1 ULB આબીબ માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા. BSB BSB: Observe the month of Abib and celebrate the Passover to the LORD your God, because in the month of Abib the LORD your God brought you out of Egypt by night.
2 ULB અને પોતાનું નામ રાખવા માટે યહોવાહ જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોનો પાસ્ખાયજ્ઞ તું યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે કર. BSB BSB: You are to offer to the LORD your God the Passover sacrifice from the herd or flock in the place the LORD will choose as a dwelling for His Name.
3 ULB તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે. BSB BSB: You must not eat leavened bread with it; for seven days you are to eat with it unleavened bread, the bread of affliction, because you left the land of Egypt in haste—so that you may remember for the rest of your life the day you left the land of Egypt.
4 ULB સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ. BSB BSB: No leaven is to be found in all your land for seven days, and none of the meat you sacrifice in the evening of the first day shall remain until morning.
5 ULB જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ. BSB BSB: You are not to sacrifice the Passover animal in any of the towns that the LORD your God is giving you.
6 ULB પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો. BSB BSB: You must only offer the Passover sacrifice at the place the LORD your God will choose as a dwelling for His Name. Do this in the evening as the sun sets, at the same time you departed from Egypt.
7 ULB યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું. BSB BSB: And you shall roast it and eat it in the place the LORD your God will choose, and in the morning you shall return to your tents.
8 ULB છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ. BSB BSB: For six days you must eat unleavened bread, and on the seventh day you shall hold a solemn assembly to the LORD your God, and you must not do any work.
9 ULB તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં. BSB BSB: You are to count off seven weeks from the time you first put the sickle to the standing grain.
10 ULB તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાર્પણ આપો. BSB BSB: And you shall celebrate the Feast of Weeks to the LORD your God with a freewill offering that you give in proportion to how the LORD your God has blessed you,
11 ULB યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો. BSB BSB: and you shall rejoice before the LORD your God in the place He will choose as a dwelling for His Name—you, your sons and daughters, your menservants and maidservants, and the Levite within your gates, as well as the foreigner, the fatherless, and the widows among you.
12 ULB તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો. BSB BSB: Remember that you were slaves in Egypt, and carefully follow these statutes.
13 ULB તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો. BSB BSB: You are to celebrate the Feast of Tabernacles for seven days after you have gathered the produce of your threshing floor and your winepress.
14 ULB તમારાં પર્વ દરમિયાન તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો. BSB BSB: And you shall rejoice in your feast—you, your sons and daughters, your menservants and maidservants, and the Levite, as well as the foreigner, the fatherless, and the widows among you.
15 ULB તમે યહોવાહ તમારા ઈશ્વરના માટે યહોવાહે પસંદ કરેલા સ્થાને સાત દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાહે તમારી બધી ઉપજમાં, તમારા હાથનાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે, તમે પુષ્કળ આનંદ પામશો. BSB BSB: For seven days you shall celebrate a feast to the LORD your God in the place He will choose, because the LORD your God will bless you in all your produce and in all the work of your hands, so that your joy will be complete.
16 ULB તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ. BSB BSB: Three times a year all your men are to appear before the LORD your God in the place He will choose: at the Feast of Unleavened Bread, the Feast of Weeks, and the Feast of Tabernacles. No one should appear before the LORD empty-handed.
17 ULB પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું. BSB BSB: Everyone must appear with a gift as he is able, according to the blessing the LORD your God has given you.
18 ULB જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો, તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે. BSB BSB: You are to appoint judges and officials for your tribes in every town that the LORD your God is giving you. They are to judge the people with righteous judgment.
19 ULB તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કર, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે. BSB BSB: Do not deny justice or show partiality. Do not accept a bribe, for a bribe blinds the eyes of the wise and twists the words of the righteous.
20 ULB તમે ન્યાયનું અનુસરણ કરો, કે જેથી તમે જીવતા રહો અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેનો વારસો પ્રાપ્ત કરો. BSB BSB: Pursue justice, and justice alone, so that you may live, and you may possess the land that the LORD your God is giving you.
22 ULB તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે. BSB BSB: and do not set up for yourselves a sacred pillar, which the LORD your God hates.
Select verses for actions: Enter goes to them and Escape comes back.