2 UDB પિલાતે ઈસુને પૂછ્યું, "શું તું એવું કહે છે કે તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ તેને ઉત્તર આપ્યો, "તું જ કહે છે કે હું તે છું." BSB BSB: So Pilate questioned Him, “Are You the King of the Jews?” “You have said so,” Jesus replied.
3 UDB પછી પ્રમુખ યાજકે ઈસુ પર આક્ષેપ મૂક્યો કે તેમણે ઘણાં ખોટાં કામ કર્યાં છે. BSB BSB: And the chief priests began to accuse Him of many things.
4 UDB તેથી પિલાતે તેમને ફરીથી પૂછ્યું, "શું તારી પાસે કોઈ જવાબ નથી? તેઓના કહેવા પ્રમાણે કેટલાં બધાં ખોટાં કામ કર્યાં છે તે સાંભળ!" BSB BSB: Then Pilate questioned Him again, “Have You no answer? Look how many charges they are bringing against You!”
5 UDB પણ ઈસુએ વિશેષ ઉત્તર આપ્યો નહીં. તેનું પરિણામ એ આવ્યું કે પિલાતને ખૂબ આશ્ચર્ય થયું. BSB BSB: But to Pilate’s amazement, Jesus made no further reply.
6 UDB હવે તે રાજ્યપાલની પ્રથા હતી કે પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન જેલમાં હોય એવા એક માણસને તેણે મુક્ત કરવાનો હતો. સામાન્ય રીતે તે લોકોની વિનંતી પ્રમાણે કોઈક કેદીને મુક્ત કરતો હતો. BSB BSB: Now it was Pilate’s custom at the feast to release to the people a prisoner of their choosing.
7 UDB તે સમયે બારાબાસ કહેવાતો એક માણસ હતો જે બીજા કેટલાક માણસો સાથે જેલમાં હતો. જ્યારે રોમન સરકાર સામે તેઓએ બળવો કર્યો હતો ત્યારે તેઓએ ખૂન કર્યું હતું. BSB BSB: And a man named Barabbas was imprisoned with the rebels who had committed murder during the insurrection.
8 UDB ટોળું પિલાત પાસે ગયું અને ભૂતકાળની પ્રથા પ્રમાણે કોઈ એકને છોડી મૂકવા માટે તેને કહેવા લાગ્યું. BSB BSB: So the crowd went up and began asking Pilate to keep his custom.
9 UDB પિલાતે તેઓને જવાબ આપ્યો, "શું તમે એવું ઇચ્છો છો કે તમે લોકો જેને યહૂદીઓનો રાજા કહો છો તેને હું તમારે માટે મુક્ત કરું?" BSB BSB: “Do you want me to release to you the King of the Jews?” Pilate asked.
10 UDB તેણે આ પૂછ્યું કારણ કે તેને ખબર હતી કે મુખ્ય યાજકો શું કરવા માગતા હતા. તેઓ ઈસુ પર દોષ મૂકી રહ્યા હતા, તેઓ તેમની અદેખાઈ કરતા હતા કેમ કે ઘણા લોકો તેમના શિષ્યો બની રહ્યા હતા. BSB BSB: For he knew it was out of envy that the chief priests had handed Jesus over.
11 UDB પણ મુખ્ય યાજકોએ ટોળાને ઉશ્કેર્યું કે તેઓ પિલાતને તેઓના માટે ઈસુની જગ્યાએ બારાબાસને છોડી મૂકવાની વિનંતી કરે. BSB BSB: But the chief priests stirred up the crowd to have him release Barabbas to them instead.
12 UDB પિલાતે તેઓને ફરીથી કહ્યું, "જો હું બારાબાસને મુક્ત કરું, તો તમારા રાજાનું હું શું કરું? તમે શું ઇચ્છો છો?" BSB BSB: So Pilate asked them again, “What then do you want me to do with the One you call the King of the Jews?”
