1 ULB યહોવાહ કહે છે, તે સમયે' "હું ઇઝરાયલના સર્વ કુળનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે." BSB BSB: “At that time,” declares the LORD, “I will be the God of all the families of Israel, and they will be My people.”
2 ULB યહોવાહ આ પ્રમાણે કહે છે કે; "જ્યારે હું ઇઝરાયલને વિશ્રાંતિ આપવા ગયો ત્યારે જે લોકો તલવારથી બચી ગયા છે, તેઓ અરણ્યમાં કૃપા પામ્યા. BSB BSB: This is what the LORD says: “The people who survived the sword found favor in the wilderness when Israel went to find rest.”
3 ULB યહોવાહે દૂર દેશમાં મને દર્શન આપી કહ્યું કે, મેં તારા પર અખંડ પ્રેમ રાખ્યો છે. માટે મેં મારી કૃપા તારા પર રાખીને તને મારા તરફ ખેંચી છે. BSB BSB: The LORD appeared to us in the past, saying: “I have loved you with an everlasting love; therefore I have drawn you with loving devotion.
4 ULB હે ઇઝરાયલની કુમારી હું તને ફરીથી બાંધીશ અને તું પાછી બંધાઈશ. ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી પોતાને શણગારીશ અને આનંદથી નાચતા બહાર જઈશ. BSB BSB: Again I will build you, and you will be rebuilt, O Virgin Israel. Again you will take up your tambourines and go out in joyful dancing.
5 ULB તું ફરીથી સમરુનના પર્વતો પર દ્રાક્ષવાડીઓ રોપશે. અને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે. BSB BSB: Again you will plant vineyards on the hills of Samaria; the farmers will plant and enjoy the fruit.
6 ULB કેમ કે એવો દિવસ આવી રહ્યો છે કે, જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી ચોકીદારો પોકાર કરશે કે, 'ચાલો, આપણે આપણા ઈશ્વર યહોવાહની પાસે સિયોનમાં ચઢી જઈએ."' BSB BSB: For there will be a day when watchmen will call out on the hills of Ephraim, ‘Arise, let us go up to Zion, to the LORD our God!’”
7 ULB યહોવાહ કહે છે કે; "યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ! પ્રજાઓમાં જે મુખ્ય છે તેને માટે હર્ષનાદ કરો. પ્રગટ કરીને સ્તુતિગાન કરીને કહો, યહોવાહ તમારા લોકોને ઇઝરાયલના બાકી રહેલાને બચાવો.' BSB BSB: For this is what the LORD says: “Sing with joy for Jacob; shout for the foremost of the nations! Make your praises heard, and say, ‘O LORD, save Your people, the remnant of Israel!’
8 ULB જુઓ, હું તેઓને ઉત્તરમાંથી લાવીશ અને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. તેઓમાં અંધજનો અને અપંગો હશે; ગર્ભવતી તથા જન્મ આપનારી સર્વ એકઠાં થશે. તેઓનો મોટો સમુદાય અહીં પાછો ફરશે. BSB BSB: Behold, I will bring them from the land of the north and gather them from the farthest parts of the earth, including the blind and the lame, expectant mothers and women in labor. They will return as a great assembly!
9 ULB તેઓ રડતાંકકળતાં વિનંતીઓ કરતાં આવશે. હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે વહેતાં ઝરણાં આગળ ચલાવીશ. કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, એફ્રાઇમ મારો જયેષ્ઠ દીકરો છે." BSB BSB: They will come with weeping, and by their supplication I will lead them; I will make them walk beside streams of waters, on a level path where they will not stumble. For I am Israel’s Father, and Ephraim is My firstborn.”
10 ULB હે પ્રજાઓ, તમે યહોવાહના વચન સાંભળો અને દૂર દૂરના દ્વીપોને તે પ્રગટ કરો. જેણે ઇઝરાયલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે જ તેઓને એકત્ર કરશે. અને પોતાનાં ટોળાંની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે. BSB BSB: Hear, O nations, the word of the LORD, and proclaim it in distant coastlands: “The One who scattered Israel will gather them and keep them as a shepherd keeps his flock.
11 ULB કારણ કે યહોવાહે યાકૂબને બચાવ્યો છે. અને તેના કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે. BSB BSB: For the LORD has ransomed Jacob and redeemed him from the hand that had overpowered him.
12 ULB તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે. અને યહોવાહે આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ટોળાં અને જાનવરો સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સીંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઈ ગયાં હશે. BSB BSB: They will come and shout for joy on the heights of Zion; they will be radiant over the bounty of the LORD—the grain, new wine, and oil, and the young of the flocks and herds. Their life will be like a well-watered garden, and never again will they languish.
13 ULB ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે; ''કેમ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ, હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હર્ષિત કરીશ, કેમ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ:ખો દૂર થઈ ગયાં હશે. BSB BSB: Then the maidens will rejoice with dancing, young men and old as well. I will turn their mourning into joy, and give them comfort and joy for their sorrow.
