1 UDB પછી પાંચમાં સ્વર્ગદૂતે તેનું રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો. ઈશ્વરે તેને ખાઈની ચાવી આપી. તે ખાઈ ઊંડે સુધી જતી હતી પણ તેનો કોઈ અંત ન હતો. BSB BSB: Then the fifth angel sounded his trumpet, and I saw a star that had fallen from heaven to earth, and it was given the key to the pit of the Abyss.
2 UDB જ્યારે તેણે તે ખાઈને ઉઘાડી ત્યારે, મોટી સળગતી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો તેમાંથી નીકળ્યો. તે ધુમાડાએ સૂર્યના પ્રકાશને અને આકાશને લોકોની દ્રષ્ટિથી ઢાંકી દીધા. BSB BSB: The star opened the pit of the Abyss, and smoke rose out of it like the smoke of a great furnace, and the sun and the air were darkened by the smoke from the pit.
3 UDB ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં. જેમ વીંછી લોકોને ડંખ મારે છે તેવી રીતે લોકોને ડંખ મારવાની શક્તિ ઈશ્વરે તેઓને આપી. BSB BSB: And out of the smoke, locusts descended on the earth, and they were given power like that of the scorpions of the earth.
4 UDB ઈશ્વરે તીડોને કહ્યું કે તેઓએ પૃથ્વી પરના ઘાસ, કે કોઈ છોડ કે વૃક્ષને નુકસાન કરવું નહી. ઈશ્વરે કહ્યું કે, જેઓના કપાળ પર તેઓ ઈશ્વરના છે એવું દર્શાવતી નિશાની ન હોય, તેઓને જ નુકશાન પહોંચાડવું. BSB BSB: They were told not to harm the grass of the earth or any plant or tree, but only those who did not have the seal of God on their foreheads.
5 UDB ઈશ્વરે તીડોને તે લોકોને મારી નાખવાની પરવાનગી આપી ન હતી. પણ, તીડોએ લોકોને પાંચ મહિના સુધી પીડા આપવાનું ચાલુ રાખ્યું. વીંછી જ્યારે ડંખ મારે ત્યારે જેવી પીડા થાય તેવી પીડા તે લોકોએ અનુભવી. BSB BSB: The locusts were not given power to kill them, but only to torment them for five months, and their torment was like the stinging of a scorpion.
6 UDB તે સમય દરમ્યાન જ્યારે તીડો બંડખોર લોકોને પીડા આપશે ત્યારે, તે પીડા એટલી ખરાબ હશે કે લોકો મરણ પામવાના માર્ગો શોધશે, પણ તેઓને કોઈ માર્ગ મળશે નહીં. તેઓ મરણ માટે ઝંખશે, પણ તેઓ મરણ પામી શકશે નહીં. BSB BSB: In those days men will seek death and will not find it; they will long to die, but death will escape them.
7 UDB તીડો તો યુદ્ધને માટે તૈયાર થયેલા ઘોડાઓના જેવા દેખાતાં હતાં. તેઓના માથા પર મુગટો હતા તે સોનાના હોય તેવા દેખાતા હતા. તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા. BSB BSB: And the locusts looked like horses prepared for battle, with something like crowns of gold on their heads; and their faces were like the faces of men.
8 UDB સ્ત્રીઓના લાંબા વાળ જેવા તેઓના લાંબા વાળ હતા. સિંહના દાંત જેવા મજબૂત તેઓના દાંત હતા. BSB BSB: They had hair like that of women, and teeth like those of lions.
9 UDB તેઓએ લોખંડના બનાવેલાં બખતર પહેરેલાં હતાં. જ્યારે તેઓ ઊડતાં હતાં ત્યારે, તેઓની પાંખો યુધ્ધમાં દોડતા ઘણા ઘોડાવાળા રથોના અવાજ જેવો અવાજ કરતી હતી. BSB BSB: They also had breastplates like breastplates of iron, and the sound of their wings was like the roar of many horses and chariots rushing into battle.
10 UDB તેમની પૂંછડીઓ વીંછીની પૂંછડીઓ જેવી હતી. તે પૂંછડીઓ વડે તેઓ લોકોને ડંખ મારી શકતા હતા. પાંચ મહિના સુધી લોકોને પીડા પહોંચાડવાની તેઓની શક્તિ આ પૂંછડીઓમાં હતી. BSB BSB: They had tails with stingers like scorpions, which had the power to injure people for five months.
11 UDB જે રાજા તેઓના ઉપર રાજ કરતો હતો તે જેનો કોઈ અંત ન હતો તે ખાઈનો સ્વર્ગદૂત હતો. હિબ્રૂ ભાષામાં તેનું નામ આબાદ્દોન છે. ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન છે. આ બંને નામનો અર્થ "નાશ કરનાર" એવો છે. BSB BSB: They were ruled by a king, the angel of the Abyss. His name in Hebrew is Abaddon, and in Greek it is Apollyon.
