1 ULB ત્યાર પછી એમ થયું કે દાઉદે ઈશ્વરને પૂછ્યું, "શું હું યહૂદિયાના કોઈ એક નગરમાં જાઉં?" ઈશ્વરે તેને જવાબ આપ્યો, "ઉપર જા." દાઉદે કહ્યું, "હું કયા શહેરમાં જાઉં?" ઈશ્વરે જવાબ આપ્યો, "હેબ્રોનમાં જા." BSB BSB: Some time later, David inquired of the LORD, “Should I go up to one of the towns of Judah?” “Go up,” the LORD answered. Then David asked, “Where should I go?” “To Hebron,” replied the LORD.
2 ULB તેથી દાઉદ પોતાની બે સ્ત્રીઓ, યિઝ્રએલી અહિનોઆમ અને નાબાલ કાર્મેલીની વિધવા અબિગાઈલ સાથે ત્યાં ગયો. BSB BSB: So David went there with his two wives, Ahinoam of Jezreel and Abigail the widow of Nabal of Carmel.
3 ULB દાઉદ તેની સાથેના માણસોને પણ ત્યાં લાવ્યો, દરેક પોતપોતાનાં કુટુંબને લઈને હેબ્રોનના નગરોમાં આવ્યા. ત્યાં તેમણે વસવાટ શરુ કર્યો. BSB BSB: David also took the men who were with him, each with his household, and they settled in the towns near Hebron.
4 ULB યહૂદિયાના માણસો ત્યાં આવ્યા, તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ દાઉદને કહ્યું કે, "યાબેશ ગિલ્યાદના માણસોએ શાઉલને દફ્નાવ્યો." BSB BSB: Then the men of Judah came to Hebron, and there they anointed David king over the house of Judah. And they told David, “It was the men of Jabesh-gilead who buried Saul.”
5 ULB તેથી દાઉદે યાબેશ ગિલ્યાદ દેશના માણસો પાસે સંદેશાવાહકો મોકલીને તેમને કહ્યું, "તમે ઈશ્વરથી આશીર્વાદિત છો, કેમ કે તમે તમારા માલિક શાઉલ પ્રત્યે વફાદારી દર્શાવીને તેને દફ્નાવ્યો. BSB BSB: So David sent messengers to the men of Jabesh-gilead to tell them, “The LORD bless you, because you showed this kindness to Saul your lord when you buried him.
6 ULB હવે ઈશ્વર તમારા પર કરારની વફાદારી તથા વિશ્વાસુપણું બતાવો. વળી તમે આ કામ કર્યું છે માટે હું પણ તમારા પ્રત્યે ભલાઈ દર્શાવીશ. BSB BSB: Now may the LORD show you loving devotion and faithfulness, and I will also show you the same favor because you have done this.
7 ULB હવે પછી, તમારા હાથ બળવાન થાઓ; તમે હિંમતવાન થાઓ કેમ કે તમારો માલિક શાઉલ મરણ પામ્યો છે; પણ યહૂદાના કુળે મને તેઓના પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. BSB BSB: Now then, be strong and courageous, for though Saul your lord is dead, the house of Judah has anointed me as their king.”
8 ULB પણ શાઉલના સૈન્યનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર, શાઉલના દીકરા ઈશ-બોશેથને માહનાઇમમાં લઈ આવ્યો; BSB BSB: Meanwhile, Abner son of Ner, the commander of Saul’s army, took Saul’s son Ish-bosheth, moved him to Mahanaim,
9 ULB તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ, આશેર, યિઝ્રએલ, એફ્રાઇમ, બિન્યામીન તથા સર્વ ઇઝરાયલ પર રાજા બનાવ્યો. BSB BSB: and made him king over Gilead, Asher, Jezreel, Ephraim, and Benjamin—over all Israel.
10 ULB જયારે શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, તેણે બે વર્ષ રાજ કર્યું. પણ યહૂદાનું કુળ દાઉદને આધીન રહેતું હતું. BSB BSB: Saul’s son Ish-bosheth was forty years old when he began to reign over Israel, and he reigned for two years. The house of Judah, however, followed David.
11 ULB દાઉદે સાત વર્ષ અને છ મહિના સુધી હેબ્રોનમાં યહૂદાના કુળ પર રાજ કર્યું. BSB BSB: And the length of time that David was king in Hebron over the house of Judah was seven years and six months.
