1 ULB હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ. BSB BSB: “Come, all you who are thirsty, come to the waters; and you without money, come, buy, and eat! Come, buy wine and milk without money and without cost!
2 ULB જે રોટલી નથી તેને સારુ ચાંદી શા માટે ખર્ચો છો? અને જેનાથી તૃપ્તિ થતી નથી તેને માટે મહેનત શા માટે કરો છો? કાન દઈને મારું સાંભળો અને સારો ખોરાક ખાઓ તથા ચરબીથી તમારા જીવને ખુશ કરો. BSB BSB: Why spend money on that which is not bread, and your labor on that which does not satisfy? Listen carefully to Me, and eat what is good, and your soul will delight in the richest of foods.
3 ULB કાન દો અને મારી પાસે આવો! સાંભળો એટલે તમે જીવતા રહેશો! હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ, જે કરારનું વિશ્વાસુપણું મેં દાઉદને આપ્યું હતું. BSB BSB: Incline your ear and come to Me; listen, so that your soul may live. I will make with you an everlasting covenant—My loving devotion promised to David.
4 ULB જુઓ, મેં તેને લોકોને માટે સાક્ષી, તેઓને માટે સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે. BSB BSB: Behold, I have made him a witness to the nations, a leader and commander of the peoples.
5 ULB જુઓ, જે દેશને તું જાણતો નથી તેને તું બોલાવશે; અને જે દેશ તને જાણતો નથી, તે તારા ઈશ્વર યહોવાહને લીધે તારી પાસે દોડી આવશે. તે ઇઝરાયલના પવિત્રને લીધે જેણે તને પ્રતાપી કર્યો છે. BSB BSB: Surely you will summon a nation you do not know, and nations who do not know you will run to you. For the LORD your God, the Holy One of Israel, has bestowed glory on you.”
6 ULB યહોવાહ મળે છે ત્યાં સુધીમાં તેમને શોધો; તે પાસે છે ત્યાં સુધીમાં તેને હાંક મારો. BSB BSB: Seek the LORD while He may be found; call on Him while He is near.
7 ULB દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે અને પાપી માણસ પોતાના વિચારો તજી દે. તેને યહોવાહ, આપણા ઈશ્વરની પાસે પાછા ફરવા દો અને તે તેમના પર દયા કરશે અને સંપૂર્ણ ક્ષમા કરશે. BSB BSB: Let the wicked man forsake his way and the unrighteous man his thoughts; let him return to the LORD, that He may have compassion, and to our God, for He will freely pardon.
8 ULB "કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી" એમ યહોવાહ કહે છે. BSB BSB: “For My thoughts are not your thoughts, neither are your ways My ways,” declares the LORD.
9 ULB "કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. BSB BSB: “For as the heavens are higher than the earth, so My ways are higher than your ways and My thoughts than your thoughts.
10 ULB કેમ કે જેમ વરસાદ અને હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના, તેને ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનાર ને અન્ન આપ્યા વિના વચનો પાછાં ફરતાં નથી. BSB BSB: For just as rain and snow fall from heaven and do not return without watering the earth, making it bud and sprout, and providing seed to sow and food to eat,
11 ULB તે પ્રમાણે મારું જે વચન મારા મુખમાંથી નીકળે છે: તે નિરર્થક પાછું ફરશે નહિ, પણ જે હું ચાહું છું તેને પરિપૂર્ણ કરશે અને જે માટે મેં તેને મોકલ્યું હતું તેમાં તે સફળ થશે. BSB BSB: so My word that proceeds from My mouth will not return to Me empty, but it will accomplish what I please, and it will prosper where I send it.
12 ULB તમે આનંદસહિત નીકળી જશો અને શાંતિથી તમને દોરી જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે અને ખેતરોનાં સર્વ વૃક્ષો તાળી પાડશે. BSB BSB: You will indeed go out with joy and be led forth in peace; the mountains and hills will burst into song before you, and all the trees of the field will clap their hands.
13 ULB કાંટાનાં ઝાડને સ્થાને લીલોતરી થશે અને જંગલનાં ગુલાબને સ્થાને મેંદી ઊગશે, અને તે યહોવાહને માટે, તેમના નામને માટે, અનંતકાળના ચિહ્ન તરીકે તેને કાપી નાખવામાં આવશે નહિ." BSB BSB: Instead of the thornbush, the cypress will grow, and instead of the brier, the myrtle will spring up; this will make a name for the LORD, an everlasting sign, never to be destroyed.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.