1 ULB આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો. તેના પછી તેનો દીકરો ગાદીનશીન થયો. BSB BSB: Some time later, Nahash king of the Ammonites died and was succeeded by his son.
2 ULB દાઉદે કહ્યું, "હું નાહાશના દીકરા હાનૂન પર દયા રાખીશ, કેમ કે તેના પિતાએ પણ મારા પ્રત્યે ભલાઈ રાખેલી હતી." તેથી દાઉદે તેના પિતાના મરણ સંબંધી તેને દિલાસો આપવા સારુ સંદેશાવાહકોને આમ્મોનીઓના દેશમાં મોકલ્યા. BSB BSB: And David said, “I will show kindness to Hanun son of Nahash, because his father showed kindness to me.” So David sent messengers to console Hanun concerning his father. But when David’s servants arrived in the land of the Ammonites to console him,
3 ULB ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, "તું શું એમ માને છે કે, તારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે." BSB BSB: the princes of the Ammonites said to Hanun, “Just because David has sent you comforters, do you really believe he is showing respect for your father? Have not his servants come to you to explore the land, spy it out, and overthrow it?”
4 ULB તેથી હાનૂને દાઉદ રાજાના સંદેશાવાહકોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી, તેઓનાં વસ્ત્રો કમરથી મધ્યભાગ સુધી કાપી નાખ્યાં પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા. BSB BSB: So Hanun took David’s servants, shaved their beards, cut off their garments at the hips, and sent them away.
5 ULB જ્યારે દાઉદને આ બાબતની ખબર મળી કે તેના માણસોના બૂરા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેઓને મળવા માણસો મોકલ્યા, કારણ કે, તેઓ છોભીલા પડી ગયા હતા. દાઉદ રાજાએ તેઓને કહેવડાવ્યું કે, "તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં પાછા આવજો. BSB BSB: When someone came and told David about his men, he sent messengers to meet them, since the men had been thoroughly humiliated. The king told them, “Stay in Jericho until your beards have grown back, and then return.”
6 ULB જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા છે, ત્યારે હાનૂને અને આમ્મોનીઓએ અરામ-નાહરાઈમમાંથી, માકામાંથી અને સોબાહમાંથી રથો તેમ જ ઘોડેસવારો ભાડેથી મેળવવા માટે ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી. BSB BSB: When the Ammonites realized that they had become a stench to David, Hanun and the Ammonites sent a thousand talents of silver to hire for themselves chariots and horsemen from Aram-naharaim, Aram-maacah, and Zobah.
7 ULB તેણે બત્રીસ હજાર રથો ભાડે રાખ્યા અને માકાના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. તેઓનાં સર્વ સૈન્યોએ મેદબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાનાં નગરોમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં યુદ્ધ કરવાને તેઓની સાથે જોડાયાં. BSB BSB: So they hired for themselves thirty-two thousand chariots, as well as the king of Maacah with his troops, who came and camped near Medeba while the Ammonites were mustered from their cities and marched out for battle.
8 ULB દાઉદને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે યોઆબને તેના સર્વ સૈન્ય સાથે તેઓનો સામનો કરવા મોકલ્યા. BSB BSB: On hearing this, David sent Joab and the entire army of mighty men.
9 ULB આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લાં મેદાનમાં ચાલ્યા ગયા. BSB BSB: The Ammonites marched out and arrayed themselves for battle at the entrance to the city, while the kings who had come stayed by themselves in the open country.
10 ULB જ્યારે યોઆબે જોયું કે, પોતાની સામે આગળ પાછળ બંન્ને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇઝરાયલના પસંદ કરેલા લડવૈયાઓને અરામીઓની સામે ગોઠવી દીધાં. BSB BSB: When Joab saw the battle lines before him and behind him, he selected some of the best men of Israel and arrayed them against the Arameans.
11 ULB બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ મૂક્યું. અને તેઓએ આમ્મોનીઓની સામે યુદ્ધ કરવાની વ્યૂહરચના કરી. BSB BSB: And he placed the rest of the troops under the command of his brother Abishai, who arrayed them against the Ammonites.
12 ULB યોઆબે તેના ભાઈને કહ્યું, "જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ. BSB BSB: “If the Arameans are too strong for me,” said Joab, “then you will come to my rescue. And if the Ammonites are too strong for you, then I will come to your rescue.
13 ULB હિંમતવાન થા અને બળવાન થા, આપણે ઈશ્વરનાં નગરોને માટે બહાદુરી બતાવીએ, કેમ કે યહોવાહ, પોતાના ઇરાદાની પૂર્ણતા માટે સારું કરશે." BSB BSB: Be strong and let us fight bravely for our people and for the cities of our God. May the LORD do what is good in His sight.”
14 ULB જ્યારે યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા નજીક આવ્યા ત્યારે અરામીઓ તેઓની સામેથી પલાયન થઈ ગયા. BSB BSB: So Joab and his troops advanced to fight the Arameans, who fled before him.
15 ULB અને આમ્મોનીઓએ જોયું કે અરામીઓ નાસી ગયા છે ત્યારે તેઓ પણ યોઆબના ભાઈ અબિશાયથી નાસીને નગરમાં પાછા ફર્યા. પછી યોઆબ પણ આમ્મોની લોકો પાસેથી પાછો યરુશાલેમ આવી પહોંચ્યો. BSB BSB: When the Ammonites saw that the Arameans had fled, they too fled before Joab’s brother Abishai, and they entered the city. So Joab went back to Jerusalem.
16 ULB અરામીઓ સમજી ગયા કે પોતે ઇઝરાયલીઓથી પરાજિત થયા છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદાદેઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા. BSB BSB: When the Arameans saw that they had been defeated by Israel, they sent messengers to bring more Arameans from beyond the Euphrates, with Shophach the commander of Hadadezer’s army leading them.
17 ULB આ સમાચાર મળતાં જ દાઉદે ઇઝરાયલનું આખું સૈન્ય ભેગું કર્યું અને યર્દન નદીને પાર કરી તેઓની સામે યુદ્ધની વ્યુહરચના કરી. ઇઝરાયલીઓએ અરામીઓને યુદ્ધમાં હરાવી દીધા. BSB BSB: When this was reported to David, he gathered all Israel, crossed the Jordan, advanced toward the Arameans, and arrayed for battle against them. When David lined up to engage them in battle, they fought against him.
18 ULB અરામીઓ ફરીથી ઇઝરાયલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના સાત હજાર ઘોડેસવારોને અને ચાલીસ હજાર બીજા લડવૈયાઓનો સંહાર કર્યો. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો. BSB BSB: But the Arameans fled before Israel, and David killed seven thousand of their charioteers and forty thousand foot soldiers. He also killed Shophach the commander of their army.
19 ULB જ્યારે હદાદેઝેરના સેવકોએ જોયું કે તેઓ ઇઝરાયલીઓની સામે હારી ગયા છે, ત્યારે તેઓએ દાઉદ સાથે સુલેહ કરી અને તેની સેવા કરી. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરતાં બીવા લાગ્યા. તેથી અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી ન હતા. BSB BSB: When Hadadezer’s subjects saw that they had been defeated by Israel, they made peace with David and became subject to him. So the Arameans were unwilling to help the Ammonites anymore.
Select verses for actions: Enter goes to them and Escape comes back.