1 ULB એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને, તેની તેજસ્વી સુંદરતાનાં લુપ્ત થતાં ફૂલોને, રસાળ ખીણના મથાળા પરના તેના મહાન શોભા આપનારાં ચીમળાનાર ફૂલોને અફસોસ છે. BSB BSB: Woe to the majestic crown of Ephraim’s drunkards, to the fading flower of his glorious splendor, set on the summit above the fertile valley, the pride of those overcome by wine.
2 ULB જુઓ, પ્રભુનો એક પરાક્રમી અને સમર્થ વીર છે; તે કરાની આંધી, નાશ કરનાર તોફાન, જબરાં ઊભરાતાં પાણીના પૂરની જેમ પૃથ્વીને પોતાના હાથના જોરથી પછાડશે. BSB BSB: Behold, the Lord has one who is strong and mighty. Like a hailstorm or destructive tempest, like a driving rain or flooding downpour, he will smash that crown to the ground.
3 ULB એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને તે પગ નીચે પછાડાશે. BSB BSB: The majestic crown of Ephraim’s drunkards will be trampled underfoot.
4 ULB અને મોસમ આવે તે અગાઉનાં પાકેલાં, પ્રથમ અંજીરને જોનાર જુએ છે અને તેના હાથ માં આવતાં જ ગળી જાય છે, તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલોની થશે. BSB BSB: The fading flower of his beautiful splendor, set on the summit above the fertile valley, will be like a ripe fig before the summer harvest: Whoever sees it will take it in his hand and swallow it.
5 ULB તે દિવસે સૈન્યોના યહોવાહ પોતાના લોકના શેષને માટે મહિમાનો મુગટ તથા સૌદર્યનો તાજ થશે. BSB BSB: On that day the LORD of Hosts will be a crown of glory, a diadem of splendor to the remnant of His people,
6 ULB જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા થશે અને શત્રુઓને દરવાજામાંથી પાછા મોકલનારને માટે સામર્થ્યરૂપ થશે. BSB BSB: a spirit of justice to him who sits in judgment, and a strength to those who repel the onslaught at the gate.
7 ULB પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસને લીધે ઠોકર ખાધી છે અને દારૂને લીધે તેઓ ભૂલા પડ્યા છે. યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે અથડાયા કર્યા છે, તેઓ દ્રાક્ષારસમાં મગ્ન થયા છે. તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડ્યા છે, દર્શન વિષે તેઓ ભૂલથાપ ખાય છે અને ઇનસાફ આપવામાં ઠોકર ખાય છે. BSB BSB: These also stagger from wine and stumble from strong drink: Priests and prophets reel from strong drink and are befuddled by wine. They stumble because of strong drink, muddled in their visions and stumbling in their judgments.
8 ULB ખરેખર, ઊલટીથી સર્વ મેજો ભરપૂર છે, તેથી કોઈ પણ જગા સ્વચ્છ રહી નથી. BSB BSB: For all their tables are covered with vomit; there is not a place without filth.
9 ULB તે કોને ડહાપણ શીખવશે અને કોને સંદેશો સમજાવશે? શું તે ધાવણ મુકાવેલાઓને તથા સ્તનપાન છોડાવેલાઓને સમજાવશે? BSB BSB: Whom is He trying to teach? To whom is He explaining His message? To infants just weaned from milk? To babies removed from the breast?
10 ULB કેમ કે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એ પ્રમાણે તેઓ બોલે છે. BSB BSB: For they hear: “Order on order, order on order, line on line, line on line; a little here, a little there.”
11 ULB કેમ કે ઉપહાસ કરનાર હોઠોથી અને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે. BSB BSB: Indeed, with mocking lips and foreign tongues, He will speak to this people
12 ULB પાછલા દિવસોમાં તેમણે તેઓને કહ્યું હતું, "આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; અને આ તાજગી છે," પણ તેઓએ સંભાળવા ચાહ્યું નહિ. BSB BSB: to whom He has said: “This is the place of rest, let the weary rest; this is the place of repose.” But they would not listen.
13 ULB તેથી યહોવાહના શબ્દો તેઓને માટે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવા થશે; તેથી તેઓ રસ્તે ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, તૂટી જાય, ફસાઈ અને પકડાય. BSB BSB: Then the word of the LORD to them will become: “Order on order, order on order, line on line, line on line; a little here, a little there,” so that they will go stumbling backward and will be injured, ensnared, and captured.
14 ULB એ માટે યરુશાલેમમાંના લોકો પર અધિકાર ચલાવનાર, તિરસ્કાર કરનાર તમે યહોવાહનાં વચન સાંભળો: BSB BSB: Therefore hear the word of the LORD, O scoffers who rule this people in Jerusalem.
