1 UDB ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ સમુદ્રની પેલે પાર આવી પહોંચ્યા. તેઓ જ્યાં ઊતર્યા તેને લોકો ગેરાસાનીઓનો પ્રદેશ કહેતા હતા. BSB BSB: On the other side of the sea, they arrived in the region of the Gerasenes.
2 UDB જ્યારે ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે એક માણસ કબ્રસ્તાનમાંથી બહાર નીકળી આવ્યો. દુષ્ટાત્માઓએ તે માણસનો કબજો લીધો હતો. BSB BSB: As soon as Jesus got out of the boat, He was met by a man with an unclean spirit, who was coming from the tombs.
3 UDB તે માણસ કબ્રસ્તાનમાંથી બહાર નીકળી આવ્યો કારણ કે તે કબરોમાં રહેતો હતો. લોકો તેને જાણતા હતા અને કેટલીક વાર તેઓએ તેને બાંધવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેઓ તેને સાંકળોથી પણ બાંધી શક્યા ન હતા. BSB BSB: This man had been living in the tombs and could no longer be restrained, even with chains.
4 UDB જ્યારે તેઓ તેને સાંકળો તથા બેડીઓ વડે બાંધતા હતા, ત્યારે તે તેઓને તોડી નાખતો હતો. તે એટલો શક્તિશાળી હતો કે કોઈ તેને વશ કરી શકતું ન હતું. BSB BSB: Though he was often bound with chains and shackles, he had broken the chains and shattered the shackles. Now there was no one with the strength to subdue him.
5 UDB તે દિવસ અને રાત કબ્રસ્તાનમાં પોતાનો સમય પસાર કરતો હતો. તે પહાડોમાં તથા કબરોમાં મોટેથી બૂમ પાડતો તથા ધારદાર પત્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. BSB BSB: Night and day in the tombs and in the mountains he kept crying out and cutting himself with stones.
6 UDB જ્યારે તેણે દૂરથી ઈસુને હોડીમાંથી ઊતરીને આવતા જોયા, ત્યારે તે તેમની તરફ દોડી ગયો અને તેમને પગે પડ્યો. BSB BSB: When the man saw Jesus from a distance, he ran and fell on his knees before Him.
7 UDB ઈસુ એ દુષ્ટાત્માને કહેતા હતા, "હે દુષ્ટાત્મા, તું આ માણસમાંથી નીકળ!" પરંતુ તે દુષ્ટાત્મા તરત નીકળી ગયો નહીં. તે મોટે ઘાંટે પોકારીને બોલ્યો, "હે ઈસુ, હું જાણું છું કે તમે ઈશ્વરના પુત્ર છો, તેથી આપણે એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી. મને છોડી દો! ઈશ્વરના નામમાં હું તમને વિનંતી કરું છું. મને પીડા ન આપો!" BSB BSB: And he shouted in a loud voice, “What do You want with me, Jesus, Son of the Most High God? I beg You before God not to torture me!”
9 UDB ઈસુએ તેને પૂછ્યું, "તારું નામ શું છે?" તેણે ઉત્તર આપ્યો, "મારું નામ સેના છે કારણ કે આ માણસની અંદર અમે ઘણા દુષ્ટાત્માઓ છીએ." BSB BSB: “What is your name?” Jesus asked. “My name is Legion,” he replied, “for we are many.”
10 UDB પછી તે દુષ્ટાત્માઓએ ઈસુને કહેવાનું ચાલુ રાખ્યું કે તેઓ તેમને તે પ્રદેશમાંથી બહાર ન મોકલે. BSB BSB: And he begged Jesus repeatedly not to send them out of that region.
11 UDB તે જ સમયે, ત્યાં પહાડની નજીક ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. BSB BSB: There on the nearby hillside a large herd of pigs was feeding.
12 UDB તેથી દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી, "તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં જવાની રજા આપો!" BSB BSB: So the demons begged Jesus, “Send us to the pigs, so that we may enter them.”
