1 ULB જયારે શેબાની રાણીએ યહોવાહના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા પ્રશ્નો વડે તેની કસોટી કરવા આવી. BSB BSB: Now when the queen of Sheba heard about the fame of Solomon concerning the name of the LORD, she came to test him with difficult questions.
2 ULB તે ઘણા અમલદારો અને ઊંટો લઈને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી. BSB BSB: She arrived in Jerusalem with a very large caravan—with camels bearing spices, gold in great abundance, and precious stones. And she came to Solomon and spoke to him all that was on her mind.
3 ULB સુલેમાને તેના તમામ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેણે પૂછેલા તમામ પ્રશ્નોના જવાબો આપવાની જાણકારી સુલેમાન ધરાવતો હતો. BSB BSB: And Solomon answered all her questions; nothing was too difficult for the king to explain.
4 ULB જયારે શેબાની રાણીએ સુલેમાનનું સર્વ જ્ઞાન, તેનો બાંધેલો મહેલ, BSB BSB: When the queen of Sheba saw all the wisdom of Solomon, the palace he had built,
5 ULB તેની મેજ પરનું ભોજન, તેના સેવકોનું બેસવું, તેના સેવકોનું કામ, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાહના ભક્તિસ્થાનમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો તે જોયાં, ત્યારે આભી બની ગઈ. BSB BSB: the food at his table, the seating of his servants, the service and attire of his attendants, his cupbearers, and the burnt offerings he presented at the house of the LORD, it took her breath away.
6 ULB તેણે રાજાને કહ્યું, "તમારાં કૃત્યો વિષે તથા તમારા જ્ઞાન વિષે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે સાચી છે. BSB BSB: She said to the king, “The report I heard in my own country about your words and wisdom is true.
7 ULB મેં આવીને મારી પોતાની નજરે તે જોયું, ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. મને તો અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે. BSB BSB: But I did not believe these things until I came and saw with my own eyes. Indeed, not even half was told to me. Your wisdom and prosperity have far exceeded the report I heard.
8 ULB તમારા લોકો ઘણા આશીર્વાદિત છે અને તમારા સેવકો પણ ખૂબ આશીર્વાદિત છે, તેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા ડહાપણનો લાભ લે છે! BSB BSB: How blessed are your men! How blessed are these servants of yours who stand continually before you and hear your wisdom!
9 ULB તમારા ઈશ્વર યહોવાહની સ્તુતિ થાઓ, તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા છે. કેમ કે યહોવાહે ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઇનસાફ કરવા માટે રાજા બનાવ્યા છે!" BSB BSB: Blessed be the LORD your God, who has delighted in you to set you on the throne of Israel. Because of the LORD’s eternal love for Israel, He has made you king to carry out justice and righteousness.”
10 ULB શેબાની રાણીએ સુલેમાન રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન પાષાણો આપ્યાં. શેબાની રાણીએ જે સુગંધીદ્રવ્યો સુલેમાન રાજાને આપ્યાં તેટલાં બધાં કદી ફરીથી તેને મળ્યાં ન હતા. BSB BSB: Then she gave the king 120 talents of gold, a great quantity of spices, and precious stones. Never again were spices in such abundance brought in as those the queen of Sheba gave to King Solomon.
11 ULB હીરામનાં વહાણો ઓફીરથી સોનું લાવ્યાં હતાં, તે વહાણો પુષ્કળ પ્રમાણમાં સુખડનાં લાકડાં તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યાં. BSB BSB: (The fleet of Hiram that brought gold from Ophir also brought from Ophir a great cargo of almug wood and precious stones.
12 ULB રાજાએ તે સુખડનાં લાકડાંના યહોવાહના સભાસ્થાનને માટે તથા રાજાના મહેલને માટે સ્તંભો તથા ગાનારાઓને માટે વીણા અને તંબૂરા બનાવ્યા. એવાં મૂલ્યવાન સુખડનાં લાકડાં આજ દિવસ સુધી કદી આવ્યાં કે દેખાયાં નહોતાં. BSB BSB: The king made the almug wood into steps for the house of the LORD and for the king’s palace, and into lyres and harps for the singers. Never before had such almug wood been brought in, nor has such been seen again to this day.)
13 ULB શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સર્વ ઇચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું, તે ઉપરાંત સુલેમાને પોતાની બક્ષિશો તેને આપી. પછી તે પછી વળીને પોતાના ચાકરો સાથે પરત પોતાના દેશમાં ગઈ. BSB BSB: King Solomon gave the queen of Sheba all she desired—whatever she asked—besides what he had given her out of his royal bounty. Then she left and returned to her own country, along with her servants.
