1 ULB યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમની કારકિર્દીના આરંભમાં યર્મિયાની પાસે આ વચન યહોવાહની પાસેથી આવ્યું, BSB BSB: At the beginning of the reign of Zedekiah son of Josiah king of Judah, this word came to Jeremiah from the LORD.
2 ULB યહોવાહે આ મુજબ મને કહ્યું કે; તું તારે માટે બંધનો તથા ઝૂંસરીઓ બનાવીને તે તારી ગરદન પર મૂક. BSB BSB: This is what the LORD said to me: “Make for yourself a yoke out of leather straps and put it on your neck.
3 ULB અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે. તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, તૂર અને સિદોનના રાજાઓ પાસે તે મોકલ. BSB BSB: Send word to the kings of Edom, Moab, Ammon, Tyre, and Sidon through the envoys who have come to Jerusalem to Zedekiah king of Judah.
4 ULB તેઓને આજ્ઞા કર કે, તમે જઈને તમારા માલિકોને કહો કે, સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; "આ વચન તમારે તમારા માલિકોને કહેવું; BSB BSB: Give them a message from the LORD of Hosts, the God of Israel, to relay to their masters:
5 ULB 'મેં મારા મહાન સામર્થ્ય અને શક્તિથી પૃથ્વી અને તેના પર વસતાં માણસો અને પશુઓને ઉત્પન્ન કર્યાં છે અને હું ચાહું તેને તે આપી શકું છું. BSB BSB: By My great power and outstretched arm, I made the earth and the men and beasts on the face of it, and I give it to whom I please.
6 ULB તેથી હવે, તમારા સર્વ દેશો મેં બાબિલના રાજા, મારા સેવક, નબૂખાદનેસ્સારને સોંપ્યા છે. વળી, જંગલનાં પશુઓ પણ તેની સેવા કરવા મેં આપ્યાં છે. BSB BSB: So now I have placed all these lands under the authority of My servant Nebuchadnezzar king of Babylon. I have even made the beasts of the field subject to him.
7 ULB તેના દેશને માટે નિર્માણ થયેલ સમય આવે ત્યાં સુધી બધી પ્રજાઓ તેની અને તેના દીકરાની અને તેના દીકરાના દીકરાની સેવા કરશે. ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેની પાસે સેવા કરાવશે. BSB BSB: All nations will serve him and his son and grandson, until the time of his own land comes; then many nations and great kings will enslave him.
8 ULB વળી જે પ્રજા અને રાજ્ય તેની એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરશે નહિ. અને પોતાની ગરદન પર બાબિલના રાજાની ઝૂંસરી નહિ મૂકશે. તે પ્રજાને હું તેને હાથે નષ્ટ કરું ત્યાં સુધી તલવાર, દુકાળ અને મરકી મોકલીને તેને હું શિક્ષા કરીશ.' એવું યહોવાહ કહે છે. જેથી અંતે તે બાબિલના હાથમાં સોંપાઈ જાય. BSB BSB: As for the nation or kingdom that does not serve Nebuchadnezzar king of Babylon and does not place its neck under his yoke, I will punish that nation by sword and famine and plague, declares the LORD, until I have destroyed it by his hand.
9 ULB માટે તમે તમારા પ્રબોધકો, જોશીઓ, તમારા સ્વપ્ન જોનારાઓ, ભૂવાઓ અને જંતરમંતર કરનારાઓ જેઓ તમને કહે કે, 'તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ.' તો તેની તરફ ધ્યાન ના આપશો. BSB BSB: But as for you, do not listen to your prophets, your diviners, your interpreters of dreams, your mediums, or your sorcerers who declare, ‘You will not serve the king of Babylon.’
10 ULB કેમ કે તમને તમારા વતનમાંથી દૂર કરવા માટે હું તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢું અને તમે નાશ પામો તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે. BSB BSB: For they prophesy to you a lie that will serve to remove you from your land; I will banish you and you will perish.
11 ULB પણ જો કોઈ પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી ગરદન પર મૂકશે અને તેના દાસ થશે, તો હું તેને પોતાની ભૂમિમાં રહેવા દઈશ.' તેઓ ત્યાં ખેતી કરશે અને વસશે. એમ યહોવાહ કહે છે.'' BSB BSB: But the nation that will put its neck under the yoke of the king of Babylon and serve him, I will leave in its own land, to cultivate it and reside in it, declares the LORD.”
12 ULB તેથી મેં યહૂદિયાના રાજા સિદકિયાને આ બધી બાબતો કહી કે; "તમે તમારી ગરદનો પર બાબિલના રાજાની ઝૂંસરી મૂકશો તો તમે જીવતા રહેશો. BSB BSB: And to Zedekiah king of Judah I spoke the same message: “Put your necks under the yoke of the king of Babylon; serve him and his people, and live!
