1 ULB યર્દન પાર અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે. BSB BSB: These are the words that Moses spoke to all Israel in the wilderness east of the Jordan—in the Arabah opposite Suph—between Paran and Tophel, Laban, Hazeroth, and Dizahab.
2 ULB સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની મજલ જેટલું છે. BSB BSB: It is an eleven-day journey from Horeb to Kadesh-barnea by way of Mount Seir.
3 ULB મિસર દેશ છોડ્યાના ચાળીસમા વર્ષના અગિયારમા મહિનાને પ્રથમ દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી, તે તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી. BSB BSB: In the fortieth year, on the first day of the eleventh month, Moses proclaimed to the Israelites all that the LORD had commanded him concerning them.
4 ULB એટલે અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો અને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઇ પાસે રહેતો હતો, તેઓનો ઈશ્વરે નાશ કર્યો ત્યાર પછી; BSB BSB: This was after he had defeated Sihon king of the Amorites, who lived in Heshbon, and then at Edrei had defeated Og king of Bashan, who lived in Ashtaroth.
5 ULB યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાની શરૂઆત કરીને કહ્યું કે, BSB BSB: On the east side of the Jordan in the land of Moab, Moses began to explain this law, saying:
6 ULB આપણા ઈશ્વર યહોવાહે હોરેબ પર આપણને કહ્યું હતું કે, તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે. BSB BSB: The LORD our God said to us at Horeb: “You have stayed at this mountain long enough.
7 ULB તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ. BSB BSB: Resume your journey and go to the hill country of the Amorites; go to all the neighboring peoples in the Arabah, in the hill country, in the foothills, in the Negev, and along the seacoast to the land of the Canaanites and to Lebanon, as far as the great River Euphrates.
8 ULB જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો'" BSB BSB: See, I have placed the land before you. Enter and possess the land that the LORD swore He would give to your fathers Abraham, Isaac, and Jacob, and to their descendants after them.”
9 ULB "તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી. BSB BSB: At that time I said to you, “I cannot carry the burden for you alone.
10 ULB તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે. BSB BSB: The LORD your God has multiplied you, so that today you are as numerous as the stars in the sky.
11 ULB તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો. BSB BSB: May the LORD, the God of your fathers, increase you a thousand times over and bless you as He has promised.
12 ULB પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું? BSB BSB: But how can I bear your troubles, burdens, and disputes all by myself?
13 ULB માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ." BSB BSB: Choose for yourselves wise, understanding, and respected men from each of your tribes, and I will appoint them as your leaders.”
14 ULB પછી તમે મને ઉત્તર આપ્યો હતો અને કહ્યું હતું કે, જે વાત તેં કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે. BSB BSB: And you answered me and said, “What you propose to do is good.”
15 ULB "તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા. BSB BSB: So I took the leaders of your tribes, wise and respected men, and appointed them as leaders over you—as commanders of thousands, of hundreds, of fifties, and of tens, and as officers for your tribes.
16 ULB અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો. BSB BSB: At that time I charged your judges: “Hear the disputes between your brothers, and judge fairly between a man and his brother or a foreign resident.
17 ULB ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ. BSB BSB: Show no partiality in judging; hear both small and great alike. Do not be intimidated by anyone, for judgment belongs to God. And bring to me any case too difficult for you, and I will hear it.”
18 ULB અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી. BSB BSB: And at that time I commanded you all the things you were to do.
19 ULB અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય, ઈશ્વર આપણા યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતાં આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ બાર્નેઆ આવ્યા. BSB BSB: And just as the LORD our God had commanded us, we set out from Horeb and went toward the hill country of the Amorites, through all the vast and terrifying wilderness you have seen. When we reached Kadesh-barnea,
20 ULB ત્યારે મેં તમને કહ્યું કે, "અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો. BSB BSB: I said: “You have reached the hill country of the Amorites, which the LORD our God is giving us.
21 ULB જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ." BSB BSB: See, the LORD your God has placed the land before you. Go up and take possession of it as the LORD, the God of your fathers, has told you. Do not be afraid or discouraged.”
