2 ULB શાઉલ તથા ઇઝરાયલના માણસો એકત્ર થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે યુદ્ધ માટે વ્યૂહ રચ્યો. BSB BSB: Saul and the men of Israel assembled and camped in the Valley of Elah, arraying themselves for battle against the Philistines.
3 ULB પલિસ્તીઓ પર્વતની ઉપર એક બાજુએ પલિસ્તીઓ ઊભા રહ્યા અને પર્વતની ઉપર બીજી બાજુએ જ્યાં તેઓની વચ્ચે ખીણ હતી ત્યાં ઇઝરાયલીઓ ઊભા રહ્યા. BSB BSB: The Philistines stood on one hill and the Israelites stood on another, with the valley between them.
5 ULB તેના માથા ઉપર પિત્તળનો ટોપ હતો અને તેણે બખતર પહેરેલું હતું. તે બખતરનું વજન પિત્તળના પાંચ હજાર શેકેલ જેટલું હતું. BSB BSB: and he had a bronze helmet on his head. He wore a bronze coat of mail weighing five thousand shekels,
6 ULB તેના પગે ઘૂંટણથી નીચે પિત્તળના બખતરો હતા અને તેના ખભા વચ્ચે પિત્તળની બરછી હતી. BSB BSB: and he had armor of bronze on his legs and a javelin of bronze slung between his shoulders.
7 ULB તેના ભાલાનો દાંડો સાળના રોલર જેવો હતો. તેના ભાલાનું વજન લોઢાના છસો શેકેલ જેટલું હતું. તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. BSB BSB: The shaft of his spear was like a weaver’s beam, and its iron point weighed six hundred shekels. In addition, his shield bearer went before him.
8 ULB તેણે ઊભા રહિને ઇઝરાયલના સૈન્યોને હાંક મારી, "શા માટે તમે યુદ્ધનો વ્યૂહ રચવાને બહાર આવ્યા છો? શું હું પલિસ્તી નથી અને તમે શાઉલના ચાકરો નથી? તમે પોતાને સારુ એક માણસ પસંદ કરો અને તે મારી સામે ઊતરી આવે. BSB BSB: And Goliath stood and shouted to the ranks of Israel, “Why do you come out and array yourselves for battle? Am I not a Philistine, and are you not servants of Saul? Choose one of your men and have him come down against me.
9 ULB જો તે મારી સાથે લડી શકે અને મને મારી નાખી શકે, તો અમે અમારા લોકો તમારા ચાકરો થશે. પણ જો હું તેને હરાવું અને મારી નાખું, તો તમારે અમારા ચાકરો થઈને અમારી સેવા કરવી." BSB BSB: If he is able to fight me and kill me, then we will be your servants. But if I prevail against him and kill him, then you shall be our servants and work for us.”
10 ULB ફરીથી પલિસ્તીએ કહ્યું, "હું આજે ઇઝરાયલના સૈન્યોનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે સાથે મળીને લડાઈ કરીએ." BSB BSB: Then the Philistine said, “I defy the ranks of Israel this day! Give me a man to fight!”
11 ULB જયારે શાઉલે તથા સર્વ ઇઝરાયલે પલિસ્તીએ કહેલા શબ્દો સાંભળ્યાં ત્યારે તેઓ નિરાશ થયા અને ઘણાં ભયભીત થયા. BSB BSB: On hearing the words of the Philistine, Saul and all the Israelites were dismayed and greatly afraid.
12 ULB હવે દાઉદ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથી માણસ યિશાઈનો દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા. શાઉલના દિવસોમાં યિશાઈ વૃદ્ધ અને પુખ્ત ઉંમરનો ગણાતો હતો. BSB BSB: Now David was the son of a man named Jesse, an Ephrathite from Bethlehem of Judah who had eight sons. And in the days of Saul, Jesse was old and well along in years.
13 ULB યિશાઈના ત્રણ મોટા દીકરાઓ યુદ્ધ માટે શાઉલની સાથે ગયા. તેના ત્રણ દીકરા જે યુદ્ધમાં ગયા હતા તેઓમાંના નામો આ હતાં જ્યેષ્ઠનું નામ અલિયાબ, બીજાનું અબીનાદાબ અને ત્રીજાનું શામ્મા હતું. BSB BSB: The three older sons of Jesse had followed Saul into battle: The firstborn was Eliab, the second was Abinadab, and the third was Shammah.
