1 ULB તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, "યહોવાહ કહે છે, 'તારા કુટુંબનો બંદોબસ્ત કર; કેમ કે, તું મરી જશે, જીવશે નહિ.'" BSB BSB: In those days Hezekiah became mortally ill. The prophet Isaiah son of Amoz came to him and said, “This is what the LORD says: ‘Put your house in order, for you are about to die; you will not recover.’”
2 ULB ત્યારે હિઝકિયાએ દીવાલ તરફ પોતાનું મોં ફેરવીને યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું, BSB BSB: Then Hezekiah turned his face to the wall and prayed to the LORD, saying,
3 ULB "હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું કે, હું કેવી રીતે તમારી આગળ વિશ્વાસુપણે તથા મારા પૂરા હૃદયથી ચાલ્યો છું, તમારી દ્રષ્ટિમાં જે સારું હતું તે મેં કર્યું છે, તેને યાદ કરો." પછી હિઝકિયા બહુ રડ્યો. BSB BSB: “Please, O LORD, remember how I have walked before You faithfully and with wholehearted devotion; I have done what is good in Your sight.” And Hezekiah wept bitterly.
4 ULB યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, યહોવાહનું વચન તેની પાસે એવું આવ્યું કે, BSB BSB: Before Isaiah had left the middle courtyard, the word of the LORD came to him, saying,
5 ULB "તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, 'તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવાહ એવું કહે છે: "મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાહના ઘરમાં જશે. BSB BSB: “Go back and tell Hezekiah the leader of My people that this is what the LORD, the God of your father David, says: ‘I have heard your prayer; I have seen your tears. I will surely heal you. On the third day from now you will go up to the house of the LORD.
6 ULB હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ, તને તથા આ નગરને હું આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. મારા પોતાના માટે અને મારા સેવક દાઉદના માટે હું આ નગરનું રક્ષણ કરીશ."'" BSB BSB: I will add fifteen years to your life. And I will deliver you and this city from the hand of the king of Assyria. I will defend this city for My sake and for the sake of My servant David.’”
7 ULB યશાયાએ કહ્યું, "અંજીરનું ચકતું લો;" તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો. BSB BSB: Then Isaiah said, “Prepare a poultice of figs.” So they brought it and applied it to the boil, and Hezekiah recovered.
8 ULB પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, "યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?" BSB BSB: Now Hezekiah had asked Isaiah, “What will be the sign that the LORD will heal me and that I will go up to the house of the LORD on the third day?”
9 ULB યશાયાએ કહ્યું, "યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?" BSB BSB: And Isaiah had replied, “This will be a sign to you from the LORD that He will do what He has promised: Would you like the shadow to go forward ten steps, or back ten steps?”
10 ULB હિઝકિયાએ જવાબ આપ્યો, "છાંયડો દસ અંશ આગળ વધે એ તો નાની વાત છે; એમ નહિ, પણ દસ અંશ પાછો હઠે." BSB BSB: “It is easy for the shadow to lengthen ten steps,” answered Hezekiah, “but not for it to go back ten steps.”
11 ULB યશાયા પ્રબોધકે યહોવાહને મોટેથી પોકાર કર્યો, તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો, ત્યાંથી તેમણે દસ અંશ પાછો હઠાવ્યો. BSB BSB: So Isaiah the prophet called out to the LORD, and He brought the shadow back the ten steps it had descended on the stairway of Ahaz.
12 ULB તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા બરોદાખ-બાલાદાને સંદેશાવાહકો સાથે હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યાં, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, હિઝકિયા માંદો પડ્યો છે. BSB BSB: At that time Merodach-baladan son of Baladan king of Babylon sent letters and a gift to Hezekiah, for he had heard about Hezekiah’s illness.
13 ULB હિઝકિયાએ તેઓનું સાંભળીને તેઓને પોતાની કિંમતી વસ્તુઓથી ભરેલો આખો મહેલ, ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ, શસ્રભંડાર અને ભંડારમાં જે બધું મળી આવ્યું તે સર્વ સંદેશાવાહકોને બતાવ્યું. ત્યાં આખા ઘરમાં કે રાજ્યમાં એવું કંઈ ન હતું, કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય. BSB BSB: And Hezekiah received the envoys and showed them all that was in his treasure house—the silver, the gold, the spices, and the precious oil, as well as his armory—all that was found in his storehouses. There was nothing in his palace or in all his dominion that Hezekiah did not show them.
14 ULB ત્યારે પ્રબોધક યશાયાએ હિઝકિયા પાસે આવીને તેને પૂછ્યું, "આ માણસોએ તને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?" હિઝકિયાએ કહ્યું, "તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે." BSB BSB: Then the prophet Isaiah went to King Hezekiah and asked, “Where did those men come from, and what did they say to you?” “They came from a distant land,” Hezekiah replied, “from Babylon.”
15 ULB યશાયાએ પૂછ્યું, "તેઓએ તારા મહેલમાં શું જોયું?" હિઝકિયાએ કહ્યું, "તેઓએ મારા મહેલમાં બધું જ જોયું છે. મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેઓને બતાવી ના હોય." BSB BSB: “What have they seen in your palace?” Isaiah asked. “They have seen everything in my palace,” answered Hezekiah. “There is nothing among my treasures that I did not show them.”
16 ULB ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, "યહોવાહનું વચન સાંભળ, BSB BSB: Then Isaiah said to Hezekiah, “Hear the word of the LORD:
17 ULB 'જો, એવા દિવસો આવી રહ્યા છે કે જયારે તારા મહેલમાં જે બધું છે તેનો, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ સંગ્રહ કર્યો છે તે બધું જ, બાબિલમાં લઈ જવામાં આવશે. કશું જ બાકી રહેશે નહિ એવું યહોવાહ કહે છે. BSB BSB: The time will surely come when everything in your palace and all that your fathers have stored up until this day will be carried off to Babylon. Nothing will be left, says the LORD.
18 ULB અને તારા દીકરા જે તારાથી ઉત્પન્ન થશે, જેઓ તારા વંશજો થશે, તેઓને તેઓ લઈ જશે; તેઓને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.'" BSB BSB: And some of your descendants, your own flesh and blood, will be taken away to be eunuchs in the palace of the king of Babylon.”
19 ULB હિઝકિયાએ યશાયાને કહ્યું, "તું યહોવાહનું વચન જે બોલ્યો તે સારું છે." કેમ કે તેણે વિચાર્યું કે, "હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે" BSB BSB: But Hezekiah said to Isaiah, “The word of the LORD that you have spoken is good.” For he thought, “Will there not at least be peace and security in my lifetime?”
21 ULB હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પછી તેનો દીકરો મનાશ્શા તેની જગ્યાએ રાજા બન્યો. BSB BSB: And Hezekiah rested with his fathers, and his son Manasseh reigned in his place.
Select verses for actions: Enter goes to them and Escape comes back.