1 UDB સ્વર્ગમાંથી ઈશ્વરનું શાસન દસ કુમારિકાઓ જેઓ લગ્ન જમણમાં જવા માટે તૈયાર થઇ તેમની સાથે જે થયું તેના જેવું હશે. તેઓએ તેમના દીવા લઈને વરરાજાને આવવાની રાહ જોવાની હતી. BSB BSB: “At that time the kingdom of heaven will be like ten virgins who took their lamps and went out to meet the bridegroom.
2 UDB હવે તેઓમાંની પાંચ કુમારિકાઓ મૂર્ખી હતી, અને પાંચ સમજુ હતી. BSB BSB: Five of them were foolish, and five were wise.
3 UDB મૂર્ખ કુમારિકાઓએ તેમના દીવા લીધા, પરંતુ તેઓએ તેમની માટે વધારાનું જૈતૂન તેલ લીધું નહિ. BSB BSB: The foolish ones took their lamps but did not take along any extra oil.
4 UDB પરંતુ સમજુ કુમારિકાઓએ તેમની સાથે બાટલીમાં તેમ જ તેમના દીવામાં તેલ લીધું. BSB BSB: But the wise ones took oil in flasks along with their lamps.
5 UDB વરરાજાને આવવામાં ઘણો સમય લાગી રહ્યો હતો, અને રાત્રે ઘણું મોડું થયું. તેથી બધી કુમારિકાઓને ઊંઘ આવવા લાગી અને તેઓ સૂઈ ગઈ. BSB BSB: When the bridegroom was delayed, they all became drowsy and fell asleep.
6 UDB મધ્યરાત્રે કોઈએ તેમને બુમ પાડીને ઉઠાડી કે, 'તે અહીં છે! વરરાજા આવી રહ્યા છે! તેમને મળવાને માટે બહાર જાઓ!' BSB BSB: At midnight the cry rang out: ‘Here is the bridegroom! Come out to meet him!’
7 UDB તેથી બધી જ કુમારિકાઓ ઊઠી અને તેમના દીવા સળગાવ્યા. BSB BSB: Then all the virgins woke up and trimmed their lamps.
8 UDB મૂર્ખ કુમારિકાઓએ સમજુઓને કહ્યું, 'તમારું થોડું તેલ અમને આપો, કારણ કે અમારા દીવા હોલવાઈ જાય છે!' BSB BSB: The foolish ones said to the wise, ‘Give us some of your oil; our lamps are going out.’
9 UDB સમજુ કુમારિકાઓએ ઉત્તર આપ્યો, 'ના, કારણ કે અમારા અને તમારા દીવાઓ માટે કદાચ પૂરતું તેલ નથી. વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે થોડું ખરીદી લો!' BSB BSB: ‘No,’ said the wise ones, ‘or there may not be enough for both us and you. Instead, go to those who sell oil and buy some for yourselves.’
10 UDB પરંતુ જ્યારે મૂર્ખ કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ, ત્યારે વરરાજા આવી પહોંચ્યા. પછી સમજુ કુમારિકાઓ, કે જેઓ તૈયાર હતી, તેઓ તેમની સાથે લગ્નખંડમાં ગઈ, કે જ્યાં કન્યા રાહ જોતી હતી. પછી બારણું બંધ થઇ ગયું. BSB BSB: But while they were on their way to buy it, the bridegroom arrived. Those who were ready went in with him to the wedding banquet, and the door was shut.
11 UDB પછી, બાકીની કુમારિકાઓ લગ્નખંડે આવી, અને તેઓએ વરરાજાને બોલાવ્યા, 'સાહેબ, અમારે માટે બારણું ખોલો!' BSB BSB: Later the other virgins arrived and said, ‘Lord, lord, open the door for us!’
12 UDB પરંતુ તેમણે તેઓને કહ્યું, 'સત્ય એ છે કે હું તમને જાણતો નથી, તેથી હું તમારે માટે બારણું ખોલીશ નહિ!'" BSB BSB: But he replied, ‘Truly I tell you, I do not know you.’
13 UDB પછી ઈસુએ કહેવાનું ચાલુ રાખતાં કહ્યું, "તેથી, તમારી સાથે આવું ન બને તે માટે, તૈયાર રહો કારણ કે તે ક્યારે બનશે તે તમે જાણતા નથી." BSB BSB: Therefore keep watch, because you do not know the day or the hour.