12 UDB અહીં પહેલી ભયંકર ઘટના પૂરી થઈ છે. પણ સાવધ રહો કે બીજી બે ભયંકર ઘટનાઓ હજુ બનવાની છે. BSB BSB: The first woe has passed. Behold, two woes are still to follow.
13 UDB પછી છઠ્ઠા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, અને મેં ઈશ્વરની સંમુખ રહેલી સોનાની વેદીના ચાર ખૂણાઓમાંથી આવતી વાણી સાંભળી. BSB BSB: Then the sixth angel sounded his trumpet, and I heard a voice from the four horns of the golden altar before God
14 UDB તે વાણી જેની પાસે રણશિંગડું હતું તે છઠ્ઠા સ્વર્ગદૂતને કહેતી હતી કે, "મોટી નદી યુફ્રેતિસ પર મેં જે ચાર દૂતોને બાંધ્યા છે તેઓને મુક્ત કર." BSB BSB: saying to the sixth angel with the trumpet, “Release the four angels who are bound at the great river Euphrates.”
15 UDB પછી તે ચાર દૂતો કે જેઓએ તે દિવસના ચોક્કસ કલાક, મહિના અને વર્ષની રાહ જોઈ હતી, તેઓ મુક્ત થયા. તેઓને મુક્ત કરવામાં આવ્યા કે જેથી તેઓ તેમના સૈનિકોને ત્રીજા ભાગના લોકોને મારી નાખવા માટે સમર્થ કરે. BSB BSB: So the four angels who had been prepared for this hour and day and month and year were released to kill a third of mankind.
16 UDB જે સૈનિકો ઘોડાઓ પર સવાર હતા તેઓની સંખ્યા વીસ કરોડ હતી. તેઓ કેટલા હતા તે કોઈક કહેતું હતું તે મેં સાંભળ્યું. BSB BSB: And the number of mounted troops was two hundred million; I heard their number.
17 UDB દર્શનમાં ઘોડાઓ અને તેઓ ઉપર સવાર થયેલા સૈનિકો કેવા દેખાતા હતા તે મેં જોયું. સૈનિકોએ અગ્નિના જેવાં લાલ, ધુમાડા જેવા આછાં ભૂરાં, અને ગંધક જેવાં પીળાં બખતર પહેરેલાં હતાં. ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવાં હતાં. તેઓના મુખમાંથી અગ્નિ, ધુમાડો, અને બળેલા ગંધકનો ધુમાડો નીકળતો હતો. BSB BSB: Now the horses and riders in my vision looked like this: The riders had breastplates the colors of fire, sapphire, and sulfur. The heads of the horses were like the heads of lions, and out of their mouths proceeded fire, smoke, and sulfur.
18 UDB ઘોડાઓના મુખમાંથી નીકળતા અગ્નિ, ધુમાડો, અને સળગતો ગંધક તે ત્રણ બાબતોએ ત્રીજા ભાગના લોકોને મારી નાખ્યા. BSB BSB: A third of mankind was killed by the three plagues of fire, smoke, and sulfur that proceeded from their mouths.
19 UDB ઘોડાઓની શક્તિ તેઓના મુખમાં અને તેઓની પૂંછડીઓમાં હતી. તેઓની પૂંછડીઓને સર્પના જેવાં માથાં હતાં જેના વડે તેઓ લોકોને નુકસાન પહોંચાડતા હતા. BSB BSB: For the power of the horses was in their mouths and in their tails; indeed, their tails were like snakes, having heads with which to inflict harm.
20 UDB પણ બાકીના લોકો, જેઓને આ અગ્નિ, ધુમાડો અને સળગતા ગંધકની આફતોથી મારી નાખવામાં આવ્યા નહીં, તેઓ જે દુષ્ટ બાબતો તેઓ કરતા હતા તેનાથી પાછા ફર્યા નહીં. તેઓએ દુષ્ટાત્માઓની, તેમ જ પોતાને માટે જાતે બનાવેલી સોનાની, ચાંદીની, પિત્તળની, પથ્થરની અને લાકડાની મૂર્તિઓની પૂજા કરવાનું બંધ કર્યું નહીં. તેઓ તો મૂર્તિઓ જ હતી કે જેઓ જોઈ, સાંભળી કે ચાલી શકતી ન હતી તોપણ લોકોએ તેઓની પૂજા કરવાનું બંધ કર્યું નહીં. BSB BSB: Now the rest of mankind who were not killed by these plagues still did not repent of the works of their hands. They did not stop worshiping demons and idols of gold, silver, bronze, stone, and wood, which cannot see or hear or walk.
21 UDB તેઓએ લોકોને મારી નાખવાનું કે જાદુક્રિયા કરવાનું કે જાતીય અનૈતિકતા આચરવાનું કે ચોરી કરવાનું બંધ કર્યું નહીં. BSB BSB: Furthermore, they did not repent of their murder, sorcery, sexual immorality, and theft.
Select verses for actions: Enter goes to them and Escape comes back.