1 ULB હવે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને બધા રાજપુત્રોને મારી નાખ્યા. BSB BSB: When Athaliah the mother of Ahaziah saw that her son was dead, she proceeded to annihilate all the royal heirs.
2 ULB પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝયાહની બહેન યહોશેબાએ અહાઝયાહના એક દીકરા યોઆશને રાજાના જે દીકરાઓ માર્યા ગયા હતા તેઓ મધ્યેથી લઈને તેને તથા તેની દાસીને શયનખંડમાં પૂરી દીધાં. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો કે જેથી તે તેને મારી નાખે નહિ. BSB BSB: But Jehosheba daughter of King Joram, the sister of Ahaziah, took Joash son of Ahaziah and stole him away from among the sons of the king who were being murdered. She put him and his nurse in a bedroom to hide him from Athaliah, and he was not killed.
3 ULB તે યહોશેબાની સાથે છ વર્ષ સુધી યહોવાહના ઘરમાં સંતાઈ રહ્યો તે દરમિયાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી. BSB BSB: And Joash remained hidden with his nurse in the house of the LORD for six years while Athaliah ruled the land.
4 ULB સાતમે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કારીઓના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાહના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાહના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમ ખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો. BSB BSB: Then in the seventh year, Jehoiada sent for the commanders of hundreds, the Carites, and the guards, and had them brought into the house of the LORD. There he made a covenant with them and put them under oath. He showed them the king’s son
5 ULB તેણે તેઓને આજ્ઞા કરીને કહ્યું, "આ કામ તમારે કરવું. તમે જે વિશ્રામવારે અંદર આવો, તેઓમાંના ત્રીજા ભાગના લોકોએ રાજાના મહેલની ચોકી કરવી, BSB BSB: and commanded them, “This is what you are to do: A third of you who come on duty on the Sabbath shall guard the royal palace,
6 ULB ત્રીજા ભાગના લોકો સૂરના દરવાજે અને બાકીના ત્રીજા ભાગના લોકો સલામતી રક્ષકોની પાછળ દરવાજે રહે." BSB BSB: a third shall be at the gate of Sur, and a third at the gate behind the guards. You are to take turns guarding the temple—
7 ULB વિશ્રામવારે બહાર જનાર તમારા બધાની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાહના સભાસ્થાનની ચોકી કરે. BSB BSB: the two divisions that would go off duty on the Sabbath are to guard the house of the LORD for the king.
8 ULB દરેક માણસે પોતાના હાથમાં હથિયાર રાખીને રાજાની આસપાસ ગોઠવાઈને ઊભા રહેવું. જે કોઈ તમારી હારની અંદર પ્રવેશે તેને મારી નાખવો. રાજા બહાર જાય ત્યારે અને અંદર આવે ત્યારે તમારે તેની સાથે જ રહેવું. BSB BSB: You must surround the king with weapons in hand, and anyone who approaches the ranks must be put to death. You must stay close to the king wherever he goes.”
9 ULB તેથી યહોયાદા યાજકે જે આજ્ઞા કરી તે પ્રમાણે સરદારોના શતાધિપતિઓએ કર્યું. દરેક માણસે વિશ્રામવારે કામ કરતા તથા વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકત્ર કર્યા અને તેઓને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા. BSB BSB: So the commanders of hundreds did everything that Jehoiada the priest had ordered. Each of them took his men—those coming on duty on the Sabbath and those going off duty—and came to Jehoiada the priest.
10 ULB દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાહના ઘરમાં હતાં તે યાજક યહોયાદાએ શતાધિપતિઓના સરદારોને આપ્યાં. BSB BSB: Then the priest gave to the commanders of hundreds the spears and shields of King David from the house of the LORD.
11 ULB તેથી દરેક રક્ષક સિપાઈ પોતાના હાથમાં હથિયાર લઈને સભાસ્થાનની જમણી બાજુથી તે સભાસ્થાનની ડાબી બાજુ સુધી, વેદી તથા સભાસ્થાન આગળ રાજાની આસપાસ ચોકી કરતા હતા. BSB BSB: And the guards stood with weapons in hand surrounding the king by the altar and the temple, from the south side to the north side of the temple.
