1 ULB બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા. BSB BSB: At this time a man named Lazarus was sick. He lived in Bethany, the village of Mary and her sister Martha.
2 ULB મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો. BSB BSB: (Mary, whose brother Lazarus was sick, was to anoint the Lord with perfume and wipe His feet with her hair.)
3 ULB તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે. BSB BSB: So the sisters sent word to Jesus, “Lord, the one You love is sick.”
4 ULB પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય. BSB BSB: When Jesus heard this, He said, “This sickness will not end in death. No, it is for the glory of God, so that the Son of God may be glorified through it.”
5 ULB માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા. BSB BSB: Now Jesus loved Martha and her sister and Lazarus.
6 ULB તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા. BSB BSB: So on hearing that Lazarus was sick, He stayed where He was for two days,
7 ULB ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ. BSB BSB: and then He said to the disciples, “Let us go back to Judea.”
8 ULB શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’” BSB BSB: “Rabbi,” they replied, “the Jews just tried to stone You, and You are going back there?”
9 ULB ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી. BSB BSB: Jesus answered, “Are there not twelve hours of daylight? If anyone walks in the daytime, he will not stumble, because he sees by the light of this world.
10 ULB પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’” BSB BSB: But if anyone walks at night, he will stumble, because he has no light.”
11 ULB તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’” BSB BSB: After He had said this, He told them, “Our friend Lazarus has fallen asleep, but I am going there to wake him up.”
12 ULB ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’” BSB BSB: His disciples replied, “Lord, if he is sleeping, he will get better.”
13 ULB ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું. BSB BSB: They thought that Jesus was talking about actual sleep, but He was speaking about the death of Lazarus.
14 ULB ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે. BSB BSB: So Jesus told them plainly, “Lazarus is dead,
15 ULB હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’” BSB BSB: and for your sake I am glad I was not there, so that you may believe. But let us go to him.”
16 ULB ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’” BSB BSB: Then Thomas called Didymus said to his fellow disciples, “Let us also go, so that we may die with Him.”
17 ULB હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે. BSB BSB: When Jesus arrived, He found that Lazarus had already spent four days in the tomb.
18 ULB હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું. BSB BSB: Now Bethany was near Jerusalem, a little less than two miles away,
19 ULB માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા. BSB BSB: and many of the Jews had come to Martha and Mary to console them in the loss of their brother.
20 ULB ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી. BSB BSB: So when Martha heard that Jesus was coming, she went out to meet Him, but Mary stayed at home.
21 ULB ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ. BSB BSB: Martha said to Jesus, “Lord, if You had been here, my brother would not have died.
22 ULB પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.’” BSB BSB: But even now I know that God will give You whatever You ask of Him.”
23 ULB ઈસુએ તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો ઊઠશે.’” BSB BSB: “Your brother will rise again,” Jesus told her.
24 ULB માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’” BSB BSB: Martha replied, “I know that he will rise again in the resurrection at the last day.”
25 ULB ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે. BSB BSB: Jesus said to her, “I am the resurrection and the life. Whoever believes in Me will live, even though he dies.
26 ULB અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” BSB BSB: And everyone who lives and believes in Me will never die. Do you believe this?”
27 ULB તેણે તેમને કહ્યું કે, ‘હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો. BSB BSB: “Yes, Lord,” she answered, “I believe that You are the Christ, the Son of God, who was to come into the world.”
28 ULB એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’” BSB BSB: After Martha had said this, she went back and called her sister Mary aside to tell her, “The Teacher is here and is asking for you.”
29 ULB એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ. BSB BSB: And when Mary heard this, she got up quickly and went to Him.
30 ULB ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા. BSB BSB: Now Jesus had not yet entered the village, but was still at the place where Martha had met Him.
31 ULB ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વના આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા. BSB BSB: When the Jews who were in the house consoling Mary saw how quickly she got up and went out, they followed her, supposing she was going to the tomb to mourn there.
32 ULB ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં. BSB BSB: When Mary came to Jesus and saw Him, she fell at His feet and said, “Lord, if You had been here, my brother would not have died.”