14 UDB જ્યારે માણસનો દીકરો સ્વર્ગમાંથી રાજા તરીકે પાછો ફરશે, ત્યારે તે એક માણસ જે લાંબી મુસાફરી પર જવાનો છે તેના જેવું હશે. તેણે તેના ચાકરોને એકઠા કર્યા અને તેમને દરેકને તેની સંપત્તિમાંથી થોડું રોકાણ કરવા અને તેના માટે વધુ નાણાં કમાવવા માટે આપ્યું. BSB BSB: For it is just like a man going on a journey, who called his servants and entrusted them with his possessions.
15 UDB તેણે તેમને તેઓની વાપરવાની ક્ષમતા પ્રમાણે નાણાં આપ્યાં. ઉદાહરણ તરીકે, તેણે એક ચાકરને લગભગ એકસો પાંસઠ કિલો વજનની સોનાની પાંચ થેલીઓ, બીજાને લગભગ છાસઠ કિલો વજનની સોનાની બે થેલીઓ, અને ત્રીજાને લગભગ તેત્રીસ કિલો વજનની સોનાની એક થેલી આપી. પછી તે તેની મુસાફરી માટે રવાના થયો. BSB BSB: To one he gave five talents, to another two talents, and to another one talent—each according to his own ability. And he went on his journey.
16 UDB જે ચાકરે પાંચ થેલી સોનું મેળવ્યું હતું તે તરત જ ગયો અને તે નાણાં બીજી પાંચ થેલી કમાવામાં વાપર્યા. BSB BSB: The servant who had received the five talents went at once and put them to work and gained five more.
17 UDB તેવી જ રીતે, જે ચાકરે બે થેલી સોનું મેળવ્યું હતું તેણે કમાઈને બીજી બે થેલી મેળવી. BSB BSB: Likewise, the one with the two talents gained two more.
18 UDB પરંતુ જે ચાકરે એક થેલી સોનું મેળવ્યું હતું તે ગયો અને જમીનમાં ખાડો ખોદ્યો, અને તેને સાચવવા માટે તેણે તેને ત્યાં તે સોનું સંતાડી દીધું. BSB BSB: But the servant who had received the one talent went off, dug a hole in the ground, and hid his master’s money.
19 UDB ઘણા સમય પછી તે ચાકરોનો માલિક પાછો ફર્યો. તેણે તેઓને તેમણે તેનાં નાણાંનું શું કર્યું તેનો હિસાબ લેવા માટે એકઠા કર્યા. BSB BSB: After a long time the master of those servants returned and settled accounts with them.
20 UDB જે ચાકરે પાંચ થેલી સોનું મેળવ્યું હતું તે તેની પાસે દસ થેલી લાવ્યો અને તેને કહ્યું, 'માલિક, તેં મને પાંચ થેલી સોનું સાચવવા આપ્યું હતું. જુઓ, મેં બીજી પાંચ મેળવી છે!' BSB BSB: The servant who had received the five talents came and presented five more. ‘Master,’ he said, ‘you entrusted me with five talents. See, I have gained five more.’
21 UDB તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું ઘણો સારો ચાકર છે! તું મને ઘણો વિશ્વાસુ રહ્યો છે. તેં થોડાં નાણાંનો ઘણો સારો વહીવટ કર્યો છે, તેથી હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને મારી સાથે ખુશ થા!' BSB BSB: His master replied, ‘Well done, good and faithful servant! You have been faithful with a few things; I will put you in charge of many things. Enter into the joy of your master!’
22 UDB જે ચાકરે બે થેલી સોનું મેળવ્યું હતુ તે પણ આવ્યો, અને તેણે કહ્યું, 'માલિક, તેં મને બે થેલી સોનું સાચવવા આપ્યું હતું. જુઓ, મેં બીજી બે મેળવી છે!' BSB BSB: The servant who had received the two talents also came and said, ‘Master, you entrusted me with two talents. See, I have gained two more.’
23 UDB તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું ઘણો સારો ચાકર છે! તું મને ઘણો વિશ્વાસુ રહ્યો છે. તેં થોડા નાણાંનો ઘણો સારો વહીવટ કર્યો છે, તેથી હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને મારી સાથે ખુશ થા!' BSB BSB: His master replied, ‘Well done, good and faithful servant! You have been faithful with a few things; I will put you in charge of many things. Enter into the joy of your master!’
