1 ULB અરામના રાજા બેન-હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું; ત્યાં તેની સાથે બત્રીસ રાજાઓ અને ઘોડેસવારો તથા રથદળ હતાં. તેણે ચઢાઈ કરીને સમરુનને ઘેરી લીધું અને તેની વિરુદ્ધ યુદ્ધ કર્યું. BSB BSB: Now Ben-hadad king of Aram assembled his entire army. Accompanied by thirty-two kings with their horses and chariots, he marched up, besieged Samaria, and waged war against it.
2 ULB તેણે નગરમાં ઇઝરાયલના રાજા આહાબ પાસે સંદેશવાહકો મોકલીને તેને કહેવડાવ્યું કે, "બેન-હદાદ આમ કહે છે: BSB BSB: Then he sent messengers into the city to Ahab king of Israel,
3 ULB 'તારાં સોનાચાંદી મારાં છે. વળી તારી પત્નીઓ તથા તારાં બાળકો, એટલે તેઓમાં જે સૌથી સારાં હશે, તે પણ મારાં છે.'" BSB BSB: saying, “This is what Ben-hadad says: ‘Your silver and gold are mine, and your best wives and children are mine!’”
4 ULB ઇઝરાયલના રાજાએ જવાબ આપ્યો, "હે મારા માલિક રાજા, તારા કહેવા પ્રમાણે છે. હું તથા મારું સર્વસ્વ તારાં છે." BSB BSB: And the king of Israel replied, “Just as you say, my lord the king: I am yours, along with all that I have.”
5 ULB સંદેશવાહકોએ ફરીથી આવીને કહ્યું, "બેન-હદાદ આમ કહે છે કે, 'મેં તો તારી પાસે માણસ મોકલીને ચોક્કસ કહેવડાવ્યું હતું કે તારું સોનુંચાંદી, તારી પત્નીઓ તથા તારાં બાળકો તું મારે સ્વાધીન કર. BSB BSB: The messengers came back and said, “This is what Ben-hadad says: ‘I have sent to you to demand your silver, your gold, your wives, and your children.
6 ULB પણ આવતી કાલે આશરે આ સમયે હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ અને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોનાં ઘરની તપાસ કરશે. જે બધું તને પ્રિય લાગતું હશે, તે તેઓ તારી પાસેથી લઈ જશે.'" BSB BSB: But about this time tomorrow I will send my servants to search your palace and the houses of your servants. They will seize and carry away all that is precious to you.’”
7 ULB પછી ઇઝરાયલના રાજાએ દેશનાં સર્વ વડીલોને બોલાવીને એકત્ર કરીને કહ્યું, "કૃપા કરીને આ ધ્યાનમાં લો અને જુઓ કે આ માણસ કેવું નુકસાન કરવા ઇચ્છે છે. તેણે મારી પાસે માણસ મોકલીને મારી પત્નીઓ, મારાં બાળકો, મારું સોનું તથા ચાંદી માગ્યાં અને મેં તેને ના પાડી નહિ." BSB BSB: Then the king of Israel summoned all the elders of the land and said, “Please take note and see that this man is looking for trouble, for when he demanded my wives, my children, my silver, and my gold, I did not deny him.”
8 ULB સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ આહાબને કહ્યું, "તારે તેનું સાંભળવું નહિ અને તેની માગણી પૂરી કરવી નહિ." BSB BSB: And the elders and the people all said, “Do not listen to him or consent to his terms.”
9 ULB તેથી આહાબે બેન-હદાદના સંદેશવાહકોને કહ્યું, "મારા માલિક રાજાને કહેજો કે, 'પહેલાં જે તેં તારા સેવક દ્વારા કહેવડાવ્યું હતું તેની માગણી પ્રમાણેનું હું બધું જ આપીશ, પણ હું તારી બીજી માંગણી નહિ સ્વીકારું.'" તેથી સંદેશવાહકો ત્યાંથી રવાના થઈને બેન-હદાદ પાસે જવાબ લઈ આવ્યા. BSB BSB: So Ahab answered the messengers of Ben-hadad, “Tell my lord the king, ‘All that you demanded of your servant the first time I will do, but this thing I cannot do.’” So the messengers departed and relayed the message to Ben-hadad.
