1 ULB એલિશા પ્રબોધકે પ્રબોધકોના દીકરાઓમાંના એકને બોલાવ્યો. અને તેને કહ્યું, "તારી કમર બાંધ, તારા હાથમાં તેલની આ શીશી લે. અને રામોથ ગિલ્યાદ જા." BSB BSB: Now Elisha the prophet summoned one of the sons of the prophets and said to him, “Tuck your cloak under your belt, take this flask of oil, and go to Ramoth-gilead.
3 ULB પછી આ તેલની શીશીનું તેલ તેના માથા પર રેડજે. અને કહેજે કે, "યહોવાહ એવું કહે છે કે, મેં તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.' પછી દરવાજો ખોલીને તરત નાસી આવજે; વિલંબ કરીશ નહિ." BSB BSB: Then take the flask of oil, pour it on his head, and declare, ‘This is what the LORD says: I anoint you king over Israel.’ Then open the door and run. Do not delay!”
4 ULB તેથી તે જુવાન, એટલે જુવાન પ્રબોધક રામોથ ગિલ્યાદ ગયો. BSB BSB: So the young prophet went to Ramoth-gilead,
5 ULB જ્યારે તે ત્યાં આવ્યો, ત્યારે, સૈન્યના સરદારો બેઠેલા હતા. તે જુવાન પ્રબોધકે કહ્યું, "હે સરદાર, હું તમારે માટે સંદેશ લાવ્યો છું." યેહૂએ પૂછ્યું, "અમારા બધામાંથી કોને માટે?" જુવાન પ્રબોધકે કહ્યું, "હે સરદાર, તારા માટે." BSB BSB: and when he arrived, the army commanders were sitting there. “I have a message for you, commander,” he said. “For which of us?” asked Jehu. “For you, commander,” he replied.
6 ULB પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડીને તેને કહ્યું, "ઇઝરાયલના યહોવાહ એવું કહે છે, 'મેં તને યહોવાહના લોકો એટલે ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. BSB BSB: So Jehu got up and went into the house, where the young prophet poured the oil on his head and declared, “This is what the LORD, the God of Israel, says: ‘I anoint you king over the LORD’s people Israel.
7 ULB તું તારા માલિક આહાબના કુટુંબનાંને મારશે કે, જેથી હું મારા સેવક પ્રબોધકોના રક્તનો બદલો અને યહોવાહના બધા સેવકોના રક્તનો બદલો ઇઝબેલ પર વાળું. BSB BSB: And you are to strike down the house of your master Ahab, so that I may avenge the blood of My servants the prophets and the blood of all the servants of the LORD shed by the hand of Jezebel.
8 ULB કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે, આહાબના દરેક નર બાળકને તથા જે બંદીવાન હોય તેને તેમ જ સ્વતંત્ર હોય તેને હું નાબૂદ કરીશ. BSB BSB: The whole house of Ahab will perish, and I will cut off from Ahab every male, both slave and free, in Israel.
9 ULB આહાબના કુટુંબને હું નબાટના દીકરા યરોબામના કુટુંબની માફક અને અહિયાના દીકરા બાશાના કુટુંબની માફક કરી નાખીશ. BSB BSB: I will make the house of Ahab like the houses of Jeroboam son of Nebat and Baasha son of Ahijah.
10 ULB ઇઝબેલને યિઝ્રએલમાં કૂતરા ખાશે, તેને દફનાવનાર કોઈ હશે નહિ.'" પછી તે બારણું ઉઘાડીને ઉતાવળે જતો રહ્યો. BSB BSB: And on the plot of ground at Jezreel the dogs will devour Jezebel, and there will be no one to bury her.’” Then the young prophet opened the door and ran.
11 ULB ત્યાર પછી યેહૂ તેના માલિકના ચાકરોની પાસે બહાર આવ્યો, એકે તેને પૂછ્યું, "બધું ક્ષેમકુશળ છે? આ પાગલ માણસ શા માટે તારી પાસે આવ્યો હતો?" યેહૂએ તેઓને જવાબ આપ્યો, "તે માણસને તમે ઓળખો છો અને તેણે શી વાતો કરી તે તમે જાણો છો?" BSB BSB: When Jehu went out to the servants of his master, they asked, “Is everything all right? Why did this madman come to you?” “You know his kind and their babble,” he replied.
