1 ULB સિનાઈ પર્વત પર યહોવાહે મૂસાને કહ્યું, BSB BSB: Then the LORD said to Moses on Mount Sinai,
2 ULB "તું ઇઝરાયલી લોકોને આ કહે કે, 'જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે પ્રવેશ કરો ત્યારે તે દેશ યહોવાહ માટે વિશ્રામવાર પાળે. BSB BSB: “Speak to the Israelites and say to them: When you enter the land that I am giving you, the land itself must observe a Sabbath to the LORD.
3 ULB છ વર્ષ સુધી તમારે તમારા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમારે દ્રાક્ષવાડીઓમાં કાપકૂપ કરવી અને ઊપજનો સંગ્રહ કરવો. BSB BSB: For six years you may sow your field and prune your vineyard and gather its crops.
4 ULB પરંતુ સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ, એટલે યહોવાહનો વિશ્રામવાર થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ અને તારી દ્રાક્ષવાડીમાં કાપકૂપ કરવી નહિ. BSB BSB: But in the seventh year there shall be a Sabbath of complete rest for the land—a Sabbath to the LORD. You are not to sow your field or prune your vineyard.
5 ULB જમીન પર જે પોતાની જાતે ઊગી નીકળ્યું હોય તે તમારે કાપવું નહિ અથવા કાપકૂપ વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમારે લેવી નહિ. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું વર્ષ થાય. BSB BSB: You are not to reap the aftergrowth of your harvest or gather the grapes of your untended vines. The land must have a year of complete rest.
6 ULB એ વિશ્રામના વર્ષમાં ખેડ્યા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમારો, તમારા દાસ, દાસીઓનો, તમારા મજૂરોનો અને તમારી મધ્યે વસતા પરદેશીઓનો તે ખોરાક થશે; BSB BSB: Whatever the land yields during the Sabbath year shall be food for you—for yourself, your manservant and maidservant, the hired hand or foreigner who stays with you,
7 ULB અને જમીનમાં જે કંઈ ઊપજ થશે તે તમારાં જાનવરોનો અને દેશના વન્ય જાનવરોનો પણ તે ખોરાક થશે. BSB BSB: and for your livestock and the wild animals in your land. All its growth may serve as food.
8 ULB તમારે પોતાના માટે સાત વર્ષનાં સાત વિશ્રામ ગણવાં, એટલે કે સાત વાર સાત વર્ષ, એટલે ઓગણપચાસ વર્ષ. BSB BSB: And you shall count off seven Sabbaths of years—seven times seven years—so that the seven Sabbaths of years amount to forty-nine years.
9 ULB પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડુંં વગડાવવું. BSB BSB: Then you are to sound the horn far and wide on the tenth day of the seventh month, the Day of Atonement. You shall sound it throughout your land.
10 ULB અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માટે છુટકારાનો ઢંઢેરો પિટાવવો. તમારા માટે તે રણશિંગડાનું એટલે જ્યુબિલીનું વર્ષ છે. અને તમારે દરેક જણે પોતપોતાના વતનમાં અને કુટુંબમાં પાછા આવવું. BSB BSB: So you are to consecrate the fiftieth year and proclaim liberty in the land for all its inhabitants. It shall be your Jubilee, when each of you is to return to his property and to his clan.
11 ULB એ પચાસમાંનું વર્ષ તમારા માટે ખાસ જ્યુબિલીનો વર્ષ થાય. એ વર્ષે તમારે કાંઈ વાવવું નહિ, અને પોતાની જાતે જે ઊગ્યું હોય તે ખાવું. તેમ જ કાપકૂપ કર્યા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ વીણી લેવી. BSB BSB: The fiftieth year will be a Jubilee for you; you are not to sow the land or reap its aftergrowth or harvest the untended vines.
12 ULB કારણ, એ તો જ્યુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમારે ખાવો. BSB BSB: For it is a Jubilee; it shall be holy to you. You may eat only the crops taken directly from the field.
13 ULB જ્યુબિલીના વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના વતનમાં પાછા જવું. BSB BSB: In this Year of Jubilee, each of you shall return to his own property.
