1 ULB જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથી આધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે; BSB BSB: For behold, the Lord GOD of Hosts is about to remove from Jerusalem and Judah both supply and support: the whole supply of food and water,
2 ULB શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોશી તથા વડીલ; BSB BSB: the mighty man and the warrior, the judge and the prophet, the soothsayer and the elder,
3 ULB સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે. BSB BSB: the commander of fifty and the dignitary, the counselor, the cunning magician, and the clever enchanter.
4 ULB "હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે. BSB BSB: “I will make mere lads their leaders, and children will rule over them.”
5 ULB લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે; બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે. BSB BSB: The people will oppress one another, man against man, neighbor against neighbor; the young will rise up against the old, and the base against the honorable.
6 ULB તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને, કહેશે કે, 'તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.' BSB BSB: A man will seize his brother within his father’s house: “You have a cloak—you be our leader! Take charge of this heap of rubble.”
7 ULB ત્યારે તે મોટા અવાજથી કહેશે, 'હું તો સુધારનાર થવાનો નથી; મારી પાસે રોટલી કે વસ્ત્ર નથી. તમે મને લોકોનો અધિપતિ ઠરાવશો નહિ.'" BSB BSB: On that day he will cry aloud: “I am not a healer. I have no food or clothing in my house. Do not make me leader of the people!”
8 ULB કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે, કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે. BSB BSB: For Jerusalem has stumbled and Judah has fallen because they spoke and acted against the LORD, defying His glorious presence.
9 ULB તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે. BSB BSB: The expression on their faces testifies against them, and like Sodom they flaunt their sin; they do not conceal it. Woe to them, for they have brought disaster upon themselves.
10 ULB ન્યાયી વ્યક્તિને કહો કે તેનું સારું થશે; કેમ કે તેઓ પોતાની કરણીનું ફળ ખાશે. BSB BSB: Tell the righteous it will be well with them, for they will enjoy the fruit of their labor.
11 ULB દુષ્ટને અફસોસ! તે તેના માટે ખરાબ થશે, કેમ કે તે તેના હાથે કરેલાં કૃત્યનું ફળ ભોગવશે. BSB BSB: Woe to the wicked; disaster is upon them! For they will be repaid with what their hands have done.
12 ULB મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે. BSB BSB: Youths oppress My people, and women rule over them. O My people, your guides mislead you; they turn you from your paths.
13 ULB યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે; BSB BSB: The LORD arises to contend; He stands to judge the people.
14 ULB યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે: "તમે દ્રાક્ષવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે. BSB BSB: The LORD brings this charge against the elders and leaders of His people: “You have devoured the vineyard; the plunder of the poor is in your houses.
15 ULB તમે કેમ મારા લોકોને છૂંદી નાખો છો અને દરિદ્રીઓના ચહેરાને કચડો છો?" સૈન્યોના પ્રભુ, યહોવાહ એવું કહે છે. BSB BSB: Why do you crush My people and grind the faces of the poor?” declares the Lord GOD of Hosts.
16 ULB યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે અને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે. BSB BSB: The LORD also says: “Because the daughters of Zion are haughty—walking with heads held high and wanton eyes, prancing and skipping as they go, jingling the bracelets on their ankles—
17 ULB તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે. BSB BSB: the Lord will bring sores on the heads of the daughters of Zion, and the LORD will make their foreheads bare.”
18 ULB તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર BSB BSB: In that day the Lord will take away their finery: their anklets and headbands and crescents;
19 ULB ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ; BSB BSB: their pendants, bracelets, and veils;
20 ULB મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં. BSB BSB: their headdresses, ankle chains, and sashes; their perfume bottles and charms;
21 ULB વીંટી, નથ; BSB BSB: their signet rings and nose rings;
22 ULB ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ; BSB BSB: their festive robes, capes, cloaks, and purses;
23 ULB આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે. BSB BSB: and their mirrors, linen garments, tiaras, and shawls.
24 ULB સુગંધીઓને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું; ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ; અને સુંદરતાને બદલે કુરૂપતા થશે. BSB BSB: Instead of fragrance there will be a stench; instead of a belt, a rope; instead of styled hair, baldness; instead of fine clothing, sackcloth; instead of beauty, shame.
25 ULB તારા પુરુષો તલવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે. BSB BSB: Your men will fall by the sword, and your warriors in battle.
26 ULB યરુશાલેમના દરવાજા શોક તથા વિલાપ કરશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે. BSB BSB: And the gates of Zion will lament and mourn; destitute, she will sit on the ground.
Select verses for actions: Enter goes to them and Escape comes back.