12 ULB પછી યહોયાદાએ રાજપુત્ર યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો તથા કરારનું હુકમનામું આપ્યું. પછી તેઓએ તેનો રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ તાળીઓ પાડીને કહ્યું, "રાજા ઘણું જીવો!" BSB BSB: Then Jehoiada brought out the king’s son, put the crown on him, presented him with the Testimony, and proclaimed him king. They anointed him, and the people clapped their hands and declared, “Long live the king!”
13 ULB જ્યારે અથાલ્યાએ લોકોનો તથા રક્ષકોનો અવાજ સાંભળ્યો, ત્યારે તે લોકોની પાસે યહોવાહના ઘરમાં આવી. BSB BSB: When Athaliah heard the noise from the guards and the people, she went out to the people in the house of the LORD.
14 ULB તેણે જોયું તો, જુઓ, રિવાજ પ્રમાણે રાજા તેના પાયાસન પર ઊભો હતો. સરદારો તથા રણશિંગડાં વગાડનારા રાજાની પાસે ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા અને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાનાં વસ્ત્ર ફાડીને જોરથી બૂમ પાડી, "રાજદ્રોહ! રાજદ્રોહ!" BSB BSB: And she looked out and saw the king standing by the pillar, according to the custom. The officers and trumpeters were beside the king, and all the people of the land were rejoicing and blowing trumpets. Then Athaliah tore her clothes and screamed, “Treason! Treason!”
15 ULB યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને કહ્યું, "તેને બહાર કાઢો. અને સિપાઈઓની હરોળોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તલવારથી મારી નાખો." કેમ કે યાજકે કહ્યું, "તેને યહોવાહના ઘરમાં મારી નાખવી નહિ." BSB BSB: And Jehoiada the priest ordered the commanders of hundreds in charge of the army, “Bring her out between the ranks, and put to the sword anyone who follows her.” For the priest had said, “She must not be put to death in the house of the LORD.”
16 ULB તેથી તેઓએ અથાલ્યાને માટે રસ્તો કર્યો, તે ઘોડાને અંદર આવવાના માર્ગેથી રાજમહેલ આગળ ગઈ. ત્યાં તેને મારી નાખવામાં આવી. BSB BSB: So they seized Athaliah as she reached the horses’ entrance to the palace grounds, and there she was put to death.
17 ULB યહોયાદાએ યહોવાહ અને રાજા યોઆશ તથા લોકોની વચ્ચે કરાર કર્યો કે, તેઓએ યહોવાહના લોક થવું, તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કર્યો. BSB BSB: Then Jehoiada made a covenant between the LORD and the king and the people that they would be the LORD’s people. He also made a covenant between the king and the people.
18 ULB પછી દેશના બધા લોકો બઆલના મંદિરે ગયા અને તેને તોડી નાખ્યું. તેઓએ તેની વેદીઓ તથા મૂર્તિઓના ટુકડે ટુકડાં કરી નાખ્યા. બઆલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. પછી યાજકે યહોવાહના સભાસ્થાનનું રક્ષણ કરવા માટે ચોકીદારો નીમ્યા. BSB BSB: So all the people of the land went to the temple of Baal and tore it down. They smashed the altars and idols to pieces, and they killed Mattan the priest of Baal in front of the altars. And Jehoiada the priest posted guards for the house of the LORD.
19 ULB યહોયાદાએ કારીઓના શતાધિપતિઓને, નાયકને, ચોકીદારોને તથા દેશના બધા લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાહના સભાસ્થાનમાંથી લઈને ચોકીદારોના દરવાજે થઈને રાજમહેલમાં આવ્યા. અને યોઆશને રાજાના સિંહાસન પર બેસાડયો. BSB BSB: He took with him the commanders of hundreds, the Carites, the guards, and all the people of the land, and they brought the king down from the house of the LORD and entered the royal palace by way of the Gate of the Guards. Then Joash took his seat on the royal throne,
20 ULB તેથી દેશના સર્વ લોકોએ આનંદ કર્યો અને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલ્યાને રાજમહેલમાં તલવારથી મારી નાખી. BSB BSB: and all the people of the land rejoiced. And the city was quiet, because Athaliah had been put to the sword at the royal palace.
21 ULB યોઆશ જયારે રાજ કરવા આવ્યો ત્યારે તે માત્ર સાત વર્ષનો હતો. BSB BSB: Joash was seven years old when he became king.
Select verses for actions: Enter goes to them and Escape comes back.