1 ULB યહોશાફાટ રાજાની પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ હતી અને તે ઘણો લોકપ્રિય હતો. તેણે પોતાના દીકરાનું લગ્ન આહાબની પુત્રી સાથે કરીને તેની સાથે આહાબની સાથે સગાઈના સંબંધ બાંધ્યો. BSB BSB: Now Jehoshaphat had an abundance of riches and honor, and he allied himself with Ahab by marriage.
2 ULB થોડાં વર્ષો પછી, તે આહાબને મળવા સમરુન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓની મોટી સંખ્યામાં ઘેટાં અને બળદોની મિજબાની આપી. અને પોતાની સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ ગિલ્યાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો. BSB BSB: And some years later he went down to visit Ahab in Samaria, where Ahab sacrificed many sheep and cattle for him and the people with him and urged him to march up to Ramoth-gilead.
3 ULB ઇઝરાયલના રાજા આહાબે યહૂદિયાના રાજા યહોશાફાટને કહ્યું, "તમે મારી સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈમાં આવશો?" યહોશાફાટે ઉત્તર આપ્યો, "હું તારા જેવો છું અને મારા લોકો પણ તારા લોકો છે; અમે તારી સાથે યુદ્ધમાં રહીશું." BSB BSB: Ahab king of Israel asked Jehoshaphat king of Judah, “Will you go with me against Ramoth-gilead?” And Jehoshaphat replied, “I am as you are, and my people are your people; we will join you in the war.”
4 ULB યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, "તમારા ઉત્તર માટે પ્રથમ તમે ઈશ્વરની ઇચ્છાને શોધો." BSB BSB: But Jehoshaphat also said to the king of Israel, “Please inquire first for the word of the LORD.”
5 ULB પછી ઇઝરાયલના રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કર્યા અને તેઓને પૂછ્યું, "અમારે રામોથ ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવી કે નહિ?" તેઓએ કહ્યું, "હુમલો કરો, કેમ કે ઈશ્વર રાજાને વિજય આપશે." BSB BSB: So the king of Israel assembled the prophets, four hundred men, and asked them, “Should we go to war against Ramoth-gilead, or should we refrain?” “Go up,” they replied, “and God will deliver it into the hand of the king.”
6 ULB પણ યહોશાફાટે પૂછ્યું, "અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી કે જેની આપણે સલાહ પૂછીએ?" BSB BSB: But Jehoshaphat asked, “Is there not still a prophet of the LORD here of whom we can inquire?”
7 ULB ઇઝરાયલનો રાજાએ તેને કહ્યું, "હજી એક માણસ છે જેની મારફતે આપણે ઈશ્વરની સલાહ પૂછી શકીએ, પણ હું તેનો તિરસ્કાર કરું છું, કારણ કે તેણે કદી મારા વિષે સારું ભવિષ્ય કહ્યું નથી, પણ ફક્ત માઠું જ કહ્યું છે, તે તો ઈમલાહનો પુત્ર મિખાયા છે." પણ યહોશાફાટે કહ્યું, "રાજાએ એવું ન બોલવું જોઈએ, આપણે તેનું પણ સાંભળીએ." BSB BSB: The king of Israel answered, “There is still one man through whom we can inquire of the LORD, but I hate him because he never prophesies anything good for me, but only bad. He is Micaiah son of Imlah.” “The king should not say that!” Jehoshaphat replied.
8 ULB પછી ઇઝરાયલના રાજાએ એક અધિકારીને બોલાવીને કહ્યું, "ઈમલાહના દીકરા મિખાયાને જલ્દી બોલાવી લાવો." BSB BSB: So the king of Israel called one of his officials and said, “Bring Micaiah son of Imlah at once.”
