1 ULB પ્રેરિતો તેમ જ બીજા વિશ્વાસીઓ જેઓ યહૂદિયા પ્રાંતના અલગ અલગ નગરોમાં રહેતા હતા તેઓએ લોકોને કહેતા સાંભળ્યા કે કેટલાક બિનયહૂદી લોકોએ પણ ઈશ્વરના ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કર્યો છે. BSB BSB: The apostles and brothers throughout Judea soon heard that the Gentiles also had received the word of God.
2 ULB પણ પિતર કાઈસારિયાથી યરુશાલેમ પાછો આવ્યો ત્યારે, ત્યાં યરુશાલેમમાં કેટલાક યહૂદી વિશ્વાસીઓ તેને મળ્યા અને તેની ટીકા કરી.તેઓ ઈચ્છતા હતા કે ઈસુના બધા અનુયાયીઓની સુન્નત કરવામાં આવે. BSB BSB: So when Peter went up to Jerusalem, the circumcised believers took issue with him
3 ULB તેઓએ તેને કહ્યું, “તું બેસુન્નત બિનયહૂદીઓના ઘરે જાય છે એટલું જ નહિ પણ, તું તેઓની સાથે જમે પણ છે!” BSB BSB: and said, “You visited uncircumcised men and ate with them.”
4 ULB તેથી પિતરે ખરેખર જે બન્યું હતું તે તેઓને કહેવાનું શરુ કર્યું. BSB BSB: But Peter began and explained to them the whole sequence of events:
5 ULB તેણે કહ્યું,” હું જોપ્પા શહેરમાં મારી રીતે પ્રાર્થના કરી રહ્યો હતો, અને ત્યારે મને એક દર્શન થયું.મેં જોયું કે એક વિશાળ ચાદર ચાર ખૂણેથી લટકાવેલી આકાશમાંથી ઉતરી આવી, અને હું જ્યાં હતો ત્યાં નીચે તે આવી. BSB BSB: “I was in the city of Joppa praying, and in a trance I saw a vision of something like a large sheet being let down from heaven by its four corners, and it came right down to me.
6 ULB હું જયારે ધ્યાનથી તેમાં જોઈ રહ્યો હતો ત્યારે, મેં કેટલાક પાલતુ પ્રાણીઓ અને કેટલાક જંગલી પ્રાણીઓ, સર્પ, અને જંગલી પક્ષીઓ પણ જોયા. BSB BSB: I looked at it closely and saw four-footed animals of the earth, wild beasts, reptiles, and birds of the air.
7 ULB પછી મેં ઈશ્વરને મને આદેશ આપતા સાંભળ્યા, ‘પિતર, ઊભો થા, મારીને તેઓને ખા!’ BSB BSB: Then I heard a voice saying to me, ‘Get up, Peter, kill and eat.’
8 ULB પણ મેં ઉત્તર આપ્યો, પ્રભુ, તમે સાચે જ એવું ઈચ્છો નહિ કે હું તે પ્રમાણે કરું, કેમ કે આપણો નિયમમાં જે ખાવાની મના કરી છે તે મેં કદી ખાધું નથી!’ BSB BSB: ‘No, Lord,’ I said, ‘for nothing impure or unclean has ever entered my mouth.’
9 ULB ઈશ્વરે આકાશમાંથી બીજી વાર મને તે કહ્યું, ‘હું ઈશ્વર છું, તેથી મેં જે બનાવ્યું છે તે ખાવા માટે સ્વીકૃત છે, તો એવું કહીશ નહિ કે તે ખાવા માટે અસ્વીકૃત છે.’” BSB BSB: But the voice spoke from heaven a second time, ‘Do not call anything impure that God has made clean.’
10 ULB આ જ બાબત બીજી બે વાર બની, અને પછી તે બધા પ્રાણીઓ અને પક્ષીઓવાળી તે ચાદર આકાશમાં પાછી ઉચકાઈ ગઈ. BSB BSB: This happened three times, and everything was drawn back up into heaven.
11 ULB તે જ ક્ષણે, હું જ્યાં રહેતો હતો ત્યાં કાઈસારિયાથી મોકલેલા ત્રણ માણસો આવી પહોચ્યા. BSB BSB: Just then three men sent to me from Caesarea stopped at the house where I was staying.
