1 ULB તે દરમ્યાન, જેઓ પ્રભુને અનુસરતા હતા તેઓને શાઉલ ગુસ્સાથી ડરાવતો અને મારી નાખવાની ધમકી આપતો હતો.તે યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે ગયો BSB BSB: Meanwhile, Saul was still breathing out murderous threats against the disciples of the Lord. He approached the high priest
2 ULB અને તેણે તેને વિનંતી કરી કે તે તેની ઓળખ આપતા પત્રો દમસ્કસના યહૂદી સભાસ્થાનના આગેવાનો પર લખે.તે પત્રોમાં એવી માંગણી હતી કે પુરુષ કે સ્ત્રી જે ઈસુએ જે માર્ગ શીખવ્યો તેના પર ચાલતા હોય તેઓની તે અટકાયત કરે, અને તેમને કેદી બનાવીને યરુશાલેમના આગેવાનો પાસે લઈ જાય જેથી તેઓ તેમનો ન્યાય કરે અને શિક્ષા કરે. BSB BSB: and requested letters to the synagogues in Damascus, so that if he found any men or women belonging to the Way, he could bring them as prisoners to Jerusalem.
3 ULB જયારે શાઉલ અને તેની સાથે જેઓ હતા તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દમસ્ક તરફ જઈ રહ્યા હતા.અચાનક સ્વર્ગમાંથી ખુબ પ્રકાશિત અજવાળું શાઉલની આસપાસ ફેલાઈ ગયું. BSB BSB: As Saul drew near to Damascus on his journey, suddenly a light from heaven flashed around him.
4 ULB તરત તે ભૂમિ પર પડી ગયો.પછી તેણે કોઈનો અવાજ તેને કહેતા સાંભળ્યો, “શાઉલ, શાઉલ, તું મને સતાવવાનો પ્રયત્ન કેમ કરે છે?” BSB BSB: He fell to the ground and heard a voice say to him, “Saul, Saul, why do you persecute Me?”
5 ULB શાઉલે તેને પૂછ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “હું ઈસુ છું, જેને તું સતાવે છે. BSB BSB: “Who are You, Lord?” Saul asked. “I am Jesus, whom you are persecuting,” He replied.
6 ULB હવે ઊભો થઈને શહેરમાં જા! ત્યાં એક જણ તને બતાવશે કે હું તારા દ્વારા શું કરાવવા માંગું છું.” BSB BSB: “Now get up and go into the city, and you will be told what you must do.”
7 ULB જે માણસો શાઉલની સાથે મુસાફરી કરી રહ્યા હતા આશ્ચર્યના માર્યા કંઈ બોલી શક્યા નહિ.તેઓ ત્યાં ઊભા જ રહ્યા. તેઓએ ઈશ્વરને બોલતા સાંભળ્યા, પણ તેમણે કોઈને જોયા નહિ. BSB BSB: The men traveling with Saul stood there speechless. They heard the voice but did not see anyone.
8 ULB શાઉલ ભૂમિ પરથી ઊઠ્યો, પણ જયારે તેણે તેની આંખો ખોલી ત્યારે તે કશું જોઈ ન શક્યો.તેથી તેની સાથેના માણસો તેને હાથ પકડીને દમસ્ક દોરી ગયા. BSB BSB: Saul got up from the ground, but when he opened his eyes he could not see a thing. So they led him by the hand into Damascus.
9 ULB પછીના ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ. BSB BSB: For three days he was without sight, and he did not eat or drink anything.
10 ULB દમસ્કમાં અનાન્યા નામનો ઈસુનો એક અનુયાયી હતો.પ્રભુ ઈસુએ તેને દર્શન આપ્યું અને કહ્યું, “અનાન્યા! તેણે ઉત્તર આપ્યો, “પ્રભુ, હું સાંભળું છું.” BSB BSB: In Damascus there was a disciple named Ananias. The Lord spoke to him in a vision, “Ananias!” “Here I am, Lord,” he answered.
