1 ULB સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે. BSB BSB: A good name is better than fine perfume, and one’s day of death is better than his day of birth.
2 ULB ઉજવણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે. કેમ કે પ્રત્યેક મનુષ્યની જિંદગીનો અંત મૃત્યુ જ છે. જીવતો માણસ તે વાત પોતાના હૃદયમાં ઠસાવી રાખશે. BSB BSB: It is better to enter a house of mourning than a house of feasting, since death is the end of every man, and the living should take this to heart.
3 ULB હાસ્ય કરતાં ખેદ સારો છે. કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે. BSB BSB: Sorrow is better than laughter, for a sad countenance is good for the heart.
4 ULB જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે પણ મૂર્ખનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે. BSB BSB: The heart of the wise is in the house of mourning, but the heart of fools is in the house of pleasure.
5 ULB કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છે BSB BSB: It is better to heed a wise man’s rebuke than to listen to the song of fools.
6 ULB કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે. BSB BSB: For like the crackling of thorns under the pot, so is the laughter of the fool. This too is futile.
7 ULB નિશ્ચે જુલમ મનુષ્યને મૂર્ખ બનાવે છે, તે તેની સમજશકિતનો નાશ કરે છે. BSB BSB: Surely extortion turns a wise man into a fool, and a bribe corrupts the heart.
8 ULB કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે, અને અભિમાની મનુષ્ય કરતાં ધૈર્યવાન મનવાળો મનુષ્ય સારો છે. BSB BSB: The end of a matter is better than the beginning, and a patient spirit is better than a proud one.
9 ULB ક્રોધ કરવામાં ઉતાવળો ન થા કેમ કે ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે. BSB BSB: Do not be quickly provoked in your spirit, for anger settles in the lap of a fool.
10 ULB "અગાઉના દિવસો હાલનાં કરતાં વધારે સારા હતા એનું કારણ શું છે?" એવું તું ન પૂછ કારણ કે આ વિશે પૂછવું તે ડહાપણ ભરેલું નથી. BSB BSB: Do not say, “Why were the old days better than these?” For it is unwise of you to ask about this.
11 ULB બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે અને સૂર્ય જોનારાઓ માટે તે વધુ ઉત્તમ છે. BSB BSB: Wisdom, like an inheritance, is good, and it benefits those who see the sun.
12 ULB દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે, પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવની રક્ષા કરે છે. BSB BSB: For wisdom, like money, is a shelter, and the advantage of knowledge is that wisdom preserves the life of its owner.
13 ULB ઈશ્વરનાં કામનો વિચાર કરો; તેમણે જેને વાંકુ કર્યુઁ છે તેને સીધું કોણ કરી શકશે? BSB BSB: Consider the work of God: Who can straighten what He has bent?
14 ULB ઉન્નતિના સમયે આનંદ કર. પણ વિપત્તિકાળે વિચાર કર; ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે. જેથી ભવિષ્યમાં શું થશે તેમાંનું કશું જ માણસ શોધી શકતો નથી. BSB BSB: In the day of prosperity, be joyful, but in the day of adversity, consider this: God has made one of these along with the other, so that a man cannot discover anything that will come after him.
15 ULB આ બધું મેં મારા વ્યર્થપણાના દિવસોમાં જોયું છે. એટલે નેક પોતાની નેકીમાં મૃત્યુ પામે છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા હોવા છતાં લાંબુ આયુષ્ય ભોગવે છે. BSB BSB: In my futile life I have seen both of these: A righteous man perishing in his righteousness, and a wicked man living long in his wickedness.
16 ULB પોતાની નજરમાં વધારે નેક ન થા. કે વધારે દોઢડાહ્યો ન થા એમ કરીને શા માટે પોતાનો વિનાશ નોતરે છે? BSB BSB: Do not be overly righteous, and do not make yourself too wise. Why should you destroy yourself?
17 ULB અતિશય દુષ્ટ ન થા તેમ જ મૂર્ખ પણ ન થા. તેમ કરીને શા માટે તું અકાળે મૃત્યુ પામે? BSB BSB: Do not be excessively wicked, and do not be a fool. Why should you die before your time?
18 ULB દુષ્ટતાને તું વળગી ન રહે, પણ નેકીમાંથી તારો હાથ પાછો ખેંચી ન લેતો. કેમ કે જે માણસ ઈશ્વરનો ડર રાખે તે એ સર્વમાંથી મુક્ત થશે. BSB BSB: It is good to grasp the one and not let the other slip from your hand. For he who fears God will follow both warnings.
19 ULB દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિશાળી બનાવે છે. BSB BSB: Wisdom makes the wise man stronger than ten rulers in a city.
20 ULB જે હંમેશા સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી. BSB BSB: Surely there is no righteous man on earth who does good and never sins.
21 ULB વળી જે જે શબ્દો બોલવામાં આવે છે. તે સર્વને લક્ષમાં ન લે. રખેને તું તારા ચાકરને તને શાપ દેતા સાંભળે. BSB BSB: Do not pay attention to every word that is spoken, or you may hear your servant cursing you.
22 ULB કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે કે તેં પણ કેટલીય વાર બીજાઓને શાપ દીધા છે. BSB BSB: For you know in your heart that many times you yourself have cursed others.
23 ULB મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે મેં કહ્યું કે, "હું બુદ્ધિમાન થઈશ," પણ તે બાબત મારાથી દૂર રહી. BSB BSB: All this I tested by wisdom, saying, “I resolve to be wise.” But it was beyond me.
24 ULB 'ડહાપણ' ઘણે દૂર અને અતિશય ઊંડુ છે તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેને કોણ શોધી કાઢી શકે? BSB BSB: What exists is out of reach and very deep. Who can fathom it?
25 ULB હું ફર્યો મેં જ્ઞાન મેળવવાને તથા તેને શોધી કાઢવાને તથા તેના મૂળ કારણની માહિતી મેળવવાને અને દુષ્ટતા એ મૂર્ખાઈ છે, અને મૂર્ખાઈએ પાગલપણું છે એ જાણવા મેં મારું મન લગાડ્યું. BSB BSB: I directed my mind to understand, to explore, to search out wisdom and explanations, and to understand the stupidity of wickedness and the folly of madness.
26 ULB તેથી મેં જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધન સમાન છે તેવી સ્ત્રી. જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે, પરંતુ પાપી તેની જાળમાં સપડાઈ જશે. BSB BSB: And I find more bitter than death the woman who is a snare, whose heart is a net, and whose hands are chains. The man who pleases God escapes her, but the sinner is ensnared.
27 ULB સભાશિક્ષક કહે છે; "સત્ય શોધી કાઢવા માટે'' બધી વસ્તુઓને સરખાવી જોતાં મને આ માલૂમ પડ્યું કે, BSB BSB: “Behold,” says the Teacher, “I have discovered this by adding one thing to another to find an explanation.
28 ULB તેને મારું હૃદય હજી શોધ્યા જ કરે છે પણ તે મને મળતું નથી. હજારોમાં મને એક પુરુષ મળ્યો છે, પણ એટલા બધામાં મને એક પણ સ્ત્રી મળી નથી. BSB BSB: While my soul was still searching but not finding, among a thousand I have found one upright man, but among all these I have not found one such woman.
29 ULB મને ફક્ત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યો છે ખરો પરંતુ તેણે ઘણી યુકિતઓ શોધી કાઢી છે. BSB BSB: Only this have I found: I have discovered that God made mankind upright, but they have sought out many schemes.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.