14 ULB દાઉદ સૌથી નાનો હતો. તે ત્રણ મોટા દીકરાઓ શાઉલની આગેવાની હેઠળ યુદ્ધમાં હતા. BSB BSB: And David was the youngest. The three oldest had followed Saul,
15 ULB દાઉદ પોતાના પિતાનાં ઘેટાંને ચરાવવાને માટે શાઉલ પાસેથી બેથલેહેમમાં આવ જા કરતો હતો. BSB BSB: but David went back and forth from Saul to tend his father’s sheep in Bethlehem.
16 ULB ચાળીસ દિવસો સુધી પેલો પલિસ્તી સવારે તથા સાંજે પાસે આવીને સામે ખડો થતો હતો. BSB BSB: For forty days the Philistine came forward every morning and evening to take his stand.
17 ULB યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, "તારા ભાઈઓને સારુ આ એક એફાહ પોંક અને આ દસ રોટલી લઈને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી જા. BSB BSB: One day Jesse said to his son David, “Take this ephah of roasted grain and these ten loaves of bread for your brothers and hurry to their camp.
18 ULB આ ઉપરાંત દસ પનીર તેઓના સહસ્ત્રાધિપતિ માટે લઈ જઈને આપજે. તારા ભાઈઓ કેમ છે તે જોજે અને તેઓ મજામાં છે કે નહિ તેની ખબર લઈને આવજે." BSB BSB: Take also these ten portions of cheese to the commander of their unit. Check on the welfare of your brothers and bring back an assurance from them.
19 ULB તેના ભાઈઓ, શાઉલ તથા સર્વ ઇઝરાયલ માણસો એલાની ખીણમાં, પલિસ્તીઓ સાથે લડતા હતા." BSB BSB: They are with Saul and all the men of Israel in the Valley of Elah, fighting against the Philistines.”
20 ULB દાઉદ સવારે વહેલો ઊઠયો અને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને જેમ યિશાઈએ તેને આજ્ઞા આપી હતી તેમ તે સામાન લઈને ગયો. જયારે દાઉદ છાવણી આગળ પહોંચ્યો ત્યારે સૈન્ય યુદ્ધને સારું લલકાર આપી રહ્યું હતું. BSB BSB: So David got up early in the morning, left the flock with a keeper, loaded up, and set out as Jesse had instructed him. He reached the camp as the army was marching out to its position and shouting the battle cry.
21 ULB અને ઇઝરાયલ તથા પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોનો વ્યૂહ સામ સામે રચ્યો હતો. BSB BSB: And Israel and the Philistines arrayed in formation against each other.
22 ULB દાઉદ પોતાના સામાનને સાચવનારના હાથમાં સોંપીને સૈન્ય તરફ દોડયો અને ત્યાં પહોંચીને તેણે પોતાના ભાઈઓની મુલાકાત કરી. BSB BSB: Then David left his supplies in the care of the quartermaster and ran to the battle line. When he arrived, he asked his brothers how they were doing.
23 ULB તે તેઓની સાથે વાત કરતો હતો, એટલામાં પેલો બળવાન માણસ, ગાથનો પલિસ્તી ગોલ્યાથ, પલિસ્તીઓના સૈન્યમાંથી આગળ આવીને અગાઉના જેવા શબ્દો બોલવા લાગ્યો. અને દાઉદે તે સાંભળ્યાં. BSB BSB: And as he was speaking with them, suddenly the champion named Goliath, the Philistine from Gath, came forward from the ranks of the Philistines and shouted his usual words, which David also heard.
24 ULB જયારે ઇઝરાયલના સર્વ માણસોએ તે માણસને જોયો, ત્યારે તેઓ તેની આગળથી જતા રહ્યા અને ઘણાં ભયભીત થયા. BSB BSB: When all the men of Israel saw Goliath, they fled from him in great fear.
