1 ULB પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા. BSB BSB: Now the family heads of the Levites approached Eleazar the priest, Joshua son of Nun, and the heads of the other tribes of Israel
2 ULB તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, "યહોવાહે મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી." BSB BSB: at Shiloh in the land of Canaan and said to them, “The LORD commanded through Moses that we be given cities in which to live, together with pasturelands for our livestock.”
3 ULB તેથી ઇઝરાયલી લોકોએ યહોવાહની આજ્ઞા પ્રમાણે, પોતાના વારસામાંથી નગરો અને ગૌચરો લેવીઓને આપ્યાં. BSB BSB: So by the command of the LORD, the Israelites gave the Levites these cities and their pasturelands out of their own inheritance:
4 ULB કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા. BSB BSB: The first lot came out for the Kohathite clans. The Levites who were descendants of Aaron the priest received thirteen cities by lot from the tribes of Judah, Simeon, and Benjamin.
5 ULB કહાથીઓના બાકીનાં કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતાં તેઓને એફ્રાઇમનાં કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મનાશ્શાના અર્ધકુળમાંથી દસ નગરો પ્રાપ્ત થયાં. BSB BSB: The remaining descendants of Kohath received ten cities by lot from the tribes of Ephraim, Dan, and the half-tribe of Manasseh.
6 ULB ગેર્શોનપુત્રોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેમને ઇસ્સાખાર કુળના કુટુંબોમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી અને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આપવામાં આવ્યા. BSB BSB: The descendants of Gershon received thirteen cities by lot from the tribes of Issachar, Asher, Naphtali, and the half-tribe of Manasseh in Bashan.
7 ULB મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા. BSB BSB: And the descendants of Merari received twelve cities from the tribes of Reuben, Gad, and Zebulun.
8 ULB તેથી યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓનાં ગૌચરો સહિત લેવીઓને આપ્યાં. BSB BSB: So the Israelites allotted to the Levites these cities, together with their pasturelands, as the LORD had commanded through Moses.
9 ULB અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી, ઉપર દર્શાવ્યાં પ્રમાણેનાં નગરોના ભાગ તેઓને સોંપવામાં આવ્યા. BSB BSB: From the tribes of Judah and Simeon, they designated these cities by name
10 ULB હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી. BSB BSB: to the descendants of Aaron from the Kohathite clans of the Levites, because the first lot fell to them:
11 ULB ઇઝરાયલીઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા અનાકના પિતાનું નગર, એટલે હેબ્રોન તેની આસપાસનાં ગૌચર સહિત આપ્યાં. BSB BSB: They gave them Kiriath-arba (that is, Hebron), with its surrounding pasturelands, in the hill country of Judah. (Arba was the father of Anak.)
12 ULB પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં. BSB BSB: But they had given the fields and villages around the city to Caleb son of Jephunneh as his possession.
13 ULB તેઓએ હારુન યાજકના વંશજોને મનુષ્યઘાતક માટેના આશ્રયનું નગર તે, હેબ્રોન તેનાં ગૌચર સહિત તથા લિબ્નાહ તેનાં ગૌચર સહિત અને BSB BSB: So to the descendants of Aaron the priest they gave these cities, together with their pasturelands: Hebron, a city of refuge for the manslayer, Libnah,
14 ULB યાત્તીર તેનાં ગૌચર સહિત, એશ્તમોઆ તેનાં ગૌચર સહિત. BSB BSB: Jattir, Eshtemoa,
15 ULB હોલોન પણ તેનાં ગૌચર સહિત, દબીર તેનાં ગૌચર સહિત આપ્યાં, BSB BSB: Holon, Debir,
16 ULB આઈન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં. BSB BSB: Ain, Juttah, and Beth-shemesh—nine cities from these two tribes, together with their pasturelands.
17 ULB બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન તેનાં ગૌચર સહિત, ગેબા તેનાં ગૌચર સહિત, BSB BSB: And from the tribe of Benjamin they gave them Gibeon, Geba,
18 ULB અનાથોથ તેનાં ગૌચર સહિત તથા આલ્મોન તેનાં ગૌચર સહિત એ ચાર નગરો. BSB BSB: Anathoth, and Almon—four cities, together with their pasturelands.
19 ULB હારુનના વંશજોના યાજકોને, બધાં મળીને કુલ તેર નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં. BSB BSB: In all, thirteen cities, together with their pasturelands, were given to the priests, the descendants of Aaron.
20 ULB કહાથના કુટુંબનાં જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતાં તે પ્રમાણે એફ્રાઇમનાં કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યાં. BSB BSB: The remaining Kohathite clans of the Levites were allotted these cities: From the tribe of Ephraim
21 ULB તેઓને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ તેનાં ગૌચર સહિત તથા ગેઝેર તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં, BSB BSB: they were given Shechem in the hill country of Ephraim (a city of refuge for the manslayer), Gezer,
22 ULB કિબ્સાઈમ તેનાં ગૌચર સહિત તથા બેથ-હોરોન તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો તેઓને આપ્યાં. BSB BSB: Kibzaim, and Beth-horon—four cities, together with their pasturelands.
23 ULB દાનના કુળમાંથી કહાથના કુટુંબોને એલ્તકે તેનાં ગૌચર સહિત, ગિબ્બથોન તેનાં ગૌચર સહિત આપ્યાં હતાં, BSB BSB: From the tribe of Dan they were given Elteke, Gibbethon,
24 ULB આયાલોન તેનાં ગૌચર સહિત, ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત. ચાર નગરો આપવામાં આવ્યાં. BSB BSB: Aijalon, and Gath-rimmon—four cities, together with their pasturelands.
