2 UDB ફરોશીઓએ ઘણીવાર જોયું હતું કે શિષ્યો હાથ ધોયા વગર જમતા હતા. BSB BSB: and they saw some of His disciples eating with hands that were defiled—that is, unwashed.
3 UDB તેઓ અને બીજા યહૂદીઓ તેમના પૂર્વજોએ શીખવેલી પ્રણાલિકાઓને ચુસ્ત રીતે પાળતા હતા. ખાસ કરીને તેઓ તેમના પ્યાલા, ઘડા, કીટલીઓ, વાસણો અને પથારીઓ વિશેષ રીતે સાફ કરતા હતા કે જેથી એ વસ્તુઓના વપરાશથી ઈશ્વર તેમનો નકાર ન કરે. ઉદાહરણ તરીકે, તેઓ ખાસ વિધિ પ્રમાણે હાથ ધૂએ નહિ ત્યાં સુધી ખોરાક લેવાનો ઇનકાર કરતા, ખાસ કરીને બજારમાંથી વસ્તુઓની ખરીદી કરીને પાછા આવે ત્યારે આવું કરતા હતા. એવી બીજી ઘણી પ્રણાલિકાઓ હતી જે તેઓએ સ્વીકારી હતી અને તે પાળવાનો પ્રયત્ન કરતા હતા. BSB BSB: Now in holding to the tradition of the elders, the Pharisees and all the Jews do not eat until they wash their hands ceremonially.
5 UDB તે દિવસે, તે ફરોશીઓએ અને જેઓ યહૂદી નિયમ શીખવતા હતા તે માણસોએ જોયું કે તેમના કેટલાક શિષ્યો ખાસ વિધિ અનુસાર હાથ ધોયા વગર ખોરાક ખાતા હતા. તેથી તેઓએ ઈસુને પ્રશ્ન કરતા કહ્યું, "તમારા શિષ્યો આપણા પૂર્વજોની પ્રણાલિકાઓને આધીન થતા નથી! આપણી વિધિ અનુસાર હાથ ધોયા વગર તેઓ શા માટે ખોરાક ખાય છે!" BSB BSB: So the Pharisees and scribes questioned Jesus: “Why do Your disciples not walk according to the tradition of the elders? Instead, they eat with defiled hands.”
6 UDB ઈસુએ તેઓને કહ્યું, "યશાયાએ તમારા પૂર્વજોને ઠપકો આપ્યો હતો, અને તેના શબ્દો તમે જેઓ સારા હોવાનો કેવળ ઢોંગ કરો છો તેઓને બરાબર લાગુ પડે છે! તેણે આ શબ્દો લખ્યા જેમાં ઈશ્વરે કહ્યું: 'આ લોકો જાણે મને માન આપતા હોય તેવી રીતે બોલે છે, પરંતુ તેઓ મને માન આપવાનું ખરી રીતે વિચારતા જ નથી. BSB BSB: Jesus answered them, “Isaiah prophesied correctly about you hypocrites, as it is written: ‘These people honor Me with their lips, but their hearts are far from Me.
7 UDB તેઓ મારું ભજન કરે છે તે વ્યર્થ છે, કારણ કે તેઓ લોકો જે કહે છે, તેને જાણે મેં તેઓને આજ્ઞા આપી હોય તે પ્રમાણે શીખવે છે. BSB BSB: They worship Me in vain; they teach as doctrine the precepts of men.’
8 UDB તમે, તમારા પૂર્વજોની માફક ઈશ્વરે જે આજ્ઞા આપી છે તે અનુસાર કરવાનું નકારો છો. તેને બદલે, બીજોઓએ જે પ્રણાલિકાઓ શીખવી છે તેને અનુસરો છો." BSB BSB: You have disregarded the commandment of God to keep the tradition of men.”
10 UDB દાખલા તરીકે, આપણા પૂર્વજ મૂસાએ ઈશ્વરની આજ્ઞાઓ લખી છે કે, 'તમારા માતાપિતાનું સન્માન કરો.' તેણે એ પણ લખ્યું, 'જે કોઈ પોતાના પિતા અથવા માતા વિષે ખરાબ બાબતો બોલે તો તે વ્યક્તિઓને અધિકારીઓએ શિક્ષા કરવી જોઈએ.' BSB BSB: For Moses said, ‘Honor your father and your mother’ and ‘Anyone who curses his father or mother must be put to death.’
