1 ULB હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો. BSB BSB: Come now, you who are rich, weep and wail over the misery to come upon you.
2 ULB તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. BSB BSB: Your riches have rotted and moths have eaten your clothes.
3 ULB તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લાં દિવસને માટે મિલકત સંઘરી રાખી છે. BSB BSB: Your gold and silver are corroded. Their corrosion will testify against you and consume your flesh like fire. You have hoarded treasure in the last days.
4 ULB જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે. BSB BSB: Look, the wages you withheld from the workmen who mowed your fields are crying out against you. The cries of the harvesters have reached the ears of the Lord of Hosts.
5 ULB તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો; કાપાકાપીના દિવસોમાં તમે તમારાં હૃદયોને પુષ્ટ કર્યાં છે. BSB BSB: You have lived on earth in luxury and self-indulgence. You have fattened your hearts in the day of slaughter.
6 ULB ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી. BSB BSB: You have condemned and murdered the righteous, who did not resist you.
7 ULB ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. BSB BSB: Be patient, then, brothers, until the Lord’s coming. See how the farmer awaits the precious fruit of the soil—how patient he is for the fall and spring rains.
8 ULB તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે. BSB BSB: You, too, be patient and strengthen your hearts, because the Lord’s coming is near.
9 ULB ભાઈઓ, એકબીજા સાથે બડબડાટ ન કરો જેથી તમારો ન્યાય કરવામાં ન આવે; જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે. BSB BSB: Do not complain about one another, brothers, so that you will not be judged. Look, the Judge is standing at the door!
10 ULB ભાઈઓ અને બહેનો, દુઃખ સહેવા વિષે તથા ધીરજ માટેના નમૂના, જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓ પાસેથી ગ્રહણ કરો. BSB BSB: Brothers, as an example of patience in affliction, take the prophets who spoke in the name of the Lord.
11 ULB જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયૂબની સહનશીલતા વિષે સાંભળ્યું છે, પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે, પ્રભુ ઘણાં કરુણાળુ તથા દયાળુ છે. BSB BSB: See how blessed we consider those who have persevered. You have heard of Job’s perseverance and have seen the outcome from the Lord. The Lord is full of compassion and mercy.
12 ULB પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય. BSB BSB: Above all, my brothers, do not swear, not by heaven or earth or by any other oath. Simply let your “Yes” be yes, and your “No,” no, so that you will not fall under judgment.
13 ULB તમારામાં શું કોઈ દુઃખી છે? તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ આનંદિત છે? તો તેણે ગીત ગાવાં. BSB BSB: Is any one of you suffering? He should pray. Is anyone cheerful? He should sing praises.
15 ULB વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે, પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો માફ કરવામાં આવશે. BSB BSB: And the prayer offered in faith will restore the one who is sick. The Lord will raise him up. If he has sinned, he will be forgiven.
16 ULB તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. BSB BSB: Therefore confess your sins to each other and pray for each other so that you may be healed. The prayer of a righteous man has great power to prevail.
17 ULB એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે ‘વરસાદ વરસે નહિ;’ તેથી સાડાત્રણ વરસ સુધી ભૂમિ પર વરસાદ વરસ્યો નહિ. BSB BSB: Elijah was a man just like us. He prayed earnestly that it would not rain, and it did not rain on the land for three and a half years.
18 ULB તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો. BSB BSB: Again he prayed, and the heavens gave rain, and the earth yielded its crops.
19 ULB મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ભટકી જાય અને કોઈ તેને પાછો ફેરવે, BSB BSB: My brothers, if one of you should wander from the truth and someone should bring him back,
20 ULB તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે, તે એક જીવને મૃત્યુથી બચાવશે અને તેના સંખ્યાબંધ પાપને ઢાંકી દેશે. BSB BSB: consider this: Whoever turns a sinner from the error of his way will save his soul from death and cover over a multitude of sins.
Select verses for actions: Enter goes to them and Escape comes back.