1 UDB મેં દર્શનમાં કોઈકને ભક્તિસ્થાનમાંથી મોટા અવાજે બોલતાં સાંભળ્યો. જે સ્વર્ગદૂતોના હાથમાં સાત પાત્રો હતાં તેઓને તેણે કહ્યું કે, "તમે જાઓ અને સાત પાત્રોમાંનો દ્રાક્ષાસવ પૃથ્વી પર રેડી દો. લોકોને એ પીડાદાયક થશે, કારણ કે ઈશ્વર તેઓના પ્રત્યે કોપાયમાન થયા છે." BSB BSB: Then I heard a loud voice from the temple saying to the seven angels, “Go, pour out on the earth the seven bowls of God’s wrath.”
2 UDB તેથી પહેલો સ્વર્ગદૂત ગયો, અને પાત્રમાં જે હતું તે તેણે પૃથ્વી પર રેડી દીધું. જેઓએ હિંસક પશુના સેવકોને તેનું નામ પોતાના પર લખવા દીધું હતું, અને હિંસક પશુની મૂર્તિની પૂજા કરી હતી, તેને પરિણામે, તે લોકોને ભયાનક અને દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં. BSB BSB: So the first angel went and poured out his bowl on the earth, and loathsome, malignant sores broke out on those who had the mark of the beast and worshiped its image.
3 UDB પછી બીજા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાં જે હતું તે પૃથ્વી પર રેડી દીધું. જ્યારે તેણે તે રેડ્યું ત્યારે, પાણીનું સ્વરૂપ બદલાઈ જઈને, લોહીમાં ફેરવાઈ ગયું, પણ જીવંત લોહીમાં નહીં. તે મૃત માણસના લોહી જેવું હતું, અને સમુદ્રમાં રહેતા બધા સજીવો મરણ પામ્યા. BSB BSB: And the second angel poured out his bowl into the sea, and it turned to blood like that of the dead, and every living thing in the sea died.
4 UDB પછી ત્રીજા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાં જે હતું તેને નદીઓ પર તેમજ પાણીના ઝરાઓ પર રેડી દીધું. જ્યારે તેણે તેના પાત્રમાંથી રેડ્યું ત્યારે, નદીઓમાંનું પાણી અને ઝરાઓ લોહીમાં ફેરવાઈ ગયા. BSB BSB: And the third angel poured out his bowl into the rivers and springs of water, and they turned to blood.
5 UDB જે સ્વર્ગદૂતને પાણી પર અધિકાર છે તેણે ઈશ્વરને કહ્યું, "ઓ ઈશ્વર, તમે અસ્તિત્વ ધરાવો છો અને સદાકાળ અસ્તિત્વ ધરાવતા હતા. તમે પવિત્ર છો. તમે લોકોના સાચા ન્યાયાધીશ છો. BSB BSB: And I heard the angel of the waters say: “Righteous are You, O Holy One, who is and was, because You have brought these judgments.
6 UDB જે લોકોએ તમારી વિરુદ્ધ બંડ કર્યું તેઓએ તમારા પવિત્ર લોકો અને પ્રબોધકોને મારી નાખ્યા. તેથી તમે તેઓને લોહી પીવા આપીને તેઓને શિક્ષા કરવામાં ન્યાયી છો. તેઓ તેને માટે લાયક છે." BSB BSB: For they have spilled the blood of saints and prophets, and You have given them blood to drink, as they deserve.”
7 UDB પછી મેં વેદી પરથી કોઈકને ઉત્તર આપતાં સાંભળ્યો, "હા, પ્રભુ ઈશ્વર, તમે દરેક પર રાજ કરો છો, તમે લોકોને સત્યતાથી અને ન્યાયથી શિક્ષા કરો છો." BSB BSB: And I heard the altar reply: “Yes, Lord God Almighty, true and just are Your judgments.”
8 UDB પછી ચોથા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાં જે હતું તે સૂર્ય પર રેડ્યું. તેને સૂર્યને એટલો ગરમ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો કે તેની અગ્નિથી તે લોકોને દઝાડે. BSB BSB: Then the fourth angel poured out his bowl on the sun, and it was given power to scorch the people with fire.
9 UDB તેથી લોકો સખત દાઝી ગયા, અને તેઓએ ઈશ્વરની વિરુદ્ધ દુષ્ટ બાબતો કહી કારણ કે આ રીતે તેઓને પીડા આપવાનો અધિકાર તેમની પાસે હતો. પરંતુ તેઓએ હજુ પણ પોતાના પાપી વર્તનથી પાછા ફરવાનો અને તેમને મહિમા આપવાનો ઇનકાર કર્યો. BSB BSB: And the people were scorched by intense heat, and they cursed the name of God, who had authority over these plagues. Yet they did not repent and give Him glory.
10 UDB જ્યારે પાંચમા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાંથી હિંસક પશુના રાજ્યાસન પર રેડયું ત્યારે, હિંસક પશુના રાજ્ય પર અંધકાર છવાઈ ગયો. તેથી હિંસક પશુ અને જે લોકો પર તે રાજ કરતું હતું તેઓ પોતાની જીભ કરડવા લાગ્યા કારણ કે તેઓને અસહ્ય પીડા થતી હતી. BSB BSB: And the fifth angel poured out his bowl on the throne of the beast, and its kingdom was plunged into darkness, and men began to gnaw their tongues in anguish
11 UDB તેઓનાં ગૂમડાં ખૂબ પીડાદાયક હતાં તે કારણે તેઓએ સ્વર્ગમાં રાજ કરનાર ઈશ્વરનું અપમાન કર્યું. પણ પોતે જે દુષ્ટ કાર્યો કરતા હતા તે કરવાનું તેઓએ બંધ કર્યું નહીં. BSB BSB: and curse the God of heaven for their pains and sores. Yet they did not repent of their deeds.