11 UDB પરંતુ તમે લોકોને શીખવો છો કે જો લોકો તેમનાં માતાપિતાને મદદ ન કરે તો કંઈ નહી. તમે લોકોને શીખવો છો કે, જો તેઓ કહે કે, જે તેમનાં માતાપિતાને આપવાનું હતું તે તેઓએ ઈશ્વરને આપી દીધું છે, તો કઈ વાંધો નહી. તમે તેમને પોતાના માતાપિતાને એમ કહેવાની છૂટ આપો છો કે, તમારી જરૂરિયાત માટે જે હું આપવાનો હતો તે હવે હું તમને આપી શકીશ નહી! પરિણામે તમે ખરેખર લોકોને એમ કહો છો કે તેઓએ તેમના માતાપિતાને મદદ કરવાની જરૂર નથી! BSB BSB: But you say that if a man says to his father or mother, ‘Whatever you would have received from me is Corban’ (that is, a gift devoted to God),
13 UDB આ પ્રમાણે કરતાં તમે ઈશ્વરે જે આદેશ આપ્યો છે તેનો અનાદર કરો છો! તમે તમારી પોતાની વાતો બીજાઓને શીખવો છો અને કહો છો કે તેઓ તેને આધીન થાય! અને તમે એવી બીજી ઘણી બાબતો કરો છો." BSB BSB: Thus you nullify the word of God by the tradition you have handed down. And you do so in many such matters.”
15 UDB લોકો જે ખાય છે તેને ઈશ્વર અશુદ્ધ થવાનું કારણ ગણતા નથી. તેથી વિપરીત, જે લોકોના મનમાંથી નીકળે છે તેને ઈશ્વર અશુદ્ધ થવાનું કારણ ગણે છે." BSB BSB: Nothing that enters a man from the outside can defile him; but the things that come out of a man, these are what defile him.”
16 UDB જે કોઈ સાંભળી શકે છે તેઓ સાંભળે. BSB BSB: Not in the BSB
17 UDB ટોળાથી છૂટા પડ્યા પછી, ઈસુ શિષ્યો સાથે એક ઘરમાં પ્રવેશ્યા. હમણા જે ઉદાહરણ તેમણે કહ્યું તે સંબંધી તેઓએ તેમને પ્રશ્ન કર્યો. BSB BSB: After Jesus had left the crowd and gone into the house, His disciples inquired about the parable.
19 UDB પ્રવેશ કરીને આપણા મનોને બગાડવાને બદલે, તે આપણા પેટમાં જાય છે અને પછી અશુદ્ધિ આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે." આવું કહેવાથી, ઈસુ એવું પ્રગટ કરતા હતા કે ઈશ્વર દોષિત ગણશે એમ માન્યા વગર લોકો કોઈ પણ ખોરાક ખાઈ શકે. BSB BSB: because it does not enter his heart, but it goes into the stomach and then is eliminated.” (Thus all foods are clean.)
20 UDB તેમણે એમ પણ કહ્યું, "એ તો વિચારો અને કૃત્યો છે, જેને ઈશ્વર અશુદ્ધ કરનારી બાબતો ગણે છે. BSB BSB: He continued: “What comes out of a man, that is what defiles him.
21 UDB ખાસ કરીને, લોકોનું અભ્યંતર કે જેમાં, તેઓ ખોટી બાબતો વિષે વિચારે છે; તેઓ અનૈતિક રીતે વર્તે છે, તેઓ ચોરી કરે છે, તેઓ હત્યા કરે છે. BSB BSB: For from within the hearts of men come evil thoughts, sexual immorality, theft, murder, adultery,
22 UDB તેઓ વ્યભિચાર કરે છે, તેઓ લોભી હોય છે, તેઓ અશુદ્ધપણે વર્તે છે, તેઓ લોકોને છેતરે છે. તેઓ અયોગ્ય રીતે વર્તે છે, લોકોની ઈર્ષા કરે છે, બીજા વિષે ભૂંડું બોલે છે, તેઓ અભિમાની છે અને મૂર્ખતાપૂર્ણ રીતે વર્તે છે. BSB BSB: greed, wickedness, deceit, debauchery, envy, slander, arrogance, and foolishness.
23 UDB લોકો એવા વિચારો કરે છે અને પછી એવાં ખરાબ કામો કરે છે, અને તે બાબતો ઈશ્વરની સમક્ષ તેઓને અશુદ્ધ ઠરાવે છે." BSB BSB: All these evils come from within, and these are what defile a man.”
24 UDB ઈસુ અને તેમના શિષ્યોએ ગાલીલ છોડ્યું પછી તેઓ તૂર અને સિદોનના શહેરોની આસપાસના પ્રદેશમાં આવ્યા. તેઓ કોઈએક ઘરમાં હતા ત્યારે તેમની ઇચ્છા હતી કે કોઈ તે ન જાણે, પરંતુ લોકોને જલદી ખબર પડી કે તેઓ ત્યાં હતા. BSB BSB: Jesus left that place and went to the region of Tyre. Not wanting anyone to know He was there, He entered a house, but was unable to escape their notice.
25 UDB કોઈ એક સ્ત્રી કે જેની દીકરીમાં દુષ્ટાત્મા હતો તેણે ઈસુ વિષે સાંભળ્યું. તે તરત જ તેમની પાસે આવી અને તેમના ચરણોમાં નમી. BSB BSB: Instead, a woman whose little daughter had an unclean spirit soon heard about Jesus, and she came and fell at His feet.