24 UDB પછી જે ચાકરે એક થેલી સોનું મેળવ્યું હતું તે આવ્યો, અને તેણે કહ્યું, 'માલિક, હું તારાથી ડરતો હતો. હું જાણતો હતો કે જેમ ખેડૂત તેણે કંઈ પણ રોપ્યું ન હોવા છતાં ખેતરમાં લણણી કરવાનો પ્રયત્ન કરે છે, તેમ તું એવો માણસ છે કે જો તેં કંઈ પણ રોકાણ ન કર્યું હોય તોપણ ઘણાં નાણાં મેળવવાની આશા રાખે છે. BSB BSB: Finally, the servant who had received the one talent came and said, ‘Master, I knew that you are a hard man, reaping where you have not sown and gathering where you have not scattered seed.
25 UDB હું ડરતો હતો કે જો તેં મને જે નાણાં રોકાણ કરવા આપ્યાં છે તે હું ખોઈ નાખીશ તો તું શું કરશે, તેથી મેં તેને જમીનમાં સંતાડ્યાં. તે હવે અહીં છે; મહેરબાની કરીને તે પાછા લે!' BSB BSB: So I was afraid and went out and hid your talent in the ground. See, you have what belongs to you.’
26 UDB તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું દુષ્ટ, આળસુ ચાકર! તું જાણતો હતો કે હું કંઈ પણ રોકાણ ન કર્યા છતાં નાણાં મેળવવાની આશા રાખું છું. BSB BSB: ‘You wicked, lazy servant!’ replied his master. ‘You knew that I reap where I have not sown and gather where I have not scattered seed.
27 UDB તો પછી, તારે ઓછામાં ઓછુ મારા નાણાં પેઢીમાં થાપણ તરીકે મૂકવાં જોઈતાં હતાં, કે જેથી હું જ્યારે પાછો આવું ત્યારે તેને વ્યાજ સહિત પાછા મેળવી શક્યો હોત!' BSB BSB: Then you should have deposited my money with the bankers, and on my return I would have received it back with interest.
28 UDB પછી તેના માલિકે તેના બીજા ચાકરોને કહ્યું, 'તેની પાસેથી સોનાંની થેલી લઇ લો અને જે ચાકર પાસે દસ થેલી છે તેને આપો! BSB BSB: Therefore take the talent from him and give it to the one who has ten talents.
29 UDB જેઓ તેમને જે મળ્યું છે તેનો સારો ઉપયોગ કરે છે, તેઓને ઈશ્વર વધારે આપશે, અને તેઓ પાસે પુષ્કળ હશે. પરંતુ જેઓ તેમણે જે મેળવ્યું છે તેનો સારો ઉપયોગ કરતા નથી તેઓ પાસેથી, તેમની પાસે જે છે તે પણ લઇ લેવાશે. BSB BSB: For everyone who has will be given more, and he will have an abundance. But the one who does not have, even what he has will be taken away from him.
30 UDB વધુમાં, તે નકામા ચાકરને, કે જ્યાં જેઓ આક્રંદ કરે છે અને પીડામાં તેમના દાંત પીસે છે ત્યાં બહાર અંધકારમાં ફેંકી દો.'" BSB BSB: And throw that worthless servant into the outer darkness, where there will be weeping and gnashing of teeth.’
32 UDB સર્વ લોકજૂથના દરેક તેમની આગળ એકઠાં થશે. પછી જેમ ઘેટાપાળક તેનાં ઘેટાંને તેનાં બકરાંથી અલગ પાડે છે, તેમ તેઓ લોકોને એકબીજાથી અલગ કરશે. BSB BSB: All the nations will be gathered before Him, and He will separate the people one from another, as a shepherd separates the sheep from the goats.
33 UDB તેઓ ઘેટાં અને બકરાંની જેમ જ, ન્યાયી લોકોને તેમની જમણી બાજુ અને અન્યાયીઓને તેમની ડાબી બાજુ રાખશે." BSB BSB: He will place the sheep on His right and the goats on His left.
34 UDB પછી જેઓ તેમની જમણી તરફ છે તેઓને કહેશે, 'તમને લોકોને મારા પિતા દ્વારા આશીર્વાદિત કરવામાં આવ્યા છો, આવો! આવો અને જે બધી સારી બાબતો તેઓ તમને આપશે તે મેળવો, કેમ કે તેઓ હવે તમને તેના શાસનના આશીર્વાદ આપશે. BSB BSB: Then the King will say to those on His right, ‘Come, you who are blessed by My Father, inherit the kingdom prepared for you from the foundation of the world.