12 ULB તેઓએ કહ્યું, "ના, અમે નથી જાણતા. તું અમને કહે." ત્યારે યેહૂએ કહ્યું, "તેણે મને આમ કહ્યું, તેણે એ પણ કહ્યું, યહોવાહ એમ કહે છે: મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.'" BSB BSB: “That is a lie!” they said. “Tell us now!” So Jehu answered, “He talked to me about this and that, saying, ‘This is what the LORD says: I anoint you king over Israel.’”
13 ULB ત્યારે તે દરેકે તરત જ પોતાનાં વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહૂના પગ નીચે મૂક્યાં. તેઓએ રણશિંગડુંં વગાડીને કહ્યું, "યેહૂ રાજા છે." BSB BSB: Quickly, each man took his garment and put it under Jehu on the bare steps. Then they blew the ram’s horn and proclaimed, “Jehu is king!”
14 ULB આ રીતે નિમ્શીના દીકરા યહોશાફાટના દીકરા યેહૂએ યોરામ સામે બળવો કર્યો. હવે યોરામ અને સર્વ ઇઝરાયલ અરામના રાજા હઝાએલના કારણથી રામોથ ગિલ્યાદનો બચાવ કરતા હતા. BSB BSB: Thus Jehu son of Jehoshaphat, the son of Nimshi, conspired against Joram. (Now Joram and all Israel had been defending Ramoth-gilead against Hazael king of Aram,
15 ULB પણ યોરામ રાજા તો અરામના રાજા હઝાએલ સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ જે ઘા કર્યા હતા તેથી સાજો થવા માટે યિઝ્રએલ પાછો આવ્યો હતો. યેહૂએ યોરામના ચાકરોને કહ્યું, "જો તમારું મન એવું હોય, તો યિઝ્રએલમાં ખબર આપવા જવા માટે કોઈને નાસીને નગરમાંથી બહાર જવા દેશો નહિ." BSB BSB: but King Joram had returned to Jezreel to recover from the wounds he had suffered at the hands of the Arameans in the battle against Hazael their king.) So Jehu said, “If you commanders wish to make me king, then do not let anyone escape from the city to go and tell it in Jezreel.”
16 ULB માટે યેહૂ પોતાના રથમાં બેસીને યિઝ્રએલ જવા નીકળ્યો, કેમ કે, યોરામ ત્યાં આરામ કરતો હતો. હવે યહૂદિયાનો રાજા અહાઝયાહ યોરામને જોવા માટે ત્યાં આવ્યો હતો. BSB BSB: Then Jehu got into his chariot and went to Jezreel, because Joram was laid up there. And Ahaziah king of Judah had gone down to see him.
17 ULB યિઝ્રએલના બુરજ પર ચોકીદાર ઊભો હતો, તેણે ઘણે દૂરથી યેહૂની ટોળીને આવતી જોઈને કહ્યું, "હું માણસોના ટોળાને આવતું જોઉં છું." યોરામે કહ્યું, "એક ઘોડેસવારને તેઓને મળવા મોકલ. અને તે પૂછે છે કે, 'શું તમને સલાહશાંતિ છે?'" BSB BSB: Now the watchman standing on the tower in Jezreel saw Jehu’s troops approaching, and he called out, “I see a company of troops!” “Choose a rider,” Joram commanded. “Send him out to meet them and ask, ‘Have you come in peace?’”
18 ULB તેથી ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, "રાજા એમ પૂછે છે કે: 'શું તમને સલાહશાંતિ છે?'" માટે યેહૂએ કહ્યું, "તારે શાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ." ત્યારે ચોકીદારે રાજાને કહ્યું કે, "સંદેશાવાહક તેઓને મળવા ગયો તો ખરો, પણ તે પાછો આવ્યો નથી." BSB BSB: So a horseman rode off to meet Jehu and said, “This is what the king asks: ‘Have you come in peace?’” “What do you know about peace?” Jehu replied. “Fall in behind me.” And the watchman reported, “The messenger reached them, but he is not coming back.”