11 ULB પ્રભુ ઈસુએ તેને કહ્યું, “ઊભી શેરીમાં યહૂદાનું જે ઘર છે ત્યાં જા.ત્યાં કોઈકને તાર્સસનાં શાઉલ સંબંધીએ પૂછ કે તું તેની સાથે વાત કરી શકે, કેમ કે આ સમયે તે મારી પ્રાર્થના કરી રહ્યો છે. BSB BSB: “Get up!” the Lord told him. “Go to the house of Judas on Straight Street and ask for a man from Tarsus named Saul, for he is praying.
12 ULB શાઉલે દર્શનમાં જોયું કે અનાન્યા નામનો એક માણસ ઘરમાં પ્રવેશ્યો જ્યાં તે રહેતો હતો અને તેના માથા પર તેના હાથ મૂક્યા જેથી તે ફરીથી જોઈ શકે.” BSB BSB: In a vision he has seen a man named Ananias come and place his hands on him to restore his sight.”
13 ULB અનાન્યાએ જવાબ આપ્યો, “પણ પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિશે કહ્યું છે! યરુશાલેમમાંના જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેઓ પ્રત્યે તેણે ઘણી દુષ્ટ બાબતો કરી છે! BSB BSB: But Ananias answered, “Lord, many people have told me about this man and all the harm he has done to Your saints in Jerusalem.
14 ULB અહીં દમસ્કમાંના જેઓ તમારામાં વિશ્વાસ કરે છે તેઓને કેદી બનાવવા માટે અહીં આવવાની મુખ્ય યાજકે તેને સત્તા આપેલી છે!” BSB BSB: And now he is here with authority from the chief priests to arrest all who call on Your name.”
15 ULB પણ પ્રભુ ઈસુએ અનાન્યાને કહ્યું કે, “શાઉલની પાસે જા! હું જે કહું છું તે કર, કેમ કે તે બિનયહૂદીઓને અને તેમના રાજાઓને અને ઇઝરાયલી લોકોને મારા વિશે કહી શકે તે રીતે મારી સેવા કરે માટે મેં તેને પસંદ કર્યો છે. BSB BSB: “Go!” said the Lord. “This man is My chosen instrument to carry My name before the Gentiles and their kings, and before the people of Israel.
16 ULB હું જાતે જ તેને કહીશ કે તેણે લોકોને મારા વિશે કહેવા માટે ઘણી વાર સહન કરવું પડશે.” BSB BSB: I will show him how much he must suffer for My name.”
17 ULB તેથી અનાન્યા ગયો, અને જ્યાં શાઉલ હતો તે ઘર શોધી કાઢ્યા પછી, તે તેમાં ગયો.પછી, જેવો તે શાઉલને મળ્યો, કે તરત જ તેણે તેના હાથ તેના પર મૂક્યા, અને તેણે કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ ઈસુએ પોતે જ મને તારી પાસે આવવા આજ્ઞા આપી છે.જયારે તું દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તને જે દેખાયા હતા તેઓ તે જ છે.તેમણે મને તારી પાસે મોકલ્યો છે કે તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માના સંપૂર્ણ નિયંત્રણમાં આવે.” BSB BSB: So Ananias went to the house, and when he arrived, he placed his hands on Saul. “Brother Saul,” he said, “the Lord Jesus, who appeared to you on the road as you were coming here, has sent me so that you may see again and be filled with the Holy Spirit.”
18 ULB તરત જ, માછલીના ભીંગડા જેવું કશુંક શાઉલની આંખમાંથી ખર્યું, અને તે ફરીથી જોઈ શક્યો.પછી તે ઊઠ્યો અને બાપ્તિસ્મા પામ્યો. BSB BSB: At that instant, something like scales fell from Saul’s eyes, and his sight was restored. He got up and was baptized,
19 ULB શાઉલે થોડો ખોરાક લીધા પછી, તે ફરીથી મજબૂત થયો.શાઉલ દમસ્કસના બીજા વિશ્વાસીઓની સાથે થોડા દિવસ ત્યાં રહ્યો. BSB BSB: and after taking some food, he regained his strength. And he spent several days with the disciples in Damascus.
