1 ULB પછી તૂરના રાજા હીરામે, દાઉદને માટે મહેલ બાંધવા સારુ તેની પાસે સંદેશાવાહકો સાથે દેવદાર વૃક્ષ, કડિયા તથા સુતારો મોકલ્યા. BSB BSB: Now Hiram king of Tyre sent envoys to David, along with cedar logs, stonemasons, and carpenters, to build a palace for him.
2 ULB દાઉદ જાણતો હતો કે યહોવાહે, તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપ્યો છે અને તેના ઇઝરાયલી લોકો માટે તેના રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે. BSB BSB: And David realized that the LORD had established him as king over Israel and had highly exalted his kingdom for the sake of His people Israel.
3 ULB યરુશાલેમમાં, દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણાં દીકરા-દીકરીઓનો પિતા થયો. BSB BSB: And David took more wives in Jerusalem and became the father of more sons and daughters.
4 ULB યરુશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન, BSB BSB: These are the names of the children born to him in Jerusalem: Shammua, Shobab, Nathan, Solomon,
5 ULB ઈબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ, BSB BSB: Ibhar, Elishua, Elpelet,
6 ULB નોગા, નેફેગ, યાફીઆ, BSB BSB: Nogah, Nepheg, Japhia,
7 ULB અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ. BSB BSB: Elishama, Beeliada, and Eliphelet.
8 ULB હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો. BSB BSB: When the Philistines heard that David had been anointed king over all Israel, they all went in search of him; but David learned of this and went out to face them.
9 ULB હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી. BSB BSB: Now the Philistines had come and raided the Valley of Rephaim.
10 ULB પછી દાઉદે યહોવાહની સલાહ લીધી. તેણે પૂછ્યું, "શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો?" યહોવાહે તેને કહ્યું, "આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ." BSB BSB: So David inquired of God, “Should I go up against the Philistines? Will You deliver them into my hand?” “Go,” replied the LORD, “for I will deliver them into your hand.”
11 ULB તેથી દાઉદ અને તેના માણસો, બાલ-પરાસીમ આગળ આવ્યા અને ત્યાં દાઉદે તેમને હરાવ્યા. દાઉદે કહ્યું; "જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ ઈશ્વરે મારા દુશ્મનોનો સંહાર કર્યો છે." તેથી તે જગ્યાનું નામ બાલ-પરાસીમ રાખવામાં આવ્યું. BSB BSB: So David and his men went up to Baal-perazim, where he defeated the Philistines and said, “Like a bursting flood, God has burst out against my enemies by my hand.” So they called that place Baal-perazim.
12 ULB પલિસ્તીઓ પોતાના દેવોને ત્યાં જ પડતા મૂકીને નાસી ગયા હતા, દાઉદની આજ્ઞાથી તેઓને બાળી નાખવામા આવ્યા. BSB BSB: There the Philistines abandoned their gods, and David ordered that they be burned in the fire.
13 ULB પછી પલિસ્તીઓએ ફરીથી બીજી વાર ખીણમાં લૂંટ ચલાવી. BSB BSB: Once again the Philistines raided the valley.
14 ULB તેથી દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ માગી. ઈશ્વરે તેને કહ્યું, "તું તેઓના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, પણ ફરીને તેમની પાછળ જઈ શેતૂરના વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કરજે. BSB BSB: So David again inquired of God, who answered him, “Do not march up after them, but circle around them and attack them in front of the balsam trees.
15 ULB જ્યારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ થતી હોવાનો અવાજ તને સંભળાય, ત્યારે તું બહાર નીકળીને હુમલો કરજે. કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે." BSB BSB: As soon as you hear the sound of marching in the tops of the balsam trees, move out to battle, because this will mean that God has gone out before you to strike the camp of the Philistines.”
16 ULB ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો. BSB BSB: So David did as God had commanded him, and they struck down the army of the Philistines all the way from Gibeon to Gezer.
17 ULB પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં પ્રસરી ગઈ અને યહોવાહે, સર્વ પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી. BSB BSB: And David’s fame went out into every land, and the LORD caused all nations to fear him.
Select verses for actions: Enter goes to them and Escape comes back.