13 UDB ઈસુએ તેઓને તે પ્રમાણે કરવાની રજા આપી. તેથી તે દુષ્ટાત્માઓ માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયા. તે ટોળું, જેની સંખ્યા આશરે બે હજાર હતી, તે ટેકરી પરથી નીચે સરોવરમાં ધસી ગયું, જ્યાં તે ડૂબી ગયું. BSB BSB: He gave them permission, and the unclean spirits came out and went into the pigs, and the herd of about two thousand rushed down the steep bank into the sea and drowned in the water.
14 UDB જે માણસો ભૂંડો ચરાવતા હતા તેઓએ દોડીને જે બન્યું હતું તેના વિષે નગરમાં અને ગામડાઓમાં ખબર આપી. ઘણા લોકો જે બન્યું હતું તે જાતે જ જોવા માટે ગયા. BSB BSB: Those tending the pigs ran off and reported this in the town and countryside, and the people went out to see what had happened.
15 UDB ઈસુ જ્યાં હતા તે જગ્યાએ તેઓ આવ્યા. પછી તેઓએ તે માણસને કે જે પહેલાં દુષ્ટાત્માઓના કબ્જામાં હતો તેને જોયો. તે ત્યાં કપડા પહેરેલો અને માનસિક રીતે શાંત બેઠેલો હતો. જ્યારે તેઓએ આ બધું જોયું ત્યારે તેઓને બીક લાગી. BSB BSB: When they came to Jesus, they saw the man who had been possessed by the legion of demons sitting there, clothed and in his right mind; and they were afraid.
16 UDB જે લોકોએ તે ઘટના જોઈ હતી કે તેઓએ જે માણસ પહેલા દુષ્ટાત્માઓના કબજામાં હતો તેની સાથે જે બન્યું હતું તેનું વર્ણન કર્યું. ભૂંડોની સાથે જે બન્યું તેનું પણ તેઓએ વર્ણન કર્યું. BSB BSB: Those who had seen it described what had happened to the demon-possessed man and also to the pigs.
17 UDB પછી લોકોએ ઈસુને વિનંતી કરી કે તેઓ તે પ્રદેશમાંથી જતા રહે. BSB BSB: And the people began to beg Jesus to leave their region.
18 UDB જ્યારે ત્યાંથી જવા માટે ઈસુ હોડીમાં બેઠા ત્યારે, જે માણસને દુષ્ટાત્માઓએ અગાઉ પોતાના કબજામાં લીધો હતો તેણે ઈસુને વિનંતી કરી, "મહેરબાની કરીને મને તમારી સાથે આવવા દો!" BSB BSB: As He was getting into the boat, the man who had been possessed by the demons begged to go with Him.
19 UDB પરંતુ ઈસુએ તેને પોતાની સાથે આવવા ન દીધો. તેના બદલે, તેમણે તેને કહ્યું, "તારા ઘરે તારા કુટુંબ પાસે જા અને ઈશ્વરે તારા માટે કેટલું બધું કર્યું છે, અને ઈશ્વરે તારા પ્રત્યે કેટલી દયા કરી છે તે તેઓને કહે." BSB BSB: But Jesus would not allow him. “Go home to your own people,” He said, “and tell them how much the Lord has done for you, and what mercy He has shown you.”
20 UDB તેથી તે માણસ ગયો અને તે જીલ્લાના દસ નગરોમાં ફર્યો. ઈસુએ તેના માટે કેટલું બધું કર્યું તે વિષે તેણે લોકોને કહ્યું. જે બધાએ તે માણસે જે કહ્યું તે સાંભળ્યું ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. BSB BSB: So the man went away and began to proclaim throughout the Decapolis how much Jesus had done for him. And everyone was amazed.
21 UDB ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં બેસીને જ્યાં તેઓ અગાઉ હતા ત્યાં ગાલીલ સમુદ્રને પેલે પાર ગયા. જ્યારે તેઓ કિનારે આવી પહોંચ્યા, ત્યારે એક મોટું ટોળું ઈસુની આસપાસ એકઠું થયું. BSB BSB: When Jesus had again crossed by boat to the other side, a large crowd gathered around Him beside the sea.