25 ULB ઇઝરાયલના માણસોએ કહ્યું, "આ જે માણસ આગળ આવે છે તેને તમે જોયો છે? તે ઇઝરાયલનો તિરસ્કાર કરવા આવ્યો છે. અને જે માણસ તેને મારી નાખશે તેને રાજા ઘણાં દ્રવ્યથી દ્રવ્યવાન કરશે, તે પોતાની દીકરી સાથે તેનાં લગ્ન કરાવી આપશે, તેના પિતાના ઘરને ઇઝરાયલ મધ્યે સ્વતંત્ર કરશે." BSB BSB: Now the men of Israel had been saying, “Do you see how this man keeps coming out to defy Israel? To the man who kills him the king will give great riches. And he will give him his daughter in marriage and exempt his father’s house from taxation in Israel.”
26 ULB દાઉદે પાસે ઊભેલા માણસોને કહ્યું કે, "જે માણસ આ પલિસ્તીને મારી નાખીને ઇઝરાયલમાંથી કલંક દૂર કરશે તેને શું મળશે? આ બેસુન્નત પલિસ્તી કોણ છે કે જીવતા ઈશ્વરના સૈન્યનો તે તિરસ્કાર કરે?" BSB BSB: David asked the men who were standing with him, “What will be done for the man who kills this Philistine and removes this disgrace from Israel? Just who is this uncircumcised Philistine, that he should defy the armies of the living God?”
27 ULB પછી લોકોએ તેને કહ્યું કે, "જે માણસ તેને મારી નાખશે તેને રાજા દ્રવ્ય આપશે. તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવશે. તે તેના ઘરને ખાસ દરજ્જો આપશે." BSB BSB: The people told him about the offer, saying, “That is what will be done for the man who kills him.”
28 ULB તેના મોટા ભાઈ અલિયાબે તેને તે માણસો સાથે બોલતાં સાંભળ્યો. ત્યારે તેણે દાઉદ ઉપર સખત ગુસ્સે થઈને કહ્યું, "તું અહીં કેમ આવ્યો છે? તેં ઘેટાંને અરણ્યમાં કોની પાસે મૂક્યાં છે? હું તારા ગર્વને તથા તારા અંતઃકરણની દુષ્ટતાને જાણું છું; કેમ કે તું અહી લડાઈ જોવા માટે આવ્યો છે." BSB BSB: Now when David’s oldest brother Eliab heard him speaking to the men, his anger burned against David. “Why have you come down here?” he asked. “And with whom did you leave those few sheep in the wilderness? I know your pride and wickedness of heart—you have come down to see the battle!”
29 ULB દાઉદે કહ્યું, "મેં ખોટું શું કર્યું છે? શું હું વિના કારણે બોલું છું?" BSB BSB: “What have I done now?” said David. “Was it not just a question?”
30 ULB તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો અને તેને તે જ પ્રમાણે કહ્યું. લોકોએ ફરીથી તેને અગાઉના જેવો જ જવાબ આપ્યો. BSB BSB: Then he turned from him toward another and asked about the offer, and those people answered him just as the first ones had answered.
31 ULB જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને સૈનિકોએ શાઉલની આગળ તેને કહીં સંભળાવ્યા. તેથી શાઉલે દાઉદને તેડાવ્યો. BSB BSB: Now David’s words were overheard and reported to Saul, who sent for him.
32 ULB દાઉદે શાઉલને કહ્યું, "કોઈ માણસનું હૃદય પલિસ્તીને લીધે ઉદાસ ન થાઓ; તારો સેવક જઈને તે પલિસ્તી સાથે લડશે." BSB BSB: And David said to Saul, “Let no man’s heart fail on account of this Philistine. Your servant will go and fight him!”
33 ULB શાઉલે દાઉદને કહ્યું, "તું પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને શક્તિમાન જણાતો નથી; કેમ કે તું તો કેવળ જુવાન છે પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે." BSB BSB: But Saul replied, “You cannot go out against this Philistine to fight him. You are just a boy, and he has been a warrior from his youth.”
34 ULB દાઉદે શાઉલને કહ્યું, "તારો સેવક પોતાના પિતાના ઘેટાં સાચવતો હતો. જયારે કોઈ સિંહ તથા રીંછ આવીને અને ટોળાંમાંના એક ઘેટાં પર ત્રાટકે, BSB BSB: David replied, “Your servant has been tending his father’s sheep, and whenever a lion or a bear came and carried off a lamb from the flock,
35 ULB ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને તેના મુખમાંથી ઘેટાંને છોડાવતો. અને જયારે રીંછ કે સિંહ મારા પર હુમલો કરતો, ત્યારે હું તેઓની દાઢી પકડીને, તેઓના પર સામો ધસીને તેઓને મારી નાંખતો હતો. BSB BSB: I went after it, struck it down, and delivered the lamb from its mouth. If it reared up against me, I would grab it by its fur, strike it down, and kill it.
