1 ULB હવે ઈશ્વરનું વચન અમિત્તાયના દીકરા યૂના પાસે આવ્યું કે, BSB BSB: Now the word of the LORD came to Jonah son of Amittai, saying,
2 ULB "ઊઠ મોટા નગર નિનવે જા, અને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની વધી રહેલી દુષ્ટતા મારી નજરે ચડી છે." BSB BSB: “Get up! Go to the great city of Nineveh and preach against it, because its wickedness has come up before Me.”
3 ULB યૂના ઊઠ્યો તો ખરો, પણ તેણે ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા માટે યાફામાં ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેનું ભાડું તેણે ચૂકવ્યું. અને ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા તે વહાણમાં બેઠો. BSB BSB: Jonah, however, got up to flee to Tarshish, away from the presence of the LORD. He went down to Joppa and found a ship bound for Tarshish. So he paid the fare and went aboard to sail for Tarshish, away from the presence of the LORD.
4 ULB પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે. BSB BSB: Then the LORD hurled a great wind upon the sea, and such a violent storm arose that the ship was in danger of breaking apart.
5 ULB તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો. BSB BSB: The sailors were afraid, and each cried out to his own god. And they threw the ship’s cargo into the sea to lighten the load. But Jonah had gone down to the lowest part of the vessel, where he lay down and fell into a deep sleep.
6 ULB વહાણના ટંડેલે તેની પાસે આવીને કહ્યું, "તું શું કરે છે? ઊંઘે છે? ઊઠ! તારા ઈશ્વરને વિનંતી કર, કદાચ તારો ઈશ્વર આપણને ધ્યાનમાં લે, અને આપણે નાશ પામીએ નહિ." BSB BSB: The captain approached him and said, “How can you sleep? Get up and call upon your God. Perhaps this God will consider us, so that we may not perish.”
7 ULB તે પ્રવાસીઓએ એકબીજાને કહ્યું, "આવો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે આપણા પર આવેલા આ વિધ્ન માટે જવાબદાર કોણ છે?" તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી. ત્યારે ચિઠ્ઠી, યૂનાના નામની નીકળી. BSB BSB: “Come!” said the sailors to one another. “Let us cast lots to find out who is responsible for this calamity that is upon us.” So they cast lots, and the lot fell on Jonah.
8 ULB એટલે તેઓએ યૂનાને કહ્યું, "કૃપા કરીને અમને જણાવ કે તું કોણ છે કે જેના લીધે આ સંકટ આવી પડ્યું છે? તારો વ્યવસાય શો છે? તું ક્યાંથી આવ્યો છે? તારો દેશ કયો છે? તું કયા લોકોમાંથી આવે છે?" BSB BSB: “Tell us now,” they demanded, “who is to blame for this calamity that is upon us? What is your occupation, and where have you come from? What is your country, and who are your people?”
9 ULB યૂનાએ તેઓને કહ્યું, "હું એક હિબ્રૂ છું; સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું." BSB BSB: “I am a Hebrew,” replied Jonah. “I worship the LORD, the God of the heavens, who made the sea and the dry land.”
10 ULB ત્યારે તે માણસો વધારે ભયભીત થયા. તેઓએ યૂનાને કહ્યું, "તેં આ શું કર્યું?" કેમ કે તેના કહેવાથી તેઓના જાણવામાં આવ્યું કે તે ઈશ્વરની સમક્ષતામાંથી ભાગી રહ્યો છે. BSB BSB: Then the men were even more afraid and said to him, “What have you done?” The men knew that he was fleeing from the presence of the LORD, because he had told them.
11 ULB પછી તેઓએ યૂનાને પૂછ્યું, "આ સમુદ્ર, અમારે સારુ શાંત થાય તે માટે અમે તને શું કરીએ?" કેમ કે સમુદ્રમાં વાવાઝોડું વધતું જતું હતું. BSB BSB: Now the sea was growing worse and worse, so they said to Jonah, “What must we do to you to calm this sea for us?”
12 ULB યૂનાએ તેઓને કહ્યું, "મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો. એમ કરવાથી સમુદ્ર શાંત થઈ જશે કેમ કે હું સમજું છું કે મારે લીધે જ આ મોટું વાવાઝોડું તમારા પર ઝઝૂમેલું છે." BSB BSB: “Pick me up,” he answered, “and cast me into the sea, so it may quiet down for you. For I know that I am to blame for this violent storm that has come upon you.”
13 ULB કિનારે પાછા પહોંચી જવા માટે ખલાસીઓએ બહુ હલેસાં માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહિ કેમ કે સમુદ્ર વધુ ને વધુ તોફાની બની રહ્યો હતો. BSB BSB: Nevertheless, the men rowed hard to get back to dry land, but they could not, for the sea was raging against them more and more.
14 ULB એથી તેઓએ ઈશ્વરને પોકારીને કહ્યું, "હે ઈશ્વર, અમે વીનવીએ છીએ કે આ માણસનાં જીવના લીધે અમારો નાશ થવા દેશો નહિ અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહિ. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે." BSB BSB: So they cried out to the LORD: “Please, O LORD, do not let us perish on account of this man’s life! Do not charge us with innocent blood! For You, O LORD, have done as You pleased.”
15 ULB એવું કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો. BSB BSB: Then they picked up Jonah and cast him into the sea, and the raging sea grew calm.
16 ULB ત્યારે તે માણસોને ઈશ્વરનો અતિશય ડર લાગ્યો. તેઓએ ઈશ્વરને બલિદાનો ચઢાવ્યાં અને માનતાઓ માની. BSB BSB: Then the men feared the LORD greatly, and they offered a sacrifice to the LORD and made vows to Him.