12 ULB નેરનો દીકરો આબ્નેર તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઇમથી નીકળીને ગિબ્યોનમાં ગયા. BSB BSB: One day Abner son of Ner and the servants of Ish-bosheth son of Saul marched out from Mahanaim to Gibeon.
13 ULB સરુયા નો દીકરો યોઆબ અને દાઉદના ચાકરો બહાર નીકળી જઈને તેઓને ગિબ્યોનના નાળાં પાસે મળ્યા. તેઓનું એક ટોળું તળાવની એક કિનારે અને બીજુ ટોળું તળાવની બીજી કિનારે એમ ત્યાં તેઓ બેઠા. BSB BSB: So Joab son of Zeruiah and the servants of David marched out and met them by the pool of Gibeon. And the two groups took up positions on opposite sides of the pool.
14 ULB આબ્નેરે યોઆબને કહ્યું કે, "કૃપા કરી જુવાન માણસોને અમારી સમક્ષ આવીને હરીફાઈ કરવા દે." પછી યોઆબે કહ્યું, "તેઓને આવવા દો." BSB BSB: Then Abner said to Joab, “Let us have the young men get up and compete before us.” “Let them get up,” Joab replied.
15 ULB પછી જુવાન માણસો ઊઠ્યા અને એકત્ર થયા, બિન્યામીન તથા શાઉલના દીકરા ઈશ-બોશેથમાંથી બાર જણ અને દાઉદના ચાકરોમાંથી બાર. BSB BSB: So they got up and were counted off—twelve for Benjamin and Ish-bosheth son of Saul, and twelve for David.
16 ULB તેઓમાંના પ્રત્યેક માણસે પોતાના વિરોધીને માથાથી પકડીને તેની તલવારની અણી તેના વિરોધીને ભોંકી અને તેઓ બધા એકસાથે નીચે ઢળી પડ્યા. માટે તે જગ્યાનું નામ હિબ્રૂ ભાષામાં, "હેલ્કાથ-હાસ્સુરીમ" અથવા "તલવારોનું ખેતર" એવું પડ્યું, જે ગિબ્યોનમાં છે. BSB BSB: Then each man grabbed his opponent by the head and thrust his sword into his opponent’s side, and they all fell together. So this place, which is in Gibeon, is called Helkath-hazzurim.
17 ULB તે દિવસે ઘણું તીવ્ર યુદ્ધ થયું અને આબ્નેર તથા ઇઝરાયલી માણસોનો દાઉદના ચાકરો આગળ પરાજય થયો હતો. BSB BSB: The battle that day was intense, and Abner and the men of Israel were defeated by the servants of David.
18 ULB સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકતો હતો. BSB BSB: The three sons of Zeruiah were there: Joab, Abishai, and Asahel. Now Asahel was fleet of foot like a wild gazelle,
19 ULB અસાહેલ કોઈપણ દિશામાં વળ્યા વિના સીધો આબ્નેરની પાછળ ગયો. BSB BSB: and he chased Abner, not turning to the right or to the left in his pursuit.
20 ULB આબ્નેરે પાછળ જોઈને તેને કહ્યું, "શું તું અસાહેલ છે?" તેણે જવાબ આપ્યો કે, "હું તે છું." BSB BSB: And Abner glanced back and said, “Is that you, Asahel?” “It is,” Asahel replied.
21 ULB આબ્નેરે તેને કહ્યું, "તારી જમણી કે ડાબી બાજુ તરફ વળી જા. અને એક જુવાન માણસને પકડીને તેનાં શસ્ત્ર લઈ લે." પણ અસાહેલ કોઈ બાજુએ વળ્યો નહિ. BSB BSB: So Abner told him, “Turn to your right or to your left, seize one of the young men, and take his equipment for yourself.” But Asahel would not stop chasing him.
22 ULB તેથી આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું કે, "મારો પીછો કરવાનું બંધ કર. શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માંગે છે? તને મારીને હું કેવી રીતે મારું મોં તારા ભાઈ યોઆબને દેખાડું?" BSB BSB: Once again, Abner warned Asahel, “Stop chasing me. Why should I strike you to the ground? How could I show my face to your brother Joab?”
