તમારી પાસે પૂરતાં નાણાં છે, કે નહીં. BSB BSB: Which of you, wishing to build a tower, does not first sit down and count the cost to see if he has the resources to complete it?
29 UDB નહિ તો, જો તમે પાયો નાખ્યો અને બાકીની ઇમારતને પૂરી ન કરી શકો, તો જે લોકો તેને જોશે તેઓ તમારી મજાક કરશે. BSB BSB: Otherwise, if he lays the foundation and is unable to finish the work, everyone who sees it will ridicule him,
30 UDB તેઓ કહેશે, 'આ માણસે ઇમારત બાંધવાનું શરૂ કર્યું, પરંતુ તે પૂરું કરવા સક્ષમ ન હતો. BSB BSB: saying, ‘This man could not finish what he started to build.’
31 UDB અથવા, જો કોઈ રાજાએ બીજા રાજા સામે યુદ્ધ કરવા માટે પોતાના સૈન્યને મોકલવાનો નિર્ણય કર્યો હોય તો, તે ચોક્કસ સૌ પ્રથમ પોતાના સલાહકારો સાથે બેસશે. તેઓ નક્કી કરશે કે તેમનું સૈન્ય કે જેમાં માત્ર દસ હજાર સૈનિકો છે તે બીજા રાજાના સૈન્યને કે જેમાં વીસ હજાર સૈનિકો છે, હરાવી શકશે કે નહિ. BSB BSB: Or what king on his way to war with another king will not first sit down and consider whether he can engage with ten thousand men the one coming against him with twenty thousand?
32 UDB જો તે નક્કી કરે કે તેનું સૈન્ય બીજા સૈન્યને હરાવી શકતું નથી, તો જ્યારે બીજું સૈન્ય હજુ પણ દૂર છે ત્યારે તે અન્ય રાજાને સંદેશ મોકલે છે. તે રાજાને કહેવા માટે સંદેશવાહકને તે કહેશે, 'તારી સાથે સુલેહ રાખવા મારે કઈ બાબત કરવી જોઈએ?' BSB BSB: And if he is unable, he will send a delegation while the other king is still far off, to ask for terms of peace.
33 UDB માટે, એ જ રીતે તમારામાનાં કોઈએ અગાઉ નક્કી ન કર્યું હોય કે તમારી પાસે જે કઈ છે તે છોડવા તમે તૈયાર છો, તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી. BSB BSB: In the same way, any one of you who does not give up everything he has cannot be My disciple.
34 UDB ઈસુએ એ પણ કહ્યું, "તમે મીઠા સમાન છો, જે ખુબ જ ઉપયોગી છે. પણ જો મીઠું તેની ખારાશ ગુમાવે, તો શું તેને ફરી કદી ખારાશ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવી શકાશે? BSB BSB: Salt is good, but if the salt loses its savor, with what will it be seasoned?
35 UDB જો મીઠામાં ખારાશ ન રહે તો, તે ભૂમિ કે ખાતરના ઢગલા માટે પણ કોઈ કામનું નથી. લોકો તેને ફેંકી દે છે. તમ દરેકને હું જે કહું છું તે તમારે ધ્યાનથી સાંભળવું જોઈએ!" BSB BSB: It is fit neither for the soil nor for the manure pile, and it is thrown out. He who has ears to hear, let him hear.”