12 ULB ઈશ્વરના આત્માએ મને કહ્યું કે તેઓ બિનયહૂદી છે છતાં મારે તેઓની સાથે જવામાં ખચકાવું જોઈએ નહિ.મારી સાથે છ યહૂદી વિશ્વાસીઓ પણ કાઈસારિયા આવ્યા, અને પછી અમે તે બિનયહૂદી માણસના ઘરે ગયા. BSB BSB: The Spirit told me to accompany them without hesitation. These six brothers also went with me, and we entered the man’s home.
14 ULB તે તને કહેશે કે કેવી રીતે તું અને તારા ઘરના બીજા બધા બચી શકો.’” BSB BSB: He will convey to you a message by which you and all your household will be saved.’
15 ULB મેં બોલવાનું શરુ કર્યું ત્યારે, જેવી રીતે પચાસમાના પર્વ દરમ્યાન પવિત્ર આત્મા આપણા ઉપર ઉતરી આવ્યા હતા તેવી જ રીતે તે અચાનક તેઓ ઉપર આવ્યા. BSB BSB: As I began to speak, the Holy Spirit fell upon them, just as He had fallen upon us at the beginning.
16 ULB પ્રભુએ જે કહ્યું હતું તે પછી મને યાદ આવ્યું: ‘યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું, પણ ઈશ્વર તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.’” BSB BSB: Then I remembered the word of the Lord, how He said, ‘John baptized with water, but you will be baptized with the Holy Spirit.’
17 ULB આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે પછી તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યા તેઓને ઈશ્વરે તે બિનયહૂદીઓને પણ આપ્યા. તેથી હું ઈશ્વરને એવું કહી શકું નહિ કે તેમણે જયારે પવિત્ર આત્મા તેઓને આપ્યા ત્યારે તેમણે કઈ ખોટું કર્યું!” BSB BSB: So if God gave them the same gift He gave us who believed in the Lord Jesus Christ, who was I to hinder the work of God?”
18 ULB પિતરે જે કહ્યું તે યહૂદી વિશ્વાસીઓએ સાંભળ્યું તે પછી, તેઓએ તેની ટીકા કરવાનું બંધ કર્યું. તેના બદલે, તેમણે, ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું, “તો પછી એ સ્પષ્ટ છે કે બિનયહૂદીઓને પણ તેઓ પાપી વ્યવહારથી પાછા ફરે તો, અનંતજીવન પ્રાપ્ત કરે માટે તેઓને સ્વીકાર્યાં છે.” BSB BSB: When they heard this, they had no further objections, and they glorified God, saying, “So then, God has granted even the Gentiles repentance unto life.”
19 ULB સ્તેફનના મરણ પછી, ઘણા વિશ્વાસીઓએ યરુશાલેમ છોડી દીધું અને અન્ય જગ્યાઓમાં ગયા કેમ કે તેઓ યરુશાલેમમાં સહન કરી રહ્યા હતા.તેઓમાંના કેટલાક ફિનીકિયા ગયા, કેટલાક સાયપ્રસ ટાપુ પર ગયા, અને બીજા અંત્યોખ કે જે સિરિયાનું શહેર હતું ત્યાં ગયા.તે સ્થળોએ તેઓ લોકોને ઈસુ વિષેનો સંદેશ સતત કહેતા હતા, પણ તેઓએ માત્ર બીજા યહૂદીઓને જ તે વિષે કહ્યું. BSB BSB: Meanwhile those scattered by the persecution that began with Stephen traveled as far as Phoenicia, Cyprus, and Antioch, speaking the message only to Jews.
21 ULB તે વિશ્વાસીઓ અસરકારક પ્રચાર કરી શકે તે માટે પ્રભુ ઈશ્વર તેમને સામર્થ્ય આપતા હતા.તેના પરિણામે, બીજા ઘણા બિનયહૂદી લોકોએ તેમના સંદેશ પર અને પ્રભુ પર વિશ્વાસ કર્યો. BSB BSB: The hand of the Lord was with them, and a great number of people believed and turned to the Lord.