12 UDB પછી છઠ્ઠા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાંથી યુફ્રેતિસ નદી પર રેડ્યું. નદીમાંનું પાણી સુકાઈ ગયું જેથી પૂર્વના દેશોમાંથી આવનાર રાજાઓ પોતાના સૈન્યો સાથે તેને પાર કરી શકે. BSB BSB: And the sixth angel poured out his bowl on the great river Euphrates, and its water was dried up to prepare the way for the kings of the East.
13 UDB પછી મેં દુષ્ટાત્માઓને જોયા કે જેઓ દેડકા જેવા દેખાતા હતા. એક અજગરના મુખમાંથી, એક હિંસક પશુના મુખમાંથી અને એક જુઠ્ઠા પ્રબોધકના મુખમાંથી નીકળ્યો. BSB BSB: And I saw three unclean spirits that looked like frogs coming out of the mouths of the dragon, the beast, and the false prophet.
14 UDB તેઓ ચમત્કાર કરી શકે તેવા દુષ્ટાત્માઓ હતા. તેઓ આખી દુનિયાના રાજાઓ પાસે ગયા જેથી તેઓ તેમનાં સૈન્યોને એકઠા કરી શકે. તે એટલા માટે કે જ્યારે સર્વસમર્થ ઈશ્વર મહત્વના દિવસે તેમના શત્રુઓને શિક્ષા કરશે ત્યારે તેઓ લડે. BSB BSB: These are demonic spirits that perform signs and go out to all the kings of the earth, to assemble them for battle on the great day of God the Almighty.
15 UDB (મેં પ્રભુ ઈશ્વરને કહેતા સાંભળ્યા, "તમે ધ્યાનથી મારું સાંભળો: એક ચોરની જેમ, હું અચાનક આવું છું. તેથી જેઓ જાગૃત રહે છે અને યોગ્ય રીતે જીવે છે કે જેથી તેઓએ શરમાવું ન પડે તેઓના સંબંધી હું આનંદ કરીશ. તેઓ એવા લોકો જેવા થશે કે જેઓ પોતાનાં વસ્ત્રો પહેરેલાં રાખે છે કે જેથી તેઓને બીજા લોકોની સામે શરમાવું ન પડે.") BSB BSB: “Behold, I am coming like a thief. Blessed is the one who remains awake and clothed, so that he will not go naked and let his shame be exposed.”
16 UDB દુષ્ટાત્માઓ રાજાઓને એ સ્થળે એકઠા કરશે જેને હિબ્રૂ ભાષામાં આર્માગેદન કહેવાય છે. BSB BSB: And they assembled the kings in the place that in Hebrew is called Armageddon.
17 UDB પછી સાતમા સ્વર્ગદૂતે તેની પાસેના પાત્રમાંથી વાતાવરણમાં રેડ્યું. ત્યારે, રાજ્યાસનના પરમપવિત્રસ્થાનમાંથી કોઈકે મોટા અવાજે કહ્યું, "બંડખોર લોકોને શિક્ષા કરવાનો ઈશ્વરનો સમય પૂરો થયો છે." BSB BSB: Then the seventh angel poured out his bowl into the air, and a loud voice came from the throne in the temple, saying, “It is done!”
18 UDB જ્યારે સ્વર્ગદૂતે તેનું પાત્ર ખાલી કર્યું ત્યારે, વીજળી થઈ, ગર્જના અને ગડગડાટ થયા, અને પૃથ્વી કાંપી. લોકો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી કદી કાંપી ન હતી તેવી ભયાનકતાથી તે કંપી ઊઠી. BSB BSB: And there were flashes of lightning, rumblings, peals of thunder, and a great earthquake the likes of which had not occurred since men were upon the earth—so mighty was the great quake.
19 UDB તેના પરિણામે, મોટું શહેર ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું. ઈશ્વરે બીજા દેશોના શહેરોનો પણ નાશ કર્યો. બાબિલોનના લોકોએ ઘણાં પાપ કર્યા હતાં તે ઈશ્વર ભૂલી ગયા નહીં. ઈશ્વર તેઓ પર કોપિત હતા તેથી તેમણે તેઓને પીડા આપતો દ્રાક્ષાસવનો પ્યાલો પીવડાવ્યો. BSB BSB: The great city was split into three parts, and the cities of the nations collapsed. And God remembered Babylon the great and gave her the cup of the wine of the fury of His wrath.
20 UDB ધરતીકંપના પરિણામે દરેક ટાપુઓ પણ અદ્રશ્ય થઈ ગયા અને પહાડો સપાટ ભૂમિ બની ગયા. BSB BSB: Then every island fled, and no mountain could be found.
21 UDB લોકો ઉપર આકાશમાંથી તેત્રીસ કિલોગ્રામ વજન ધરાવતા મોટા કરા પડ્યા. પછી લોકોએ ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું કારણ કે તેમણે તેઓને આવી ભયંકર રીતે શિક્ષા કરી હતી, અને જે કરા પડ્યા તે ઘણા મોટા હતા. BSB BSB: And great hailstones weighing almost a hundred pounds each rained down on them from above. And men cursed God for the plague of hail, because it was so horrendous.
Select verses for actions: Enter goes to them and Escape comes back.