13 UDB પછી તેઓએ ફરી બૂમ પાડી, "તેને વધસ્તંભે જડાવો!" BSB BSB: And they shouted back, “Crucify Him!”
14 UDB પછી પિલાતે તેઓને કહ્યું, "શા માટે? તેણે શું ખોટું કર્યું છે?" પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું, "તેને વધસ્તંભે જડાવો!" BSB BSB: “Why?” asked Pilate. “What evil has He done?” But they shouted all the louder, “Crucify Him!”
15 UDB પિલાત ટોળાને ખુશ કરવા માગતો હતો તેથી, તેણે બારાબાસને તેઓના માટે મુક્ત કર્યો. પછી તેના સૈનિકોએ ઈસુને કોરડા માર્યા; તે પછી, પિલાતે તેઓને ઈસુને ત્યાંથી લઈ જવા અને વધસ્તંભે જડવા કહ્યું. BSB BSB: And wishing to satisfy the crowd, Pilate released Barabbas to them. But he had Jesus flogged, and handed Him over to be crucified.
16 UDB સૈનિકો ઈસુને તેમની કચેરીના આંગણામાં લઇ ગયા. પછી જેઓ ત્યાં ફરજ પર હતા તે બધાની આખી ટુકડીને તેઓએ એકઠી કરી. BSB BSB: Then the soldiers led Jesus away into the palace (that is, the Praetorium) and called the whole company together.
17 UDB બધા સૈનિકો ત્યાં એકઠા થયા તે પછી, તેઓએ ઈસુને જાંબુડીયો ઝભ્ભો પહેરાવ્યો. પછી તેઓએ તેમના માથા પર મુગટ મૂક્યો જે કાંટાળી ડાળીઓ વડે બનાવેલો હતો. BSB BSB: They dressed Him in a purple robe, twisted together a crown of thorns, and set it on His head.
18 UDB પછી તેમની મશ્કરી કરવા માટે, જેમ કોઈ રાજાને વંદન કરે તેમ તેઓએ તેમને વંદન કર્યું; તેઓએ કહ્યું, "યહૂદીઓના રાજા, સલામ!" BSB BSB: And they began to salute Him: “Hail, King of the Jews!”
19 UDB તેઓએ તેમના માથા પર વારંવાર સોટીઓ મારી અને તેમના પર થૂંક્યા. તેઓ તેમને માન આપી રહ્યા છે એવું દર્શાવતા તેઓ તેમની આગળ નમ્યા. BSB BSB: They kept striking His head with a staff and spitting on Him. And they knelt down and bowed before Him.
20 UDB તેઓ તેમની મશ્કરી કરી રહ્યા તે પછી, તેઓએ તેમનો જાંબુડીયો ઝભ્ભો ખેંચી કાઢ્યો. તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં, અને પછી શહેરની બહાર તેમને વધસ્થંભે જડવાને માટે લઈ ગયા.- BSB BSB: After they had mocked Him, they removed the purple robe and put His own clothes back on Him. Then they led Him out to crucify Him.
21 UDB હવે સિમોન નામનો એક માણસ જે કુરેનીનો હતો તે આવ્યો. તે આલેકસાંદર તથા રૂફસનો પિતા હતો. તે શહેરની બહારથી આવી રહ્યો હતો ત્યારે તે ત્યાંથી પસાર થયો. સૈનિકોએ સિમોનને ઈસુના માટે વધસ્તંભ ઊંચકવાની ફરજ પાડી. BSB BSB: Now Simon of Cyrene, the father of Alexander and Rufus, was passing by on his way in from the country, and the soldiers forced him to carry the cross of Jesus.
22 UDB સૈનિકો તેઓ બંનેને ગલગથા કહેવાતી જગ્યાએ લઈ આવ્યા. તે નામનો અર્થ "ખોપરી આકારની જગ્યા" થાય છે. BSB BSB: They brought Jesus to a place called Golgotha, which means The Place of the Skull.
