1 ULB ઇકોનિયામાં પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓની એકઠા મળવાની જગ્યાએ ગયા અને પૂરા પરાક્રમથી પ્રભુ ઈસુ વિષે બોલ્યા. તેના પરિણામ રૂપે, ઘણા યહૂદી અને બિનયહૂદીઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો. BSB BSB: At Iconium, Paul and Barnabas went as usual into the Jewish synagogue, where they spoke so well that a great number of Jews and Greeks believed.
2 ULB પણ કેટલાક યહૂદીઓએ તે સંદેશા પર વિશ્વાસ કરવાનો નકાર કર્યો. તેઓએ બિનયહૂદીઓને કહ્યું કે તેઓ તેના પર વિશ્વાસ ન કરે; તેઓએ કેટલાક બિનયહૂદીઓને ત્યાંના વિશ્વાસીઓ પ્રત્યે ઉશ્કેર્યા. BSB BSB: But the unbelieving Jews stirred up the Gentiles and poisoned their minds against the brothers.
3 ULB તેથી પાઉલ અને બાર્નાબાસે પ્રભુ વિષે હિંમતથી બોલવામાં ઘણો સમય ગાળ્યો, અને પ્રભુ ઈસુએ તેઓને ઘણા ચમત્કારો કરવાની શક્તિ આપી. આ રીતે તેમણે લોકોને તે સંદેશનું સત્ય દર્શાવ્યું કે, આપણે લાયક ન હોઈએ તો પણ, પ્રભુ આપણને બચાવે છે. BSB BSB: So Paul and Barnabas spent considerable time there, speaking boldly for the Lord, who affirmed the message of His grace by enabling them to perform signs and wonders.
4 ULB ઈકોનિયામાં જે લોકો રહેતા હતા તેઓની પાસે બે અલગ અભિપ્રાય હતા. કેટલાક યહૂદીઓ સાથે સંમત થયા. બીજાઓ પ્રેરિતો સાથે સંમત થયા. BSB BSB: The people of the city were divided. Some sided with the Jews, and others with the apostles.
5 ULB પછી બિનયહૂદીઓ અને યહૂદીઓ જેઓ પાઉલ અને બાર્નાબાસનો વિરોધ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસની સાથે કેવી રીતે ગેરવર્તન કરે તે વિષે માંહોમાંહે વાતચીત કરી. તે શહેરના કેટલાક મહત્વના લોકો તેઓને મદદ કરવા સંમત થયા. સાથે મળીને, તેઓએ નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસને તેઓ પથ્થર મારીને મારી નાખશે. BSB BSB: But when the Gentiles and Jews, together with their rulers, set out to mistreat and stone them,
6 ULB પણ પાઉલ અને બાર્નાબાસે તેઓની યોજના વિષે સાંભળ્યું, તેથી તેઓ ઝડપથી ત્યાંથી દૂર લૂકાની જીલ્લામાં જતા રહ્યા. તેઓ તે જીલ્લાના લુસ્ત્રા અને દેર્બે શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં ગયા. BSB BSB: they found out about it and fled to the Lycaonian cities of Lystra and Derbe and to the surrounding region,
7 ULB જયારે તેઓ તે વિસ્તારમાં હતા ત્યારે, તેઓએ સતત લોકોને પ્રભુ ઈસુ વિષેનો સંદેશ કહ્યો. BSB BSB: where they continued to preach the gospel.
8 ULB લુસ્ત્રામાં, એક માણસ જે તેના પગોથી અપંગ હતો તે ત્યાં બેઠેલો હતો. જયારે તેની મા એ તેને જન્મ આપ્યો ત્યારે, તે તેના પગોથી અપંગ હતો, તેથી તે કદી ચાલી શકતો ન હતો. BSB BSB: In Lystra there sat a man crippled in his feet, who was lame from birth and had never walked.