19 ULB પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં આવીને તેઓને કહ્યું, "રાજા એમ પુછાવે છે કે: 'શું સલાહ શાંતિ છે?'" યેહૂએ કહ્યું, "તારે શાંતિનું શું કામ છે? તું પાછો વળીને મારી પાછળ આવ." BSB BSB: So the king sent out a second horseman, who went to them and said, “This is what the king asks: ‘Have you come in peace?’” “What do you know about peace?” Jehu replied. “Fall in behind me.”
21 ULB યોરામે કહ્યું, "મારો રથ તૈયાર કરો." તેઓએ તેનો રથ તૈયાર કર્યો. ઇઝરાયલનો રાજા યોરામ અને યહૂદિયાનો રાજા અહાઝયાહ પોતપોતાના રથમાં યેહૂને મળવા ગયા. તે તેઓને નાબોથ યિઝ્રએલીની ખડકી આગળ મળ્યો. BSB BSB: “Harness!” Joram shouted, and they harnessed his chariot. Then Joram king of Israel and Ahaziah king of Judah set out, each in his own chariot, and met Jehu on the property of Naboth the Jezreelite.
22 ULB યોરામે યેહૂને જોતાં જ કહ્યું, "યેહૂ શું સલાહ શાંતિ છે?" તેણે કહ્યું, "જ્યાં સુધી તારી માતા ઇઝબેલ વ્યભિચાર તથા તંત્રમંત્ર કર્યા કરતી હોય ત્યાં સુધી શાની શાંતિ હોય?" BSB BSB: When Joram saw Jehu, he asked, “Have you come in peace, Jehu?” “How can there be peace,” he replied, “as long as the idolatry and witchcraft of your mother Jezebel abound?”
23 ULB તેથી યોરામ તેનો રથ ફેરવીને પાછો વળીને નાઠો અને અહાઝયાહને કહ્યું, "વિશ્વાસઘાત છે, અહાઝયાહ." BSB BSB: Joram turned around and fled, calling out to Ahaziah, “Treachery, Ahaziah!”
25 ULB પછી યેહૂએ પોતાના સરદાર બિદકારને કહ્યું, "તેને ઉઠાવીને નાબોથ યિઝ્રએલીના ખેતરમાં નાખી દે. જ્યારે તું અને હું બન્ને સાથે તેના પિતા આહાબની પાછળ સવારી કરીને આવતા હતા ત્યારે યહોવાહે તેની વિરુદ્ધ આ ભવિષ્યવાણી કરી હતી તે યાદ કર. BSB BSB: And Jehu said to Bidkar his officer, “Pick him up and throw him into the field of Naboth the Jezreelite. For remember that when you and I were riding together behind his father Ahab, the LORD lifted up this burden against him:
26 ULB યહોવાહ કહે છે, 'ખરેખર ગઈકાલે મેં નાબોથનું અને તેના દીકરાઓનું રક્ત જોયું છે.' યહોવાહ કહે છે કે, 'આ જ ખેતરમાં હું તારી પાસેથી બદલો લઈશ.' હવે ચાલો, યહોવાહના વચન પ્રમાણે તેને ઉઠાવી લઈને તે ખેતરમાં નાખી દો." BSB BSB: ‘As surely as I saw the blood of Naboth and the blood of his sons yesterday, declares the LORD, so will I repay you on this plot of ground, declares the LORD.’ Now then, according to the word of the LORD, pick him up and throw him on the plot of ground.”
27 ULB યહૂદિયાનો રાજા અહાઝયાહ આ જોઈને બેથ-હાગ્ગાનને માર્ગે નાસી ગયો. પણ યેહૂએ તેની પાછળ પડીને તેને કહ્યું, "તેને પણ રથમાં મારી નાખો." તેઓએ તેને યિબ્લામ પાસેના ગૂરના ઘાટ આગળ તેને મારીને ઘાયલ કર્યો. અહાઝયાહ મગિદ્દોમાં નાસી ગયો અને ત્યાં મરણ પામ્યો. BSB BSB: When King Ahaziah of Judah saw this, he fled up the road toward Beth-haggan. And Jehu pursued him, shouting, “Shoot him too!” So they shot Ahaziah in his chariot on the Ascent of Gur, near Ibleam, and he fled to Megiddo and died there.