36 ULB તારા સેવકે સિંહ તથા રીંછ બન્નેને મારી નાખ્યા છે. આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો ધિક્કાર કર્યો છે." BSB BSB: Your servant has killed lions and bears; this uncircumcised Philistine will be like one of them, for he has defied the armies of the living God.”
37 ULB દાઉદે કહ્યું, "જે ઈશ્વરે મને સિંહના પંજામાંથી અને રીંછના પંજામાંથી બચાવ્યો હતો. તે આ પલિસ્તીના હાથમાંથી મને બચાવશે." પછી શાઉલે દાઉદને કહ્યું, "જા, ઈશ્વર તારી સાથે રહો." BSB BSB: David added, “The LORD, who delivered me from the claws of the lion and the bear, will deliver me from the hand of this Philistine.” “Go,” said Saul, “and may the LORD be with you.”
38 ULB શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું. તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો અને તેણે તેને કવચ પહેરાવ્યું. BSB BSB: Then Saul clothed David in his own tunic, put a bronze helmet on his head, and dressed him in armor.
39 ULB દાઉદે પોતાની તલવાર બખતર ઉપર બાંધી. પણ તેનાથી ચાલી શકાયું નહિ, કેમ કે તેને તે પહેરીને ચાલવાનો મહાવરો ન હતો. પછી દાઉદે શાઉલને કહ્યું, "હું આ પહેરીને લડાઈ માટે બહાર જઈ શકતો નથી, કેમ કે મેં બખતર પહેરીને લડાઈનો અનુભવ કર્યો નથી." તેથી દાઉદે પોતાના શરીર ઉપરથી તે ઉતારી મૂક્યું." BSB BSB: David strapped his sword over the tunic and tried to walk, but he was not accustomed to them. “I cannot walk in these,” David said to Saul. “I am not accustomed to them.” So David took them off.
40 ULB તેણે પોતાની લાકડી પોતાના હાથમાં લીધી અને નાળાંમાંથી પાંચ સુંવાળા પથ્થરો પોતાને લીધા; તેણે પોતાની પાસે જે થેલી હતી તેમાં મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી તે પલિસ્તી તરફ તે ગયો. BSB BSB: And David took his staff in his hand, selected five smooth stones from the brook, and put them in the pouch of his shepherd’s bag. And with his sling in hand, he approached the Philistine.
41 ULB પલિસ્તી પોતાની ઢાલ ઊંચકનારને લઈને દાઉદની સામે આવ્યો. BSB BSB: Now the Philistine came closer and closer to David, with his shield-bearer before him.
42 ULB જયારે તે પલિસ્તીએ આજુ બાજુ જોઈને દાઉદને જોયો, ત્યારે તેણે તેને તુચ્છકાર્યો. કેમ કે તે ફક્ત જુવાન, રક્તવર્ણો તથા દેખાવમાં સુંદર હતો. BSB BSB: When the Philistine looked and saw David, he despised him because he was just a boy, ruddy and handsome.
44 ULB તે પલિસ્તીએ દાઉદને કહ્યું, "મારી પાસે આવ અને હું તારું માંસ આકાશના પક્ષીઓને તથા વનચર પશુઓને આપું." BSB BSB: “Come here,” he called to David, “and I will give your flesh to the birds of the air and the beasts of the field!”
45 ULB દાઉદે પલિસ્તીને જવાબ આપ્યો, "તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે. પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયલના સૈન્યોના ઈશ્વર જેમનો તુચ્છકાર તેં કર્યો છે તેમના નામે તારી પાસે આવું છું. BSB BSB: But David said to the Philistine, “You come against me with sword and spear and javelin, but I come against you in the name of the LORD of Hosts, the God of the armies of Israel, whom you have defied.
46 ULB આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે, હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું પલિસ્તીઓના સૈન્યોના મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીનાં જંગલી જાનવરોને આપીશ, કે જેથી આખી પૃથ્વી જાણે કે ઇઝરાયલમાં જ ઈશ્વર છે, BSB BSB: This day the LORD will deliver you into my hand. This day I will strike you down, cut off your head, and give the carcasses of the Philistine army to the birds of the air and the creatures of the earth. Then the whole world will know that there is a God in Israel.