10 ULB પછી બેન-હદાદે આહાબ પાસે માણસ મોકલીને સંદેશો મોકલ્યો, "જો મારી સાથે આવેલા બધા લોકોને ભાગે સમરુનની મુઠ્ઠી ધૂળ પણ આવે, તો દેવતાઓ મને એવું અને એનાથી પણ વધારે વિતાડો." BSB BSB: Then Ben-hadad sent another message to Ahab: “May the gods deal with me, and ever so severely, if enough dust remains of Samaria for each of my men to have a handful.”
11 ULB પછી ઇઝરાયલના રાજાએ જવાબ આપ્યો, "બેન-હદાદને કહો, 'જે વ્યક્તિ શસ્ત્ર ધારણ કરે તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની જેમ બડાશ મારવી નહિ.'" BSB BSB: And the king of Israel replied, “Tell him: ‘The one putting on his armor should not boast like one taking it off.’”
12 ULB બેન-હદાદ તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા, તે દરમિયાન તેણે આ સંદેશો સાંભળીને પોતાના માણસોને આજ્ઞા કરી, "યુદ્ધ માટે તૈયાર થાઓ." તેથી તેઓએ પોતાને યુદ્ધ માટે તૈયાર કરીને નગર પર હુમલો કર્યો. BSB BSB: Ben-hadad received this message while he and the kings were drinking in their tents, and he said to his servants, “Take your positions.” So they stationed themselves against the city.
13 ULB તો જુઓ, એક પ્રબોધક ઇઝરાયલના રાજા આહાબની પાસે આવીને બોલ્યો, "યહોવાહ એવું કહે છે, 'શું તેં આ મારા મોટા સૈન્યને જોયું છે? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવાહ છું.'" BSB BSB: Meanwhile a prophet approached Ahab king of Israel and declared, “This is what the LORD says: ‘Do you see this entire great army? Behold, I will deliver it into your hand this very day, and you will know that I am the LORD.’”
15 ULB પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના સરદારોની સેવા કરતા હતા એ જુવાનોને ભેગા કર્યા. તેઓ બસો બત્રીસ હતા. તેઓના પછી તેણે સમગ્ર ઇઝરાયલી સેનાના સૈનિકોને ભેગા કર્યા; તેઓની સંખ્યા સાત હજાર હતી. BSB BSB: So Ahab assembled the young officers of the district governors, and there were 232 men. And after them, he assembled the rest of the Israelite troops, 7,000 in all.
16 ULB તેઓ બપોરે રવાના થયા. પણ બેન-હદાદ પોતે અને તેને સહાય કરનાર બત્રીસ રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરીને મસ્ત થયા હતા. BSB BSB: They marched out at noon while Ben-hadad and the 32 kings allied with him were in their tents getting drunk.
17 ULB યુવાનો કે જેઓએ પ્રાંતોના સરદારોની સેવા કરી હતી તેઓ પ્રથમ ચાલી નીકળ્યા. પછી બેન-હદાદે માણસો મોકલ્યા અને તેઓએ તેને એવી ખબર આપી, "સમરુનમાંથી માણસો નીકળી આવેલા છે." BSB BSB: And the young officers of the district governors marched out first. Now Ben-hadad had sent out scouts, who reported to him, “Men are marching out of Samaria.”
18 ULB બેન-હદાદે કહ્યું, "તેઓ સલાહને માટે આવ્યા હોય કે યુદ્ધ કરવા આવ્યા હોય તોપણ તેઓને જીવતા પકડી લો." BSB BSB: “If they have marched out in peace,” he said, “take them alive. Even if they have marched out for war, take them alive.”
