1 ULB યહોવાહે મૂસાને કહ્યું, BSB BSB: Then the LORD said to Moses,
2 ULB "જે કોઈ કુષ્ટરોગથી મુક્ત થયો હોય તેની શુદ્ધિકરણનો નિયમ આ પ્રમાણે છે. તેને યાજક પાસે લાવવો. BSB BSB: “This is the law for the one afflicted with a skin disease on the day of his cleansing, when he is brought to the priest.
3 ULB યાજકે છાવણીની બહાર જઈને તેની તપાસ કરવી કે જો રોગ મટી ગયો હોય, BSB BSB: The priest is to go outside the camp to examine him, and if the skin disease of the afflicted person has healed,
4 ULB તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે માણસને શુદ્ધ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ તથા ઝુફા લાવવાને આજ્ઞા આપવી. BSB BSB: the priest shall order that two live clean birds, cedar wood, scarlet yarn, and hyssop be brought for the one to be cleansed.
5 ULB યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માટીના વાસણમાં કાપવાની આજ્ઞા કરવી. BSB BSB: Then the priest shall command that one of the birds be slaughtered over fresh water in a clay pot.
6 ULB પછી યાજકે જીવતા રહેલા બીજા પક્ષીને, દેવદારનું લાકડું, કિરમજી કાપડ તથા ઝુફો લઈને ઝરાના પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળવાં. BSB BSB: And he is to take the live bird together with the cedar wood, scarlet yarn, and hyssop, and dip them into the blood of the bird that was slaughtered over the fresh water.
7 ULB જે કુષ્ટરોગમાંથી માણસની શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે સાત વાર રક્ત છાંટી તેને શુદ્ધ કરવો. પછી પેલા જીવતા પક્ષીને યાજકે ખુલ્લાં ખેતરમાં છોડી મૂકવું. BSB BSB: Seven times he shall sprinkle the one to be cleansed of the skin disease. Then he shall pronounce him clean and release the live bird into the open field.
8 ULB જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે, પોતાના સર્વ વાળ મૂંડાવે તથા પાણીમાં સ્નાન કરે અને પછી તે શુદ્ધ થયો ગણાય. પછી તે છાવણીમાં રહેવા માટે પાછો ફરે, પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું. BSB BSB: The one being cleansed must wash his clothes, shave off all his hair, and bathe with water; then he will be ceremonially clean. Afterward, he may enter the camp, but he must remain outside his tent for seven days.
9 ULB સાતમે દિવસે તેણે પોતાના માથાના સર્વ વાળ, દાઢીના તથા પોતાના ભમરના તેમ જ શરીર પરના બીજા બધા વાળ મૂંડાવી નાખવા. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, પછી તે રોગથી સંપૂર્ણ રીતે શુદ્ધ થયો એવું જાહેર થાય. BSB BSB: On the seventh day he must shave off all his hair—his head, his beard, his eyebrows, and the rest of his hair. He must wash his clothes and bathe himself with water, and he will be clean.
10 ULB આઠમે દિવસે તેણે એક વર્ષની ઉંમરના ખામી વગરનાં બે નરઘેટાં, એક વર્ષની ખામી વગરની ઘેટી, ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું. BSB BSB: On the eighth day he is to bring two unblemished male lambs, an unblemished ewe lamb a year old, a grain offering of three-tenths of an ephah of fine flour mixed with olive oil, and one log of olive oil.
11 ULB શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવાહ સમક્ષ રજૂ કરવો. BSB BSB: The priest who performs the cleansing shall present the one to be cleansed, together with these offerings, before the LORD at the entrance to the Tent of Meeting.
12 ULB પછી યાજક નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર્પણ ને માટે તેને તથા પેલા માપ તેલને ચઢાવે અને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કરે. BSB BSB: Then the priest is to take one of the male lambs and present it as a guilt offering, along with the log of olive oil; and he must wave them as a wave offering before the LORD.
