1 ULB ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો અને તેને આજ્ઞા આપી, "કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ. BSB BSB: So Isaac called for Jacob and blessed him. “Do not take a wife from the Canaanite women,” he commanded.
2 ULB ઊઠ, પાદ્દાનારામમાં તારી માતાના પિતા બથુએલને ઘરે જા અને ત્યાંથી તારી માતાના ભાઈ એટલે તારા મામા લાબાનની દીકરીઓમાંથી એકની સાથે તું લગ્ન કર. BSB BSB: “Go at once to Paddan-aram, to the house of your mother’s father Bethuel, and take a wife from among the daughters of Laban, your mother’s brother.
3 ULB સર્વસમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપે, ફળવંત કરે અને વૃદ્ધિ આપે કે જેથી તારા સંતાનો અસંખ્ય થાય. BSB BSB: May God Almighty bless you and make you fruitful and multiply you, so that you may become a company of peoples.
4 ULB ઇબ્રાહિમને આપેલો આશીર્વાદ ઈશ્વર તને તથા તારા પછીના તારાં સંતાનને પણ આપે અને જે દેશ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલો છે જેમાં તું પ્રવાસી છે તેનો વારસો તને મળે." BSB BSB: And may He give the blessing of Abraham to you and your descendants, so that you may possess the land where you dwell as a foreigner, the land God gave to Abraham.”
5 ULB ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીના દીકરા અને યાકૂબ તથા એસાવની માતા રિબકાના ભાઈ લાબાનને ત્યાં ગયો. BSB BSB: So Isaac sent Jacob to Paddan-aram, to Laban son of Bethuel the Aramean, the brother of Rebekah, who was the mother of Jacob and Esau.
6 ULB હવે, એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને તેને પાદ્દાનારામમાંથી કન્યા મેળવીને લગ્ન કરવા માટે ત્યાં મોકલ્યો છે. એસાવે એ પણ જોયું કે ઇસહાકે તેને આશીર્વાદ આપતાં આજ્ઞા કરી કે, "કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ," BSB BSB: Now Esau learned that Isaac had blessed Jacob and sent him to Paddan-aram to take a wife there, commanding him, “Do not marry a Canaanite woman,”
7 ULB અને યાકૂબ તેના માતાપિતાની આજ્ઞા માનીને પાદ્દાનારામમાં ગયો છે. BSB BSB: and that Jacob had obeyed his father and mother and gone to Paddan-aram.
8 ULB એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની કન્યાઓ પસંદ નથી. BSB BSB: And seeing that his father Isaac disapproved of the Canaanite women,
9 ULB તેથી તે તેના કાકા ઇશ્માએલના કુટુંબમાં ગયો અને પોતાની પત્નીઓ હોવા ઉપરાંત ત્યાંની સ્ત્રી સાથે લગ્ન કર્યું. તે ઇબ્રાહિમના દીકરા, ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન માહાલાથ હતી. BSB BSB: Esau went to Ishmael and married Mahalath, the sister of Nebaioth and daughter of Abraham’s son Ishmael, in addition to the wives he already had.
10 ULB યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. BSB BSB: Meanwhile Jacob left Beersheba and set out for Haran.
11 ULB તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો. BSB BSB: On reaching a certain place, he spent the night there because the sun had set. And taking one of the stones from that place, he put it under his head and lay down to sleep.
12 ULB તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા. BSB BSB: And Jacob had a dream about a ladder that rested on the earth with its top reaching up to heaven, and God’s angels were going up and down the ladder.
13 ULB તેના ઉપર ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, "હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ. BSB BSB: And there at the top the LORD was standing and saying, “I am the LORD, the God of your father Abraham and the God of Isaac. I will give you and your descendants the land on which you now lie.
14 ULB પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે. BSB BSB: Your descendants will be like the dust of the earth, and you will spread out to the west and east and north and south. All the families of the earth will be blessed through you and your offspring.
15 ULB જો, હું તારી સાથે છું, જ્યાં કંઈ તું જશે ત્યાં હું તને સંભાળીશ. આ દેશમાં હું તને પાછો લાવીશ; હું તને ત્યાગી દઈશ નહિ. જે વચન મેં તને આપ્યું છે તે હું પૂરું કરીશ." BSB BSB: Look, I am with you, and I will watch over you wherever you go, and I will bring you back to this land. For I will not leave you until I have done what I have promised you.”
16 ULB યાકૂબ ઊંઘમાંથી જાગી ગયો અને તેણે કહ્યું, "નિશ્ચે ઈશ્વર આ જગ્યાએ છે તે મેં જાણ્યું નહિ." BSB BSB: When Jacob woke up, he said, “Surely the LORD is in this place, and I was unaware of it.”
17 ULB તે ગભરાયો અને બોલ્યો, "આ જગ્યા કેવી ભયાનક છે! આ ઈશ્વરના ઘર સિવાય બીજું કંઈ નથી. આ સ્વર્ગનું દ્વાર છે." BSB BSB: And he was afraid and said, “How awesome is this place! This is none other than the house of God; this is the gate of heaven!”
18 ULB યાકૂબ વહેલી સવારે ઊઠ્યો અને જે પથ્થર તેણે તેના માથા નીચે મૂક્યો હતો તે તેણે લીધો. તેણે તેને સ્તંભની જેમ ઊભો કર્યો અને તેના ઉપરના ભાગ પર જૈત તેલ રેડ્યું. BSB BSB: Early the next morning, Jacob took the stone that he had placed under his head, and he set it up as a pillar. He poured oil on top of it,
19 ULB તેણે તે જગ્યાનું નામ બેથેલ પાડ્યું, જો કે તે નગરનું મૂળ નામ લૂઝ હતું. BSB BSB: and he called that place Bethel, though previously the city had been named Luz.
20 ULB યાકૂબે પ્રતિજ્ઞા કરી કે, "જો ઈશ્વર મારી સાથે રહેશે અને આ માર્ગ કે જેમાં હું ચાલું છું તેમાં મારું રક્ષણ કરશે, મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર આપશે, BSB BSB: Then Jacob made a vow, saying, “If God will be with me and watch over me on this journey, and if He will provide me with food to eat and clothes to wear,
21 ULB અને મને મારા પિતાના ઘરે સુરક્ષિત લાવશે, તો તેમને હું મારા પ્રભુ, ઈશ્વર માનીશ; BSB BSB: so that I may return safely to my father’s house, then the LORD will be my God.
22 ULB અને આ પથ્થર જે મેં સ્તંભની જેમ ઊભો કર્યો છે તે યાદગીરીનું પવિત્ર સ્થાનક થશે અને ઈશ્વર જે કંઈ મને આપશે તેમાંથી હું નિશ્ચે તેમને દશાંશ પાછું આપીશ." BSB BSB: And this stone I have set up as a pillar will be God’s house, and of all that You give me I will surely give You a tenth.”