35 UDB આ બાબતો તમારી છે, કારણ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવા માટે આપ્યું. જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને પીવા માટે આપ્યું. જ્યારે હું તમારા શહેરમાં અજાણ્યો હતો, ત્યારે તમે મને તમારા ઘરોમાં રહેવા માટે આમંત્રણ આપ્યું. BSB BSB: For I was hungry and you gave Me something to eat, I was thirsty and you gave Me something to drink, I was a stranger and you took Me in,
36 UDB જ્યારે મને કપડાંંની જરૂર હતી, ત્યારે મને કપડાંં આપ્યાં. જ્યારે હું બીમાર હતો, ત્યારે તમે મારી સંભાળ લીધી. જ્યારે હું જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાતે આવ્યા.' BSB BSB: I was naked and you clothed Me, I was sick and you looked after Me, I was in prison and you visited Me.’
37 UDB પછી જે લોકોને ઈશ્વરે સારા જાહેર કર્યા છે તેઓ કહેશે, 'પ્રભુ, તમે ક્યારે ભૂખ્યા હતા અને અમે ક્યારે તમને જોયા અને તમને ખાવા માટે આપ્યું? તમે ક્યારે તરસ્યા હતા અને તમને પીવા માટે આપ્યું? BSB BSB: Then the righteous will answer Him, ‘Lord, when did we see You hungry and feed You, or thirsty and give You something to drink?
38 UDB તમે ક્યારે અમારા શહેરમાં અજાણ્યા હતા અને અમે તમને અમારાં ઘરોમાં રાખ્યા? તમને ક્યારે કપડાંની જરૂર હતી અને અમે તમને વસ્ત્રો આપ્યાં? BSB BSB: When did we see You a stranger and take You in, or naked and clothe You?
39 UDB તમે ક્યારે બીમાર કે જેલમાં હતા અને અમે તમારી મુલાકાતે આવ્યા? તમારા માટે અમે આ કંઈ પણ કર્યું હોય તેવું અમને યાદ નથી. BSB BSB: When did we see You sick or in prison and visit You?’
40 UDB રાજા ઉત્તર આપશે, 'સત્ય એ છે કે તમે તમારા સાથી વિશ્વાસીઓમાંના એક પણ માટે, સૌથી બિનમહત્વપૂર્ણ વ્યક્તિ માટે પણ, જે કંઈ કર્યું તે તમે સાચે જ મારે માટે કર્યું.' BSB BSB: And the King will reply, ‘Truly I tell you, whatever you did for one of the least of these brothers of Mine, you did for Me.’
42 UDB તમારે માટે ત્યાં જવું યોગ્ય છે, કારણ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કંઈ પણ ખાવા માટે આપ્યું નહિ. જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કંઈ પણ પીવા માટે આપ્યું નહિ. BSB BSB: For I was hungry and you gave Me nothing to eat, I was thirsty and you gave Me nothing to drink,
43 UDB જ્યારે હું તમારા શહેરમાં અજાણ્યો હતો, ત્યારે તમે મને તમારા ઘરોમાં રહેવા માટે આમંત્રણ આપ્યું નહિ. જ્યારે મને કપડાંંની જરૂર હતી, ત્યારે મને કોઈ કપડાંં આપ્યા નહિ. જ્યારે હું બીમાર કે જેલમાં હતો ત્યારે તમે મારી સંભાળ લીધી નહિ.' BSB BSB: I was a stranger and you did not take Me in, I was naked and you did not clothe Me, I was sick and in prison and you did not look after Me.’
44 UDB તેઓ કહેશે, 'પ્રભુ, તમે ક્યારે ભૂખ્યા કે તરસ્યા કે અજાણ્યા કે કપડાંની જરૂરિયાતમાં કે બીમાર કે જેલમાં હતા, અને અમે તમને મદદ ન કરી?' BSB BSB: And they too will reply, ‘Lord, when did we see You hungry or thirsty or a stranger or naked or sick or in prison, and did not minister to You?’
45 UDB તેઓ ઉત્તર આપશે, 'સત્ય એ છે કે જ્યારે પણ તમે મારા લોકોમાંના એકને, સૌથી સામાન્ય વ્યક્તિને પણ, મદદ કરવા કંઈ પણ કર્યું નહિ, તો તે હું હતો કે જેમના માટે તમે તે ન કર્યું.' BSB BSB: Then the King will answer, ‘Truly I tell you, whatever you did not do for one of the least of these, you did not do for Me.’