13 ULB તેણે એ ઘેટાના બચ્ચાંને જે પવિત્ર સ્થળે પાપાર્થાર્પણને તથા દહનીયાર્પણના હલવાનને કાપવામાં આવે છે ત્યાં કાપવો. પાપાર્થાર્પણની માફક દોષાર્થાર્પણ યાજકને આપી દેવું, કેમ કે તે પરમપવિત્ર અર્પણ છે. BSB BSB: Then he is to slaughter the lamb in the sanctuary area where the sin offering and burnt offering are slaughtered. Like the sin offering, the guilt offering belongs to the priest; it is most holy.
14 ULB પછી યાજકે આ દોષાર્થાર્પણનું રક્ત લઈને જે માણસ શુદ્ધ થયો છે તેના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાવવું. BSB BSB: The priest is to take some of the blood from the guilt offering and put it on the right earlobe of the one to be cleansed, on the thumb of his right hand, and on the big toe of his right foot.
15 ULB પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું. BSB BSB: Then the priest shall take some of the log of olive oil, pour it into his left palm,
16 ULB તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાહની સમક્ષ સાત વખત તે તેલનો છંટકાવ કરવો. BSB BSB: dip his right forefinger into the oil in his left palm, and sprinkle some of the oil with his finger seven times before the LORD.
17 ULB યાજક હથેળીમાં રહેલા તેલમાંથી થોડું લઈને જેની શુદ્ધિ કરવાની હોય તે માણસના જમણા કાનની બુટ્ટી, જમણા હાથ તથા જમણા પગના અંગૂઠા પર જ્યાં પહેલાં દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું ત્યાં લગાડવું. BSB BSB: And the priest is to put some of the oil remaining in his palm on the right earlobe of the one to be cleansed, on the thumb of his right hand, and on the big toe of his right foot, on top of the blood of the guilt offering.
18 ULB યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માથા પર લગાડીને યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરવું. BSB BSB: The rest of the oil in his palm, the priest is to put on the head of the one to be cleansed, to make atonement for him before the LORD.
19 ULB પછી યાજકે પાપાર્થાર્પણ ચઢાવવું અને જેની અશુદ્ધતામાંથી શુદ્ધિ કરવાની હોય, તે માણસની પ્રાયશ્ચિત વિધિ કરવી અને ત્યાર પછી તે દહનીયાર્પણના પશુને મારી નાખવું. BSB BSB: Then the priest is to sacrifice the sin offering and make atonement for the one to be cleansed from his uncleanness. After that, the priest shall slaughter the burnt offering
20 ULB પછી યાજકે વેદીની અગ્નિ પર દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માટે પ્રાયશ્ચિત કરવું અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે. BSB BSB: and offer it on the altar, with the grain offering, to make atonement for him, and he will be clean.
21 ULB તેમ છતાં, જો તે માણસ ગરીબ હોય અને આ બધું ચઢાવી શકે એમ ના હોય, તો તેણે માત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો અને યહોવાહની સમક્ષ રજૂ કરવો. યાજકે તેને તે માણસના પ્રાયશ્ચિત માટે અર્પણ ચઢાવવું અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફક્ત તેલથી મોહેલો એક દશાંશ એફોદ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું. BSB BSB: If, however, the person is poor and cannot afford these offerings, he is to take one male lamb as a guilt offering to be waved to make atonement for him, along with a tenth of an ephah of fine flour mixed with olive oil for a grain offering, a log of olive oil,
22 ULB તથા બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં, તે લાવી શકે તેમ હોય તે લાવવાં, તેઓમાંનું એક પાપાર્થાર્પણ માટે અને બીજું દહનીયાર્પણ માટે. BSB BSB: and two turtledoves or two young pigeons, whichever he can afford, one to be a sin offering and the other a burnt offering.
23 ULB આઠમે દિવસે યાજક પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાહની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માટે આ પક્ષીઓને સાથે લાવે. BSB BSB: On the eighth day he is to bring them for his cleansing to the priest at the entrance to the Tent of Meeting before the LORD.
24 ULB પછી યાજક ઘેટાનાં બચ્ચાંને દોષાર્થાર્પણ તરીકે લે તથા તેલ પણ લે અને વેદી આગળ યહોવાહની સમક્ષ તે તેઓનું અર્પણ કરે. BSB BSB: The priest shall take the lamb for the guilt offering, along with the log of olive oil, and wave them as a wave offering before the LORD.