20 ULB તે સાથે જ તેણે યહૂદી સભાસ્થાનોમાં ઈસુ વિશે પ્રચાર કરવાનું ચાલુ કર્યું.તેણે તેઓને કહ્યું કે ઈસુ ઈશ્વરના દીકરા છે. BSB BSB: Saul promptly began to proclaim Jesus in the synagogues, declaring, “He is the Son of God.”
21 ULB બધા લોકો જેઓએ તેને પ્રચાર કરતા સાંભળ્યો તેઓ સર્વ આશ્ચર્ય પામ્યા.તેઓમાંના કેટલાક કહેતા હતા, “આપણે ભાગ્યે જ વિશ્વાસ કરી શકીએ કે આ એ જ માણસ છે જે યરુશાલેમમાંના યહૂદીઓને સતાવતો હતો અને જે તેમને કેદી બનાવીને યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે લઈ જવાનો હતો!” BSB BSB: All who heard him were astounded and asked, “Isn’t this the man who wreaked havoc in Jerusalem on those who call on this name? And hasn’t he come here to take them as prisoners to the chief priests?”
22 ULB પણ ઈશ્વરે શાઉલને શક્તિ આપી કે તે ઘણા લોકોને વધુ ખાતરીપૂર્વક રીતે પ્રચાર કરી શકે.તે શાસ્ત્રમાંથી સાબિત કરતો હતો કે ઈસુ એ ખ્રિસ્ત છે.તેથી તે જે કહે છે તે કેવી રીતે ખોટું ઠરાવવું તે દમસ્કમાંના યહૂદી આગેવાનો વિચારી શક્યા નહિ. BSB BSB: But Saul was empowered all the more, and he confounded the Jews living in Damascus by proving that Jesus is the Christ.
23 ULB થોડા સમય પછી, યહૂદી આગેવાનોએ તેને મારી નાખવાની યોજના ઘડી. BSB BSB: After many days had passed, the Jews conspired to kill him,
24 ULB દિવસ અને રાત દરમ્યાન યહૂદીઓ શહેરના દરવાજામાંથી પસાર થતા લોકોનું સતત ધ્યાન રાખતા હતા, જેથી જયારે તેઓ શાઉલને જુએ ત્યારે તેઓ તેને મારી નાખી શકે.જોકે, કોઈકે શાઉલને કહી દીધું હતું કે તેઓએ તેને મારી નાખવાની યોજના કરી છે. BSB BSB: but Saul learned of their plot. Day and night they watched the city gates in order to kill him.
25 ULB તેથી કેટલાક લોકો જેઓને તેણે ઈસુ પર વિશ્વાસ કરવા તરફ દોર્યા હતા તેઓ એક રાત્રે તેને શહેરને ઘેરતી ઊંચી પથ્થરની દીવાલ પાસે લઈ ગયા.દીવાલમાંના બાકોરામાંથી મોટી ટોપલીમાં તેઓએ તેને દોરડાની મદદથી તેને નીચે ઉતાર્યો.આ રીતે તે દમસ્કમાંથી નાસી ગયો. BSB BSB: One night, however, his disciples took him and lowered him in a basket through a window in the wall.
26 ULB જયારે શાઉલ યરુશાલેમમાં આવી પહોચ્યો, ત્યારે તેણે બીજા વિશ્વાસીઓને મળવાનો પ્રયત્ન કર્યો.જો કે, તેઓમાંના લગભગ બધાએ તેનાથી બીવાનું ચાલુ રાખ્યું, કેમ કે તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ કે તે વિશ્વાસી બન્યો છે. BSB BSB: When Saul arrived in Jerusalem, he tried to join the disciples, but they were all afraid of him, not believing that he was a disciple.
27 ULB પણ બાર્નાબાસ તેની પાસે આવ્યો અને તેને પ્રેરિતોની પાસે લઈ ગયો.તેણે પ્રેરિતોને જણાવ્યું કે, કેવી રીતે જયારે શાઉલ દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે, તેણે પ્રભુ ઈસુને જોયા અને કેવી રીતે પ્રભુએ ત્યાં તેની સાથે વાત કરી.તેણે તેઓને એ પણ કહ્યું કે કેવી રીતે શાઉલે દમસ્કસના લોકોને હિંમતપૂર્વક ઈસુ વિશે પ્રચાર કર્યો. BSB BSB: Then Barnabas brought him to the apostles and described how Saul had seen the Lord, who had spoken to him on the road to Damascus, and how Saul had spoken boldly in that city in the name of Jesus.
