1 ULB અગિયારમા વર્ષના, ત્રીજા મહિનાના, પહેલા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, BSB BSB: In the eleventh year, on the first day of the third month, the word of the LORD came to me, saying,
2 ULB "હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના ચાકરોને કહે, 'તમારા જેવો બીજો મોટો કોણ છે? BSB BSB: “Son of man, say to Pharaoh king of Egypt and to his multitude: ‘Who can be compared to your greatness?
3 ULB જો, આશ્શૂરી લબાનોનના દેવદાર વૃક્ષ જેવો હતો, તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર, તેનું ઊંચાઈ ઘણી હતી! અને તે વૃક્ષની ટોચ ડાળીઓ કરતાં ઉપર હતી. BSB BSB: Look at Assyria, a cedar in Lebanon, with beautiful branches that shaded the forest. It towered on high; its top was among the clouds.
4 ULB ઘણાં પાણીઓએ તેને ઊંચું કર્યું; જળાશયોએ તેને વધાર્યું. નદીઓ તેના રોપાઓની આસપાસ વહેતી હતી, તેના વહેળાથી ખેતરનાં સર્વ વૃક્ષોને પાણી મળતું હતું. BSB BSB: The waters made it grow; the deep springs made it tall, directing their streams all around its base and sending their channels to all the trees of the field.
5 ULB તેની ઊંચાઈ ખેતરના બીજા વૃક્ષો કરતાં ઘણી ઊંચી હતી, તેને પુષ્કળ ડાળીઓ થઈ; તેની ડાળીઓ ફૂટી ત્યારે પુષ્કળ પાણી મળ્યાથી તે લાંબી વધી. BSB BSB: Therefore it towered higher than all the trees of the field. Its branches multiplied, and its boughs grew long as it spread them out because of the abundant waters.
6 ULB આકાશના પક્ષીઓ તેની ડાળીઓ પર માળા બાંધતાં હતાં, તેનાં પાંદડાં નીચે દરેક ખેતરનાં સર્વ પશુઓ પોતાનાં બચ્ચાંને જન્મ આપતાં હતા. તેની છાયામાં ઘણી પ્રજાઓ રહેતી હતી. BSB BSB: All the birds of the air nested in its branches, and all the beasts of the field gave birth beneath its boughs; all the great nations lived in its shade.
7 ULB તે પોતાના મહત્વમાં તથા પોતાની ડાળીઓની લંબાઈમાં સુંદર હતું, તેનાં મૂળો મહા જળ પાસે હતાં. BSB BSB: It was beautiful in its greatness, in the length of its limbs, for its roots extended to abundant waters.
8 ULB ઈશ્વરના બગીચામાંના એરેજવૃક્ષો તેને ઢાંકી શકતા ન હતા. દેવદાર વૃક્ષો તેની ડાળીઓ સમાન પણ ન હતાં, પ્લેનવૃક્ષો પણ તેની ડાળીઓ સમાન ન હતાં. સુંદરતામાં પણ ઈશ્વરના બગીચામાંનું એક પણ વૃક્ષ તેની સમાન ન હતું! BSB BSB: The cedars in the garden of God could not rival it; the cypresses could not compare with its branches, nor the plane trees match its boughs. No tree in the garden of God could compare with its beauty.
9 ULB મેં તેને ઘણી ડાળીઓથી એવું સુંદર બનાવ્યું હતું કે; ઈશ્વરના બગીચામાંના એટલે એદનનાં સર્વ વૃક્ષો તેની અદેખાઈ કરતાં હતાં.'" BSB BSB: I made it beautiful with its many branches, the envy of all the trees of Eden, which were in the garden of God.’
10 ULB માટે પ્રભુ યહોવાહ આમ કહે છે: "કારણ કે તે ઊંચું હતું, તેણે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે અને તેનું હૃદય કદમાં ઊંચું થયું છે. BSB BSB: Therefore this is what the Lord GOD says: ‘Since it became great in height and set its top among the clouds, and it grew proud on account of its height,
11 ULB તેથી હું તેને પ્રજાઓમાં જે પરાક્રમી છે તેના હાથમાં સોપી દઈશ. અધિકારી તેની વિરુદ્ધ પગલું ભરશે મેં તેને તેની દુષ્ટતાને લીધે હાંકી કાઢ્યું છે. BSB BSB: I delivered it into the hand of the ruler of the nations, for him to deal with it according to its wickedness. I have banished it.