25 ULB તે દોષાર્થાર્પણ માટેના ઘેટાંને કાપી નાખે અને તેનું થોડું રક્ત લઈ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી તથા તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠા પર લગાવે. BSB BSB: And after he slaughters the lamb for the guilt offering, the priest is to take some of the blood of the guilt offering and put it on the right earlobe of the one to be cleansed, on the thumb of his right hand, and on the big toe of his right foot.
26 ULB પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેળીમાં રેડવું. BSB BSB: Then the priest is to pour some of the oil into his left palm
27 ULB અને જે થોડું રક્ત તેના ડાબા હાથની હથેળીમાં છે તેમાંથી થોડું તેણે પોતાના જમણા હાથની આંગળી વડે લઈને સાત વાર યહોવાહની સમક્ષ છાંટવું. BSB BSB: and sprinkle with his right forefinger some of the oil in his left palm seven times before the LORD.
28 ULB તે પછી દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું તે જ જગ્યાએ યાજકે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું. BSB BSB: The priest shall also put some of the oil in his palm on the right earlobe of the one to be cleansed, on the thumb of his right hand, and on the big toe of his right foot—on the same places as the blood of the guilt offering.
29 ULB તેના હાથમાં બાકી રહેલું તેલ જે માણસની શુદ્ધિ કરવાની હોય તેના માથા પર રેડવું અને યહોવાહ સમક્ષ તેણે પ્રાયશ્ચિત કરવું. BSB BSB: The rest of the oil in his palm, the priest is to put on the head of the one to be cleansed, to make atonement for him before the LORD.
30 ULB અને તે મેળવી શકે એવો એક હોલો કે કબૂતરનું બચ્ચું તેણે ચઢાવવું, BSB BSB: Then he must sacrifice the turtledoves or young pigeons, whichever he can afford,
31 ULB જેવું તે મેળવી શકે એવું, પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ખાદ્યાર્પણની સાથે વેદી પર ચઢાવવું. પછી યાજક યહોવાહની સમક્ષ તે માણસને માટે પ્રાયશ્ચિત કરે અને તે શુદ્ધ બની જશે. BSB BSB: one as a sin offering and the other as a burnt offering, together with the grain offering. In this way the priest will make atonement before the LORD for the one to be cleansed.
32 ULB કુષ્ટ રોગમાંથી સાજા થયેલા જે માણસના શુદ્ધિકરણ માટે જરૂરી અર્પણો લાવવા જો તે અશક્ત હોય, તેને માટે આ નિયમ છે." BSB BSB: This is the law for someone who has a skin disease and cannot afford the cost of his cleansing.”
33 ULB યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું, BSB BSB: Then the LORD said to Moses and Aaron,
34 ULB "મેં તમને આપેલા કનાન દેશમાં જ્યારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કુષ્ટ રોગ મૂકું, BSB BSB: “When you enter the land of Canaan, which I am giving you as your possession, and I put a contamination of mildew into a house in that land,
35 ULB તો તે ઘરના માલિકે યાજક પાસે આવીને માહિતી આપવી. તેણે કહેવું, 'મારા ઘરમાં કુષ્ટરોગ હોય એવું મને લાગે છે.' BSB BSB: the owner of the house shall come and tell the priest, ‘Something like mildew has appeared in my house.’
36 ULB યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા આજ્ઞા કરવી, એ માટે કે ઘરની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય. ત્યારપછી યાજક ઘરની તપાસ માટે ઘરની અંદર જાય. BSB BSB: The priest must order that the house be cleared before he enters it to examine the mildew, so that nothing in the house will become unclean. After this, the priest shall go in to inspect the house.
37 ULB રોગની તે તપાસ કરે અને જો તે રોગ ઘરની દીવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તિરાડ પડી હોય અને તે દીવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો, BSB BSB: He is to examine the house, and if the mildew on the walls consists of green or red depressions that appear to be beneath the surface of the wall,
38 ULB પછી યાજક ઘરમાંથી બહાર નીકળી સાત દિવસ માટે ઘરને બંધ કરી દેવું. BSB BSB: the priest shall go outside the doorway of the house and close it up for seven days.