19 ULB તેથી પ્રાંતોના આગેવાનોની સેવા કરનારા યુવાનો તથા સૈન્ય નગરમાંથી બહાર આવ્યાં. BSB BSB: Meanwhile, these young officers of the district governors marched out of the city, with the army behind them,
20 ULB તેઓ સામા પક્ષનાઓને સૈનિકોમાંથી કેટલાક મારી નાખવા લાગ્યા ત્યારે અરામીઓ ડરીને ભાગવા લાગ્યા; પછી ઇઝરાયલીઓ તેઓની પાછળ પડ્યા. અરામનો રાજા બેન-હદાદ કેટલાક ઘોડેસવારો સાથે ઘોડા પર બેસી નાસી ગયો. BSB BSB: and each one struck down his opponent. So the Arameans fled, with the Israelites in pursuit. But Ben-hadad king of Aram escaped on horseback with the cavalry.
21 ULB પછી ઇઝરાયલના રાજાએ બહાર આવીને ઘોડેસવારો તથા રથદળ પર હુમલો કરીને અરામીઓની સખત કતલ કરીને તેઓને મારી નાખ્યા. BSB BSB: Then the king of Israel marched out and attacked the horses and chariots, inflicting a great slaughter on the Arameans.
22 ULB પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, "તું જઈને તારું બળ વધાર અને જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે આવતા વર્ષે અરામનો રાજા તારા પર ફરીથી ચઢાઈ કરશે." BSB BSB: Afterward, the prophet approached the king of Israel and said, “Go and strengthen your position, and take note what you must do, for in the spring the king of Aram will come up against you.”
23 ULB અરામના રાજાના ચાકરોએ તેને કહ્યું, "તેઓના ઈશ્વર તો પર્વતોના ઈશ્વર છે. તેથી તેઓ આપણા કરતાં બળવાન હતા. પણ હવે ચાલો આપણે તેમની સાથે મેદાનમાં યુદ્ધ કરીએ અને ચોક્કસ આપણે તેઓના કરતાં બળવાન થઈશું. BSB BSB: Meanwhile, the servants of the king of Aram said to him, “Their gods are gods of the hills. That is why they prevailed over us. Instead, we should fight them on the plains; surely then we will prevail.
24 ULB અને તમે આટલું કરો: રાજાઓને દૂર કરીને તેઓની જગ્યાએ સરદારોને રાખો. BSB BSB: So do this: Dismiss all the kings from their positions and replace them with other officers.
25 ULB તમે જે સેના ગુમાવી છે તેના જેટલી જ, એટલે તેમાં જેટલા ઘોડેસવાર અને રથદળ હતા તેટલી સેના તમે ઊભી કરો અને આપણે મેદાનમાં તેઓની વિરુદ્ધ યુદ્ધ કરીશું. પછી ચોક્કસ આપણે તેઓના કરતાં બળવાન થઈશું." બેન-હદાદે તેઓની સલાહ સાંભળી અને તેઓના કહ્યા પ્રમાણે જ કર્યું. BSB BSB: And you must raise an army like the one you have lost—horse for horse and chariot for chariot—so we can fight the Israelites on the plain, where we will surely prevail.” And the king approved their plan and acted accordingly.
26 ULB નવું વર્ષ શરૂ થતાં, બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી ગયો. BSB BSB: In the spring, Ben-hadad mobilized the Arameans and went up to Aphek to fight against Israel.
27 ULB ઇઝરાયલી લોકો ભેગા થઈને ભાતું લઈને તેઓની સામે લડ્યા. ઇઝરાયલી લોકોએ તેઓની આગળ લવારાંની બે નાની ટોળીઓની માફક છાવણી કરી, પણ અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયા હતા. BSB BSB: The Israelites also mobilized, gathered supplies, and marched out to meet them. The Israelites camped before them like two small flocks of goats, while the Arameans covered the countryside.
28 ULB પછી ઈશ્વરના એક માણસે પાસે આવીને ઇઝરાયલના રાજાને કહ્યું, "યહોવાહ આમ કહે છે: 'અરામીઓ એવું માને છે કે યહોવાહ તો પર્વતોના પ્રભુ છે, પણ તે મેદાનનો પ્રભુ નથી; માટે હું આ આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ અને તમે જાણશો કે હું જ યહોવાહ છું.'" BSB BSB: Then the man of God approached the king of Israel and said, “This is what the LORD says: ‘Because the Arameans have said that the LORD is a god of the hills and not of the valleys, I will deliver all this great army into your hand. Then you will know that I am the LORD.’”