14 ULB હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ. અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઈ જશે. એવું યહોવાહ કહે છે. BSB BSB: I will fill the souls of the priests abundantly, and will fill My people with My goodness,” declares the LORD.
15 ULB યહોવાહ કહે છે કે; રામામાં ભારે રુદનનો અવાજ સંભળાય છે, રાહેલ પોતાના સંતાનો માટે રડે છે. પોતાના સંતાનો સંબંધી તે સાંત્વના પામવાની ના પાડે છે. કેમ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યાં છે." BSB BSB: This is what the LORD says: “A voice is heard in Ramah, mourning and great weeping, Rachel weeping for her children and refusing to be comforted, because they are no more.”
16 ULB પરંતુ યહોવાહ કહે છે; વિલાપ કરીને રુદન કરવાનું બંધ કર, તારાં આંસુ લૂછી નાખ; તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય, તારાં બાળકો શત્રુના દેશમાંથી પાછા આવશે. BSB BSB: This is what the LORD says: “Keep your voice from weeping and your eyes from tears, for the reward for your work will come, declares the LORD. Then your children will return from the land of the enemy.
17 ULB તારા ભવિષ્ય માટે આશા છે" તારાં સંતાનો પોતાના દેશમાં પાછાં આવશે, એમ યહોવાહ કહે છે." BSB BSB: So there is hope for your future, declares the LORD, and your children will return to their own land.
18 ULB "નિશ્ચે મેં એફ્રાઇમને પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો છે; 'તમે મને સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજા થઈ છે. મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કેમ કે ફક્ત તમે જ મારા યહોવાહ ઈશ્વર છો. BSB BSB: I have surely heard Ephraim’s moaning: ‘You disciplined me severely, like an untrained calf. Restore me, that I may return, for You are the LORD my God.
19 ULB મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, ત્યારે મેં મારી જાંઘ પર થબડાકો મારી; હું લજ્જિત અને અપમાનિત થયો છું, કેમ કે, જ્યારે હું જુવાન હતો ત્યારે મેં બદનામીવાળા કામો કર્યાં હતાં.' BSB BSB: After I returned, I repented; and after I was instructed, I struck my thigh in grief. I was ashamed and humiliated because I bore the disgrace of my youth.’
20 ULB શું એફ્રાઇમ મારો લાડકો દીકરો છે? શું તે પ્રિય દીકરો છે? હું જ્યારે તેની વિરુદ્ધ બોલું છું ત્યારે પાછો તને યાદ કરું છું. અને મારું હૃદય તને ઝંખે છે. હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ. એમ યહોવાહ કહે છે. BSB BSB: Is not Ephraim a precious son to Me, a delightful child? Though I often speak against him, I still remember him. Therefore My heart yearns for him; I have great compassion for him,” declares the LORD.
21 ULB જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇઝરાયલનો માર્ગ સૂચવતાં નિશાન કર. અને માર્ગદર્શક સ્તંભો બનાવ. તું જે રસ્તે ગઈ હતી તે બરાબર ધ્યાનમાં રાખ. કેમ કે હે ઇઝરાયલની કુમારી, તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે. BSB BSB: “Set up the road markers, put up the signposts. Keep the highway in mind, the road you have traveled. Return, O Virgin Israel, return to these cities of yours.
22 ULB હે ભટકી ગયેલી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી રહીશ? કેમ કે યહોવાહે પૃથ્વી પર એક નવી વાત ઉત્પન્ન કરી છે. સ્ત્રી બળવાન પુરુષનું રક્ષણ કરશે. BSB BSB: How long will you wander, O faithless daughter? For the LORD has created a new thing in the land—a woman will shelter a man.”
23 ULB સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; ''જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ ત્યારે યહૂદિયા દેશમાં અને તેના નગરોમાં લોકો આ વચન ઉચ્ચારશે કે, ન્યાયનિકેતન હે પવિત્રપર્વત, 'યહોવાહ આશીર્વાદિત કરો.' BSB BSB: This is what the LORD of Hosts, the God of Israel, says: “When I restore them from captivity, they will once again speak this word in the land of Judah and in its cities: ‘May the LORD bless you, O righteous dwelling place, O holy mountain.’
24 ULB અને યહૂદિયા તથા તેના બધા નગરોમાંનાં ખેડૂતો અને ભરવાડો તેમના ટોળાં સાથે ભેગા રહેશે. BSB BSB: And Judah and all its cities will dwell together in the land, the farmers and those who move with the flocks,
25 ULB મેં થાકેલાં જીવને વિશ્રામ આપ્યો છે. અને દુઃખી જીવને સમૃદ્ધ કર્યાં છે." BSB BSB: for I will refresh the weary soul and replenish all who are weak.”
26 ULB ત્યારબાદ હું જાગ્યો અને મેં જોયું તો મારી ઊંઘ મને મીઠી લાગી. BSB BSB: At this I awoke and looked around. My sleep had been most pleasant to me.