12 ULB પરદેશીઓ જે બધી પ્રજાઓ માટે ત્રાસરૂપ છે, એવા પરદેશીઓએ તેનો સંહાર કર્યો છે, તેને તજી દીધું છે. તેની ડાળીઓ પર્વતો પર તથા ખીણોમાં પડેલી છે, તેની ડાળીઓ ઝરણાંઓ પાસે ભાંગી પડેલી છે. પછી પૃથ્વીની સર્વ પ્રજાઓએ તેની છાયામાંથી જતા રહીને તેને છોડી દીધું છે. BSB BSB: Foreigners, the most ruthless of the nations, cut it down and left it. Its branches have fallen on the mountains and in every valley; its boughs lay broken in all the earth’s ravines. And all the peoples of the earth left its shade and abandoned it.
13 ULB આકાશના સર્વ પક્ષીઓ તેનાં ભાંગી તૂટેલા અંગો પર આરામ કરે છે, ખેતરનાં સર્વ પશુઓ તેની ડાળીઓ પર રહેશે. BSB BSB: All the birds of the air nested on its fallen trunk, and all the beasts of the field lived among its boughs.
14 ULB એવું બને કે પાણી પાસેનાં વૃક્ષો તથા પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા ન થઈ જાય, પોતાની ટોચ વાદળ સુધી ના પહોંચાડે, કેમ કે પાણી પીનારા વૃક્ષ બીજા વૃક્ષ કરતાં કદી ઊંચે નહિ થાય. કેમ કે તેઓ બીજા મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે." BSB BSB: This happened so that no other trees by the waters would become great in height and set their tops among the clouds, and no other well-watered trees would reach them in height. For they have all been consigned to death, to the depths of the earth, among the mortals who descend to the Pit.’
15 ULB પ્રભુ યહોવાહ આમ કહે છે: "તે દિવસે જ્યારે તે શેઓલમાં ઊતરી ગયો ત્યારે મેં પૃથ્વી પર શોક પળાવ્યો. મેં તેના પર ઊંડાણ ઢાંક્યું, મેં સમુદ્રના પાણી રોક્યાં. અને મહાજળ થંભ્યા, મેં તેને લીધે લબાનોન પાસે શોક પળાવ્યો. તેને લીધે ખેતરનાં સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયાં. BSB BSB: This is what the Lord GOD says: ‘On the day it was brought down to Sheol, I caused mourning. I covered the deep because of it; I held back its rivers; its abundant waters were restrained. I made Lebanon mourn for it, and all the trees of the field fainted because of it.
16 ULB જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના પતનથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી, સર્વ પાણી પીનારા એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં. BSB BSB: I made the nations quake at the sound of its downfall, when I cast it down to Sheol with those who descend to the Pit. Then all the trees of Eden, the choicest and best of Lebanon, all the well-watered trees, were consoled in the earth below.
17 ULB જેઓ તેના બળવાન હાથરૂપ હતા, જેઓ પ્રજાઓની છાયામાં રહેતા હતા, તેઓ પણ તેની સાથે શેઓલમાં તલવારથી કતલ થયેલાઓની પાસે ગયા. BSB BSB: They too descended with it to Sheol, to those slain by the sword. As its allies they had lived in its shade among the nations.
18 ULB મહિમામાં તથા મોટાઈમાં એદનનાં વૃક્ષોમાં તારા જેવું કોણ હતું? કેમ કે તું એદનનાં વૃક્ષોની સાથે અધોલોકમાં પડશે, તું તલવારથી કતલ થયેલાઓની સાથે બેસુન્નતીઓમાં પડ્યો રહેશે. એ ફારુન તથા તેના ચાકરો છે." આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે. BSB BSB: Who then is like you in glory and greatness among the trees of Eden? You also will be brought down to the depths of the earth to be with the trees of Eden. You will lie among the uncircumcised, with those slain by the sword. This is Pharaoh and all his multitude, declares the Lord GOD.’”
Select verses for actions: Enter goes to them and Escape comes back.