26 UDB હવે આ સ્ત્રી તો યહૂદી ન હતી. તેના પૂર્વજો પણ યહૂદી ન હતા. તે સિરિયા જીલ્લાના ફિનીકિયા પ્રદેશની આસપાસના વિસ્તારમાં જન્મી હતી. તેણે ઈસુની પાસે આવીને તેમને વિનંતી કરી કે તેની દીકરીમાં રહેલા દુષ્ટાત્માને બહાર નીકળવા ફરજ પાડે. BSB BSB: Now she was a Greek woman of Syrophoenician origin, and she kept asking Jesus to drive the demon out of her daughter.
28 UDB તે સ્ત્રીએ પ્રત્યુત્તર આપ્યો, "સાહેબ, તમે જે કહો છો તે સાચું છે, પરંતુ ઘરના કૂતરાઓ પણ મેજ નીચે બાળકોએ વેરેલા ટુકડાઓ ખાય છે." BSB BSB: “Yes, Lord,” she replied, “even the dogs under the table eat the children’s crumbs.”
30 UDB સ્ત્રી ઘરે પાછી ફરી અને જોયું કે તેની દીકરી શાંતિથી પથારીમાં સૂતી હતી અને દુષ્ટાત્મા તેનામાંથી નીકળી ગયો હતો. BSB BSB: And she went home and found her child lying on the bed, and the demon was gone.
31 UDB ઈસુ અને તેમના શિષ્યો તૂરની આસપાસનો પ્રદેશ છોડીને ઉત્તરે સિદોનમાં થઈને, પછી પૂર્વ તરફ જઈને દસ નગરના વિસ્તારમાં, અને પછી ગાલીલ સમુદ્રની નજીકના દક્ષિણના નગરોમાં ગયા. BSB BSB: Then Jesus left the region of Tyre and went through Sidon to the Sea of Galilee and into the region of the Decapolis.
32 UDB ત્યાં, લોકો એક માણસને લાવ્યા કે જે બહેરો હતો અને બોલી શકતો ન હતો. તેઓએ ઈસુને તેમના હાથ તેના પર મૂકવા વિનંતી કરી કે જેથી તેઓ તેને સાજો કરે. BSB BSB: Some people brought to Him a man who was deaf and hardly able to speak, and they begged Jesus to place His hand on him.
33 UDB તેથી ઈસુ તેને ટોળાથી દૂર લઈ ગયા કે જેથી તેઓ બંને એકલા હોય. પછી તેમણે તેમની આંગળીઓમાંની એકને તે માણસના બન્ને કાનમાં મૂકી. પછી તેઓ તેમની આંગળીઓ પર થુંક્યા, અને તેમની આંગળીઓ વડે તે માણસની જીભને સ્પર્શ્યા. BSB BSB: So Jesus took him aside privately, away from the crowd, and put His fingers into the man’s ears. Then He spit and touched the man’s tongue.
34 UDB પછી તેમણે સ્વર્ગ તરફ ઉપર જોયું, તેમણે નિસાસો નાખ્યો અને પછી તેમની પોતાની ભાષામાં તેમણે તે માણસના કાનમાં કહ્યું, "એફફાથા," જેનો અર્થ એ છે કે, "ઊઘડી જા!" BSB BSB: And looking up to heaven, He sighed deeply and said to him, “Ephphatha!” (which means, “Be opened!”).
35 UDB તરત જ તે માણસ સારી રીતે સાંભળવા લાગ્યો. તે સ્પષ્ટ રીતે બોલવા પણ લાગ્યો કારણ કે જે તેને બોલવાથી અટકાવતું હતું તેનાથી તે સાજો થયો હતો. BSB BSB: Immediately the man’s ears were opened and his tongue was released, and he began to speak plainly.
36 UDB ઈસુએ લોકોને કહ્યું કે જે બન્યું હતું તેના વિષે તેઓ કોઈને જણાવે નહી. પરંતુ, તેમણે તેઓને અને બીજાઓને વારંવાર આજ્ઞા કરી હતી તે છતાં, તેઓ તેના વિષે વધારે વાત કરવા લાગ્યા. BSB BSB: Jesus ordered them not to tell anyone. But the more He ordered them, the more widely they proclaimed it.
37 UDB જે લોકોએ તે વિષે સાંભળ્યું તેઓ ખૂબ અચરત થયા અને કહેવા લાગ્યા, "તેમણે જે કર્યું તે બધું અદભુત છે! બીજી અદભુત બાબતો કરવાની સાથે, તેઓ બહેરા લોકોને સાંભળતા પણ કરે છે! અને જેઓ બોલી શકતા ન હોય તેઓને બોલતા કરે છે!" BSB BSB: The people were utterly astonished and said, “He has done all things well! He makes even the deaf hear and the mute speak!”