9 ULB પાઉલ જયારે પ્રભુ ઈસુ વિષે કહી રહ્યો હતો તે તેણે સાંભળ્યું. પાઉલે સીધા જ તેની તરફ જોયું અને તે તેના ચહેરા પર જોઈ શક્યો કે તેને વિશ્વાસ હતો કે પ્રભુ ઈસુ તેને સાજો કરી શકે છે. BSB BSB: This man was listening to the words of Paul, who looked intently at him and saw that he had faith to be healed.
10 ULB તેથી મોટા અવાજે, પાઉલે તેને બોલાવ્યો,” ઊભો થા!” જયારે માણસે તે સાંભળ્યું ત્યારે, તે તરત કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. BSB BSB: In a loud voice Paul called out, “Stand up on your feet!” And the man jumped up and began to walk.
11 ULB પાઉલે જે કર્યું તે જયારે ટોળાએ જોયું ત્યારે, તેઓએ વિચાર્યું કે પાઉલ અને બાર્નાબાસ દેવો છે કે જેમની તેઓ પૂજા કરતા હતા. તેથી તેઓએ ઉત્તેજિત થઈને તેમની પોતાની લૂકાની ભાષામાં પોકાર્યું,” જુઓ! દેવોએ પોતાને લોકોના સ્વરૂપ જેવા દેખાડ્યા છે અને આપણને મદદ કરવા સારું તેઓ આકાશમાંથી ઊતર્યા છે!” BSB BSB: When the crowds saw what Paul had done, they lifted up their voices in the Lycaonian language: “The gods have come down to us in human form!”
12 ULB તેઓ એવું કહેવા લાગ્યા કે બાર્નાબાસ તે તેમનો મુખ્ય દેવ હોઈ શકે, જેનું નામ ઝિયૂસ હતું.અને એવું કહેવા લાગ્યા કે પાઉલ હેર્મેસ હતો, જે અન્ય દેવોનો સંદેશવાહક હતો. તેઓએ એવું એટલા માટે વિચાર્યું કેમ કે તે પાઉલ હતો જે બોલી રહ્યો હતો. BSB BSB: Barnabas they called Zeus, and Paul they called Hermes, because he was the chief speaker.
13 ULB શહેરના દરવાજાની બહાર જ મંદિર હતું જ્યાં લોકો ઝિયૂસની પૂજા કરતા હતા. પાઉલ તથા બાર્નાબાસે જે કર્યું તે જે પૂજારી ત્યાં હતો તેણે સાંભળ્યું, તેથી તે શહેરના દરવાજે આવ્યો, જ્યાં ઘણા લોકો પહેલેથી એકઠા થએલાં હતા. તે ગળામાં ફૂલોના હાર ભરાવેલા બે બળદોને લાવ્યો.પાઉલ તથા બાર્નાબાસની પૂજાની વિધિના ભાગરૂપે તે પૂજારી અને લોકોનું ટોળું તે બળદોને મારી નાખવા માંગતું હતું. BSB BSB: The priest of Zeus, whose temple was just outside the city, brought bulls and wreaths to the city gates, hoping to offer a sacrifice along with the crowds.
14 ULB પણ જયારે પ્રેરિતોએ, બાર્નાબાસ અને પાઉલે, તે વિષે સાંભળ્યું ત્યારે, તેઓ ખૂબ નિરાશ થયા, તેથી તેઓએ તેમના પોતાના વસ્ત્ર ફાડ્યા. તેઓ મોટેથી બૂમો પાડતા, લોકો મધ્યે દોડી ગયા, BSB BSB: But when the apostles Barnabas and Paul found out about this, they tore their clothes and rushed into the crowd, shouting,
15 ULB “માણસો, તમારે અમારી પૂજા કરવા માટે તે બળદોને મારી નાખવા ન જોઈએ! અમે દેવો નથી! અમે તમારા જેવી જ લાગણી ધરાવતા માત્ર માણસો છીએ! અમે તમને કોઈ શુભ સમાચાર કહેવા આવ્યા છીએ. ઈશ્વર જે સર્વશક્તિમાન છે તેમના વિષે તમને કહેવા માટે અમે આવ્યા છીએ. તેઓ ઇચ્છે છે કે તમે અન્ય દેવોનું ભજન કરવાનું બંધ કરો, કેમ કે તેઓ તમારી સહાય કરી શકશે નહિ. આ સાચા ઈશ્વરે આકાશો, પૃથ્વી, સમુદ્ર, અને તેમાંનું બધું જ બનાવ્યું છે. BSB BSB: “Men, why are you doing this? We too are only men, human like you. We are bringing you good news that you should turn from these worthless things to the living God, who made heaven and earth and sea and everything in them.
