1 ULB યહોવાહે મૂસાને કહ્યું, BSB BSB: Then the LORD said to Moses,
2 ULB "તું ઇઝરાયલના લોકોને કહે કે, 'જો કોઈ ઇઝરાયલી કે તેઓની મધ્યે રહેતો પરદેશી પોતાના કોઈપણ બાળકને મોલેખને ચઢાવે તો તેને મૃત્યુદંડ કરવો. દેશના લોકો તેને પથ્થરે મારે. BSB BSB: “Tell the Israelites, ‘Any Israelite or foreigner living in Israel who gives any of his children to Molech must be put to death. The people of the land are to stone him.
3 ULB હું પોતે પણ તે માણસની વિરુદ્ધ મારું મુખ કરીશ અને તેના લોકોમાંથી તેને અલગ કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે અને મારા પવિત્ર નામને ભ્રષ્ટ કર્યુ છે. BSB BSB: And I will set My face against that man and cut him off from his people, because by giving his offspring to Molech, he has defiled My sanctuary and profaned My holy name.
4 ULB જો કોઈ માણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે અને તે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે, BSB BSB: And if the people of the land ever hide their eyes and fail to put to death the man who gives one of his children to Molech,
5 ULB તો હું પોતે તેની અને તેના કુટુંબની વિમુખ થઈ જઈશ અને તેને અને તેની સાથે મોલેખની પાછળ જઈને તેની સાથે વ્યભિચાર કરનારાઓને હું નાબૂદ કરીશ. BSB BSB: then I will set My face against that man and his family and cut off from among their people both him and all who follow him in prostituting themselves with Molech.
6 ULB જે વ્યક્તિ ભૂવાઓ અથવા દુષ્ટ આત્માઓ સાથે વાત કરનારા તથા તેમની સાથે વ્યભિચાર કરે અને સલાહ લે તેની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ; હું તેનો તેના લોકમાંથી નાશ કરીશ. BSB BSB: Whoever turns to mediums or spiritists to prostitute himself with them, I will also set My face against that person and cut him off from his people.
7 ULB તે માટે તમે પોતાને શુદ્ધ અને પવિત્ર કરો, કારણ કે, હું યહોવાહ તમારો પવિત્ર ઈશ્વર છું. BSB BSB: Consecrate yourselves, therefore, and be holy, because I am the LORD your God.
8 ULB તમારે કાળજીપૂર્વક મારા સર્વ વિધિઓનું પાલન કરવું, કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવાહ હું છું. BSB BSB: And you shall keep My statutes and practice them. I am the LORD who sanctifies you.
9 ULB જે કોઈ પોતાના પિતાને અને માતાને શાપ આપે તો તેને નિશ્ચે મૃત્યુદંડ આપવો. તેણે પોતાના પિતાને અથવા માતાને શાપ આપ્યો છે તેથી તે પોતાના મૃત્યુ માટે પોતે જ જવાબદાર ગણાય. BSB BSB: If anyone curses his father or mother, he must be put to death. He has cursed his father or mother; his blood shall be upon him.
10 ULB જે કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે અથવા પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે તેઓ બન્નેને નિશ્ચે મૃત્યુદંડ આપવો. BSB BSB: If a man commits adultery with another man’s wife—with the wife of his neighbor—both the adulterer and the adulteress must surely be put to death.
11 ULB જે કોઈ પુરુષ પોતાના પિતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે, તેણે પોતાના પિતાને કલંક લગાડે છે, તે બન્ને મૃત્યુદંડને પાત્ર થાય. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે. BSB BSB: If a man lies with his father’s wife, he has uncovered his father’s nakedness. Both must surely be put to death; their blood is upon them.
12 ULB કોઈ પુરુષ જો પોતાની પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે બન્નેને મૃત્યુદંડ આપવો. તેઓએ અસ્વાભાવિક કાર્ય કર્યું છે. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે. BSB BSB: If a man lies with his daughter-in-law, both must surely be put to death. They have acted perversely; their blood is upon them.
13 ULB કોઈ પુરુષ જો અન્ય પુરુષ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ બાંધે તો તે બન્નેએ ધિક્કારપાત્ર કાર્ય કર્યુ છે, તેઓને મૃત્યુદંડ આપવો. તેઓનો દોષ મૃત્યુને લાયક છે. BSB BSB: If a man lies with a man as with a woman, they have both committed an abomination. They must surely be put to death; their blood is upon them.
14 ULB કોઈ પુરુષ જો કોઈ સ્ત્રીને અને તેની માતાને એમ બન્નેની સાથે લગ્ન કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે બન્ને સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં. એ માટે કે તમારી મધ્યે કોઈ દુષ્ટતા રહે નહિ. BSB BSB: If a man marries both a woman and her mother, it is depraved. Both he and they must be burned in the fire, so that there will be no depravity among you.
