1 ULB પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા અને હે ઇઝરાયલ, તારા બનાવનાર યહોવાહ એવું કહે છે, "તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. BSB BSB: But now, this is what the LORD says—He who created you, O Jacob, and He who formed you, O Israel: “Do not fear, for I have redeemed you; I have called you by your name; you are Mine!
2 ULB જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ. BSB BSB: When you pass through the waters, I will be with you; and when you go through the rivers, they will not overwhelm you. When you walk through the fire, you will not be scorched; the flames will not set you ablaze.
3 ULB કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર તારો ઉદ્ધારનાર છું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. BSB BSB: For I am the LORD your God, the Holy One of Israel, your Savior; I give Egypt for your ransom, Cush and Seba in your place.
4 ULB કેમ કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન તથા સન્માન પામેલો છે, મેં તારા પર પ્રેમ કર્યો છે. તેથી હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ. BSB BSB: Because you are precious and honored in My sight, and because I love you, I will give men in exchange for you and nations in place of your life.
5 ULB તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; હું તારાં સંતાન પૂર્વથી લાવીશ અને પશ્ચિમથી તેઓને એકત્ર કરીશ. BSB BSB: Do not be afraid, for I am with you; I will bring your offspring from the east and gather you from the west.
6 ULB હું ઉત્તરને કહીશ, 'તેઓને છોડી દે;' અને દક્ષિણને કહીશ, 'તેઓને અટકાવીશ નહિ;' મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ, BSB BSB: I will say to the north, ‘Give them up!’ and to the south, ‘Do not hold them back!’ Bring My sons from afar, and My daughters from the ends of the earth—
7 ULB જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે, જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ; મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે. BSB BSB: everyone called by My name and created for My glory, whom I have indeed formed and made.”
8 ULB જે લોકો આંખો હોવા છતાં અંધ છે અને કાન છતાં બધિર છે, તેઓને આગળ લાવ. BSB BSB: Bring out a people who have eyes but are blind, and who have ears but are deaf.
9 ULB સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, 'એ ખરું છે.' BSB BSB: All the nations gather together and the peoples assemble. Who among them can declare this, and proclaim to us the former things? Let them present their witnesses to vindicate them, so that others may hear and say, “It is true.”
11 ULB હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉદ્ધારક નથી. BSB BSB: I, yes I, am the LORD, and there is no Savior but Me.
12 ULB મેં તો જાહેર કર્યું છે, બચાવ કર્યો છે અને સંભળાવ્યું છે, કે તમારામાં કોઈ અન્ય દેવ નથી. તમે મારા સાક્ષી છો" અને "હું જ ઈશ્વર છું" એમ યહોવાહ કહે છે. BSB BSB: I alone decreed and saved and proclaimed—I, and not some foreign god among you. So you are My witnesses,” declares the LORD, “that I am God.
13 ULB વળી આજથી હું તે છું અને કોઈને મારા હાથમાંથી છોડાવનાર કોઈ નથી. હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે?" BSB BSB: Even from eternity I am He, and none can deliver out of My hand. When I act, who can reverse it?”
14 ULB તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર યહોવાહ કહે છે: "તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશ અને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે. BSB BSB: Thus says the LORD your Redeemer, the Holy One of Israel: “For your sake, I will send to Babylon and bring them all as fugitives, even the Chaldeans, in the ships in which they rejoice.
15 ULB હું યહોવાહ, તમારો પવિત્ર, ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું." BSB BSB: I am the LORD, your Holy One, the Creator of Israel, and your King.”
16 ULB જે યહોવાહ સમુદ્રમાં માર્ગ અને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે, BSB BSB: Thus says the LORD, who makes a way in the sea and a path through the surging waters,
17 ULB જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે. BSB BSB: who brings out the chariots and horses, the armies and warriors together, to lie down, never to rise again; to be extinguished, snuffed out like a wick:
18 ULB તમે અગાઉની વાતોનું સ્મરણ કરશો નહિ, પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ. BSB BSB: “Do not call to mind the former things; pay no attention to the things of old.
19 ULB જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી? હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. BSB BSB: Behold, I am about to do something new; even now it is coming. Do you not see it? Indeed, I will make a way in the wilderness and streams in the desert.
20 ULB જંગલનાં હિંસક પશુઓ, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે, કારણ કે, મારા પસંદ કરેલા લોકોને પીવા માટે હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. BSB BSB: The beasts of the field will honor Me, the jackals and the ostriches, because I provide water in the wilderness and rivers in the desert, to give drink to My chosen people.
21 ULB મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, જેથી તેઓ મારી સ્તુતિ કરશે. BSB BSB: The people I formed for Myself will declare My praise.
22 ULB પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી કાયર થઈ ગયો છે. BSB BSB: But you have not called on Me, O Jacob, because you have grown weary of Me, O Israel.
23 ULB તારાં દહનીયાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી. BSB BSB: You have not brought Me sheep for burnt offerings, nor honored Me with your sacrifices. I have not burdened you with offerings, nor wearied you with frankincense.
24 ULB તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે. BSB BSB: You have not bought Me sweet cane with your silver, nor satisfied Me with the fat of your sacrifices. But you have burdened Me with your sins; you have wearied Me with your iniquities.
25 ULB હું, હા, હું એ જ છું, જે પોતાની ખાતર તારા અપરાધોને માફ કરું છું; અને તારાં પાપોને હું સંભારીશ નહિ. BSB BSB: I, yes I, am He who blots out your transgressions for My own sake and remembers your sins no more.
26 ULB જે થયું તે મને યાદ કરાવ. આપણે પરસ્પર વિવાદ કરીએ; તું તારી હકીકત રજૂ કર જેથી તું ન્યાયી ઠરે. BSB BSB: Remind Me, let us argue the matter together. State your case, so that you may be vindicated.
27 ULB તારા આદિપિતાએ પાપ કર્યું અને તારા આગેવાનોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે. BSB BSB: Your first father sinned, and your spokesmen rebelled against Me.
28 ULB તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે; હું યાકૂબને વિનાશના બંધનમાં તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખીશ. BSB BSB: So I will disgrace the princes of your sanctuary, and I will devote Jacob to destruction and Israel to reproach.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.