29 ULB તેથી સૈન્યએ સાત દિવસ સુધી સામસામે છાવણી રાખી. પછી સાતમાં દિવસે યુદ્ધ શરૂ થયું. ઇઝરાયલી લોકોએ એક જ દિવસમાં અરામના પાયદળના એક લાખ સૈનિકોને મારી નાખ્યા. BSB BSB: For seven days the armies camped opposite each other, and on the seventh day the battle ensued, and the Israelites struck down the Arameans—a hundred thousand foot soldiers in one day.
30 ULB બીજા સૈનિકો અફેકના નગરમાં નાસી ગયા પરંતુ તેઓ દાખલ થયા તે સાથે જ નગરનો કોટ નાસી ગયેલા સત્તાવીસ હજાર સૈનિકો પર તૂટી પડ્યો. બેન-હદાદે નાસી જઈને નગરના અંદરના ભાગમાં આશ્રય લીધો. BSB BSB: The rest of them fled into the city of Aphek, where the wall fell on twenty-seven thousand of the remaining men. Ben-hadad also fled to the city and hid in an inner room.
31 ULB બેન-હદાદના ચાકરોએ તેને કહ્યું, "જો, હવે અમે સાંભળ્યું છે, કે ઇઝરાયલના રાજાઓ દયાળુ હોય છે. કૃપા કરીને આપણે કમરે ટાટ શોકના વસ્રો પહેરીએ અને માથા પર દોરડાં વીટીંને ઇઝરાયલના રાજા પાસે જઈએ, કદાચ તે તારો જીવ બચાવે." BSB BSB: Then the servants of Ben-hadad said to him, “Look now, we have heard that the kings of the house of Israel are merciful. Let us go out to the king of Israel with sackcloth around our waists and ropes around our heads. Perhaps he will spare your life.”
32 ULB તેથી તેઓએ કમરે ટાટ તથા અને માથા પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે જઈને તેને કહ્યું, "તારા સેવક બેન-હદાદે કહેવડાવ્યું છે કે, કૃપા કરીને મને જીવનદાન આપ." તેણે જવાબ આપ્યો, "શું તે હજી જીવતો છે? તે તો મારો ભાઈ છે." BSB BSB: So with sackcloth around their waists and ropes around their heads, they went to the king of Israel and said, “Your servant Ben-hadad says, ‘Please spare my life.’” And the king answered, “Is he still alive? He is my brother.”
33 ULB હવે બેન-હદાદના માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા તેથી તેઓએ તરત જ તેને જવાબ આપ્યો કે, "હા, તારો ભાઈ બેન-હદાદ હજી જીવે છે." પછી આહાબે કહ્યું, "જાઓ, તેને લઈ આવો." પછી બેન-હદાદ તેની પાસે બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો. BSB BSB: Now the men were looking for a sign of hope, and they quickly grasped at this word and replied, “Yes, your brother Ben-hadad.” “Go and get him!” said the king. Then Ben-hadad came out, and Ahab had him come up into his chariot.
34 ULB બેન-હદાદે આહાબને કહ્યું, "મારા પિતાએ તારા પિતા પાસેથી લઈ લીધેલાં નગરો હું પાછાં આપીશ અને મારા પિતાએ જેમ સમરુનમાં બજાર બનાવ્યાં હતાં તેમ તું દમસ્કસમાં બનાવજે." આહાબે જવાબ આપ્યો, "હું તને આ શરતો પર જવા દઈશ." એમ આહાબે તેની સાથે શાંતિકરાર કરીને તેને જવા દીધો. BSB BSB: Ben-hadad said to him, “I will restore the cities my father took from your father; you may set up your own marketplaces in Damascus, as my father did in Samaria.” “By this treaty I release you,” Ahab replied. So he made a treaty with him and sent him away.