28 ULB તેના ચાકરો તેના શબને રથમાં યરુશાલેમ લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે તેની કબરમાં દફ્નાવ્યો. BSB BSB: Then his servants carried him by chariot to Jerusalem and buried him with his fathers in his tomb in the City of David.
29 ULB આહાબના દીકરા યોરામના શાસનકાળના અગિયારમા વર્ષે અહાઝયાહ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. BSB BSB: (In the eleventh year of Joram son of Ahab, Ahaziah had become king over Judah.)
30 ULB યેહૂ યિઝ્રએલ આવ્યો, ઇઝબેલ એ સાંભળ્યું, ત્યારે તેણે પોતાની આંખોમાં કાજળ લગાવ્યું તથા માથું ઓળીને બારીમાંથી નજર કરી. BSB BSB: Now when Jehu arrived in Jezreel, Jezebel heard of it. So she painted her eyes, adorned her head, and looked down from a window.
31 ULB જેવો યેહૂ દરવાજામાં પ્રવેશ્યો કે ઇઝબેલે તેને કહ્યું, "હે પોતાના માલિકનું ખૂન કરનાર, ઝિમ્રી તું શાંતિમાં આવ્યો છે?" BSB BSB: And as Jehu entered the gate, she asked, “Have you come in peace, O Zimri, murderer of your master?”
32 ULB યેહૂએ બારી તરફ ઊંચું જોઈને કહ્યું, "મારા પક્ષમાં કોણ છે? કોણ?" ત્યારે બે ત્રણ ખોજાઓએ બહાર જોયું. BSB BSB: He looked up at the window and called out, “Who is on my side? Who?” And two or three eunuchs looked down at him.
33 ULB યેહૂએ કહ્યું, "તેને નીચે ફેંકી દો." તેથી તેઓએ ઇઝબેલને નીચે ફેંકી દીધી, તેના રક્તના છાંટા દીવાલ પર તથા ઘોડાઓ પર પડ્યા. અને યેહૂએ તેને પગ નીચે કચડી નાખી. BSB BSB: “Throw her down!” yelled Jehu. So they threw her down, and her blood splattered on the wall and on the horses as they trampled her underfoot.
34 ULB પછી યેહૂએ મહેલમાં જઈને ખાધું અને પીધું. પછી તેણે કહ્યું, "હવે આ શાપિત સ્ત્રીને સંભાળીને દફનાવો, કેમ કે તે રાજાની દીકરી છે." BSB BSB: Then Jehu went in and ate and drank. “Take care of this cursed woman,” he said, “and bury her, for she was the daughter of a king.”
35 ULB તેઓ તેને દફનાવવા ગયા, પણ તેની ખોપરી, પગ તથા હથેળીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહિ. BSB BSB: But when they went out to bury her, they found nothing but her skull, her feet, and the palms of her hands.
36 ULB માટે તેઓએ પાછા આવીને યેહૂને ખબર આપી. તેણે કહ્યું, "યહોવાહે પોતાના સેવક તિશ્બી એલિયા દ્વારા જે વચન કહ્યું હતું તે આ છે કે, 'યિઝ્રએલની ભૂમિમાં કૂતરાઓ ઇઝબેલનું માંસ ખાશે, BSB BSB: So they went back and told Jehu, who replied, “This is the word of the LORD, which He spoke through His servant Elijah the Tishbite: ‘On the plot of ground at Jezreel the dogs will devour the flesh of Jezebel.
37 ULB અને ઇઝબેલનો મૃતદેહ યિઝ્રએલ ભૂમિના ખેતરોમાં ખાતરરૂપ થશે. જેથી કોઈ એવું નહિ કહે કે, "આ ઇઝબેલ છે." BSB BSB: And Jezebel’s body will lie like dung in the field on the plot of ground at Jezreel, so that no one can say: This is Jezebel.’”
Select verses for actions: Enter goes to them and Escape comes back.