34 ULB પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ. BSB BSB: “Where have you put him?” He asked. “Come and see, Lord,” they answered.
36 ULB એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, ‘જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા! BSB BSB: Then the Jews said, “See how He loved him!”
37 ULB પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’” BSB BSB: But some of them asked, “Could not this man who opened the eyes of the blind also have kept Lazarus from dying?”
38 ULB ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. BSB BSB: Jesus, once again deeply moved, came to the tomb. It was a cave with a stone laid across the entrance.
39 ULB ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’” BSB BSB: “Take away the stone,” Jesus said. “Lord, by now he stinks,” said Martha, the sister of the dead man. “It has already been four days.”
40 ULB ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’” BSB BSB: Jesus replied, “Did I not tell you that if you believed, you would see the glory of God?”
41 ULB ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું. BSB BSB: So they took away the stone. Then Jesus lifted His eyes upward and said, “Father, I thank You that You have heard Me.
42 ULB તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.’” BSB BSB: I knew that You always hear Me, but I say this for the benefit of the people standing here, so they may believe that You sent Me.”
43 ULB એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’” BSB BSB: After Jesus had said this, He called out in a loud voice, “Lazarus, come out!”
44 ULB ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલથી વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો. BSB BSB: The man who had been dead came out with his hands and feet bound in strips of linen, and his face wrapped in a cloth. “Unwrap him and let him go,” Jesus told them.
45 ULB તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો. BSB BSB: Therefore many of the Jews who had come to Mary, and had seen what Jesus did, believed in Him.
46 ULB પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં. BSB BSB: But some of them went to the Pharisees and told them what Jesus had done.
47 ULB એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, ‘આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે. BSB BSB: Then the chief priests and Pharisees convened the Sanhedrin and said, “What are we to do? This man is performing many signs.
48 ULB જો આપણે તેમને એમ જ રહેવા દઈશું, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું રહેઠાણ તથા આપણો દેશ લઈ લેશે. BSB BSB: If we let Him go on like this, everyone will believe in Him, and then the Romans will come and take away both our place and our nation.”
49 ULB પણ કાયાફા નામે તેઓમાંનો એક જે તે વર્ષે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું કે, ‘તમે કંઈ જાણતા નથી, BSB BSB: But one of them, named Caiaphas, who was high priest that year, said to them, “You know nothing at all!
50 ULB વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’” BSB BSB: You do not realize that it is better for you that one man die for the people than that the whole nation perish.”
51 ULB તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે. BSB BSB: Caiaphas did not say this on his own. Instead, as high priest that year, he was prophesying that Jesus would die for the nation,
52 ULB અને એકલા યહૂદી લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે. BSB BSB: and not only for the nation, but also for the scattered children of God, to gather them together into one.
53 ULB તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા. BSB BSB: So from that day on they plotted to kill Him.
54 ULB તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઈસુ જાહેર રીતે ફર્યા નહિ, પણ ત્યાંથી અરણ્ય પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા અને પોતાના શિષ્યો સહિત ત્યાં રહ્યાં. BSB BSB: As a result, Jesus no longer went about publicly among the Jews, but He withdrew to a town called Ephraim in an area near the wilderness. And He stayed there with the disciples.
55 ULB હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા. BSB BSB: Now the Jewish Passover was near, and many people went up from the country to Jerusalem to purify themselves before the Passover.
56 ULB માટે તેઓએ ઈસુની શોધ કરી અને ભક્તિસ્થાનમાં ઊભા રહેલાઓએ પરસ્પર કહ્યું કે, તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?’” BSB BSB: They kept looking for Jesus and asking one another as they stood in the temple courts, “What do you think? Will He come to the feast at all?”
57 ULB હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવી આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસને માલૂમ પડે કે તે ઈસુ ક્યાં છે તો તેણે ખબર આપવી, એ માટે કે તેઓ ફરોશીઓ તેમને પકડે. BSB BSB: But the chief priests and Pharisees had given orders that anyone who knew where He was must report it, so that they could arrest Him.
Select verses for actions: Enter goes to them and Escape comes back.