1 ULB આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સેનાઓનું સર્જન પૂર્ણ થયું. BSB BSB: Thus the heavens and the earth were completed in all their vast array.
2 ULB ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો. BSB BSB: And by the seventh day God had finished the work He had been doing; so on that day He rested from all His work.
3 ULB ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો. BSB BSB: Then God blessed the seventh day and sanctified it, because on that day He rested from all the work of creation that He had accomplished.
5 ULB ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે યહોવાહ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું. BSB BSB: Now no shrub of the field had yet appeared on the earth, nor had any plant of the field sprouted, for the LORD God had not yet sent rain upon the earth, and there was no man to cultivate the ground.
6 ULB પણ પૃથ્વી પર ઝરણું પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ. BSB BSB: But springs welled up from the earth and watered the whole surface of the ground.
8 ULB યહોવાહ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું. BSB BSB: And the LORD God planted a garden in Eden, in the east, where He placed the man He had formed.
9 ULB યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં. BSB BSB: Out of the ground the LORD God gave growth to every tree that is pleasing to the eye and good for food. And in the middle of the garden were the tree of life and the tree of the knowledge of good and evil.
10 ULB વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ. BSB BSB: Now a river flowed out of Eden to water the garden, and from there it branched into four headwaters:
11 ULB પહેલીનું નામ પીશોન છે; જેનો પ્રવાહ આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું મળે છે. BSB BSB: The name of the first river is the Pishon; it winds through the whole land of Havilah, where there is gold.
12 ULB તે દેશનું સોનું સારું છે. ત્યાં મૂલ્યવાન મોતી તથા અકીક પાષાણ પણ છે. BSB BSB: And the gold of that land is pure, and bdellium and onyx are found there.
13 ULB બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ દેશને ઘેરે છે. BSB BSB: The name of the second river is the Gihon; it winds through the whole land of Cush.
14 ULB ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ છે. તેનો પ્રવાહ આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ ફ્રાત છે. BSB BSB: The name of the third river is the Tigris; it runs along the east side of Assyria. And the fourth river is the Euphrates.
15 ULB યહોવાહ ઈશ્વરે તે માણસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો. BSB BSB: Then the LORD God took the man and placed him in the Garden of Eden to cultivate and keep it.
17 ULB પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે." BSB BSB: but you must not eat from the tree of the knowledge of good and evil; for in the day that you eat of it, you will surely die.”
20 ULB તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશના પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમ ને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી. BSB BSB: The man gave names to all the livestock, to the birds of the air, and to every beast of the field. But for Adam no suitable helper was found.
21 ULB યહોવાહ ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું. BSB BSB: So the LORD God caused the man to fall into a deep sleep, and while he slept, He took one of the man’s ribs and closed up the area with flesh.
22 ULB યહોવાહ ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા. BSB BSB: And from the rib that the LORD God had taken from the man, He made a woman and brought her to him.
23 ULB તે માણસ બોલી ઊઠ્યો કે, "આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે 'નારી' કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે." BSB BSB: And the man said: “This is now bone of my bones and flesh of my flesh; she shall be called ‘woman,’ for out of man she was taken.”
25 ULB તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં. BSB BSB: And the man and his wife were both naked, and they were not ashamed.