15 ULB કેમ કે તમે કહ્યું છે, "અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે; અમે શેઓલની સાથે સમજૂતી કરી છે. જ્યારે ન્યાય ઊભરાઈને દેશમાં થઈને પાર જશે, ત્યારે તે અમારા સુધી પહોંચશે નહિ, કેમ કે અમે જૂઠાણાને અમારો આશ્રય બનાવ્યો છે અને અસત્યતામાં અમે છુપાઈ ગયા છીએ." BSB BSB: For you said, “We have made a covenant with death; we have fashioned an agreement with Sheol. When the overwhelming scourge passes through it will not touch us, because we have made lies our refuge and falsehood our hiding place.”
16 ULB તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, "જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ. BSB BSB: So this is what the Lord GOD says: “See, I lay a stone in Zion, a tested stone, a precious cornerstone, a sure foundation; the one who believes will never be shaken.
17 ULB હું ઇનસાફને દોરી અને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરાનાં તોફાનથી તણાઈ જશે અને સંતાવાની જગા પર પાણીનું પૂર ફરી વળશે. BSB BSB: I will make justice the measuring line and righteousness the level. Hail will sweep away your refuge of lies, and water will flood your hiding place.
18 ULB મૃત્યુ સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ. વળી સંકટની રેલ જ્યારે ચઢી આવશે ત્યારે તમે તેમાં તણાઈ જશો. BSB BSB: Your covenant with death will be dissolved, and your agreement with Sheol will not stand. When the overwhelming scourge passes through, you will be trampled by it.
19 ULB તે જેટલી વાર પાર જાય તેટલી વાર તે તમને ડુબાડશે અને સવાર દર સવાર તથા રાતદિવસ તે પસાર થશે. જ્યારે સંદેશો સમજાઈ જશે ત્યારે તે ત્રાસનું કારણ બનશે. BSB BSB: As often as it passes through, it will carry you away; it will sweep through morning after morning, by day and by night.” The understanding of this message will bring sheer terror.
20 ULB કેમ કે પથારી એટલી ટૂંકી છે કે તેના પર પગ લાંબો થઈ શકશે નહિ અને ચાદર એટલી સાંકડી છે કે તેનાથી શરીર ઢાંકી શકાશે નહિ." BSB BSB: Indeed, the bed is too short to stretch out on, and the blanket too small to wrap around you.
21 ULB કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે. BSB BSB: For the LORD will rise up as at Mount Perazim. He will rouse Himself as in the Valley of Gibeon, to do His work, His strange work, and to perform His task, His disturbing task.
22 ULB તો હવે તમે ઉપહાસ ના કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે. કેમ કે આખી પૃથ્વી પર આવનાર વિનાશની ખબર મેં પ્રભુ, સૈન્યોના યહોવાહ પાસેથી સાંભળી છે. BSB BSB: So now, do not mock, or your shackles will become heavier. Indeed, I have heard from the Lord GOD of Hosts a decree of destruction against the whole land.
23 ULB કાન ધરીને મારી વાણી સાંભળો; ધ્યાનથી મારું વચન સાંભળો. BSB BSB: Listen and hear my voice. Pay attention and hear what I say.
24 ULB શું ખેડૂત વાવણી માટે ખેતર ખેડ્યા જ કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યા જ કરે છે? BSB BSB: Does the plowman plow for planting every day? Does he continuously loosen and harrow the soil?
25 ULB જ્યારે તે ખેતર તૈયાર કરી દે છે, ત્યારે શું તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી, અને ચાસમાં ઘઉં, ઠરાવેલ જગાએ જવ અને મોસમમાં બાજરી તે વાવતો નથી શું? BSB BSB: When he has leveled its surface, does he not sow caraway and scatter cumin? He plants wheat in rows and barley in plots, and rye within its border.
26 ULB કેમ કે તેનો ઈશ્વર તેને યોગ્ય રીત શીખવીને તેને ડહાપણ આપે છે. BSB BSB: For his God instructs and teaches him properly.
27 ULB વળી, સૂવા અણીદાર સાધનથી મસળાતા નથી કે જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી; પણ સૂવા લાકડીથી અને જીરું સોટીથી સાફ કરાય છે. BSB BSB: Surely caraway is not threshed with a sledge, and the wheel of a cart is not rolled over the cumin. But caraway is beaten out with a stick, and cumin with a rod.
28 ULB રોટલીનું ધાન્ય પિલાય છે શું? અને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ. BSB BSB: Grain for bread must be ground, but it is not endlessly threshed. Though the wheels of the cart roll over it, the horses do not crush it.
29 ULB આ જ્ઞાન પણ સૈન્યોના યહોવાહ પાસેથી મળે છે, જે સલાહ આપવામાં અદ્દભુત છે અને બુધ્ધિમાં ઉત્તમ છે. BSB BSB: This also comes from the LORD of Hosts, who is wonderful in counsel and excellent in wisdom.
Select verses for actions: Enter goes to them and Escape comes back.