9 ULB હવે, ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રાજપોશાક પહેરીને સમરુનના દરવાજાની આગળ ખુલ્લી જગ્યામાં પોતપોતાનાં સિંહાસન પર બેઠા અને બધા પ્રબોધકો તેઓની આગળ પોતપોતાની પ્રબોધવાણીઓ સંભળાવતા હતા. BSB BSB: Dressed in royal attire, the king of Israel and Jehoshaphat king of Judah were sitting on their thrones at the threshing floor by the entrance of the gate of Samaria, with all the prophets prophesying before them.
10 ULB કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડનાં શિંગડાં બનાવડાવ્યા હતાં. તે બતાવીને બોલ્યો, "ઈશ્વર એવું કહે છે, 'અરામીઓનો નાશ થતાં સુધી આવાં શિંગ વડે તમે તેમને હઠાવશો.'" BSB BSB: Now Zedekiah son of Chenaanah had made for himself iron horns and declared, “This is what the LORD says: ‘With these you shall gore the Arameans until they are finished off.’”
11 ULB સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, "રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીને વિજયી થાઓ; કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે." BSB BSB: And all the prophets were prophesying the same, saying, “Go up to Ramoth-gilead and triumph, for the LORD will deliver it into the hand of the king.”
12 ULB જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, "હવે જો, બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું." BSB BSB: Then the messenger who had gone to call Micaiah instructed him, “Behold, with one accord the words of the prophets are favorable to the king. So please let your words be like theirs, and speak favorably.”
13 ULB મિખાયાએ જવાબ આપ્યો, "જીવતા ઈશ્વરના સમ કે, મારા પ્રભુ મને જે કહેશે તે જ હું બોલીશ." BSB BSB: But Micaiah said, “As surely as the LORD lives, I will speak whatever my God tells me.”
14 ULB જયારે તે રાજા પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, "મિખાયા, અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?" મિખાયાએ જવાબ આપ્યો, "ચઢાઈ કરીને વિજય પામો! કેમ કે એ મોટો વિજય હશે." BSB BSB: When Micaiah arrived, the king asked him, “Micaiah, should we go to war against Ramoth-gilead, or should we refrain?” “Go up and triumph,” Micaiah replied, “for they will be delivered into your hand.”
15 ULB પછી રાજાએ તેને કહ્યું, "ઈશ્વરને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવા?" BSB BSB: But the king said to him, “How many times must I make you swear not to tell me anything but the truth in the name of the LORD?”
16 ULB તેથી મિખાયાએ કહ્યું, "મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને ઈશ્વરે કહ્યું, 'એમનો કોઈ પાળક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિથી પાછા જાય.'" BSB BSB: So Micaiah declared: “I saw all Israel scattered on the hills like sheep without a shepherd. And the LORD said, ‘These people have no master; let each one return home in peace.’”
17 ULB તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, "શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહિ, પણ માઠું ભવિષ્ય ભાખશે?" BSB BSB: Then the king of Israel said to Jehoshaphat, “Did I not tell you that he never prophesies good for me, but only bad?”
18 ULB પછી મિખાયાએ કહ્યું, "તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઊભેલું હતું. BSB BSB: Micaiah continued, “Therefore hear the word of the LORD: I saw the LORD sitting on His throne, and all the host of heaven standing on His right and on His left.
19 ULB ઈશ્વરે કહ્યું, 'કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?' ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું. BSB BSB: And the LORD said, ‘Who will entice Ahab king of Israel to march up and fall at Ramoth-gilead?’ And one suggested this, and another that.
20 ULB પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, 'હું તેને ફોસલાવીશ.' ઈશ્વરે તેને પૂછ્યું, 'કેવી રીતે?' BSB BSB: Then a spirit came forward, stood before the LORD, and said, ‘I will entice him.’ ‘By what means?’ asked the LORD.
21 ULB આત્માએ જવાબ આપ્યો, 'ત્યાં જઈને હું તેના બધા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા થઈશ.' ઈશ્વરે જવાબ આપ્યો, 'તું તેને ફોસલાવશે અને તું સફળ પણ થશે. હવે જઈને એમ કર.' BSB BSB: And he replied, ‘I will go out and be a lying spirit in the mouths of all his prophets.’ ‘You will surely entice him and prevail,’ said the LORD. ‘Go and do it.’