22 ULB યરુશાલેમમાંના વિશ્વાસીઓના સમુહે લોકોને કહેતા સાંભળ્યા કે અંત્યોખમાં ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે. તેથી યરુશાલેમમાંના વિશ્વાસીઓના આગેવાનોએ બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો. BSB BSB: When news of this reached the ears of the church in Jerusalem, they sent Barnabas to Antioch.
23 ULB તે ત્યાં પહોચ્યો ત્યારે, તેણે અનુભવ કર્યો કે ઈશ્વર વિશ્વાસીઓ પ્રત્યે ભલાઈથી વર્ત્યા છે.તેથી તે ઘણો ખુશ થયો, અને વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર સતત સંપૂર્ણ વિશ્વાસ કરવા તેણે ઉત્તેજન આપ્યું. BSB BSB: When he arrived and saw the grace of God, he rejoiced and encouraged them all to abide in the Lord with all their hearts.
24 ULB બાર્નાબાસ ભલો માણસ હતો જે પવિત્ર આત્માના નિયંત્રણમાં હતો, તે ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો હતો.બાર્નાબાસે જે કર્યું તેના લીધે, ત્યાંના ઘણા લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. BSB BSB: Barnabas was a good man, full of the Holy Spirit and faith, and a great number of people were brought to the Lord.
25 ULB પછી બાર્નાબાસ શાઉલને શોધવા માટે કીલીકિયાના તાર્સસ શહેરમાં ગયો. BSB BSB: Then Barnabas went to Tarsus to look for Saul,
26 ULB તેને શોધી કાઢ્યા પછી, બાર્નાબાસ તેને લઈને વિશ્વાસીઓને શીખવવામાં મદદ કરવા અંત્યોખ પાછો આવ્યો.તેથી આખા એક વર્ષ સુધી બાર્નાબાસ અને શાઉલ નિયમિત રીતે ત્યાંની મંડળીને મળ્યા અને મોટી સંખ્યામાં લોકોને ઈસુ વિશેનું શિક્ષણ આપ્યું. શિષ્યોને સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવામાં આવ્યા. BSB BSB: and when he found him, he brought him back to Antioch. So for a full year they met together with the church and taught large numbers of people. The disciples were first called Christians at Antioch.
27 ULB બાર્નાબાસ અને શાઉલ અંત્યોખમાં હતા તે સમય દરમ્યાન, કેટલાક વિશ્વાસીઓ કે જેઓ પ્રબોધકો હતા તેઓ યરુશાલેમ થી ત્યાં આવ્યા. BSB BSB: In those days some prophets came down from Jerusalem to Antioch.
28 ULB તેઓમાંથી, આગાબસ નામે, એક જણ બોલવા માટે ઊભો થયો.ઈશ્વરના આત્માએ તેને પ્રબોધ કરવાની શક્તિ આપી કે નજીકના સમયમાં ઘણા દેશોમાં દુકાળ પડશે. (ક્લોડિયસ જયારે રોમન શાસક હતો ત્યારે આ દુકાળ પડ્યો.) BSB BSB: One of them named Agabus stood up and predicted through the Spirit that a great famine would sweep across the whole world. (This happened under Claudius.)
29 ULB આગાબસે જે કહ્યું તે જયારે ત્યાંના વિશ્વાસીઓએ સાંભળ્યું ત્યારે, તેઓએ નક્કી કર્યું કે જે વિશ્વાસીઓ યહૂદિયામાં રહે છે તેઓની મદદ કરવા માટે તેઓ નાણા મોકલશે.તેઓમાંના બધાએ નક્કી કર્યું કે તેઓ જેટલા આપી શકે તેટલા વધારે નાણા આપશે. BSB BSB: So the disciples, each according to his ability, decided to send relief to the brothers living in Judea.
30 ULB તેઓએ યરુશાલેમના વિશ્વાસીઓના આગેવાનો પાસે લઈ જવા માટે બાર્નાબાસ તથા શાઉલને તે નાણા આપ્યા. BSB BSB: This they did, sending their gifts to the elders with Barnabas and Saul.
Select verses for actions: Enter goes to them and Escape comes back.