16 ULB ભૂતકાળમાં, તમે બધા બિનયહૂદી લોકોએ તમે જે ઈચ્છતા હતા તે દેવોની પૂજા કરી. ઈશ્વરે તમને તેઓની પૂજા કરવા દીધી, કેમ કે તમે તેમને ઓળખતા ન હતા. BSB BSB: In past generations, He let all nations go their own way.
17 ULB પણ તેમણે અમને દર્શાવ્યું છે કે તેઓ અમારી સાથે ભલાઈથી વર્ત્યા છે. તે એ જ છે જે વરસાદ થવા દે છે અને પેદાશ ઉપજાવે છે. તે તમને ભરપૂર ખોરાક આપે છે અને તમારા હૃદયોને આનંદથી ભરી દે છે.” BSB BSB: Yet He has not left Himself without testimony to His goodness: He gives you rain from heaven and fruitful seasons, filling your hearts with food and gladness.”
18 ULB પાઉલે જે કહ્યું તે લોકોએ સાંભળ્યું, પણ તેઓ હજુ એવું જ વિચારતા હતા કે તેમણે પાઉલ તથા બાર્નાબાસની પૂજા કરવા માટે પેલા બળદોનું અર્પણ કરવું જોઈએ. પણ અંતે, લોકોએ એવું ન કરવાનું નક્કી કર્યું. BSB BSB: Even with these words, Paul and Barnabas could hardly stop the crowds from sacrificing to them.
19 ULB જોકે, કેટલાક યહૂદીઓ જે અંત્યોખ અને ઇકોનિયાથી આવેલા તેઓએ લુસ્ત્રાના લોકોને એવું કહીને ઉશ્કેર્યા કે પાઉલ જે સંદેશ તેઓને કહે છે તે સત્ય નથી. તે યહૂદીઓએ જે કહ્યું તેના પર જે લોકોએ વિશ્વાસ કર્યો તેઓ પાઉલ ઉપર ખૂબ ગુસ્સે થયા. તે નીચે પડીને બેભાન થઈ ગયો ત્યાં સુધી, તેમણે યહૂદીઓને તેને પથ્થર મારવા દીધા. તેઓ બધાએ વિચાર્યું કે તે મરણ પામ્યો છે, તેથી તેઓ તેને ઘસડીને શહેરની બહાર લઈ ગયા અને ત્યાં સૂતેલો છોડી દીધો. BSB BSB: Then some Jews arrived from Antioch and Iconium and won over the crowds. They stoned Paul and dragged him outside the city, presuming he was dead.
20 ULB પણ લુસ્ત્રામાંના કેટલાક વિશ્વાસીઓ જ્યાં તે ભૂમિ પર પડેલો હતો, ત્યાં આવ્યા અને પાઉલની આસપાસ ઊભા રહ્યા.અને પાઉલ ભાનમાં આવ્યો! તે ઊભો થયો અને વિશ્વાસીઓની સાથે પાછો શહેરમાં ગયો. બીજે દિવસે, પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા શહેર છોડીને દેર્બે શહેર તરફ ગયા. BSB BSB: But after the disciples had gathered around him, he got up and went back into the city. And the next day he left with Barnabas for Derbe.