35 ULB પ્રબોધકોના દીકરાઓમાંના એક માણસે યહોવાહના વચનથી પોતાના સાથીને કહ્યું, "કૃપા કરીને મને માર." પણ પેલા માણસે તેમ કરવાની ના પાડી. BSB BSB: Meanwhile, by the word of the LORD, one of the sons of the prophets said to his companion, “Strike me, please!” But the man refused to strike him.
36 ULB પછી પ્રબોધકે તેના સાથીને કહ્યું, તેં યહોવાહની આજ્ઞાની અવગણના કરી છે, તેથી તું મારી પાસેથી જશે કે તરત જ એક સિંહ તને મારી નાખશે." તે માણસ ગયો કે તરત જ તેને એક સિંહ મળ્યો અને તેણે તેને મારી નાખ્યો. BSB BSB: Then the prophet said to him, “Because you have not obeyed the voice of the LORD, as soon as you depart from me a lion will kill you.” And when he left, a lion found him and killed him.
37 ULB ત્યાર બાદ પેલો પ્રબોધક બીજા માણસને મળ્યો અને તેણે તેને કહ્યું, "કૃપા કરીને મને માર." અને તે માણસે તેને માર્યો અને ઘાયલ કર્યો. BSB BSB: Then the prophet found another man and said, “Strike me, please!” So the man struck him and wounded him,
38 ULB પછી તે પ્રબોધક ત્યાંથી ચાલ્યો ગયો અને રાજાની રાહ જોતો આંખો પર પાટો બાંધીને પોતાનો વેશ બદલીને માર્ગમાં ઊભો રહ્યો. BSB BSB: and the prophet went and waited on the road for the king, disguising himself with a bandage over his eyes.
39 ULB જ્યારે રાજા ત્યાંથી પસાર થયો ત્યારે તેણે તેને બૂમ પાડીને કહ્યું, "હું યુદ્ધની વચ્ચોવચ્ચ જતો હતો એવામાં એક યોદ્ધાએ એક કેદીને લઈને મારી પાસે આવીને કહ્યું, 'આ માણસને જો, એ જો નાસી જશે તો તેને બદલે તારે તારો જીવ આપવો પડશે અથવા એક તાલંત ચાંદી આપવી પડશે.' BSB BSB: As the king passed by, he cried out to the king: “Your servant had marched out into the middle of the battle, when suddenly a man came over with a captive and told me, ‘Guard this man! If he goes missing for any reason, your life will be exchanged for his life, or you will weigh out a talent of silver.’
40 ULB પણ હું અહીં તહીં કામમાં વ્યસ્ત હતો, એવામાં તે જતો રહ્યો. "પછી ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, "તને એ સજા થવી જ જોઈએ- તેં પોતે જ એ નિર્ણય કર્યો છે." BSB BSB: But while your servant was busy here and there, the man disappeared.” And the king of Israel said to him, “So shall your judgment be; you have pronounced it on yourself.”
41 ULB પછી તરત જ તે પ્રબોધકે તેની આંખ પર બાંધેલો પાટો છોડી નાખ્યો અને ઇઝરાયલના રાજાએ તેને ઓળખી કાઢયો કે, આ તો પ્રબોધકોમાંનો એક છે. BSB BSB: Then the prophet quickly removed the bandage from his eyes, and the king of Israel recognized him as one of the prophets.
42 ULB તેણે રાજાને કહ્યું, "આ યહોવાહના વચન છે, 'જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે. તેથી તે માણસના બદલામાં તું મૃત્યુ પામશે અને તેેના સૈનિકોના બદલે તારા સૈનિકો મૃત્યુ પામશે.'" BSB BSB: And the prophet said to the king, “This is what the LORD says: ‘Because you have let slip from your hand the man I had devoted to destruction, your life will be exchanged for his life, and your people for his people.’”
43 ULB તેથી ઇઝરાયલનો રાજા ઉદાસ અને ગુસ્સે થઈને તેના ઘરે જવા નીકળ્યો અને સમરુનમાં આવી પહોંચ્યો. BSB BSB: Sullen and angry, the king of Israel went home to Samaria.
Select verses for actions: Enter goes to them and Escape comes back.