27 ULB યહોવાહ કહે છે'' જુઓ, એવા દિવસો આવી રહ્યા છે કે "જ્યારે હું ઇઝરાયલમાં અને યહૂદિયામાં માણસોનું બી તથા પશુનું બી વાવીશ. BSB BSB: “The days are coming,” declares the LORD, “when I will sow the house of Israel and the house of Judah with the seed of man and of beast.
28 ULB ત્યારે એમ થશે કે જેમ ઉખેડી નાખવા, ખંડન કરવા, તોડી પાડવા, નાશ કરવા, અને દુઃખ દેવાને મેં તેઓ પર નજર કરી હતી. તેમ હવે બાંધવા અને રોપવા હું તેઓના પર નજર રાખીશ.'' એવું યહોવાહ કહે છે. BSB BSB: Just as I watched over them to uproot and tear down, to demolish, destroy, and bring disaster, so I will watch over them to build and to plant,” declares the LORD.
29 ULB "તે દિવસ પછી કોઈ એમ નહિ કહે કે, 'પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને બાળકોના દાંત ખટાઈ ગયા છે.' BSB BSB: “In those days, it will no longer be said: ‘The fathers have eaten sour grapes, and the teeth of the children are set on edge.’
30 ULB કેમ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે; જે માણસો ખાટી દ્રાક્ષ ખાશે તેઓના દાંત ખટાઈ જશે. BSB BSB: Instead, each will die for his own iniquity. If anyone eats the sour grapes, his own teeth will be set on edge.
32 ULB મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢ્યાં હતા ત્યારે તેઓની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેઓનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.'' એવું યહોવાહ કહે છે. BSB BSB: It will not be like the covenant I made with their fathers when I took them by the hand to lead them out of the land of Egypt—a covenant they broke, though I was a husband to them,” declares the LORD.
33 ULB ''પણ યહોવાહ કહે છે હવે પછી ઇઝરાયલના લોકો સાથે જે કરાર કરીશ તે આ હશે'' ''હું મારા નિયમો તેમના હ્રદયમાં મૂકીશ. અને તેઓનાં હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ. અને તેઓ મારા લોક થશે. BSB BSB: “But this is the covenant I will make with the house of Israel after those days, declares the LORD. I will put My law in their minds and inscribe it on their hearts. And I will be their God, and they will be My people.
34 ULB તે સમયે 'યહોવાહને ઓળખવા માટે!' એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કેમ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઈ મને ઓળખશે.'' ''હું તેઓનાં દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ. એમ યહોવાહ કહે છે.'' BSB BSB: No longer will each man teach his neighbor or his brother, saying, ‘Know the LORD,’ because they will all know Me, from the least of them to the greatest, declares the LORD. For I will forgive their iniquities and will remember their sins no more.”
35 ULB ''જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, જેનું નામ સૈન્યોના યહોવાહ છે તે આમ કહે છે; BSB BSB: Thus says the LORD, who gives the sun for light by day, who sets in order the moon and stars for light by night, who stirs up the sea so that its waves roar—the LORD of Hosts is His name:
36 ULB ''યહોવાહ કહે છે કે, જો મારી આગળ આ નિયમનો ભંગ થાય, ''તો જ ઇઝરાયલનાં સંતાનો પણ હંમેશ મારી પ્રજા તરીકે ગણાતાં બંધ થાય.'' BSB BSB: “Only if this fixed order departed from My presence, declares the LORD, would Israel’s descendants ever cease to be a nation before Me.”
37 ULB યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ''જો ઉપરનું આકાશ માપી શકાય, અને નીચે પૃથ્વીના પાયાને શોધી શકાય, તો ઇઝરાયલના સંતાનોએ જે જે કર્યું છે, તે સર્વને માટે હું પણ તે સંતાનોનો ત્યાગ કરીશ.'' એવું યહોવાહ કહે છે. BSB BSB: This is what the LORD says: “Only if the heavens above could be measured and the foundations of the earth below searched out would I reject all of Israel’s descendants because of all they have done,” declares the LORD.
38 ULB "જુઓ, યહોવાહ કહે છે, એવો સમય આવી રહ્યો છે કે તે સમયમાં આ નગર હનાનએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે. BSB BSB: “The days are coming,” declares the LORD, “when this city will be rebuilt for Me, from the tower of Hananel to the Corner Gate.
39 ULB વળી સીધે રસ્તે માપવાની દોરી ઠેઠ ગોરેબ પર્વત સુધી પહોંચશે. અને ત્યાંથી વળીને ગોઆહ સુધી જશે. BSB BSB: The measuring line will once again stretch out straight to the hill of Gareb and then turn toward Goah.
40 ULB મૃતદેહો તથા રાખની આખી ખીણ કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડા ભાગળના ખૂણા સુધી યહોવાહને સારુ પવિત્ર થશે. તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ અને પાડી નાખવામાં આવશે નહિ." BSB BSB: The whole valley of the dead bodies and ashes, and all the fields as far as the Kidron Valley, to the corner of the Horse Gate to the east, will be holy to the LORD. It will never again be uprooted or demolished.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.