22 ULB અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, "આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.'' BSB BSB: Then all of you approached me and said, “Let us send men ahead of us to search out the land and bring us word of what route to follow and which cities to enter.”
23 ULB અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા. BSB BSB: The plan seemed good to me, so I selected twelve men from among you, one from each tribe.
24 ULB અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી. BSB BSB: They left and went up into the hill country, and came to the Valley of Eshcol and spied out the land.
25 ULB અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે. BSB BSB: They took some of the fruit of the land in their hands, carried it down to us, and brought us word: “It is a good land that the LORD our God is giving us.”
26 ULB "પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો. BSB BSB: But you were unwilling to go up; you rebelled against the command of the LORD your God.
27 ULB અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, 'યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે. BSB BSB: You grumbled in your tents and said, “Because the LORD hates us, He has brought us out of the land of Egypt to deliver us into the hand of the Amorites to be annihilated.
28 ULB હવે આગળ અમે કયાં જઈએ? "તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે." BSB BSB: Where can we go? Our brothers have made our hearts melt, saying: ‘The people are larger and taller than we are; the cities are large, with walls up to the heavens. We even saw the descendants of the Anakim there.’”
29 ULB ત્યારે મેં તમને કહ્યું કે, "ડરો નહિ અને તેઓથી બી ન જાઓ. BSB BSB: So I said to you: “Do not be terrified or afraid of them!
30 ULB તમારા ઈશ્વર યહોવાહ તમારી આગળ જશે અને તમેે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે. BSB BSB: The LORD your God, who goes before you, will fight for you, just as you saw Him do for you in Egypt
31 ULB અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે." BSB BSB: and in the wilderness, where the LORD your God carried you, as a man carries his son, all the way by which you traveled until you reached this place.”
32 ULB આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ, BSB BSB: But in spite of all this, you did not trust the LORD your God,
33 ULB રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા. BSB BSB: who went before you on the journey, in the fire by night and in the cloud by day, to seek out a place for you to camp and to show you the road to travel.
34 ULB યહોવાહ તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા; તેમણે સમ ખાઈને કહ્યું કે, BSB BSB: When the LORD heard your words, He grew angry and swore an oath, saying,
35 ULB "જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા, તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહિ. BSB BSB: “Not one of the men of this evil generation shall see the good land I swore to give your fathers,
36 ULB ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે." BSB BSB: except Caleb son of Jephunneh. He will see it, and I will give him and his descendants the land on which he has set foot, because he followed the LORD wholeheartedly.”
37 ULB વળી તમારા લીધે યહોવાહે મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે, "તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ; BSB BSB: The LORD was also angry with me on your account, and He said, “Not even you shall enter the land.
38 ULB નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે. BSB BSB: Joshua son of Nun, who stands before you, will enter it. Encourage him, for he will enable Israel to inherit the land.
39 ULB વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે. BSB BSB: And the little ones you said would become captives—your children who on that day did not know good from evil—will enter the land that I will give them, and they will possess it.
40 ULB પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો." BSB BSB: But you are to turn back and head for the wilderness along the route to the Red Sea.”
41 ULB ત્યારે તમે મને જવાબ આપ્યો કે, "અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું." તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો. BSB BSB: “We have sinned against the LORD,” you replied. “We will go up and fight, as the LORD our God has commanded us.” Then each of you put on his weapons of war, thinking it easy to go up into the hill country.
42 ULB યહોવાહે મને કહ્યું, "તેઓને કહે કે, 'હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી." BSB BSB: But the LORD said to me, “Tell them not to go up and fight, for I am not with you to keep you from defeat by your enemies.”
43 ULB એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો. BSB BSB: So I spoke to you, but you would not listen. You rebelled against the command of the LORD and presumptuously went up into the hill country.
44 ULB પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી. BSB BSB: Then the Amorites who lived in the hills came out against you and chased you like a swarm of bees. They routed you from Seir all the way to Hormah.
45 ULB તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ. BSB BSB: And you returned and wept before the LORD, but He would not listen to your voice or give ear to you.
46 ULB આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા. BSB BSB: For this reason you stayed in Kadesh for a long time—a very long time.
Select verses for actions: Enter goes to them and Escape comes back.