14 ULB જો તમે તમારા પડોશીને જમીન વેચો કે ખરીદો તો તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ. BSB BSB: If you make a sale to your neighbor or a purchase from him, you must not take advantage of each other.
15 ULB જ્યુબિલી પછી વીતી ગયેલા વર્ષો પ્રમાણે તમારે તમારા પડોશી પાસેથી ખરીદી કરવી અને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે. BSB BSB: You are to buy from your neighbor according to the number of years since the last Jubilee; he is to sell to you according to the number of harvest years remaining.
16 ULB જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને ઓછા વર્ષ બાકી હોય તો કિંમત ઓછી ઠરાવવી, કેમ કે જે વેચાય છે તે જે પાક મળશે તેના ધોરણે તે આપે છે. BSB BSB: You shall increase the price in proportion to a greater number of years, or decrease it in proportion to a lesser number of years; for he is selling you a given number of harvests.
17 ULB તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ; પણ તેને બદલે તમારે તમારા ઈશ્વરનો ભય રાખવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. BSB BSB: Do not take advantage of each other, but fear your God; for I am the LORD your God.
18 ULB મારા વિધિઓ, મારા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહેશો. BSB BSB: You are to keep My statutes and carefully observe My judgments, so that you may dwell securely in the land.
19 ULB ભૂમિ મબલખ પાક આપશે અને તમે ધરાતાં સુધી ખાશો તેમ જ તમે સુરક્ષિત રહેશો. BSB BSB: Then the land will yield its fruit, so that you can eat your fill and dwell in safety in the land.
20 ULB તમે કહેશો કે, "જો સાતમા વર્ષે અમે વાવીએ નહિ અથવા ઊપજનો સંગ્રહ કરીએ નહિ તે વર્ષે અમે શું ખાઈએ?" BSB BSB: Now you may wonder, ‘What will we eat in the seventh year if we do not sow or gather our produce?’
21 ULB સાંભળો, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલાં મબલખ પાકથી આશીર્વાદિત કરીશ. BSB BSB: But I will send My blessing upon you in the sixth year, so that the land will yield a crop sufficient for three years.
22 ULB તમે આઠમે વર્ષે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના સંગ્રહ કરેલા પાકમાંથી ખાશો. BSB BSB: While you are sowing in the eighth year, you will be eating from the previous harvest, until the ninth year’s harvest comes in.
23 ULB જમીન સદાને માટે નવા માલિકને વેચાય નહિ. કેમ કે જમીન મારી છે. તમે માત્ર પરદેશીઓ અને યાત્રીઓ તરીકે મારી જમીન પર રહો છો. BSB BSB: The land must not be sold permanently, because it is Mine, and you are but foreigners and residents with Me.
24 ULB ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે. BSB BSB: Thus for every piece of property you possess, you must provide for the redemption of the land.
25 ULB જો તમારા ઇઝરાયલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તેની જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે. BSB BSB: If your brother becomes impoverished and sells some of his property, his nearest of kin may come and redeem what his brother has sold.
26 ULB તેની જમીન છોડાવવાને જો કોઈ નજીકનો સંબંધી ના હોય પણ તે સમૃદ્ધિ પામ્યો હોય અને તેને છોડાવવાની તેની પાસે સક્ષમતા હોય, BSB BSB: Or if a man has no one to redeem it for him, but he prospers and acquires enough to redeem his land,
27 ULB તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણવા અને જેને તેણે તે જમીન વેચી હોય તેને ભરપાઈ કરવું. અને તે જમીન તેને તે પાછી આપે. BSB BSB: he shall calculate the years since its sale, repay the balance to the man to whom he sold it, and return to his property.
28 ULB પરંતુ જો તે જમીન પાછી લેવા સક્ષમ ન હોય તો જ્યુબિલીના વર્ષ સુધી જે માણસે તેને ખરીદી હોય તેની પાસે તે રહે. જ્યુબિલીના વર્ષે જે માણસે જમીન વેચેલી તેને એટલે તેના મૂળ માલિકને પાછી આપવામાં આવે. BSB BSB: But if he cannot obtain enough to repay him, what he sold will remain in possession of the buyer until the Year of Jubilee. In the Jubilee, however, it is to be released, so that he may return to his property.