22 ULB હવે જો, ઈશ્વરે આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને ઈશ્વર તારા સંબંધી અશુભ બોલ્યા છે." BSB BSB: So you see, the LORD has put a lying spirit in the mouths of these prophets of yours, and the LORD has pronounced disaster against you.”
23 ULB ત્યારે કેનાહના દીકરા સિદકિયાએ ઉપર આવીને મિખાયાને તેના ગાલ પર તમાચો મારીને કહ્યું, "ઈશ્વરનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી ક્યા માર્ગે થઈને ગયો?" BSB BSB: Then Zedekiah son of Chenaanah went up, struck Micaiah in the face, and demanded, “Which way did the Spirit of the LORD go when He departed from me to speak with you?”
24 ULB મિખાયાએ કહ્યું, "જો, જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે." BSB BSB: Micaiah replied, “You will soon see, on that day when you go and hide in an inner room.”
25 ULB ઇઝરાયલના રાજાએ કેટલાક ચાકરોને કહ્યું, "મિખાયાને પકડીને તેને નગરના રાજ્યપાલ આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે પાછો લઈ જાઓ. BSB BSB: And the king of Israel declared, “Take Micaiah and return him to Amon the governor of the city and to Joash the king’s son,
26 ULB તમે તેમને કહેજો કે, 'રાજા કહે છે, આને જેલમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી તેને થોડી જ રોટલી તથા થોડું જ પાણી આપજો.'" BSB BSB: and tell them that this is what the king says: ‘Put this man in prison and feed him only bread and water until I return safely.’”
27 ULB પછી મિખાયાએ કહ્યું, "જો તું સુરક્ષિત પાછો ફરે તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી એમ સમજવું." વળી તેણે કહ્યું, "હે સર્વ લોકો તમે આ સાંભળો." BSB BSB: But Micaiah replied, “If you ever return safely, the LORD has not spoken through me.” Then he added, “Take heed, all you people!”
28 ULB તેથી ઇઝરાયલના રાજા આહાબે તથા યહૂદિયાના યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી. BSB BSB: So the king of Israel and Jehoshaphat king of Judah went up to Ramoth-gilead.
29 ULB ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, "હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખજો." તેથી ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ યુદ્ધમાં ગયા. BSB BSB: And the king of Israel said to Jehoshaphat, “I will disguise myself and go into battle, but you wear your royal robes.” So the king of Israel disguised himself and went into battle.
30 ULB હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, "તમારે ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહિ." BSB BSB: Now the king of Aram had ordered his chariot commanders, “Do not fight with anyone, small or great, except the king of Israel.”
31 ULB અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે, "આ ઇઝરાયલનો રાજા છે." માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા, પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓનાં મન ફેરવ્યાં. BSB BSB: When the chariot commanders saw Jehoshaphat, they said, “This is the king of Israel!” So they turned to fight against him, but Jehoshaphat cried out, and the LORD helped him. God drew them away from him.
32 ULB અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા. BSB BSB: And when the chariot commanders saw that he was not the king of Israel, they turned back from pursuing him.
33 ULB પણ એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાં બાણ માર્યું. પછી આહાબે પોતાના સારથિને કહ્યું, "રથ ફેરવીને મને યુદ્ધમાંથી બહાર લઈ જા, કેમ કે હું બહુ ખરાબ રીતે ઘવાયો છું." BSB BSB: However, a certain man drew his bow without taking special aim, and he struck the king of Israel between the joints of his armor. So the king said to his charioteer, “Turn around and take me out of the battle, for I am badly wounded!”
34 ULB તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું અને ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો હતો. આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો. BSB BSB: The battle raged throughout that day, and the king of Israel propped himself up in his chariot facing the Arameans until evening. And at sunset he died.
Select verses for actions: Enter goes to them and Escape comes back.