13 ULB જે પ્રજા બાબિલના રાજાની સેવા ન કરે તેના વિષે યહોવાહ બોલ્યા છે. તે પ્રમાણે તમે એટલે તું તથા તારી પ્રજા તલવાર, દુકાળ અને મરકીથી શા માટે મરો? BSB BSB: Why should you and your people die by sword and famine and plague, as the LORD has decreed against any nation that does not serve the king of Babylon?
14 ULB જે પ્રબોધકો તમને એમ કહે છે કે, 'તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ,' તેમની વાત તમારે સાંભળવી નહિ. તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે. BSB BSB: Do not listen to the words of the prophets who say, ‘You must not serve the king of Babylon,’ for they are prophesying to you a lie.
15 ULB કેમ કે યહોવાહ કહે છે કે, મેં તેમને મોકલ્યા નથી." "તોપણ તેઓ મારા નામે તમને જૂઠું ભવિષ્ય કહે છે જેથી હું તમને આ દેશમાંથી નસાડી મૂકું અને જે પ્રબોધકો ખોટું ભવિષ્ય કહે છે તે પ્રબોધકો સાથે તમે નાશ પામો." BSB BSB: For I have not sent them, declares the LORD, and yet they are prophesying falsely in My name; therefore I will banish you, and you will perish—you and the prophets who prophesy to you.”
16 ULB વળી મેં યાજકો અને બધા લોકોને કહ્યું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે પ્રબોધકો તમને એમ કહે છે કે, 'જુઓ, યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો થોડા જ વખતમાં બાબિલમાંથી જલદી પાછા લાવવામાં આવશે તેમની વાત તમે સાંભળશો નહિ. તેઓ તમને જૂઠું ભવિષ્ય કહે છે.' BSB BSB: Then I said to the priests and to all this people, “This is what the LORD says: Do not listen to the words of your prophets who prophesy to you, saying, ‘Look, very soon now the articles from the house of the LORD will be brought back from Babylon.’ They are prophesying to you a lie.
17 ULB તેઓનું કહેવું તમે સાંભળશો નહિ. બાબિલના રાજાની શરણાગતિ સ્વીકારશો તો તમે જીવતા રહેશો, શા માટે આખું નગર ઉજ્જડ થાય? BSB BSB: Do not listen to them. Serve the king of Babylon and live! Why should this city become a ruin?
18 ULB પણ જો તેઓ સાચા પ્રબોધકો હોય અને જો સાચે જ યહોવાહનું વચન તેઓની પાસે આવ્યું હોય, તો યહોવાહના ઘરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં અને યરુશાલેમમાં બાકી રહેલાં પાત્રો બાબિલ ન લઈ જાય તે માટે તેઓએ સૈન્યના યહોવાહને વિનંતી કરવી.' BSB BSB: If they are indeed prophets and the word of the LORD is with them, let them now plead with the LORD of Hosts that the articles remaining in the house of the LORD, in the palace of the king of Judah, and in Jerusalem, not be taken to Babylon.
19 ULB તેથી સૈન્યોના યહોવાહ આ વિષે કહે છે કે, સ્થંભ, સમુદ્ર, પાયા તથા પાત્રો તે લઈ ગયો નહિ, પણ આ નગરમાં હજી રહેલાં છે. BSB BSB: For this is what the LORD of Hosts says about the pillars, the sea, the bases, and the rest of the articles that remain in this city,
20 ULB પણ બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તથા યહૂદિયાના તેમ જ યરુશાલેમના સર્વ કુલીન લોકોને યરુશાલેમમાંથી બાબિલમાં બંદીવાસમાં લઈ ગયો. BSB BSB: which Nebuchadnezzar king of Babylon did not take when he carried Jeconiah son of Jehoiakim king of Judah into exile from Jerusalem to Babylon, along with all the nobles of Judah and Jerusalem.
21 ULB જે પાત્રો યહોવાહના ઘરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં હજુ રહેલાં છે, તેના વિષે ઇઝરાયલના ઈશ્વર સૈન્યોના યહોવાહ કહે છે કે, BSB BSB: Yes, this is what the LORD of Hosts, the God of Israel, says about the articles that remain in the house of the LORD, in the palace of the king of Judah, and in Jerusalem:
22 ULB 'તેઓને બાબિલમાં લઈ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે.' એમ યહોવાહ કહે છે. 'પછી હું તેઓને લાવીને આ સ્થળે મૂકીશ."' BSB BSB: ‘They will be carried to Babylon and will remain there until the day I attend to them again,’ declares the LORD. ‘Then I will bring them back and restore them to this place.’”
Select verses for actions: Enter goes to them and Escape comes back.