1 ULB અને યહોશુઆ વહેલી સવારે ઊઠયો, તે અને ઇઝરાયલના સર્વ લોકો શિટ્ટીમમાંથી નીકળી યર્દન આવ્યા, નદી ઓળંગતાં પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી. BSB BSB: Early the next morning Joshua got up and left Shittim with all the Israelites. They went as far as the Jordan, where they camped before crossing over.
2 ULB અને ત્રણ દિવસ પછી, એમ થયું કે આગેવાનો છાવણીમાં ફર્યા; BSB BSB: After three days the officers went through the camp
3 ULB તેઓએ લોકોને આજ્ઞા કરી, "જયારે તમે તમારા યહોવાહ પ્રભુના કરારકોશને તથા તેને ઊંચકનાર લેવી યાજકોને જુઓ, ત્યારે તમે તે સ્થળ છોડીને તેની પાછળ જજો. BSB BSB: and commanded the people: “When you see the ark of the covenant of the LORD your God being carried by the Levitical priests, you are to set out from your positions and follow it.
4 ULB તમારી અને તેની વચ્ચે લગભગ બે હજાર હાથનું અંતર રહે; તેની નજીક જશો નહિ, જેથી જે માર્ગે તમારે જવું જોઈએ તે તમે જાણશો, કારણ કે આ માર્ગે અગાઉ તમે ગયા નથી." BSB BSB: But keep a distance of about two thousand cubits between yourselves and the ark. Do not go near it, so that you can see the way to go, since you have never traveled this way before.”
5 ULB અને યહોશુઆએ લોકોને કહ્યું, "તમે પોતાને પવિત્ર કરો, કેમ કે કાલે યહોવાહ તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે." BSB BSB: Then Joshua told the people, “Consecrate yourselves, for tomorrow the LORD will do wonders among you.”
6 ULB ત્યાર પછી યહોશુઆએ યાજકોને કહ્યું, "કરારકોશ ઊંચકીને લોકોની આગળ જાઓ." તેથી તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ગયા. BSB BSB: And he said to the priests, “Take the ark of the covenant and go on ahead of the people.” So they carried the ark of the covenant and went ahead of them.
7 ULB અને યહોવાહે યહોશુઆને કહ્યું, "આજ હું તને ઇઝરાયલની નજરમાં મોટો માણસ બનાવીશ. એ સારુ કે તેઓ જાણે કે જેમ હું મૂસા સાથે હતો તેમ તારી સાથે પણ હોઈશ. BSB BSB: Now the LORD said to Joshua, “Today I will begin to exalt you in the sight of all Israel, so they may know that I am with you just as I was with Moses.
8 ULB જે યાજકોએ કરારકોશ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર, કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દનનદીમાં જ ઊભા રહેજો." BSB BSB: Command the priests carrying the ark of the covenant: ‘When you reach the edge of the waters, stand in the Jordan.’”
9 ULB અને યહોશુઆએ ઇઝરાયલનાં લોકોને કહ્યું, "અહીં આવો અને પ્રભુ તમારા યહોવાહનાં વચન સાંભળો." BSB BSB: So Joshua told the Israelites, “Come here and listen to the words of the LORD your God.”
10 ULB અને યહોશુઆએ કહ્યું, "આનાથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, તે કનાનીઓને, હિત્તીઓને, હિવ્વીઓને, પરિઝીઓને, ગિર્ગાશીઓને, અમોરીઓને તથા યબૂસીઓને નિશ્ચે તમારી આગળથી દૂર કરશે. BSB BSB: He continued, “This is how you will know that the living God is among you and that He will surely drive out before you the Canaanites, Hittites, Hivites, Perizzites, Girgashites, Amorites, and Jebusites.
11 ULB જુઓ! આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે. BSB BSB: Behold, the ark of the covenant of the Lord of all the earth will go ahead of you into the Jordan.
12 ULB હવે તમે ઇઝરાયલના દરેક કુળમાંથી એક પ્રમાણે બાર માણસ પસંદ કરો. BSB BSB: Now choose twelve men from the tribes of Israel, one from each tribe.
13 ULB જયારે આખી પૃથ્વીના પ્રભુ, યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પાણીમાં મુકાશે ત્યારે યર્દનનું પાણી ઉપરથી નીચે તરફ વહે છે તેના ભાગ પડી જશે અને તે ઢગલો થઈને સ્થિર થઈ જશે." BSB BSB: When the feet of the priests who carry the ark of the LORD—the Lord of all the earth—touch down in the waters of the Jordan, its flowing waters will be cut off and will stand up in a heap.”
14 ULB તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા. BSB BSB: So when the people broke camp to cross the Jordan, the priests carried the ark of the covenant ahead of them.
15 ULB કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી BSB BSB: Now the Jordan overflows its banks throughout the harvest season. But as soon as the priests carrying the ark reached the Jordan and their feet touched the water’s edge,
16 ULB ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા. BSB BSB: the flowing water stood still. It backed up as far upstream as Adam, a city in the area of Zarethan, while the water flowing toward the Sea of the Arabah (the Salt Sea) was completely cut off. So the people crossed over opposite Jericho.
17 ULB ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા. BSB BSB: The priests carrying the ark of the covenant of the LORD stood firm on dry ground in the middle of the Jordan, while all Israel crossed over the dry ground, until the entire nation had crossed the Jordan.
Select verses for actions: Enter goes to them and Escape comes back.