28 ULB તેથી આખા યરુશાલેમમાં શાઉલે પ્રેરિતોને અને બીજા વિશ્વાસીઓને મળવાનું ચાલુ કર્યું, અને તે હિંમતથી લોકોને પ્રભુ ઈસુ વિશે કહેતો હતો. BSB BSB: So Saul stayed with them, moving about freely in Jerusalem and speaking boldly in the name of the Lord.
29 ULB શાઉલ યહૂદીઓ કે જેઓ ગ્રીક ભાષા બોલતા હતા તેઓને પણ ઈસુ વિશે કહેતો હતો, અને તેમની સાથે ચર્ચા કરતો હતો.પણ તેઓ સતત એવું વિચારતા હતા કે તે તેઓ કઈ રીતે તેને મારી નાખે. BSB BSB: He talked and debated with the Grecian Jews, but they tried to kill him.
30 ULB જયારે બીજા વિશ્વાસીઓએ એ જાણ્યું કે તેઓ તેને મારી નાખવા યોજના કરતા હતા, ત્યારે કેટલાક શાઉલ ને કાઈસારિયા શહેર તરફ લઈ ગયા.ત્યાં તેઓએ તેને એક વહાણ જે તેના શહેર તાર્સસ તરફ જતું હતું, તેમાં બેસાડ્યો. BSB BSB: When the brothers learned of this, they took him down to Caesarea and sent him off to Tarsus.
31 ULB તેથી વિશ્વાસીઓનો સમૂહ આખા યહૂદિયા, ગાલીલ અને સમરુનમાં શાંતિપૂર્વક રહેતો હતો કેમ કે હવે કોઈ તેમને સતાવણી કરનાર નહોતું.પવિત્ર આત્મા તેઓને શક્તિ આપતા હતા અને ઉત્તેજન આપતા હતા.તેઓ સતત પ્રભુ ઈસુને માન આપતા હતા, અને પવિત્ર આત્મા બીજા ઘણા લોકોને વિશ્વાસીઓ થવા માટે શક્તિમાન કરતા હતા. BSB BSB: Then the church throughout Judea, Galilee, and Samaria experienced a time of peace. It grew in strength and numbers, living in the fear of the Lord and the encouragement of the Holy Spirit.
32 ULB જયારે પિતર તે બધા પ્રદેશોમાંથી પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, એકવાર તે વિશ્વાસીઓ કે જેઓ સમુદ્ર કિનારાના પ્રદેશ લોદમાં રહેતા હતા તેમની મુલાકાત માટે ત્યાં ગયો. BSB BSB: As Peter traveled throughout the area, he went to visit the saints in Lydda.
33 ULB ત્યાં તે એક માણસ જેનું નામ એનિયસ હતું તેને મળ્યો.એનીયસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો કેમ કે તે આઠ વર્ષથી લકવાગ્રસ્ત હતો. BSB BSB: There he found a man named Aeneas who had been paralyzed and bedridden for eight years.
34 ULB પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે! ઊભો થા અને તારું બિછાનું વાળી લે!” તરત જ એનીયસ ઊભો થયો. BSB BSB: “Aeneas,” Peter said to him, “Jesus Christ heals you! Get up and put away your mat.” Immediately Aeneas got up,
35 ULB મોટા ભાગના લોકો જેઓ લોદમાં અને શારોનના મેદાનમાં રહેતા હતા તેઓએ પ્રભુએ એનીયસને સાજો કર્યો તે પછી જોયો, તેથી તેઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો. BSB BSB: and all who lived in Lydda and Sharon saw him and turned to the Lord.