25 ULB કહાથના કુટુંબનાં મનાશ્શાના અર્ધકુળમાંથી, તાનાખ તેનાં ગૌચર સહિત તથા ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત એ બે નગરો આપવામાં આવ્યાં. BSB BSB: And from the half-tribe of Manasseh they were given Taanach and Gath-rimmon—two cities, together with their pasturelands.
26 ULB કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને દસ નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં. BSB BSB: In all, ten cities, together with their pasturelands, were given to the rest of the Kohathite clans.
27 ULB મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં. BSB BSB: This is what the Levite clans of the Gershonites were given: From the half-tribe of Manasseh they were given Golan in Bashan, a city of refuge for the manslayer, and Beeshterah—two cities, together with their pasturelands.
28 ULB ગેર્શોનના કુટુંબોથી ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેનાં ગૌચર સહિત, દાબરાથ તેનાં ગૌચર સહિત, BSB BSB: From the tribe of Issachar they were given Kishion, Daberath,
29 ULB યાર્મૂથ તેનાં ગૌચર સહિત એન-ગાન્નીમ તેનાં ગૌચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં. BSB BSB: Jarmuth, and En-gannim—four cities, together with their pasturelands.
30 ULB આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત, BSB BSB: From the tribe of Asher they were given Mishal, Abdon,
31 ULB હેલ્કાથ તેના ગૌચર સહિત અને રહોબ તેનાં ગૌચર સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં. BSB BSB: Helkath, and Rehob—four cities, together with their pasturelands.
32 ULB નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં. BSB BSB: And from the tribe of Naphtali they were given Kedesh in Galilee (a city of refuge for the manslayer), Hammoth-dor, and Kartan—three cities, together with their pasturelands.
33 ULB ગેર્શોનીઓનાં કુટુંબો માટે, તેનાં ગૌચરો સહિત બધાં મળીને તેર નગરોનો સમાવેશ થતો હતો. BSB BSB: In all, thirteen cities, together with their pasturelands, were given to the Gershonite clans.
34 ULB બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહિત, BSB BSB: This is what the Merarite clan (the rest of the Levites) were given: From the tribe of Zebulun they were given Jokneam, Kartah,
35 ULB દિમ્ના તેનાં ગૌચર સહિત, નાહલાલ તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો આપવામાં આવ્યાં. BSB BSB: Dimnah, and Nahalal—four cities, together with their pasturelands.
36 ULB રુબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેનાં ગૌચરો સહિત, યાહસા તેનાં ગૌચરો સહિત, BSB BSB: From the tribe of Reuben they were given Bezer, Jahaz,
37 ULB કદેમોથ તેનાં ગૌચરો સહિત તથા મેફાથ તેનાં ગૌચરો સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં. BSB BSB: Kedemoth, and Mephaath—four cities, together with their pasturelands.
38 ULB તેઓએ ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું મનુષ્યઘાતક માટેનું આશ્રયનગર રામોથ તેનાં ગૌચરો સહિત તથા માહનાઇમ તેનાં ગૌચરો સહિત. BSB BSB: And from the tribe of Gad they were given Ramoth in Gilead, a city of refuge for the manslayer, Mahanaim,
39 ULB હેશ્બોન તેનાં ગૌચરો સહિત તથા યાઝેર તેનાં ગૌચરો સહિત બધાં મળીને કુલ ચાર નગરો. BSB BSB: Heshbon, and Jazer—four cities in all, together with their pasturelands.
40 ULB આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં. BSB BSB: In all, twelve cities were allotted to the clans of Merari, the remaining Levite clans.
41 ULB ઇઝરાયલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યેથી લેવીઓએ અડતાળીસ નગરો તેનાં ગૌચર સહિત મેળવ્યાં. BSB BSB: For the Levites, then, there were forty-eight cities in all, together with their pasturelands, within the territory of the Israelites.
42 ULB આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચરો હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું. BSB BSB: Each of these cities had its own surrounding pasturelands; this was true for all the cities.
43 ULB તે પ્રમાણે તેમણે ઇઝરાયલને તે સઘળો દેશ આપ્યો. યહોવાહે ઇઝરાયલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી. ઇઝરાયલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો. BSB BSB: Thus the LORD gave Israel all the land He had sworn to give their fathers, and they took possession of it and settled in it.
44 ULB પછી યહોવાહે તેઓને બધી બાજુએથી શાંતિ આપી કે જેની તેમણે તેઓના પૂર્વજો સાથે પ્રતિજ્ઞા કરી હતી. તેઓના સર્વ શત્રુમાંથી કોઈ તેઓને હરાવી શક્યું નહિ. યહોવાહ તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા. BSB BSB: And the LORD gave them rest on every side, just as He had sworn to their fathers. None of their enemies could stand against them, for the LORD delivered all their enemies into their hand.
45 ULB યહોવાહે ઇઝરાયલના ઘરનાઓને જે કંઈ વચન આપ્યું હતું તે સર્વમાંથી એકેય પૂરું થયા વિના રહ્યું નહિ. તેમાંના તમામ વચનો પરિપૂર્ણ થયાં. BSB BSB: Not one of all the LORD’s good promises to the house of Israel had failed; everything was fulfilled.
Select verses for actions: Enter goes to them and Escape comes back.