22 UDB એક માણસ જે સભાસ્થાનનો અધિકારી હતો, જેનું નામ યાઈરસ હતું, તે ત્યાં આવ્યો. જ્યારે તેણે ઈસુને જોયા, ત્યારે તે તેમને પગે પડી ગયો. BSB BSB: A synagogue leader named Jairus arrived, and seeing Jesus, he fell at His feet
23 UDB પછી તેણે ઈસુને આતુરતાથી વિનંતી કરીને કહ્યું, "મારી દીકરી બીમાર છે અને મરણ પામી રહી છે! મહેરબાની કરીને મારા ઘરે આવો અને તમારા હાથ તેના પર મૂકો. તેને સાજી કરો અને તેને જિવાડો!" BSB BSB: and pleaded with Him urgently, “My little daughter is near death. Please come and place Your hands on her, so that she will be healed and live.”
24 UDB તેથી ઈસુ અને તેમના શિષ્યો તેની સાથે ગયા. મોટું ટોળું તેમની પાછળ ગયું અને ઘણા ઈસુની નજીક જવા પડાપડી કરવા લાગ્યા. BSB BSB: So Jesus went with him, and a large crowd followed and pressed around Him.
25 UDB તે ટોળામાં એક સ્ત્રી હતી જેને રક્તસ્રાવની બીમારી હતી. તેને બાર વર્ષથી રોજ લોહી વહ્યા કરતું હતું. BSB BSB: And a woman was there who had suffered from bleeding for twelve years.
26 UDB વૈદોએ વર્ષો સુધી તેની સારવાર કરી તે દરમ્યાન તેણે ઘણું સહન કર્યું હતું. તેણે તેની પાસેનાં બધા જ નાણાંં વૈદોને ચૂકવી દીધા હતાં તેમ છતાં તેઓએ જે સારવાર કરી, તેનાથી તેને સારું થવાને બદલે વધારે ખરાબ થયું. BSB BSB: She had borne much agony under the care of many physicians and had spent all she had, but to no avail. Instead, her condition had only grown worse.
28 UDB તે વિચારતી હતી, "જો હું તેમને સ્પર્શું કે માત્ર તેમનાં કપડાંને પણ સ્પર્શું તો, તેનાથી હું સાજી થઈશ." તેથી તેણે ઈસુનાં કપડાંને સ્પર્શ કર્યો. BSB BSB: For she kept saying, “If only I touch His garments, I will be healed.”
29 UDB તરત જ તેનો રક્તસ્રાવ બંધ થયો. તે જ સમયે, તેણે તેની પોતાની અંદર અનુભવ્યું કે તે તેની બીમારીમાંથી સાજી થઈ છે. BSB BSB: Immediately her bleeding stopped, and she sensed in her body that she was healed of her affliction.
30 UDB ઈસુએ પણ તરત જ તેમનામાં અનુભવ્યું કે તેમના પરાક્રમથી કોઈક સાજું થયું છે. તેથી તેમણે પાછળ ફરીને ટોળામાં જોયું અને પછી પૂછ્યું, "કોણે મારાં કપડાંને સ્પર્શ કર્યો?" BSB BSB: At once Jesus was aware that power had gone out from Him. Turning to the crowd, He asked, “Who touched My garments?”
31 UDB તેમના શિષ્યોએ જવાબ આપ્યો, "તમે જોઈ શકો છો કે ઘણા લોકો તમારી ઉપર પડાપડી કરે છે! કદાચ ઘણા લોકોએ તમને સ્પર્શ કર્યો હશે! તો તમે કેમ આવું પૂછો છો, 'કોણે મને સ્પર્શ કર્યો?'" BSB BSB: His disciples answered, “You can see the crowd pressing in on You, and yet You ask, ‘Who touched Me?’”
32 UDB પણ કોણે તે પ્રમાણે કર્યું તે જોવા માટે ઈસુ આસપાસ જોવા લાગ્યા. BSB BSB: But He kept looking around to see who had done this.
33 UDB તે સ્ત્રી ઘણી ભયભીત થઈ અને ધ્રૂજવા લાગી. તે તેમને પગે પડી અને તેણે જે કર્યું હતું તે તેણે તેમને કહ્યું. BSB BSB: Then the woman, knowing what had happened to her, came and fell down before Him trembling in fear, and she told Him the whole truth.
