1 ULB દાઉદને ઈશ્વરે તેના સર્વ શત્રુઓના તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે દાઉદે ઈશ્વરની આગળ આ ગીત ગાયું: BSB BSB: And David sang this song to the LORD on the day the LORD had delivered him from the hand of all his enemies and from the hand of Saul.
2 ULB તેણે કહ્યું, "ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે. BSB BSB: He said: “The LORD is my rock, my fortress, and my deliverer.
3 ULB ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, તેઓ મને જુલમથી બચાવે છે. BSB BSB: My God is my rock, in whom I take refuge, my shield, and the horn of my salvation. My stronghold, my refuge, and my Savior, You save me from violence.
4 ULB ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ. BSB BSB: I will call upon the LORD, who is worthy to be praised; so shall I be saved from my enemies.
5 ULB કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો. BSB BSB: For the waves of death engulfed me; the torrents of chaos overwhelmed me.
6 ULB શેઓલ નાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો. BSB BSB: The cords of Sheol entangled me; the snares of death confronted me.
7 ULB એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; મારા પ્રભુને પોકાર કર્યો; તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી. BSB BSB: In my distress I called upon the LORD; I cried out to my God. And from His temple He heard my voice, and my cry for help reached His ears.
8 ULB ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા. BSB BSB: Then the earth shook and quaked; the foundations of the heavens trembled; they were shaken because He burned with anger.
9 ULB તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. તેનાથી અંગારા સળગી ઊઠ્યા. BSB BSB: Smoke rose from His nostrils, and consuming fire came from His mouth; glowing coals blazed forth.
10 ULB અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો. BSB BSB: He parted the heavens and came down with dark clouds beneath His feet.
11 ULB પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા. BSB BSB: He mounted a cherub and flew; He soared on the wings of the wind.
12 ULB અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં. BSB BSB: He made darkness a canopy around Him, a gathering of water and thick clouds.
13 ULB તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા. BSB BSB: From the brightness of His presence coals of fire blazed forth.
14 ULB આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. પરાત્પરે અવાજ કર્યો. BSB BSB: The LORD thundered from heaven; the voice of the Most High resounded.
15 ULB તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા. BSB BSB: He shot His arrows and scattered the foes; He hurled lightning and routed them.
16 ULB ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા. BSB BSB: The channels of the sea appeared, and the foundations of the world were exposed at the rebuke of the LORD, at the blast of the breath of His nostrils.
17 ULB તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા. BSB BSB: He reached down from on high and took hold of me; He drew me out of deep waters.
18 ULB તેમણે મારા બળવાન શત્રુથી, જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા. BSB BSB: He rescued me from my powerful enemy, from foes too mighty for me.
19 ULB મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા, પણ મારો આધાર ઈશ્વર હતા. BSB BSB: They confronted me in my day of calamity, but the LORD was my support.
20 ULB વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા. તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા. BSB BSB: He brought me out into the open; He rescued me because He delighted in me.
21 ULB ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે. BSB BSB: The LORD has rewarded me according to my righteousness; He has repaid me according to the cleanness of my hands.
22 ULB કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી. BSB BSB: For I have kept the ways of the LORD and have not wickedly departed from my God.
23 ULB કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી. BSB BSB: For all His ordinances are before me; I have not disregarded His statutes.
24 ULB વળી હું તેમની આગળ નિર્દોષ હતો, મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે. BSB BSB: And I have been blameless before Him and kept myself from iniquity.
25 ULB તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે. BSB BSB: So the LORD has repaid me according to my righteousness, according to my cleanness in His sight.
26 ULB કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો. BSB BSB: To the faithful You show Yourself faithful, to the blameless You show Yourself blameless;
27 ULB શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો, હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો. BSB BSB: to the pure You show Yourself pure, but to the crooked You show Yourself shrewd.
28 ULB દુઃખી લોકોને તમે બચાવશો, પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો. BSB BSB: You save an afflicted people, but Your eyes are on the haughty to bring them down.
29 ULB કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે. BSB BSB: For You, O LORD, are my lamp; the LORD lights up my darkness.
30 ULB કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું. મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું. BSB BSB: For in You I can charge an army; with my God I can scale a wall.
31 ULB કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. ઈશ્વરનું વચન શુદ્ધ છે. જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે. BSB BSB: As for God, His way is perfect; the word of the LORD is flawless. He is a shield to all who take refuge in Him.
32 ULB કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે? BSB BSB: For who is God besides the LORD? And who is the Rock except our God?
33 ULB ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે. BSB BSB: God is my strong fortress, and He makes my way clear.
34 ULB તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે. BSB BSB: He makes my feet like those of a deer and stations me upon the heights.
35 ULB તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. BSB BSB: He trains my hands for battle; my arms can bend a bow of bronze.
36 ULB વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, તમારી કૃપાએ મને મોટો કર્યો છે. BSB BSB: You have given me Your shield of salvation, and Your gentleness exalts me.
37 ULB તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, જેથી મારા પગ લપસી ગયા નથી. BSB BSB: You broaden the path beneath me so that my ankles do not give way.
38 ULB મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ. BSB BSB: I pursued my enemies and destroyed them; I did not turn back until they were consumed.
39 ULB મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. તેઓ મારા પગ આગળ પડ્યા છે. BSB BSB: I devoured and crushed them so they could not rise; they have fallen under my feet.
40 ULB કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે. BSB BSB: You have armed me with strength for battle; You have subdued my foes beneath me.
41 ULB વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે. કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું. BSB BSB: You have made my enemies retreat before me; I destroyed those who hated me.
42 ULB તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ. BSB BSB: They looked, but there was no one to save them—to the LORD, but He did not answer.
43 ULB ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા. મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા. BSB BSB: I ground them as the dust of the earth; I crushed and trampled them like mud in the streets.
44 ULB તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે. BSB BSB: You have delivered me from the strife of my people; You have preserved me as the head of nations; a people I had not known shall serve me.
45 ULB વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે. BSB BSB: Foreigners cower before me; when they hear me, they obey me.
46 ULB વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે. BSB BSB: Foreigners lose heart and come trembling from their strongholds.
47 ULB ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ. BSB BSB: The LORD lives, and blessed be my Rock! And may God, the Rock of my salvation, be exalted—
48 ULB એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, જે લોકોને મારી સત્તા નીચે લાવે છે. BSB BSB: the God who avenges me and brings down nations beneath me,
49 ULB તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો. તમે બળાત્કારી માણસથી મને બચાવો છો. BSB BSB: who frees me from my enemies. You exalt me above my foes; You rescue me from violent men.
50 ULB એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ. BSB BSB: Therefore I will praise You, O LORD, among the nations; I will sing praises to Your name.
51 ULB ઈશ્વર પોતાના રાજાને વિજય અપાવે છે, પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે." BSB BSB: Great salvation He brings to His king. He shows loving devotion to His anointed, to David and his descendants forever.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.