39 ULB પછી સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય, BSB BSB: On the seventh day the priest is to return and inspect the house. If the mildew has spread on the walls,
40 ULB તો યાજકે રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપવી. BSB BSB: he must order that the contaminated stones be pulled out and thrown into an unclean place outside the city.
41 ULB ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું. BSB BSB: And he shall have the inside of the house scraped completely and the plaster that is scraped off dumped into an unclean place outside the city.
42 ULB જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરનું નવેસરથી ચણતર કરાવવું. BSB BSB: So different stones must be obtained to replace the contaminated ones, as well as additional mortar to replaster the house.
43 ULB પથ્થરો કાઢી નાખ્યા પછી અને ઘરનું નવેસરથી ચણતર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય, BSB BSB: If the mildew reappears in the house after the stones have been torn out and the house has been scraped and replastered,
44 ULB તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી અને તેને ખબર પડે કે ફૂગ પ્રસરી છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે. BSB BSB: the priest must come and inspect it. If the mildew has spread in the house, it is a destructive mildew; the house is unclean.
45 ULB તે ઘરને તોડી પાડવું. એ ઘરના પથ્થરો, લાકડાં અને ગારો બધું શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું. BSB BSB: It must be torn down with its stones, its timbers, and all its plaster, and taken outside the city to an unclean place.
46 ULB એ ઘર બંધ રહ્યું હોય તે દરમિયાન કોઈ ઘરમાં પ્રવેશે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. BSB BSB: Anyone who enters the house during any of the days that it is closed up will be unclean until evening.
47 ULB જે કોઈ વ્યક્તિ તે ઘરમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં. BSB BSB: And anyone who sleeps in the house or eats in it must wash his clothes.
48 ULB પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે અને જો તેને ખબર પડે કે નવેસરથી ચણતર કર્યા પછી ફૂગ ફેલાયેલી નથી, તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે હવે ફૂગનો ચેપ ઘરમાં નથી. BSB BSB: If, however, the priest comes and inspects it, and the mildew has not spread after the house has been replastered, he shall pronounce the house clean, because the mildew is gone.
49 ULB પછી ઘરની શુદ્ધિ માટે યાજક બે નાનાં પક્ષીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લે. BSB BSB: He is to take two birds, cedar wood, scarlet yarn, and hyssop to purify the house;
50 ULB એક પક્ષીને તેણે ઝરાના વહેતા પાણી ઉપર માટલી ઉપર કાપવું. BSB BSB: and he shall slaughter one of the birds over fresh water in a clay pot.
51 ULB તેણે દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પક્ષી સાથે ચઢાવેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના વહેતાં પાણીમાં બોળવા અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો. BSB BSB: Then he shall take the cedar wood, the hyssop, the scarlet yarn, and the live bird, dip them in the blood of the slaughtered bird and the fresh water, and sprinkle the house seven times.
52 ULB આ પ્રમાણે તેણે પક્ષીનું રક્ત, ઝરાનું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, તેનાથી ઘરની શુદ્ધિ કરવી. BSB BSB: And he shall cleanse the house with the bird’s blood, the fresh water, the live bird, the cedar wood, the hyssop, and the scarlet yarn.
53 ULB પણ યાજકે શહેરની બહાર ખુલ્લાં મેદાનમાં બીજા પક્ષીને છોડી દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે. BSB BSB: Finally, he is to release the live bird into the open fields outside the city. In this way he will make atonement for the house, and it will be clean.
54 ULB બધી જ જાતના કુષ્ટ રોગ, એટલે સોજા, ચાંદાં, ગૂમડાં માટે, BSB BSB: This is the law for any infectious skin disease, for a scaly outbreak,
55 ULB વસ્ત્રના તથા ઘરના કુષ્ટ રોગને માટે, BSB BSB: for mildew in clothing or in a house,
56 ULB કોઈની ચામડીના સોજામાં કે દાઝવાથી થયેલા ઘામાં કે ચાંદાને માટે, BSB BSB: and for a swelling, rash, or spot,
57 ULB કુષ્ટ રોગની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય, તે શીખવવા માટે એ નિયમ છે." BSB BSB: to determine when something is clean or unclean. This is the law regarding skin diseases and mildew.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.