23 ULB પણ અસાહેલે તે બાજુ તરફ વળવાનો ઇનકાર કર્યો, તેથી આબ્નેરે ભાલાનો ધારદાર હાથો તેના શરીરમાં ઘુસાડી દીધો, તે ભાલાનો હાથો શરીરની આરપાર નીકળ્યો. અસાહેલ નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. જ્યાં અસાહેલ મરણ પામ્યો હતો ત્યાં તેના શબ પાસે જેઓ આવ્યા હતા તેઓ ત્યાં જ ઊભા રહ્યા. BSB BSB: But Asahel refused to turn away. So Abner thrust the butt of his spear into his stomach, and it came out his back, and he fell dead on the spot. And every man paused when he came to the place where Asahel had fallen and died.
24 ULB પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પાછળ લાગ્યા. સૂર્યાસ્ત થવાના સમયે, તેઓ આમ્મા પર્વત, જે ગિબ્યોનના અરણ્યના માર્ગ પર ગીયાહ આગળ છે ત્યાં આવી પહોંચ્યા. BSB BSB: But Joab and Abishai pursued Abner. By sunset, they had gone as far as the hill of Ammah opposite Giah on the way to the wilderness of Gibeon.
25 ULB બિન્યામીનના માણસો પોતે આબ્નેરની પાછળ એકત્ર થયા અને તેઓ પર્વતના શિખર ઉપર ઊભા રહ્યા. BSB BSB: The Benjamites rallied to Abner, formed a single unit, and took their stand atop a hill.
26 ULB ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, શું તલવાર હંમેશા સંહાર કર્યા કરશે? શું તું જાણતો નથી કે તેનો અંત તો કડવો થશે? તારા જે માણસો તેઓના ભાઈઓની પાછળ પડ્યા છે તેઓને ત્યાંથી પાછા વળી જવાનું કહેવાને તું ક્યાં સુધી રાહ જોઈશ?" BSB BSB: Then Abner called out to Joab: “Must the sword devour forever? Do you not realize that this will only end in bitterness? How long before you tell the troops to stop pursuing their brothers?”
27 ULB યોઆબે જવાબ આપ્યો, "જીવતા ઈશ્વરના સમ, જો તેં કહ્યું ન હોત તો નિશ્ચે સવાર સુધી મારા સૈનિકો તેઓના ભાઈઓની પાછળ પડ્યા ન હોત." BSB BSB: “As surely as God lives,” Joab replied, “if you had not spoken up, the troops would have continued pursuing their brothers until morning.”
28 ULB પછી યોઆબે રણશિંગડુંં વગાડ્યું, તેના સર્વ માણસોએ ઇઝરાયલની પાછળ પડવાનું અટકાવી દીધું. અને તેઓએ લડાઈ કરવાનું બંધ કર્યું. BSB BSB: So Joab blew the ram’s horn, and all the troops stopped; they no longer pursued Israel or continued to fight.
29 ULB આબ્નેર અને તેના માણસોએ તે આખી રાત અરાબામાં પસાર થઈને મુસાફરી કરી. તેઓ યર્દન ઓળંગીને, બીજી સવારે માહનાઇમમાં પહોંચ્યા. BSB BSB: And all that night Abner and his men marched through the Arabah. They crossed the Jordan, marched all morning, and arrived at Mahanaim.
30 ULB યોઆબે આબ્નેરની પાછળ પડવાનું અટકાવી દીધું. તે પાછો ફર્યો. તેણે સર્વ માણસોને એકત્ર કર્યા. તો તેઓમાંથી અસાહેલ અને દાઉદના સૈનિકોમાંથી ઓગણીસ માણસો ઓછા થયેલા હતા. BSB BSB: When Joab returned from pursuing Abner, he gathered all the troops. In addition to Asahel, nineteen of David’s servants were missing,
31 ULB પણ દાઉદના માણસોએ આબ્નેર તથા બિન્યામીનના ત્રણ સો સાઠ માણસોને માર્યા. BSB BSB: but they had struck down 360 Benjamites who were with Abner.
32 ULB પછી તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાં તેના પિતાની કબરમાં દફ્નાવ્યો. યોઆબ અને તેના માણસો આખી રાત ચાલ્યા અને સૂર્યોદય થતાં હેબ્રોનમાં પહોંચ્યા. BSB BSB: And they took Asahel and buried him in his father’s tomb in Bethlehem. Then Joab and his men marched all night and reached Hebron at daybreak.
Select verses for actions: Enter goes to them and Escape comes back.