36 ULB જોપ્પા શહેરમાં એક વિશ્વાસી હતી જેનું નામ તબીથા હતું.ગ્રીક ભાષામાં તેનું નામ દરકાસ હતું.ગરીબ લોકોને તેમની જરૂરિયાતની બાબતો આપવા દ્વારા તે હમેશા સારાં કાર્યો કરતી હતી. BSB BSB: In Joppa there was a disciple named Tabitha (which is translated as Dorcas), who was always occupied with works of kindness and charity.
37 ULB જયારે પિતર લોદમાં હતો તે સમય દરમ્યાન, તે બીમાર પડી અને મરણ પામી.ત્યાંની કેટલીક સ્ત્રીઓએ યહૂદી રિવાજ પ્રમાણે તેના શરીરને નવડાવ્યું. પછી તેઓએ તેના શરીરને વસ્ત્રોમાં લપેટીને તેના ઘરની ઉપલી મેડીમાં મૂક્યું. BSB BSB: At that time, however, she became sick and died, and her body was washed and placed in an upper room.
38 ULB લોદ એ જોપ્પા શહેરથી નજીક હતું, તેથી જયારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર હજુ લોદમાં છે, ત્યારે તેમણે બે માણસોને પિતરની પાસે મોકલ્યા.પિતર જ્યાં હતો ત્યાં તેઓ આવી પહોચ્યા ત્યારે, તેઓએ તેને તાકીદ કરી, “મહેરબાની કરીને મારી સાથે જોપ્પા આવ!” BSB BSB: Since Lydda was near Joppa, the disciples, hearing that Peter was there, sent two men to urge him, “Come to us without delay.”
39 ULB પિતર તરત તૈયાર થયો અને તેમની સાથે ગયો. જયારે તે જોપ્પામાં તે ઘરમાં આવ્યો, ત્યારે તેઓ તેને ઉપલી મેડીમાં જ્યાં દરકાસનું શરીર રાખેલું હતું ત્યાં લઈ ગયા.બધી જ વિધવાઓ ત્યાં તેની આસપાસ હતી.તેઓ રડતી હતી અને જે ઝભ્ભા અને બીજા વસ્ત્રો દરકાસ હજુ જીવતી હતી ત્યારે લોકોને માટે બનાવતી હતી તે તેઓને દેખાડતી હતી. BSB BSB: So Peter got up and went with them. On his arrival, they took him to the upper room. All the widows stood around him, weeping and showing him the tunics and other clothing that Dorcas had made while she was still with them.
40 ULB પણ પિતરે તે બધાને ઓરડામાંથી બહાર કાઢી મૂક્યા.પછી તેણે ઘૂંટણ પર પડીને પ્રાર્થના કરી.પછી, તેના શરીર તરફ ફરીને, તેણે કહ્યું, “તબીથા, ઊભી થા!” તરત તેણે તેની આંખો ખોલી અને, જયારે તેણે પિતરને જોયા, તે બેઠી થઈ. BSB BSB: Then Peter sent them all out of the room. He knelt down and prayed, and turning toward her body, he said, “Tabitha, get up!” She opened her eyes, and seeing Peter, she sat up.
41 ULB તેણે તેનો એક હાથ પકડ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી.પછી તેણે વિશ્વાસીઓને તેમ જ જે વિધવાઓ ત્યાં હતી તેઓને ફરીથી અંદર બોલાવ્યા, તેણે તેઓને બતાવ્યું કે તે ફરીથી જીવતી થઈ છે. BSB BSB: Peter took her by the hand and helped her up. Then he called the saints and widows and presented her to them alive.
42 ULB તરત જ જોપ્પામાં રહેનારા લોકોએ તે ચમત્કાર વિશે જાણ્યું, અને તેના પરિણામ રૂપે ઘણા લોકોએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો. BSB BSB: This became known all over Joppa, and many people believed in the Lord.
43 ULB પિતર જોપ્પામાં સિમોન નામના માણસ કે જે પ્રાણીઓના ચામડીમાંથી ચામડું બનાવતો હતો તેના ત્યાં ઘણા દિવસ સુધી રહ્યો. BSB BSB: And Peter stayed for several days in Joppa with a tanner named Simon.
Select verses for actions: Enter goes to them and Escape comes back.