2 UDB હું વિનંતી કરું છું કે તમે તેનો સ્વીકાર કરો, કારણ કે તમે બધા પ્રભુમાં જોડાયેલા છો. તમારે તેમ કરવું જોઈએ કારણ કે ઈશ્વરના લોકોએ પોતાના સાથી વિશ્વાસીઓનો આવકાર કરવો જોઈએ. હું એ પણ વિનંતી કરું છું કે જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તેને સહાય કરજો; કારણ કે તે પોતે મને તથા ઘણાને પણ સહાય કરનાર થઈ છે. BSB BSB: Welcome her in the Lord in a manner worthy of the saints, and assist her with anything she may need from you. For she has been a great help to many people, including me.
3 UDB પ્રિસ્કા અને તેના પતિ આકુલાને કહેજો કે હું સલામ પાઠવું છું. ખ્રિસ્ત ઈસુને માટે તેઓએ મારી સાથે કામ કર્યું છે, BSB BSB: Greet Prisca and Aquila, my fellow workers in Christ Jesus,
4 UDB અને મારી ખાતર તેઓ મરવા પણ તૈયાર હતાં. મારું જીવન બચાવવા માટે હું તથા બિનયહૂદી સભાજનો તેઓને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. BSB BSB: who have risked their lives for me. Not only I but all the churches of the Gentiles are grateful to them.
5 UDB તેમના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેમને પણ કહેજો કે હું મારી સલામ પાઠવું છું. મારા વહાલા મિત્ર અપાઈનેતસને પણ એમ જ કહેજો. આસિયા પ્રાંતમાં ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર તે પ્રથમ માણસ છે. BSB BSB: Greet also the church that meets at their house. Greet my beloved Epenetus, who was the first convert to Christ in the province of Asia.
6 UDB મરિયમ, જેણે તમારી મદદ કરવા ખ્રિસ્તને માટે સખત કામ કર્યું છે તેને કહેજો કે હું મારી સલામ પાઠવું છું. BSB BSB: Greet Mary, who has worked very hard for you.
7 UDB જેઓ મારી સાથે કેદખાનામાં હતા એવા મારા સાથી યહૂદી, આન્દ્રોનિકસ અને તેની પત્ની જુનિઆસને પણ એમ જ કહેજો. તેઓ પ્રેરિતોમાં જાણીતા છે અને મારી અગાઉ તેઓ ખ્રિસ્તી બન્યા હતા. BSB BSB: Greet Andronicus and Junia, my fellow countrymen and fellow prisoners. They are outstanding among the apostles, and they were in Christ before I was.
8 UDB આમ્પ્લિઆતસ, જે વહાલો મિત્ર છે અને પ્રભુમાં જોડાયેલો છે તેને પણ હું મારી સલામ પાઠવું છું. BSB BSB: Greet Ampliatus, my beloved in the Lord.
9 UDB હું ઉર્બાનસને તથા મારા વહાલા સ્તાખુસને પણ મારી સલામ પાઠવું છું કે જેઓ ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરે છે. BSB BSB: Greet Urbanus, our fellow worker in Christ, and my beloved Stachys.
10 UDB વળી, આપેલેસ કે જેને ખ્રિસ્તે કસોટીઓને સફળતાથી સહન કરવા બદલ માન્ય કર્યો છે તેને પણ હું સલામ પાઠવું છું. આરીસ્તોબુલસના ઘરમાં જે વિશ્વાસીઓ છે તેઓને પણ મારી સલામ કહેજો. BSB BSB: Greet Apelles, who is approved in Christ. Greet those who belong to the household of Aristobulus.
11 UDB હેરોદિયા કે જે મારો સાથી યહૂદી છે તેને કહેજો કે હું મારી સલામ તેને પાઠવું છું. અને નાર્કીસસના ઘરમાં પ્રભુના જે લોકો છે તેઓને પણ કહેજો કે હું મારી સલામ પાઠવું છું BSB BSB: Greet Herodion, my fellow countryman. Greet those from the household of Narcissus who are in the Lord.
12 UDB પ્રભને માટે પરિશ્રમ કરનારી ત્રુફેના અને ત્રુફોસાને એમ જ કહેજો કે હું મારી સલામ પાઠવું છું, પેર્સીસને પણ મારી સલામ પાઠવું છું. આપણે બધા તેને ચાહીએ છીએ અને તેણે પ્રભુમાં પુષ્કળ મહેનત કરી છે. BSB BSB: Greet Tryphena and Tryphosa, women who have worked hard in the Lord. Greet my beloved Persis, who has worked very hard in the Lord.
13 UDB આગળ પડતા ખ્રિસ્તી રૂફસને અને તેની માતા, જેણે મને દીકરા સમાન ગણ્યો છે તેમને હું સલામ પાઠવું છું તે કહેજો. BSB BSB: Greet Rufus, chosen in the Lord, and his mother, who has been a mother to me as well.
14 UDB આસુન્ક્રિતસ, ફ્લેગોન, હેર્મેસ, પાત્રોબાસ, હર્માસ તથા સાથી વિશ્વાસીઓ અને જેઓ તેમની સાથે છે તેઓને કહેજો કે હું મારી સલામ પાઠવું છું. BSB BSB: Greet Asyncritus, Phlegon, Hermes, Patrobas, Hermas, and the brothers with them.