29 ULB જો કોઈ માણસ નગરમાંનું તેનું ઘર વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સુધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે. BSB BSB: If a man sells a house in a walled city, he retains his right of redemption until a full year after its sale; during that year it may be redeemed.
30 ULB જો પૂરા એક વર્ષ દરમિયાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે ઘરની કાયમની માલિકી નવા માલિકની અને તેના વંશજોની થાય. BSB BSB: If it is not redeemed by the end of a full year, then the house in the walled city is permanently transferred to its buyer and his descendants. It is not to be released in the Jubilee.
31 ULB પણ જ્યુબિલી વર્ષમાં તે મૂળ માલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાનો હક્ક કાયમ રહે અને જુબિલી વર્ષમાં તો તે ઘરો મૂળ માલિકને પાછું મળવું જોઈએ. BSB BSB: But houses in villages with no walls around them are to be considered as open fields. They may be redeemed, and they shall be released in the Jubilee.
32 ULB તેમાં એક અપવાદ છે, લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય. BSB BSB: As for the cities of the Levites, the Levites always have the right to redeem their houses in the cities they possess.
33 ULB જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જ્યુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇઝરાયલમાંની સંપત્તિ છે. BSB BSB: So whatever belongs to the Levites may be redeemed—a house sold in a city they possess—and must be released in the Jubilee, because the houses in the cities of the Levites are their possession among the Israelites.
34 ULB પરંતુ લેવી પોતાના નગરોની આસપાસ આવેલી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે. BSB BSB: But the open pastureland around their cities may not be sold, for this is their permanent possession.
35 ULB તમારા દેશનો કોઈ ભાઈ જો ગરીબ થઈ જાય અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવી. તે પરદેશી અથવા પ્રવાસી તરીકે તમારી સાથે રહે. BSB BSB: Now if your countryman becomes destitute and cannot support himself among you, then you are to help him as you would a foreigner or stranger, so that he can continue to live among you.
36 ULB તમારે તેની પાસેથી નફો કે વ્યાજ ન લેવું. પણ ઈશ્વરનો ભય રાખવો એ માટે કે તમારો ભાઈ તમારી સાથે રહે. BSB BSB: Do not take any interest or profit from him, but fear your God, that your countryman may live among you.
37 ULB તમારે તમારા પૈસા તેને વ્યાજે ન આપવા. તેમ જ નફા સારુ તમારું અન્ન તેને ન આપવું. BSB BSB: You must not lend him your silver at interest or sell him your food for profit.
38 ULB તમને કનાનનો દેશ આપવા માટે અને તમારો ઈશ્વર થવા માટે તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું. BSB BSB: I am the LORD your God, who brought you out of the land of Egypt to give you the land of Canaan and to be your God.
39 ULB તમારા દેશનો જો કોઈ ભાઈ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમારે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ. BSB BSB: If a countryman among you becomes destitute and sells himself to you, then you must not force him into slave labor.
40 ULB તેની સાથે નોકરીએ રાખેલ ચાકર જેવો વ્યવહાર કરવો. અને તે તમારી સાથે પ્રવાસી તરીકે રહે. તે જ્યુબિલીના વર્ષ સુધી તમારી ચાકરી કરશે. BSB BSB: Let him stay with you as a hired worker or temporary resident; he is to work for you until the Year of Jubilee.
41 ULB પછી તે અને તેની સાથે તેના બાળકો પણ છૂટીને પોતાના ઘર અને પોતાના પિતાના વતનમાં તે પાછો જશે. BSB BSB: Then he and his children are to be released, and he may return to his clan and to the property of his fathers.
42 ULB કેમ કે તેઓ મારા સેવકો છે જેઓને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો. તેઓને ગુલામની જેમ વેચવા નહિ. BSB BSB: Because the Israelites are My servants, whom I brought out of the land of Egypt, they are not to be sold as slaves.
43 ULB તમારે નિર્દયતાથી તેઓ પર માલિકીપણું ન કરવું. પણ ઈશ્વરનો ભય રાખવો. BSB BSB: You are not to rule over them harshly, but you shall fear your God.
