2 ULB આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી. BSB BSB: Solomon began construction on the second day of the second month in the fourth year of his reign.
3 ULB હવે સુલેમાન ઈશ્વરનું જે સભાસ્થાન બાંધવાનો હતો તેના પાયાનાં માપ આ પ્રમાણે હતાં. તેની લંબાઈ સાઠ હાથ તથા પહોળાઈ વીસ હાથ હતી. BSB BSB: The foundation that Solomon laid for the house of God was sixty cubits long and twenty cubits wide, according to the old standard.
4 ULB સભાસ્થાનના આગળના દ્વારમંડપની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ જેટલી વીસ હાથ હતી. તેની ઊંચાઈ પણ વીસ હાથ હતી અને સુલેમાને તેની અંદરના ભાગને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો. BSB BSB: The portico at the front, extending across the width of the temple, was twenty cubits long and twenty cubits high. He overlaid the inside with pure gold.
5 ULB તેણે મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાં જડી દીધાં, તેમને શુદ્ધ સોનાથી મઢ્યાં અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરાવી. BSB BSB: He paneled the main room with cypress, which he overlaid with fine gold and decorated with palm trees and chains.
6 ULB તેણે સભાસ્થાનને મૂલ્યવાન રત્નોથી શણગાર્યું; એ સોનું પાર્વાઈમથી લાવવામાં આવ્યું હતું. BSB BSB: He adorned the temple with precious stones for beauty, and its gold was from Parvaim.
7 ULB વળી તેણે સભાસ્થાનના મોભને, તેના ઊમરાઓને, તેની દીવાલોને અને તેનાં બારણાંઓને સોનાથી મઢાવ્યાં; દિવાલો પર કરુબો કોતરાવ્યા. BSB BSB: He overlaid its beams, thresholds, walls, and doors with gold, and he carved cherubim on the walls.
8 ULB તેણે પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેનું માપ આ પ્રમાણે હતું: તેની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, પહોળાઈ પણ વીસ હાથ અને ઊંચાઈ વીસ હાથ હતી. તેણે તેને છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું હતું. BSB BSB: Then he made the Most Holy Place; its length corresponded to the width of the temple—twenty cubits long and twenty cubits wide. And he overlaid the inside with six hundred talents of fine gold.
9 ULB સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા. BSB BSB: The weight of the nails was fifty shekels of gold. He also overlaid the upper rooms with gold.
10 ULB તેણે પરમપવિત્રસ્થાનને માટે બે કરુબોની કલાકૃતિઓ બનાવી; તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યાં. BSB BSB: In the Most Holy Place he made two cherubim of sculptured work, and he overlaid them with gold.
11 ULB કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી; એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, તે ફેલાઈને સભાસ્થાનની દીવાલ સુધી સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી. BSB BSB: The total wingspan of the cherubim was twenty cubits. One wing of the first cherub was five cubits long and touched the wall of the temple, and its other wing was five cubits long and touched the wing of the other cherub.
12 ULB એ જ પ્રમાણે બીજા કરુબની એક પાંખ ફેલાઈને સભાસ્થાનની બીજી દિવાલને સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પહેલા કરુબની પાંખ સુધી પહોંચતી હતી. BSB BSB: The wing of the second cherub also measured five cubits and touched the wall of the temple, while its other wing measured five cubits and touched the wing of the first cherub.
13 ULB આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. કરુબો પોતાના પગો ઉપર ઊભા રહેલા અને તેઓનાં ચહેરા અંદરની બાજુએ હતા. BSB BSB: So the total wingspan of these cherubim was twenty cubits. They stood on their feet, facing the main room.
14 ULB તેણે આસમાની, જાંબુડા, કિરમજી ઊનના અને લાલ રંગના શણના પડદા બનાવ્યા અને તેણે કરુબો બનાવ્યા. BSB BSB: He made the veil of blue, purple, and crimson yarn and fine linen, with cherubim woven into it.
15 ULB સુલેમાને સભાસ્થાન આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે કળશ મૂકાવ્યા હતા. તે પાંચ હાથ ઊંચા હતા. BSB BSB: In front of the temple he made two pillars, which together were thirty-five cubits high, each with a capital on top measuring five cubits.
16 ULB તેણે સાંકળો બનાવીને સ્તંભોની ટોચે કળશો પર મૂકી; તેણે સો દાડમો બનાવ્યાં અને તેને સાંકળો પર લટકાવ્યાં. BSB BSB: He made interwoven chains and put them on top of the pillars. He made a hundred pomegranates and fastened them into the chainwork.
17 ULB તેણે તે સ્તંભો સભાસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે; જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન સ્થાપના અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ બળ રાખ્યું. BSB BSB: Then he set up the pillars in front of the temple, one on the south and one on the north. The pillar on the south he named Jachin, and the pillar on the north he named Boaz.
Select verses for actions: Enter goes to them and Escape comes back.