15 UDB ફિલોલોગસ, તેની પત્ની જુલિયા, નેરીઅસ તથા તેની બહેન, અને ઓલિમ્પાસ અને ઈશ્વરના જે લોકો તેમની સાથે છે તેઓને હું મારી સલામ પાઠવું છું. BSB BSB: Greet Philologus and Julia, Nereus and his sister, and Olympas and all the saints with them.
16 UDB જ્યારે તમે એકઠા મળો ત્યારે એકબીજાને પ્રેમાળ રીતે અને શુદ્ધ હૃદયથી સલામ પાઠવો. ખ્રિસ્ત સાથે જોડાયેલા સર્વ વિશ્વાસી સમુદાયો તમને સલામ કહે છે. BSB BSB: Greet one another with a holy kiss. All the churches of Christ send you greetings.
17 UDB મારા સાથી વિશ્વાસીઓ, હું તમને જણાવું છું કે, તમારામાં જેઓ ભાગલા પાડે છે, અને જેઓ લોકોને ઈશ્વરને માન આપવાથી દૂર રાખે છે તેઓથી સાવધ રહો. આવા લોકોથી દૂર રહો! BSB BSB: Now I urge you, brothers, to watch out for those who create divisions and obstacles that are contrary to the teaching you have learned. Turn away from them.
18 UDB તેઓ આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરી રહ્યા નથી! પરંતુ તેઓ કેવળ પોતાની ઇચ્છાઓને સંતોષવા માગે છે. તેઓ મીઠી મીઠી વાતોથી અને ખુશામતથી લોકોને છેતરે છે, જેથી લોકો સમજી શકતા નથી કે, મુસીબત ઉભી કરનારા આવા લોકો જૂઠ્ઠી વાતો શીખવે છે. BSB BSB: For such people are not serving our Lord Christ, but their own appetites. By smooth talk and flattery they deceive the hearts of the naive.
19 UDB વિશ્વાસીઓ સર્વ સ્થળે જાણે છે કે, ખ્રિસ્તે શુભ સંદેશમાં જે કહ્યું છે તેને તમે આધીન થયા છો. તેથી તમારા સંબંધી મને આનંદ થાય છે, પરંતુ હું એ પણ ઈચ્છું છું કે તમે ચપળ થાઓ કે જેથી જે સારું છે તે તમે પારખી શકો અને જે ખરાબ છે તેથી દૂર રહી શકો. BSB BSB: Everyone has heard about your obedience, so I rejoice over you. But I want you to be wise about what is good and innocent about what is evil.
20 UDB જો તમે આ સર્વ બાબતો કરો તો ઈશ્વર કે જેઓ પોતાની શાંતિ આપણને આપે છે તેઓ, તમને પ્રાપ્ત અધિકારને કારણે જલ્દી શેતાનના કાર્યને કચડી નાખશે! મારી પ્રાર્થના છે કે આપણા પ્રભુ ઈસુ તમારા પ્રત્યે દયાળુ રીતે વર્તવાનું ચાલુ રાખો. BSB BSB: The God of peace will soon crush Satan under your feet. The grace of our Lord Jesus Christ be with you.
21 UDB તિમોથી, જે મારી સાથે કામ કરે છે, તે અને લુકિયસ, યાસોન અને સોસીપાતર, જેઓ મારા સાથી યહૂદીઓ છે તેઓ ઇચ્છે છે કે તમે જાણો કે તેઓ તમને સલામ પાઠવે છે. BSB BSB: Timothy, my fellow worker, sends you greetings, as do Lucius, Jason, and Sosipater, my fellow countrymen.
22 UDB હું તેર્તિયુસ, પ્રભુનો માણસ, પણ ઇચ્છું છું કે તમે જાણો હું મારી સલામ તમને પાઠવું છું. પાઉલે જેમ મને લખવા કહ્યું છે તેમ હું આ પત્ર લખી રહ્યો છું. BSB BSB: I, Tertius, who wrote down this letter, greet you in the Lord.
25 UDB હવે ઈશ્વર કે જેઓ તમને મારા ઈસુ ખ્રિસ્ત વિષેના શુભ સંદેશને પ્રગટ કરવા દ્વારા આત્મિક રીતે મજબૂત કરવા સમર્થ છે, BSB BSB: Now to Him who is able to strengthen you by my gospel and by the proclamation of Jesus Christ, according to the revelation of the mystery concealed for ages past
26 UDB એ સંદેશ કે જેને ઈશ્વરે આપણા સમય અગાઉ કોઈ પણ યુગમાં પ્રગટ કર્યો ન હતો, પરંતુ હાલ, શાસ્ત્ર અનુસાર જે થવાનું છે તે દ્વારા ઈશ્વરે સ્પષ્ટ જાહેર કર્યો છે, કે જેથી જગતમાંની સર્વ લોકજાતિઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને તેમને આધીન થાય BSB BSB: but now revealed and made known through the writings of the prophets by the command of the eternal God, in order to lead all nations to the obedience that comes from faith—
27 UDB તે ઈશ્વર, કે માત્ર જેઓ એકલા જ બુદ્ધિમાન છે, તેઓ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તે કારણે સર્વકાળ સ્તુત્ય હો. એ પ્રમાણે થાઓ! BSB BSB: to the only wise God be glory forever through Jesus Christ! Amen.
Select verses for actions: Enter goes to them and Escape comes back.