15 ULB કોઈ પુરુષ જો કોઈ પશુ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને મારી નાખવું. BSB BSB: If a man lies carnally with an animal, he must be put to death. And you are also to kill the animal.
16 ULB અને જો કોઈ સ્ત્રી કોઈ પશુ સાથે શારીરિક સંબંધ કરે, તો તે સ્ત્રીને અને પશુને બન્નેને મારી નાખવાં કારણ, તેઓનો દોષ એ સજાને લાયક છે. BSB BSB: If a woman approaches any animal to mate with it, you must kill both the woman and the animal. They must surely be put to death; their blood is upon them.
17 ULB જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માતાની પુત્રી સાથે લગ્ન કરે અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે તો એ શરમજનક કાર્ય છે. તેઓને તેઓના લોકોની વચ્ચેથી અલગ કરવા. કેમ કે એ વ્યક્તિએ પોતાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે. તેનો દોષ તે પુરુષને માથે. BSB BSB: If a man marries his sister, whether the daughter of his father or of his mother, and they have sexual relations, it is a disgrace. They must be cut off in the sight of their people. He has uncovered the nakedness of his sister; he shall bear his iniquity.
18 ULB જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના માસિકસ્રાવ દરમિયાન શારીરિક સંબંધ બાંધે તો તેણે તેનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે અને તેણે પોતાનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે. પુરુષ અને સ્ત્રી એ બન્નેને તેઓના લોકોમાંથી અલગ કરવા. BSB BSB: If a man lies with a menstruating woman and has sexual relations with her, he has exposed the source of her flow, and she has uncovered the source of her blood. Both of them must be cut off from among their people.
19 ULB તારે તારી માતાની બહેન કે પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો કેમ કે એમ કરવાથી તું તેમને કલંકિત કરે છે. તેઓને તેઓના પાપની સજા થવી જ જોઈએ. BSB BSB: You must not have sexual relations with the sister of your mother or your father, for it is exposing one’s own kin; both shall bear their iniquity.
20 ULB જો કોઈ માણસ પોતાના કાકાની પત્ની સાથે સૂઈ જાય, તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બન્નેને તેઓના પાપની સજા થવી જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે. BSB BSB: If a man lies with his uncle’s wife, he has uncovered the nakedness of his uncle. They will bear their sin; they shall die childless.
21 ULB જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે લગ્ન કરે તો તે અપવિત્ર ગણાય; કેમ કે તેણે એના ભાઈને કલંક લગાડયું છે. એ બન્ને નિઃસંતાન અવસાન પામશે. BSB BSB: If a man marries his brother’s wife, it is an act of impurity. He has uncovered the nakedness of his brother; they shall be childless.
22 ULB તમારે મારા તમામ વિધિઓ અને નિયમોનું પાલન કરવું અને તેને અનુસરવા; જેથી એમ ન થાય કે હું તમને જે દેશમાં લઈ જાઉં તે દેશ તમને ઓકી કાઢે. BSB BSB: You are therefore to keep all My statutes and ordinances, so that the land where I am bringing you to live will not vomit you out.
23 ULB અને જે દેશજાતિને હું તમારી આગળથી હાંકી કાઢી મૂકું છું તે દેશના લોકોના રિવાજો પાળવા નહિ. કેમ કે આ બધા કાર્યો તેઓ કરતા હતા અને હું તે કાર્યોને ધિક્કારું છું. BSB BSB: You must not follow the statutes of the nations I am driving out before you. Because they did all these things, I abhorred them.
24 ULB મેં તમને કહ્યું છે, તમે તે દેશનો વારસો પામશો; હું તમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ. તમને બીજી દેશજાતિઓથી અલગ કરનાર તમારો ઈશ્વર યહોવાહ હું છું. BSB BSB: But I have told you that you will inherit their land, since I will give it to you as an inheritance—a land flowing with milk and honey. I am the LORD your God, who has set you apart from the peoples.
26 ULB તમે પવિત્ર બનો, કેમ કે હું, યહોવાહ, પવિત્ર છું. અને મેં તમને બીજા લોકોથી અલગ કર્યા છે એ માટે કે તમે મારા થાઓ. BSB BSB: You are to be holy to Me because I, the LORD, am holy, and I have set you apart from the nations to be My own.
27 ULB તમારામાંથી જે કોઈ પુરુષ કે સ્ત્રી ભૂવા કે જાદુગર હોય તેને મૃત્યુદંડ આપવો. લોકોએ તેઓને પથ્થરો વડે મારી નાખવાં. તેઓ દોષી છે અને તેઓ મૃત્યુને લાયક છે. BSB BSB: A man or a woman who is a medium or spiritist must surely be put to death. They shall be stoned; their blood is upon them.’”
Select verses for actions: Enter goes to them and Escape comes back.