34 UDB તેમણે તેને કહ્યું, "દીકરી, હું તને સાજી કરી શકું છું એવો તેં વિશ્વાસ કર્યો તેના લીધે, મેં તને સાજી કરી છે. તારા હૃદયમાં શાંતિ સાથે તું તારા ઘરે જઈ શકે છે, કારણ કે હું તને વચન આપું છું કે તું ફરી આ રોગના કારણે હવે બીમાર થશે નહી." BSB BSB: “Daughter,” said Jesus, “your faith has healed you. Go in peace and be free of your affliction.”
35 UDB જ્યારે ઈસુ હજુ તે સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે યાઈરસના ઘરેથી આવેલા કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા. તેઓએ યાઈરસને કહ્યું, "તારી દીકરી હવે મરણ પામી છે. તેથી ગુરુને તારા ઘરે લાવીને, વધારે તકલીફ આપવાની જરૂર નથી!" BSB BSB: While He was still speaking, messengers from the house of Jairus arrived and said, “Your daughter is dead; why bother the Teacher anymore?”
36 UDB પણ તે માણસોએ જે કહ્યું તે જ્યારે ઈસુએ સાંભળ્યું, ત્યારે તેમણે યાઇરસને કહ્યું, "પરીસ્થિતિ આશાવિહીન છે એવું વિચારીશ નહી! માત્ર એવો વિશ્વાસ કરવાનું ચાલુ રાખ કે તે જીવશે!" BSB BSB: But Jesus overheard their conversation and said to Jairus, “Do not be afraid; just believe.”
37 UDB પછી તેમણે તેમના અંગત શિષ્યો પિતર, યાકૂબ અને યોહાનને યાઈરસના ઘરે આવવાની રજા આપી. તેમણે બીજા કોઈને તેમની સાથે આવવા ન દીધા. જ્યારે તેઓ ઘરની નજીક આવી પહોંચ્યા, ત્યારે ઈસુએ જોયું કે ત્યાં જે લોકો હતા તેઓ શોક કરી રહ્યા હતા. કેટલાક રડતા હતા અને બીજા વિલાપ કરતા હતા. BSB BSB: And He did not allow anyone to accompany Him except Peter, James, and John the brother of James.
39 UDB તેઓ ઘરમાં પ્રવેશ્યા અને પછી તેઓને કહ્યું, "શા માટે તમે આટલા બધા દુઃખી છો અને રડો છો? બાળક મરણ પામ્યું નથી, પણ તે માત્ર ઊંઘી ગયું છે." BSB BSB: He went inside and asked, “Why all this commotion and weeping? The child is not dead, but asleep.”
40 UDB લોકોએ તેમની હાંસી ઉડાવી, કારણ કે તેઓ જાણતા હતા કે તે મરણ પામી છે. તેમણે બીજા બધા જ લોકોને ઘરની બહાર મોકલી દીધા. પછી તેમણે બાળકના પિતા અને માતા અને ત્રણ શિષ્યો જે તેમની સાથે હતા તેઓને લીધા. તેઓ ઓરડીમાં જ્યાં બાળક સૂતું હતું ત્યાં ગયા. BSB BSB: And they laughed at Him. After He had put them all outside, He took the child’s father and mother and His own companions, and went in to see the child.
42 UDB તરત જ તે છોકરી ઊભી થઇ અને ચાલવા લાગી. (તે ચાલી શકે છે તેમાં કોઈ આશ્ચર્ય ન હતું, કારણ કે તે બાર વર્ષની હતી.) જ્યારે આ બન્યું, ત્યારે જેઓ ત્યાં હાજર હતા તેઓ ખૂબ અચરત થયા. BSB BSB: Immediately the girl got up and began to walk around (she was twelve years old). And at once they were utterly astounded.
43 UDB ઈસુએ તેઓને તાકીદ કરી, "મેં જે કર્યું છે તેના વિષે કોઈને કશું કહેતા નહી!" પછી તેમણે તેઓને કહ્યું કે છોકરીને ખાવા માટે કંઈક આપો. BSB BSB: Then Jesus gave strict orders that no one should know about this, and He told them to give her something to eat.