45 ULB વળી તમારી વચ્ચે રહેતા પરદેશીઓના સંતાનોને તથા તમારી સાથે રહેતા તેઓના કુટુંબો તેઓમાંથી તમારે ખરીદવા. અને તેઓ તમારી સંપત્તિ થાય. BSB BSB: You may also purchase them from the foreigners residing among you or their clans living among you who are born in your land. These may become your property.
46 ULB તમે તે લોકોને તમારા વંશજોને વારસામાં આપી શકો છો, તેમ જ તમે તેમનો કાયમ માટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો, પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે ગુલામોની જેમ મજૂરી કરાવવી નહિ. BSB BSB: You may leave them to your sons after you to inherit as property; you can make them slaves for life. But as for your brothers, the Israelites, no man may rule harshly over his brother.
47 ULB જયારે કોઈ પરદેશી કે તમારી સાથે રહેતો પ્રવાસી ધનવાન થઈ જાય અને તમારો ઇઝરાયલી ભાઈ ગરીબ થયો હોય અને તે પોતાની જાતને તે માણસને વેચી દે, BSB BSB: If a foreigner residing among you prospers, but your countryman dwelling near him becomes destitute and sells himself to the foreigner or to a member of his clan,
48 ULB તો તમારા ઇઝરાયલી ભાઈના વેચાયા પછી તેને પાછો ખરીદી લેવાય. તેના જ કુટુંબનો એક તેને ખરીદી લે. BSB BSB: he retains the right of redemption after he has sold himself. One of his brothers may redeem him:
49 ULB તેના કાકા કે ભત્રીજા કે અન્ય કોઈ નજીકનો સંબંધી તેને પાછો ખરીદી લઈ શકે છે અથવા જો તે સમૃદ્ધ થયો હોય તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે. BSB BSB: either his uncle or cousin or any close relative from his clan may redeem him. Or if he prospers, he may redeem himself.
50 ULB તેણે પોતાને ખરીદેલી વ્યક્તિ સાથે ગણતરી કરવી; તે વેચાયો હોય તે વર્ષથી માંડીને તે જ્યુબિલીના વર્ષ સુધી ગણે; અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે. BSB BSB: He and his purchaser will then count the time from the year he sold himself up to the Year of Jubilee. The price of his sale will be determined by the number of years, based on the daily wages of a hired hand.
51 ULB જો જ્યુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો જેટલા પૈસાથી તે ખરીદાયો હોય તેમાંથી તે વ્યક્તિએ કિંમતનો ભાગ પાછો આપવો. અને એ વર્ષોની ગણતરી પર આધારિત હોય. BSB BSB: If many years remain, he must pay for his redemption in proportion to his purchase price.
52 ULB ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જ્યુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડો જ ભાગ તેણે પાછો આપવો. BSB BSB: If only a few years remain until the Year of Jubilee, he is to calculate and pay his redemption according to his remaining years.
53 ULB વર્ષ દર વર્ષ તેની સાથે નોકરીએ રાખેલા ચાકરની જેમ વર્તન કરવું. અને તમારે તેના માલિકને તેની પાસે નિર્દયતાથી કામ લેવા દેવું જોઈએ નહિ. BSB BSB: He shall be treated like a man hired from year to year, but a foreign owner must not rule over him harshly in your sight.
54 ULB જો જ્યુબિલી વર્ષના વચગાળાનાં વરસો દરમિયાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય, તો તેને અને તેનાં બાળકોને જ્યુબિલીના વર્ષમાં છૂટાં કરી દેવાં, BSB BSB: Even if he is not redeemed in any of these ways, he and his children shall be released in the Year of Jubilee.
55 ULB કેમ કે, ઇઝરાયલીઓ મારા સેવકો છે; તેઓ મારા સેવકો છે જેઓને હું મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું; હું યહોવાહ તમારો ઈશ્વર છું.'" BSB BSB: For the Israelites are My servants. They are My servants, whom I brought out of the land of Egypt. I am the LORD your God.
Select verses for actions: Enter goes to them and Escape comes back.