23 UDB પછી તેઓએ ઈસુને બોળ મિશ્રિત દ્રાક્ષારસ પીવા માટે આપવાનો પ્રયત્ન કર્યો. પણ તેમણે તે પીવાની ના પાડી. BSB BSB: There they offered Him wine mixed with myrrh, but He did not take it.
25 UDB જ્યારે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા ત્યારે સવારના નવ વાગ્યા હતા. BSB BSB: It was the third hour when they crucified Him.
26 UDB તેઓએ વધસ્તંભે ઈસુના માથા તરફ એક નિશાની મૂકી જેના પર એ કારણ લખેલું હતું કે શા માટે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા. તે જણાવતું હતું કે, "યહૂદીઓનો રાજા." BSB BSB: And the charge inscribed against Him read: THE KING OF THE JEWS.
27 UDB તેઓએ બીજા બે માણસો જેઓ લૂંટારા હતા તેઓને પણ વધસ્તંભે જડ્યા. તેઓએ એકને ઈસુની જમણી બાજુએ અને બીજાને ડાબી બાજુએ વધસ્તંભે જડ્યા. BSB BSB: Along with Jesus, they crucified two robbers, one on His right and one on His left.
28 UDB આમ "તેઓ બંડખોરોની સાથે ગણાયા" એ શાસ્ત્રવચન પૂર્ણ કરાયું. BSB BSB: Not in the BSB
29 UDB જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ તેમનાં માથાં હલાવતાં તેમનું અપમાન કર્યું. તેઓએ કહ્યું, "વાહ! તેં કહ્યું હતું કે તું ભક્તિસ્થાનને પાડી નાખીને પછી તેને ત્રણ દિવસમાં ફરીથી બાંધીશ. BSB BSB: And those who passed by heaped abuse on Him, shaking their heads and saying, “Aha! You who are going to destroy the temple and rebuild it in three days,
30 UDB જો તું તે કરી શકે છે તો પછી, વધસ્તંભ પરથી નીચે ઊતરી આવીને પોતાને બચાવ!" BSB BSB: come down from the cross and save Yourself!”
31 UDB મુખ્ય યાજકોએ, યહૂદી નિયમો શીખવનારા લોકોની સાથે મળીને, ઈસુની મશ્કરી કરવા ચાહ્યું. તેથી તેઓએ એકબીજાને કહ્યું, "તેણે બીજાઓને મુશ્કેલીમાંથી બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી! BSB BSB: In the same way, the chief priests and scribes mocked Him among themselves, saying, “He saved others, but He cannot save Himself!
32 UDB તેણે કહ્યું, 'હું ખ્રિસ્ત છું; ઇઝરાયલના લોકો પર જે રાજ કરે છે તે રાજા હું છું.' જો તેના શબ્દો સાચા હોય, તો તેણે અત્યારે વધસ્તંભ પરથી ઊતરી આવવું જોઈએ! તો પછી આપણે તેના પર વિશ્વાસ કરીશું!" બે માણસો જેઓને તેમની બાજુમાં વધસ્તંભે જડ્યા હતા તેઓએ પણ તેમની મશ્કરી કરી. BSB BSB: Let the Christ, the King of Israel, come down now from the cross, so that we may see and believe!” And even those who were crucified with Him berated Him.
34 UDB ત્રણ વાગ્યે ઈસુએ મોટેથી બૂમ પાડી, "એલોઈ, એલોઈ, લમા શબકથની?" તેનો અર્થ એ કે, "મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ ત્યાગી દીધો છે?" BSB BSB: At the ninth hour, Jesus cried out in a loud voice, “Eloi, Eloi, lema sabachthani?” which means, “My God, My God, why have You forsaken Me?” 35 UDB જ્યારે કેટલાક લોકો જેઓ ત્યાં ઊભા હતા તેઓએ તે 'એલોઈ' શબ્દ સાંભળ્યો, ત્યારે તેઓએ તેની ગેરસમજ કરી અને કહ્યું, "સાંભળો! તે એલિયા પ્રબોધકને બોલાવે છે!" BSB BSB: When some of those standing nearby heard this, they said, “Behold, He is calling Elijah.”