21 ULB તેઓ ત્યાં કેટલાક દિવસ રહ્યા, અને તેઓ લોકોને ઈસુ વિષેનો શુભ સંદેશ કહેતા રહ્યા. ઘણા લોકો વિશ્વાસી બન્યા. તે પછી, પાઉલ અને બાર્નાબાસ તેમના માર્ગે પાછા આવવા લાગ્યા. તેઓ ફરીથી લુસ્ત્રા ગયા. પછી ત્યાંથી તેઓ ઇકોનિયા ગયા, અને પછી પીસીદિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા. BSB BSB: They preached the gospel to that city and made many disciples. Then they returned to Lystra, Iconium, and Antioch,
22 ULB દરેક સ્થળે, તેઓ વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખવાની પ્રેરણા આપતા હતા. તેમણે વિશ્વાસીઓને કહ્યું, “ઈશ્વર હંમેશને માટે આપણા પર રાજ કરે તે પહેલા આપણે સંકટોમાંથી પસાર થવું જોઈએ.” BSB BSB: strengthening the souls of the disciples and encouraging them to continue in the faith. “We must endure many hardships to enter the kingdom of God,” they said.
23 ULB પાઉલ અને બાર્નાબાસે દરેક મંડળી માટે આગેવાનોને પસંદ કર્યા. દરેક સ્થળ છોડતા પહેલા, પાઉલ અને બાર્નાબાસે વિશ્વાસીઓને એકઠા કર્યા અને પ્રાર્થના અને ઉપવાસમાં થોડો સમય ગાળ્યો. પછી પાઉલ અને બાર્નાબાસે આગેવાનોને તેમ જ બીજા વિશ્વાસીઓને પ્રભુ ઈસુ, જેમના પર તેઓએ વિશ્વાસ મૂક્યો, તેઓ તેમની સંભાળ લેશે એવા વિશ્વાસમાં સોંપ્યા. BSB BSB: Paul and Barnabas appointed elders for them in each church, praying and fasting as they entrusted them to the Lord, in whom they had believed.
24 ULB જયારે પાઉલ અને બાર્નાબાસ પીસીદિયા જીલ્લામાંથી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દક્ષિણે પામ્ફૂલિયા જીલ્લામાં ગયા. BSB BSB: After passing through Pisidia, they came to Pamphylia.
25 ULB તે જીલ્લામાં, તેઓ પેર્ગા નગરમાં આવી પહોચ્યા અને ઈશ્વરનો પ્રભુ ઈસુ વિષેનો સંદેશ ત્યાંના લોકોને પ્રગટ કર્યો. પછી તેઓ નીચેની તરફ દરિયાકિનારે અત્તાલિયા નગરે ગયા. BSB BSB: And when they had spoken the word in Perga, they went down to Attalia.
26 ULB ત્યાં તેઓ વહાણમાં બેઠા અને સિરિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા.આ તે સ્થળ હતું જ્યાં પાઉલ અને બાર્નાબાસને અન્ય સ્થળોમાં જઈને પ્રચાર કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા, અને જ્યાં વિશ્વાસીઓએ તેમને માટે ઈશ્વર પાસે માંગ્યું હતું કે જે કાર્ય તેઓએ હાલ પૂરું કર્યું છે તે કરવાને માટે તેમને મદદ કરે. BSB BSB: From Attalia they sailed to Antioch, where they had been commended to the grace of God for the work they had just completed.
27 ULB જયારે તેઓ અંત્યોખ શહેરમાં આવી પહોચ્યા ત્યારે, તેમણે વિશ્વાસીઓને એકઠા કર્યા. પછી પાઉલ અને બાર્નાબાસે તેઓ બધાને કહ્યું કે ઈશ્વરે આ કરવામાં તેમની મદદ કરી છે. ખાસ કરીને, તેમણે તેઓને કહ્યું કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદી લોકોને ઈસુમાં વિશ્વાસ કરવા શક્તિ આપી. BSB BSB: When they arrived, they gathered the church together and reported all that God had done through them, and how He had opened the door of faith to the Gentiles.
28 ULB પછી પાઉલ અને બાર્નાબાસ ઘણા સમય સુધી બીજા વિશ્વાસીઓની સાથે અંત્યોખમાં રહ્યા. BSB BSB: And they spent a long time there with the disciples.
Select verses for actions: Enter goes to them and Escape comes back.