47 ULB અને આ સર્વ સમુદાય જાણે કે, ઈશ્વરે તલવાર અને બરછીથી વિજય અપાવ્યો નથી. કેમ કે યુદ્ધ તો ઈશ્વર લડે છે અને તે તમને અમારા હાથમાં પકડાવી દેશે." BSB BSB: And all those assembled here will know that it is not by sword or spear that the LORD saves; for the battle is the LORD’s, and He will give all of you into our hands.”
48 ULB જયારે તે પલિસ્તી ઊઠયો અને દાઉદ સામે લડવા સારુ પાસે આવવા લાગ્યો, ત્યારે દાઉદ ઉતાવળથી તે પલિસ્તીની સામે મળવાને સૈન્યની તરફ દોડીને ગયો. BSB BSB: As the Philistine started forward to attack him, David ran quickly toward the battle line to meet him.
49 ULB દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો. BSB BSB: Then David reached into his bag, took out a stone, and slung it, striking the Philistine on the forehead. The stone sank into his forehead, and he fell facedown on the ground.
50 ULB દાઉદ ગોફણ તથા પથ્થરથી તે પલિસ્તી પર જીત પામ્યો. તેણે પલિસ્તીને મારી નાખીને તેનો સંહાર કર્યો. પણ તેના હાથમાં તલવાર ન હતી. BSB BSB: Thus David prevailed over the Philistine with a sling and a stone; without a sword in his hand he struck down the Philistine and killed him.
51 ULB પછી દાઉદ દોડીને તે પલિસ્તી ઉપર ઊભો રહ્યો અને તેણે તેની તલવાર તેના મ્યાનમાંથી કાઢીને, તેના વડે તેને મારી નાખ્યો અને તેનું માથું તેના ધડથી કાપી નાખ્યું. જયારે પલિસ્તીઓએ જોયું કે તેઓનો બળવાન યોદ્ધો મરણ પામ્યો છે, ત્યારે તેઓ નાસી ગયા. BSB BSB: David ran and stood over him. He grabbed the Philistine’s sword and pulled it from its sheath and killed him, and he cut off his head with the sword. When the Philistines saw that their hero was dead, they turned and ran.
53 ULB ઇઝરાયલના લોકોએ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને તેઓની છાવણી લૂંટી. BSB BSB: When the Israelites returned from their pursuit of the Philistines, they plundered their camps.
54 ULB દાઉદ પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેણે તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું. BSB BSB: David took the head of the Philistine and brought it to Jerusalem, and he put Goliath’s weapons in his own tent.
55 ULB જયારે શાઉલે દાઉદને પલિસ્તી સાથે લડવા જતા જોયો હતો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને કહ્યું હતું કે, "આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?" આબ્નેરે કહેલું કે, "તારા જીવના સમ, રાજા, હું તેના વિષે કશું જાણતો નથી." BSB BSB: As Saul had watched David going out to confront the Philistine, he said to Abner the commander of the army, “Abner, whose son is this young man?” “As surely as you live, O king,” Abner replied, “I do not know.”
56 ULB પછી રાજાએ કહ્યું, "જે કોઈ જાણતો હોય તેઓને પૂછ કે આ યુવાન કોનો દીકરો છે.?" BSB BSB: “Find out whose son this young man is!” said the king.
57 ULB જયારે દાઉદ તે પલિસ્તીનો સંહાર કરીને પાછો ફર્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો પલિસ્તીનું માથું દાઉદના હાથમાં હતું. BSB BSB: So when David returned from killing the Philistine, still holding his head in his hand, Abner took him and brought him before Saul.
58 ULB શાઉલે તેને કહ્યું, "ઓ જુવાન, તું કોનો દીકરો છે?" અને દાઉદે જવાબ આપ્યો, "હું આપના સેવક યિશાઈ બેથલેહેમીનો દીકરો છું." BSB BSB: “Whose son are you, young man?” asked Saul. “I am the son of your servant Jesse of Bethlehem,” David replied.
Select verses for actions: Enter goes to them and Escape comes back.