1 UDB હું પાઉલ, આ પત્ર તને તિતસને લખું છું. હું ઈશ્વરનો સેવક અને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છું. હું ઈશ્વરના લોકોને તેમના પર વધારે ભરોસો રાખવામાં મદદ કરું છું. ઈશ્વરે આપણને તેમના લોકો બનવાને માટે પસંદ કર્યા છે અને ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કેવી રીતે જીવવું તે જાણવા તેમને મદદ કરું છું. BSB BSB: Paul, a servant of God and an apostle of Jesus Christ for the faith of God’s elect and their knowledge of the truth that leads to godliness,
2 UDB તેમના લોકો આ પ્રમાણે કેવી રીતે જીવવું તે શીખી શકે છે, કારણ કે તેમને ખાતરી છે કે ઈશ્વર તેમને આ રીતે જીવવા માટે હંમેશાં મદદ કરશે. ઈશ્વર જૂઠું બોલતા નથી. દુનિયા ઉત્પન્ન થઇ તે અગાઉ, તેમણે આપણે સર્વકાળ જીવીએ તેવું કરવા ખાતરી આપી છે. BSB BSB: in the hope of eternal life, which God, who cannot lie, promised before time began.
3 UDB પછી, યોગ્ય સમયે, આ સંદેશ જેના ઉપદેશ માટે તેમણે મારા પર વિશ્વાસ કર્યો તે સંદેશ દ્વારા તેમણે તેમની યોજના જણાવી. ઈશ્વર, જેમણે આપણને બચાવ્યા છે તેમના આદેશનું પાલન કરવા હું આ કરું છું. BSB BSB: In His own time He has made His word evident in the proclamation entrusted to me by the command of God our Savior.
4 UDB તિતસ, હું તને લખું છું, તું મારા ખરા દીકરા જેવો છે કારણ કે આપણે બંને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ. ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા તારનાર તારા પ્રત્યે ભલાઈ દર્શાવવાનું ચાલુ રાખે અને તને શાંતિ આપે. BSB BSB: To Titus, my true child in our common faith: Grace and peace from God the Father and Christ Jesus our Savior.
5 UDB આ કારણથી મેં તને ક્રીત ટાપુ પર રાખ્યો: કે જે કાર્ય અધૂરું છે તે તું પૂરું કરે અને જેમ મેં તને કહ્યું છે તેમ તું દરેક શહેરમાં વિશ્વાસીઓના સમૂહ પર વડીલો ઠરાવે. BSB BSB: The reason I left you in Crete was that you would set in order what was unfinished and appoint elders in every town, as I directed you.
6 UDB હવે દરેક વડીલ એવો હોય કે જેની કોઈ ટીકા ના કરી શકે. તેને એક જ પત્ની હોવી જોઈએ, તેના બાળકો ઈશ્વરમાં વિશ્વાસ કરનારા હોવા જોઈએ, અને લોકો તેનાં બાળકોને ખરાબ કે અનાજ્ઞાકિત ન ગણતા હોવા જોઈએ. BSB BSB: An elder must be blameless, the husband of but one wife, having children who are believers and who are not open to accusation of indiscretion or insubordination.
7 UDB દરેક વ્યક્તિ જે ઈશ્વરના લોકોને દોરે છે તે ઈશ્વરના ઘરને સંભાળનાર જેવી છે. તેથી આ માણસની સારી પ્રતિષ્ઠા હોવી તે જરૂરી છે. તે અભિમાની ન હોવો જોઈએ અને તે જલદી ગુસ્સે થનાર ન હોવો જોઈએ. તે દારૂ પીનાર ન હોવો જોઈએ, ઝગડો કરનાર કે દલીલ કરનાર ન હોવો જોઈએ, અને લોભી માણસ ન હોવો જોઈએ. BSB BSB: As God’s steward, an overseer must be above reproach—not self-willed, not quick-tempered, not given to drunkenness, not violent, not greedy for money.
8 UDB તેના બદલે, તેણે અજાણી વ્યક્તિઓનો આવકાર કરવો જોઈએ અને જે બાબતો સારી હોય તેને પ્રેમ કરવો જોઈએ. તેણે સંવેદનશીલતાથી વર્તવું જોઈએ અને બીજા લોકો સાથે યોગ્ય અને પ્રમાણિક રીતે વર્તવું જોઈએ. તેણે હંમેશાં ઈશ્વરને સમર્પિત વ્યક્તિને યોગ્ય હોય તેમ વર્તવું જોઈએ અને તેણે તેની લાગણીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. BSB BSB: Instead, he must be hospitable, a lover of good, self-controlled, upright, holy, and disciplined.
