1 ULB ઇઝરાયલના જે પુત્રો પોતાના કુટુંબકબીલા સહિત તેઓના પિતા યાકૂબ સાથે મિસર દેશમાં આવ્યા તેઓનાં નામ આ છે: BSB BSB: These are the names of the sons of Israel who went to Egypt with Jacob, each with his family:
2 ULB રુબેન, શિમયોન, લેવી અને યહૂદા, BSB BSB: Reuben, Simeon, Levi, and Judah;
3 ULB ઇસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન, BSB BSB: Issachar, Zebulun, and Benjamin;
4 ULB દાન, નફતાલી, ગાદ અને આશેર. BSB BSB: Dan and Naphtali; Gad and Asher.
5 ULB યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર જણા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો. BSB BSB: The descendants of Jacob numbered seventy in all, including Joseph, who was already in Egypt.
6 ULB કેટલાક સમય બાદ યૂસફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં સર્વ માણસો મૃત્યુ પામ્યાં. BSB BSB: Now Joseph and all his brothers and all that generation died,
7 ULB પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો. BSB BSB: but the Israelites were fruitful and increased rapidly; they multiplied and became exceedingly numerous, so that the land was filled with them.
8 ULB પછી મિસરમાં એક નવો રાજા સત્તા પર આવ્યો, તેને યૂસફ વિષે કશી જાણકારી ન હતી. BSB BSB: Then a new king, who did not know Joseph, came to power in Egypt.
9 ULB તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, "આ ઇઝરાયલીઓને જુઓ; તેઓ આપણા કરતાં સંખ્યામાં વધારે અને ખૂબ બળવાન છે. BSB BSB: “Look,” he said to his people, “the Israelites have become too numerous and too powerful for us.
10 ULB માટે આપણે તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિ તો તેઓ વધી જશે અને સંજોગોવશાત આપણને કોઈની સાથે લડાઈ થાય તો સંભવ છે કે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જાય, આપણી સામે લડે અને દેશમાંથી જતા રહે." BSB BSB: Come, let us deal shrewdly with them, or they will increase even more; and if a war breaks out, they may join our enemies, fight against us, and leave the country.”
12 ULB પણ જેમ જેમ તેઓ ઇઝરાયલીઓને પીડા આપતા ગયા તેમ તેમ તેઓ સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા. તેથી મિસરના લોકો ઇઝરાયલના લોકોથી ઘણા ભયભીત થયા. BSB BSB: But the more they were oppressed, the more they multiplied and flourished; so the Egyptians came to dread the Israelites.
13 ULB મિસરના લોકોએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી. BSB BSB: They worked the Israelites ruthlessly
15 ULB મિસરમાં શિફ્રાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તેઓને મિસરના રાજાએ કડક આદેશ આપ્યો, BSB BSB: Then the king of Egypt said to the Hebrew midwives, whose names were Shiphrah and Puah,
16 ULB "જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માટે ખાટલા પાસે જાઓ ત્યારે જો તેઓને છોકરા જન્મે તો તેઓને મારી નાખવા. પણ જો છોકરી જન્મે તો તમારે તેઓને જીવતી રહેવા દેવી." BSB BSB: “When you help the Hebrew women give birth, observe them on the birthstools. If the child is a son, kill him; but if it is a daughter, let her live.”
17 ULB પરંતુ આ દાયણો ઈશ્વરની બીક રાખનારી અને વિશ્વાસુ હતી, એટલે તેઓએ મિસરના રાજાની આજ્ઞા માની નહિ અને છોકરાઓને જીવતા રહેવા દીધા. BSB BSB: The midwives, however, feared God and did not do as the king of Egypt had instructed; they let the boys live.
18 ULB એ જાણીને મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, "તમે આવું શા માટે કર્યું? મારી આજ્ઞા કેમ ઉથાપી? નરબાળકોને કેમ જીવતા રહેવા દીધા?" BSB BSB: So the king of Egypt summoned the midwives and asked them, “Why have you done this? Why have you let the boys live?”
19 ULB ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, "હે રાજા, હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નબળી હોતી નથી. તેઓ સશક્ત અને ખડતલ હોય છે; અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ જલદીથી સંતાનોને જન્મ આપી દે છે." BSB BSB: The midwives answered Pharaoh, “The Hebrew women are not like the Egyptian women, for they are vigorous and give birth before a midwife arrives.”
20 ULB તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી. BSB BSB: So God was good to the midwives, and the people multiplied and became even more numerous.
21 ULB આમ ઇઝરાયલ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી. દાયણો ઈશ્વરથી ડરીને ચાલતી હતી એટલે ઈશ્વરે તેઓને સંતાનોનાં કૃપાદાન આપ્યાં. BSB BSB: And because the midwives feared God, He gave them families of their own.
22 ULB પછી ફારુને પોતાના બધા લોકોને ફરમાન કર્યું કે, "નવા જન્મેલા બધા જ હિબ્રૂ છોકરાને નીલ નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓ ભલે જીવતી રહે." BSB BSB: Then Pharaoh commanded all his people: “Every son born to the Hebrews you must throw into the Nile, but every daughter you may allow to live.”