14 ULB હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું તેનું વજન છસો છાસઠ તાલંત હતું. BSB BSB: The weight of gold that came to Solomon each year was 666 talents,
15 ULB વળી મુસાફર લોકો લાવતા હતા તે અને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકોના સર્વ રાજાઓ તરફથી તથા દેશના રાજ્યપાલો તરફથી જે મળતું હતું તે તો જુદું. BSB BSB: not including the revenue from the merchants, traders, and all the Arabian kings and governors of the land.
16 ULB સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો મોટી ઢાલ બનાવી. દરેક મોટી ઢાલમાં છસો શેકેલ સોનું વપરાયું હતું. BSB BSB: King Solomon made two hundred large shields of hammered gold; six hundred shekels of gold went into each shield.
17 ULB તેણે ઘડેલા સોનાની બીજી ત્રણસો ઢાલ બનાવી. એ દરેક ઢાલમાં ત્રણ માનેહ સોનું વપરાયું હતું; રાજાએ તે ઢાલ લબાનોનના વનગૃહમાં મૂકી. BSB BSB: He also made three hundred small shields of hammered gold; three minas of gold went into each shield. And the king put them in the House of the Forest of Lebanon.
18 ULB પછી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મઢ્યું. BSB BSB: Additionally, the king made a great throne of ivory and overlaid it with pure gold.
19 ULB સિંહાસનને છ પગથિયાં હતાં અને સિંહાસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. બેઠકની પાસે બન્ને બાજુએ હાથા હતા અને તે હાથાઓની બાજુએ બે સિંહ ઊભા હતા. BSB BSB: The throne had six steps, and its back had a rounded top. There were armrests on both sides of the seat, with a lion standing beside each armrest.
20 ULB છ પગથીયા પર આ બાજુએ તથા બીજી બાજુએ બાર સિંહો ઊભેલા હતા. આના જેવું સિંહાસન કોઈપણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું. BSB BSB: Twelve lions stood on the six steps, one at either end of each step. Nothing like this had ever been made for any kingdom.
21 ULB સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો સોનાનાં હતાં અને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીનું એક પણ પાત્ર જન હતું. કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કશી વિસાત ન હતી. BSB BSB: All King Solomon’s drinking cups were gold, and all the utensils of the House of the Forest of Lebanon were pure gold. There was no silver, because it was accounted as nothing in the days of Solomon.
22 ULB રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એકવાર તાર્શીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો. BSB BSB: For the king had the ships of Tarshish at sea with Hiram’s fleet, and once every three years the ships of Tarshish would arrive bearing gold, silver, ivory, apes, and peacocks.
23 ULB સુલેમાન રાજા પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો. BSB BSB: So King Solomon surpassed all the kings of the earth in riches and wisdom.
24 ULB ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની સમક્ષ આવતા. BSB BSB: The whole world sought an audience with Solomon to hear the wisdom that God had put in his heart.
25 ULB તે દરેક પોતપોતાની ભેટો, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્ય, ઘોડા તથા ખચ્ચરો, વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા. BSB BSB: Year after year, each visitor would bring his tribute: articles of silver and gold, clothing, weapons, spices, horses, and mules.
27 ULB રાજાએ યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તે પથ્થરને તોલે થઈ પડી. તેણે દેવદારના લાકડાં એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર ઝાડના લાકડાંને તોલે થઈ પડ્યાં. BSB BSB: The king made silver as common in Jerusalem as stones, and cedar as abundant as sycamore in the foothills.
28 ULB સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી લાવવામાં આવેલા હતા. રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ, એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા. BSB BSB: Solomon’s horses were imported from Egypt and Kue; the royal merchants purchased them from Kue.
29 ULB એક રથની કિંમત છસો શેકેલ જેટલી હતી. એક ઘોડાની કિંમત એકસો પચાસ ચાંદી જેટલી હતી. એ પ્રમાણેની કિંમત ચૂકવીને એ જ પ્રમાણે મિસરમાંથી ઘોડા ખરીદયા હતા. હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ વેપારીઓ તેઓને તે લાવી આપતા હતા. BSB BSB: A chariot could be imported from Egypt for six hundred shekels of silver, and a horse for a hundred and fifty. Likewise, they exported them to all the kings of the Hittites and to the kings of Aram.
Select verses for actions: Enter goes to them and Escape comes back.