9 UDB અમે જે સત્ય બાબતો તેને શીખવી છે તેના પર તે વિશ્વાસ રાખનાર અને તે પ્રમાણે જીવનાર હોવો જોઈએ. તેણે આ પ્રમાણે કરવું જોઈએ જેથી લોકો પણ તે પ્રમાણે કરવાની ઇચ્છા રાખે, અને જે લોકો તે પ્રમાણે જીવવા ઇચ્છા રાખતા નથી તેઓને સુધારે. BSB BSB: He must hold firmly to the faithful word as it was taught, so that he can encourage others by sound teaching and refute those who contradict it.
10 UDB હું તને આ બાબતો કહું છું કેમકે એવા ઘણા લોકો છે કે જેઓ તેમના પર અધિકાર ધરાવે છે તેઓને આધીન થવા ઇનકાર કરે છે. તેઓ જે કહે છે તેનું કોઈ મૂલ્ય નથી. તેઓ લોકોને મૂર્ખ બનાવે છે અને ખોટી બાબતો પર વિશ્વાસ કરવા પ્રેરે છે. ખાસ કરીને એવા લોકો જેઓ ખ્રિસ્તના અનુયાયીઓને સુન્નતીઓ થવા જણાવે છે. BSB BSB: For many are rebellious and full of empty talk and deception, especially those of the circumcision,
11 UDB તારે અને જેમને તું આગેવાનો ઠરાવે છે તેઓએ વિશ્વાસીઓને આવું શીખવનાર લોકોથી દૂર રાખવા જોઈએ. તેઓ આખા કુટુંબોને ખોટી બાબતો પર વિશ્વાસ કરવાનું શીખવે છે, તેઓએ જે ના શીખવવું જોઈએ તે તેઓ શીખવે છે કે જેથી લોકો તેમને નાણાં આપે. આ ખૂબ શરમજનક છે! BSB BSB: who must be silenced. For the sake of dishonorable gain, they undermine entire households and teach things they should not.
13 UDB તે માણસે જે કહ્યું તે સાચું છે, માટે તું તેઓને ભારપૂર્વક સુધાર કે જેથી તેઓ વિશ્વાસ કરે અને તેઓને ઈશ્વર વિષે સાચું શીખવ. BSB BSB: This testimony is true. Therefore rebuke them sternly, so that they will be sound in the faith
14 UDB તેઓએ યહૂદીઓએ ઉપજાવેલી વાર્તાઓ અને આજ્ઞાઓ જે ઈશ્વર પાસેથી નહીં પણ જે સાચું છે તે પાળવાનું બંધ કરનાર લોકો પાસેથી આવેલી છે, તેના પ્રમાણે જીવન જીવતા અટકવું જોઈએ. BSB BSB: and will pay no attention to Jewish myths or to the commands of men who have rejected the truth.
15 UDB જો કોઈ લોકોમાં પાપી વિચારો કે ઇચ્છાઓ ન હોય, તો તે લોકો માટે સઘળું સારું છે. પણ જો કોઈ દુષ્ટ છે અને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતો નથી, તો તેઓ જે સર્વ કરે છે તે અશુદ્ધ છે. તેવા લોકોની વિચારણા વિનાશ પામેલી છે. જ્યારે તેઓ દુષ્ટ કાર્યો કરે છે ત્યારે તેઓ પોતાને દોષિત માનતાં નથી. BSB BSB: To the pure, all things are pure; but to the defiled and unbelieving, nothing is pure. Indeed, both their minds and their consciences are defiled.
16 UDB જો કે તેઓ ઈશ્વરને જાણવાનો દાવો કરે, તોપણ તેવો જે કરે છે તે બતાવે છે કે તેઓ ઈશ્વરને જાણતા નથી. તેઓ ધિક્કારપાત્ર છે. તેઓ પ્રભુની આજ્ઞા ન માનનારા અને પ્રભુને માટે કંઈ સારું કરતા નથી. BSB BSB: They profess to know God, but by their actions they deny Him. They are detestable, disobedient, and unfit for any good deed.
Select verses for actions: Enter goes to them and Escape comes back.