36 UDB તેઓમાંનો એક દોડ્યો અને સરકામાં વાદળીને પલાળી. તેણે તેને લાકડીની ટોચ પર મૂકી, અને તેને પકડીને ઈસુને ચૂસવા માટે આપી. તેણે કહ્યું, "ઊભા રહો! ચાલો આપણે જોઈએ કે એલિયા તેને વધસ્તંભ પરથી ઉતારવા માટે આવે છે કે નહીં!" BSB BSB: And someone ran and filled a sponge with sour wine. He put it on a reed and held it up for Jesus to drink, saying, “Leave Him alone. Let us see if Elijah comes to take Him down.”
38 UDB તે સમયે ભક્તિસ્થાનના પવિત્રસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઈને તેના બે ભાગ થઈ ગયા. BSB BSB: And the veil of the temple was torn in two from top to bottom.
39 UDB જે અધિકારી ઈસુને વધસ્તંભે જડનાર સૈનિકોનો ઉપરી હતો તે ઈસુની સામે ઊભો હતો. ઈસુ કેવી રીતે મરણ પામ્યા તે જ્યારે તેણે જોયું, ત્યારે તેણે નિસાસો નાખ્યો, "ખરેખર, આ માણસ ઈશ્વરપુત્ર હતા!" BSB BSB: When the centurion standing there in front of Jesus saw how He had breathed His last, he said, “Truly this man was the Son of God!”
40 UDB ત્યાં કેટલીક સ્ત્રીઓ પણ હતી; તેઓ દૂરથી આ ઘટનાઓ જોઈ રહી હતી. ઈસુ જ્યારે ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની સાથે હતી, અને ઈસુને જે જરૂર હતી તે તેઓએ પૂરી પાડી હતી. તેઓ તેમની સાથે યરુશાલેમ આવી હતી. આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ હતી. ત્યાં બીજી મરિયમ હતી, જે નાના યાકૂબ તથા યોસેની માતા હતી. ત્યાં શાલોમી પણ હતી. BSB BSB: And there were also women watching from a distance. Among them were Mary Magdalene, Mary the mother of James the younger and of Joses, and Salome.
42 UDB જ્યારે સાંજ પડવા આવી ત્યારે, અરિમથાઈથી યૂસફ નામનો માણસ ત્યાં આવ્યો. તે યહૂદી ન્યાયસભાનો એક માનવંત સભ્ય હતો. ઈશ્વર જ્યારે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તેની રાહ જોનારાઓમાંનો તે પણ એક હતો. સાંજ પડવા આવી હતી. તે વિશ્રામવારની અગાઉનો દિવસ હતો, એ દિવસને યહૂદીઓ તૈયારીનો દિવસ કહેતા હતા. તેથી તે હિંમતથી પિલાતની પાસે ગયો અને ઈસુના શબને વધસ્તંભ પરથી ઉતારી લઈને તેને તરત દફનાવવાની પરવાનગી માગી. BSB BSB: Now it was already evening. Since it was Preparation Day (that is, the day before the Sabbath),
45 UDB જ્યારે અધિકારીએ પિલાતને કહ્યું કે ઈસુ મરણ પામ્યા છે, ત્યારે પિલાતે યૂસફને તેમનું શબ લઈ જવાની પરવાનગી આપી. BSB BSB: When Pilate had confirmed it with the centurion, he granted the body to Joseph.
47 UDB ઈસુના શબને ક્યાં મૂકવામાં આવ્યું તે મગ્દલાની મરિયમ અને યોસેની માતા મરિયમે જોયું. BSB BSB: Mary Magdalene and Mary the mother of Joseph saw where His body was placed.